હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

ઘોઘારી દશા શ્રીમાળી
મહુવા હાલ ઘાટકોપર સ્વ. વિનોદરાય શાંતિલાલ સરકારના ધર્મપત્ની ચંદ્રાબેન (ચંદ્રીકાબેન) (ઉં. વ. ૭૫) તે સ્વ. ભૂપતભાઇ, સ્વ. ભાસ્કરભાઇ, સ્વ. રમણભાઇ તથા સ્વ. અરવિંદભાઇના ભાભી. તે સ્વ. હંસાબેન, કનુભાઇ, સ્વ. સુધાબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. દિલીપભાઇ, વિનોદભાઇ, ભરતભાઇના બેન શનિવાર તા. ૧૮-૬-૨૨ના સ્વર્ગવાસી થયા છે. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ સારસ્વત બ્રાહ્મણ
મૂળ ગામ બોરીવલી મુંબઇ યોગેશભાઇ દિનેશચંદ્ર પાંધી (જોષી) (ઉં. વ. ૬૭) તા. ૨૦-૦૬-૨૨ના કૈલાસવાસ થયેલ છે. તે સ્વ.રમાબેન દિનેશચંદ્ર પાંધીના પુત્ર તથા સરોજબેનના પતિ. તથા જીનેશ અને પારસના પિતા. તે સ્વ. રાજેશભાઇ, સ્વ. સુસ્મિતા બેન તથા કિરણબેનના ભાઇ. તથા સ્વ. કાંતિલાલ પ્રાણજીવન લ્હેરૂ (જામરાવલ)ના જમાઇ. પ્રાર્થનાસભા સાંજે ૫થી ૬. તા. ૨૩-૬-૨૨ ગુરુવારે ફોન દ્વારા રાખેલ છે.
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
ગામ દધાલિયા નિવાસી ભાનુશંકર ભાઇશંકર ભટ્ટ (ઉં. વ. ૯૦) તે વિજયભાઇ, વિનોદભાઇ, ગં. સ્વ. હંસાબેન સુભાષચંદ્ર પંડિત, હેમલતાબેન, ધર્મિષ્ઠાબેનના પિતાશ્રી. ઓઢા નિવાસી સ્વ. કમળાબેન આદિતરામ વ્યાસના ભાઇ . બાકરોલ (મહાદેવગ્રામ) નિવાસી સ્વ. જયંતીલાલ, સ્વ. નીલકંઠરાય, યશવંતરાય, વલ્લભરામ વ્યાસ તથા ગં. સ્વ. જયાબેન ચંદ્રકાંત જોશીના બનેવી. તા. ૧૮-૬-૨૨ના શનિવારના રોજ એકલિંગજી શરણ પામેલ છે. બેસણું તા. ૨૭-૬-૨૨ સોમવારના દધાલિયા મુકામે સવારે ૧૦થી ૨. તા. ક. સાસરી પક્ષનું બેસણું સાથે
રાખેલ છે.
કપોળ
જાફરાબાદવાળા દ્વારકાદાસ ડાહ્યાભાઈ મહેતાના પુત્ર અનિલભાઈના ધર્મપત્ની અ.સૌ. ભારતી (ઉં.વ. ૭૬), તા. ૨૦-૬-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જયકિશનભાઈ તથા સુરેશભાઈના નાના ભાઈના ધર્મપત્ની. જયેશ તથા કવિતાના માતુશ્રી. પિયરપક્ષે બપાડાવાળા હાલ માટુંગા ગોવિંદજી માધવજી કાચરીયાના દિકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ
રાખેલ છે.
શ્રીમાળી બ્રાહ્મણ
માંડવી કચ્છના વતની હાલ ઘાટકોપર અતુલ ભાસ્કર રાય ત્રિવેદીના પત્ની. અ. સૌ. નીપાબેન (ઉ.વ.પપ) તે સ્વ. કનકબેન હસમુખભાઇ ત્રિવેદીના દીકરી. જીગર અને કીંજુના માતા. કીંજલ અને ચિરાગના સાસુ. શિવાનના દાદી તે સોમવાર તા.૨૦-૬-૨૨ના રોજ કૈલાસવાસી થયા છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૩-૬-૨૨ સ્થળ: ઘાટકોપર બ્રાહ્મણ સમાજ હોલ, પહેલે માળે, જોશી લેન, ઘાટકોપર ઇસ્ટ. સમય સાંજે ૪ થી ૫.૩૦ વાગે રાખવામાં આવેલ છે.
ઘોઘારી લોહાણ
કલ્યાણ રસિકભાઇ ગોવિંદજી જસાણી (ઉં. વ. ૭૮) તે શુક્રવાર તા. ૧૭-૬-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. તે સ્વ. રાજેન્દ્રભાઇ, સ્વ. ચંદુભાઇ તેમ જ સ્વ. સરસ્વતીબેનના ભાઇ. તે જયોત્સનાબેનના જેઠ. તે નિરજ તથા સ્વ. મયુરના મોટા પપ્પા. લૌકિક વ્યવહાર બંધ છે.
મોડાસા એકડા દશા ખડાયતા
લિબડીયા હાલ બદલાપુરના સ્વ. બીપીનભાઇ રવચંદદાસ શાહ (ઉં. વ.૭૫) તે કુસુમબેનના પતિ. તે ધર્મેશ, નિલેશ, બિંદુબેનના પિતા. તે રાજશ્રીબેન, હેતલબેન તથા હિતેન્દ્રકુમારના સસરા. તે જીમી, કુંજ, ત્રુણાલી અને ખુશીના દાદા તા. ૧૯-૬-૨૨ના નિધન થયેલ છે. તેમનું બેસણું ગુરુવાર તા. ૨૩-૬-૨૨ના સંજીવની હોલ, બદલાપુર (ઇસ્ટ), રેલવે સ્ટેશન નજીક બપોરે ૨થી ૪.
કચ્છી ભાટિયા
કૈલેશ (ઉં. વ. ૫૮) સ્વ. પુષ્પા માધવસિંહ વેદના પુત્ર. સ્વ. મંગળદાસ ભાટિયાના જમાઇ. કલ્પનાના પતિ. ઝરણા તથા પ્રથમના પિતા. હંસાબેન તથા વિનોદના ભાઇ. કૃણાલના કાકા ને વીરના દાદા તા. ૨૦-૬-૨૨ના શ્રીજીના ચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.