બાંગ્લાદેશમાં હિંદુઓ પર ફરી હુમલો, મંદિરો અને ઘરોને આગ લગાડી

દેશ વિદેશ

બાંગ્લાદેશમાં ફરી એકવાર હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા છે. અહીં નારેલના લોહાગરા વિસ્તારમાં હિન્દુઓના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો, અને ઘરોને આગ લગાવવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટોળાએ એક મંદિરમાં પણ તોડફોડ કરી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ મામલો એક હિન્દુ યુવક દ્વારા કરવામાં આવેલી ફેસબુક પોસ્ટ સાથે સંબંધિત છે. યુવાનોએ કરેલી પોસ્ટથી રોષે ભરાયેલા ટોળાએ હિંદુઓના ઘરો પર હુમલો કર્યો હતો. ફેસબુક પોસ્ટ કરનાર યુવકના ઘરમાં ટોળાએ ઘૂસીને આગ ચાંપી દીધી હતી. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ભીડને વિખેરવા હવામાં ફાયરિંગ કર્યું.
પોલીસે જણાવ્યું હતું કે લઘુમતિ હિંદુ સમુદાયના યુવાને ઇસ્લામની નિંદા કરતી પોસ્ટ ફેસબુક પર મૂકી હતી, જેને કારણે ગુસ્સે ભરાઇને મુસ્લિમોના એક જૂથે હિંદુઓ અને તેમના મંદિર પર હુમલો કર્યો હતો અને તેમના ઘરોને આગ લગાડી હતી.
પોલીસે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વધુ હિંસા અટકાવવા માટે પોલીસ દળોને વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. આ ઘટનાની તપાસ ચાલી રહી છે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.