મુંબઈ: મુંબઈ નજીકના વસઈમાં હિંદુ-મુસ્લિમ દંપતીના લગ્ન બાદનું રિસેપ્શન રદ કરવામાં આવ્યું છે. દિલ્હીમાં શ્રદ્ધા વાલકરની કરપીણ હત્યા બાદ સ્થાનિક સંગઠનોએ હિંદુ યુવતીના મુસ્લિમ યુવક સાથેના લગ્નનો વિરોધ કર્યો હતો જેને પગલે આ રિસેપ્શન રદ કરવાનો વારો આવ્યો છે.
શ્રદ્ધા વાલકરની હત્યા બાદ સમાજમાં આક્રોશ ફેલાયો છે ત્યારે વસઈમાં થઈ રહેલા લગ્નની કંકોત્રી એક હિન્દી ન્યૂઝ ચેનલના એડિટર દ્વારા સોશ્યલ મીડિયા પર વાઈરલ કરવામાં આવી હતી અને તેમાં ‘લવ જેહાદ’ અને ‘એક્ટ્સ ઓફ ટેરરિઝમ’ જેવા હેશટેગ લગાવવામાં આવ્યા હતા. આ કંકોત્રી વાઈરલ થયા બાદ લોકોએ આ લગ્નમાં મોટું ફ્રીજ આપવા સહિત અનેક ટિપ્પણીઓ કરી હતી અને તેને પગલે સ્થાનિક હિન્દુ અને મુસ્લિમ સંગઠનોએ હૉલના માલિકને બોલાવીને રવિવારે થનારું આ રિસેપ્શન રદ કરવાની ફરજ પાડી હતી.
બીજી તરફ દંપતીના પરિવારજનો શનિવારે માણિકપુર પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા અને તેમને રિસેપ્શન રદ કરવામાં આવ્યાની જાણ કરી હતી.
૨૯ વર્ષની હિન્દુ યુવતી અને ૩૨ વર્ષના મુસ્લિમ યુવકના કોર્ટમાં ૧૭ નવેમ્બરે રજિસ્ટર્ડ પદ્ધતિએ લગ્ન થયા છે. આ બંને એકબીજાને છેલ્લા ૧૧ વર્ષથી જાણે છે. બંનેના પરિવારજનોએ લગ્નની સહમતી આપી છે.
પોલીસ અધિકારીઓએ એવો દાવો કર્યો છે કે આ લગ્નમાં લવ જેહાદનો કોઈ એન્ગલ જોવા મળતો નથી.
હિંદુ-મુસ્લિમ દંપતીના લગ્નની કંકોત્રી વાઈરલ થયા બાદ વસઈમાં રદ કર્યું રિસેપ્શન
RELATED ARTICLES