ફિલ્મજગતમાં ઘણા એવા છે જે મુંબઈ આવ્યા ત્યારે હાથમાં ફૂટી કોડી ન હતી, અને આજે કરોડોમાં રમે છે. આજે જેમનો જન્મદિવસ છે તે રજત કપૂરે પણ પૈસાનો અભાવ જોયો છે. દૃશ્યમ ફિલ્મમાં નાનો રોલ હોવા છતાં ને મોટા કલાકારો હોવા છતાં તબ્બુના પતિ અને સેમના પિતા તરીકે તમે તેમની નોંધ ચોક્કસ લીધી હશે. 14 વર્ષની ઉંમરે ખયાલ ગાથા નામની ફિલ્મમાં એક્ટિંગ કરી તેમણે ક્રિ્ટિક્સ ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો હતો. ફિલ્મ બનાવવાની ઈચ્છા ઘણી હતી આથી મિત્રો પાસેથી ફંડીગ કરી તેમણે રઘુ રોમિયો નામની ફિલ્મ બનાવી નાખી હોવાનું અહેવાલો જણાવે છે.
આ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો, પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર એવી તો પછડાઈ કે નાણાં પરત કરતા રજતને ત્રણ વર્ષ લાગ્યા ને નાકે દમ આવી ગયો. ઘણી ફિલ્મોમાં કામ કરનારા આ થિયેટર આર્ટિસ્ટનું નામ વિવાદોમાં ચગ્યું હતું જ્યારે એક પત્રકારે તેના પર આક્ષેપ કર્યો હતો. રજતે પત્રકારના અવાજ અને દેખાવને સેક્સી કહ્યો હતો.
કિસના, મુલ્ક, ભેજા ફ્રાય, મોન્સુન વેડિંગ, દિલ ચાહતા હૈ જેવી ઘણી યાદગાર ફિલ્મોમાં તેના અભિનયની દર્શકોએ નોંધ લીધી છે.