હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય બ્રાહ્મણ
વઢવાણ હાલ-મુંબઈ સ્વ. મધુસુદન જે. દવેની પૌત્રી અને સ્વ. મનુભાઈ મોહનલાલ ત્રિવેદી (પવઈ)ના દોહિત્રી અને ભરતકુમાર દવે તેમજ શ્રીમતી નીતા ભરતકુમાર દવેની પુત્રી તથા ધ્રુપદ દવેની બેન કૃતિ ભરતકુમાર દવે (ઉં. વ. ૨૮) સોમવાર, ૨૦-૬-૨૨ના સ્વર્ગવાસી થયેલ છે. બેસણું ગુરુવાર, તા. ૨૩-૬-૨૨ના સાંજે ૫થી ૭. કેશવ ગોરે સ્મારક ટ્રસ્ટ, અંબા માતાના મંદિર પાછળ, અભી ગોરેગાંવ સ્કૂલની બાજુમાં, આરે રોડ, ગોરેગાંવ (વેસ્ટ).
ભાવનગરી મોચી
ગામ ઢસા આંબરડી- હાલ મુંબઈ અરવિંદભાઈ કેશવભાઈ ચૌહાણ (ઉં. વ. ૬૯) ૨૦-૬-૨૨, સોમવારના રામશરણ પામ્યા છે. બેસણું (ઉઠમણું) ૨૩-૬-૨૨, ગુરુવારે સાંજે ૪થી ૬ વાગે નિવાસસ્થાને. દિવ્યપ્રભાબેનના પતિ. સ્નેહલના પિતાશ્રી. મનિષાના સસરા. સ્વ. પરસોત્તમભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, હર્ષાબેન અરુણભાઈના મોટા ભાઈ. નિવાસસ્થાન: ૨જો કુંભારવાડા, બિલ્ડીંગ નં. ૭, રૂમ નં. ૫, ૧લે માળે, સંત સેના મહારાજ માર્ગ, મુંબઈ-૪.
હાલાઈ લોહાણા
ગં. સ્વ. હયાગૌરી કલ્યાણજી બદીયાણી- રહેવાસી મુલુંડ ૨૧-૬-૨૨, મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તે કિશોરભાઈ, શોભા પ્રકાશ કારીયા, દિલીપભાઈના માતા. અ. સૌ. ઈંદિરા, અ. સૌ. રેખાના સાસુ. સ્વ. કાંતાબેન, સ્વ. ચંદ્રાબેન, સ્વ. મંગળાબેન, ગં. સ્વ. પ્રમીલાબેન, અ. સૌ. નિર્મળાબેન, જયંતીલાલના બેન. અ. સૌ. કુસુમબેન ઉનડકટના ભાભી. સ્વ. કાલીદાસ ઓઘડભાઈ ઉનડકટના પુત્રી. દેવાંગ, અર્ચના, મેઘા, પ્રિયંકાના દાદી તથા નેહાના નાની. લૌકિક વ્યવહાર બંધ છે.
પરજીયા સોની
ઘુઘરાળાવાળા ગં. સ્વ. ગંગાબેન માણસુરભાઈ ભુરાભાઈ થડેશ્ર્વરના પુત્ર સ્વ. રમેશભાઈ હાલ બોરીવલી (ઉં. વ. ૬૬) ૧૯-૬-૨૨, રવિવારે અક્ષરનિવાસી થયેલ છે. તે હર્ષાબેનના પતિ. સ્વ. દામુભાઈ, જયંતીભાઈ, સ્વ. હિંમતભાઈ, સ્વ. લક્ષ્મીકાંતભાઈ, સ્વ. સરોજબેન રસિકલાલ કાગદડા, સ્વ. પુષ્પાબેન હસમુખલાલ સાગર, અ. સૌ. મીનળબેન સુરેશકુમાર મીનાવાલાના નાના ભાઈ. અ. સૌ. બિનીતાબેન રાજીવકુમાર સાગર, અ. સૌ. સ્વાતિબેન ભાસ્કરકુમાર સાગર, પ્રતિકભાઈના પિતાશ્રી. સ્વ. જસુભાઈ બેચરભાઈ સાગર (સાવરકુંડલા)ના જમાઈ. પ્રાર્થનાસભા ૨૪-૬-૨૨, શુક્રવારના સાંજે ૪થી ૫. સ્થળ: સોનીવાડી, શિમ્પોલી રોડ, બોરીવલી (વેસ્ટ).
કપોળ
અમરેલીવાળા સ્વ. પુષ્પાબેન તથા સ્વ. વસંતરાય કેશુરદાસ મોદીના પુત્ર હરેશભાઈ (ઉં. વ. ૬૯) ૨૦-૬-૨૨ના મલાડ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તે દક્ષાબેનના પતિ. નિરવ તથા હેતલ ધવલકુમાર મોદીના પિતાશ્રી. નિલમના સસરા. હસુબેન ચંદ્રકાંત ચિતલીયા, રજનીબેન શાંતિલાલ ગોરડિયા, ભારતીબેન કિશોરકુમાર મહેતાના ભાઈ. સ્વસુર પક્ષે સ્વ. ભાઈલાલ ગોરધનદાસ ગાંધીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
શ્રી સોરઠિયા પ્રજાપતી કુંભાર જાતિ
બોરીવલી નિવાસ ગં. સ્વ. નિર્મળાબેન પરમાર (ઉં.વ. ૮૭) તે તા. ૧૮-૬-૨૨ શનિવારના શ્રી રામ ચરણ પામ્યા છે. તે શ્રી સ્વ. રાજાભાઈ જેઠાભાઈ પરમારના પત્ની. સ્વ. અશોકભાઈ, સ્વ. સોનિયા, સ્વ. સંજયભાઈ, સ્વ. મીનાબેન ગૌતમભાઈ છાયાના માતોશ્રી. ગં. સ્વ. કાંતાબેનના સાસુ. નિશાંત, સપના રાકેશ જાદવ, મમતા નિમિષ પોલેકરના દાદી. રેણુકાબેનના દાદી સાસુમા. પ્રાર્થનાસભા તા. ૨૩-૬- ૨૨ ને ગુરુવારના ૩ થી ૫. એ૨૩ જૈન પાટણ મંડલ, દવે નગર, દહિસર પૂર્વ.
ઔદિચ્ય સહસ્ત્ર બસીયા બ્રાહ્મણ
ટિંટોઈ (હાલ અમદાવાદ) રમેશભાઈ જમનાદાસ ઠાકર (ઉં. વ. ૬૯) તા. ૧૯/૬/૨૨ અને તેમનાં ધર્મપત્ની હેમલતાબેન (ઉં. વ. ૬૬ ) તા. ૨૧/૬/૨૨ના શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. જમનાદાસ હરગોવિંદ ઠાકરના પુત્ર અને પુત્રવધૂ. મેઢાસણ નિવાસી સ્વ. જટાશંકર અંબાલાલ ઉપાધ્યાયના જમાઈ અને પુત્રી. સમીર અને દેવાંગના પપ્પા અને મમ્મી. પૂર્વી અને દીપ્તિના સસરા અને સાસુ. સ્વ. કલ્પનાબેન નિલકંઠ જોષી, ચંદ્રિકાબેન કૌશિક આચાર્ય, છાયાબેન ભરત ભગત, જીગ્નેશભાઈના ભાઈ અને ભાભી. પિયર પક્ષ/સાસરી પક્ષનું બેસણું ગુરુવારે અમદાવાદમાં રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે. ઉત્તરક્રિયા અમદાવાદ મુકામે રાખેલ છે.
વિશા સોરઠિયા
પોરબંદરવાળા હાલ કાંદિવલી, સ્વ. વૃજકોરબેન મોનજી પ્રભુદાસ શાહના સુપુત્ર ભૂપેન્દ્રભાઈ શાહ (ઉં.વ. ૮૧) તે નીરૂબેનના પતિ. કૌશીન, અનીશ અને બબીનાના પિતા. સ્વ. જયંતીલાલ, શ્રી ધીરજલાલ અને જીતેન્દ્રના ભાઈ. તે બિંદુ, રૂપલ તથા સતીષના સસરા. હેમચંદ પરીખના જમાઈ. ૨૧-૬-૨૨ રોજ શ્રીજીશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
સીમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ
મૂળ કુંભારીયા, હાલ-ડહાણુ રોડ સ્વ. નાગેશ્ર્વરભાઈ માવજીભાઈ જોષીની દિકરી સ્વ. ચિ. નીતાબેન (ઉં.વ. ૪૬) સોમવાર, તા. ૨૦/૬/૨૨ના કૈલાસવાસ થયેલ છે. તે પ્રદિપભાઈ તથા ચેતનભાઈના બહેન. મનીષભાઈ જયશંકરભાઈ જોષીના કાકાની દિકરી તથા ઉદયભાઈ તથા અલ્પેશભાઈ બળવંતરાય જોષીના બાપુજીની દિકરી. અ. સૌ. કિર્તીબેન, અ. સૌ. વર્ષાબેન, અ. સૌ. ચેતનાબેન, અ. સૌ. આશાબેનના નણંદ. સાદડી તા. ૨૩/૬/૨૨, ગુરુવારના બપોરે ૩-૦૦ થી ૫-૦૦ કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. સ્થાન ઋષિકેશ પાર્ક, બી/૨, ગ્રાઉન્ડ ફ્લોર, રેલ્વે સ્ટેશન પાસે, પટેલ પાડા, ડહાણુરોડ (પૂર્વ).
દશા શોરઠીયા વણિક
જૂનાગઢની વશી હાલ મીરા રોડ સ્વ. જશવંતીબેન ચંદુલાલ શાહના પુત્ર કિશોરભાઈ (ઉં.વ. ૬૩) ભાવિકાબેનના પતિ. રમણીકલાલ મદાનીના જમાઈ. અવની, કીમ પવન ભાવસારના પિતા. સ્વ. સરોજબેન, સ્વ. સાગરબેન, સ્વ. ભારતીબેન, ગંગા સ્વ. નીતાબેન કિરીટ ધ્રુવના ભાઈ તા. ૨૧-૬-૨૨ જૂનના શ્રીજી ચરણ પામેલ છે. લૌકીક પ્રથા બંધ છે.
કપોળ
શિહોરવાળા સ્વ. વ્રજલાલ સુંદરજી મહેતાના પુત્ર મહેન્દ્ર મહેતા (ઉં. વ. ૮૩) (હાલ અમેરિકા) જૂન ૧૦-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે દિના (દમુબેન)ના પતિ તથા સ્વ. સંજયભાઈ, અંજના અને પૂર્વેશના પિતા તથા રૂશીકા, માનસી, સ્મિત, મિહિર, ચિરાગ, વિશ્ર્વ, વેદાંત, કેશવ, મીરા, અવી અને એવાના દાદા. તે સ્વ. મુકુંદભાઈ, બલવંતરાય, ચંદ્રકાંત, સ્વ. પ્રમીલાબેન, સ્વ. કુમુદબેન, પુષ્પાબેન અને મીનાક્ષીબેનના ભાઈ. તે મોસાળ પક્ષે અમૂલખરાય લક્ષ્મીરાય કોઠારી, મનસુખલાલ કોઠારી તથા સ્વસુર પક્ષે સ્વ. ચંપકલાલ પોપટલાલ પારેખના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા
બંધ છે.
મોઢ વણિક
મોરબી નિવાસી હાલ ચેમ્બુર સ્વ. મંજુલાબેન લલિતભાઈ પારેખના પુત્ર નિખિલભાઈ (ઉં. વ. ૬૩) રવિવાર, ૧૯-૬-૨૨ના અક્ષરધામ નિવાસી થયા છે. તે રેખાના પતિ. રાધા, કુશલ, આયુષ, સ્નેહાના પિતાશ્રી. તે દિલિશ-બિનીતા, દિપ્તી ચેતન સંઘવીના ભાઈ. તે સાસરા પક્ષે સ્વ. કમલાજી ધરમપાલજી ગુપ્તા ફેમિલી અને અગ્રવાલ ફેમિલીના જમાઈ. સ્વ. કાંતિલાલ ચીમનલાલ શ્રોફ (લિમડી)ના ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.