હિન્દુ મરણ
સ્વ. જમનાદાસ મુલજી ગણાત્રા કચ્છ ગામ બરંદા હાલે પૂના નિવાસીના ધર્મપત્ની ગંગા સ્વરૂપ દમયંતીબેન (ઉં. વ. ૮૫) તા. ૨/૨/૨૦૨૩ ગુરુવારના પૂના મધ્યે રામશરણ પામેલ છે. સ્વ.નવીનભાઈ, રમેશભાઈ, સ્વ. વસંતભાઈ, ભરતભાઈ, જગદીશભાઈ અને શોભનાબેન દીપકભાઈ મોટનપુત્રાના માતૃશ્રી. ગીતાબેન, રેખાબેન, નિશાબેન અને પૂજાબેનના સાસુ. સ્વ. દેવજી લક્ષ્મીદાસ કતીરા કચ્છ ગામ ધારેશીના પુત્રી સ્વ. ધરમશીભાઈ, સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ.ચંદ્રિકાબેન લીલાધર, સ્વ. મંગળાબેન મથુરાદાસના બેન. સ્વ. પારપ્યા મુલજી, સ્વ. નાથીબાઇ લક્ષ્મીદાસ, વસંતબેન હરજીવનના ભાભી. એમની બંને પક્ષની પ્રાર્થના સભા તા.૪/૨/૨૦૨૩ શનિવાર ના ૪ થી ૫ શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી ભવાની પેઠ, પાલખી ચોક, કિરાડ ગલ્લી પૂના. બૈરાઓએ એજ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે.
ગોભવા પોરેચા મોઢવણિક
કુતિયાણા હાલ બોરીવલી સ્વ. નલિનીબેન અને સ્વ. પ્રાણલાલ જમનાદાસ ભગતના પુત્ર પ્રદીપ (ઉં. વ. ૭૪) તે નયનાબેનના પતિ. સ્વ. પ્રભાવતી અને સ્વ. રતિલાલ સુંદરજી ગાંધીના જમાઇ. દર્શક અને વૈશાલીના પિતા. હેતલ તથા દિલિપ પટેલના સસરા. શોભના અને સ્વ. વાસંતીના ભાઇ ગુરુવાર, તા. ૨-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
જનોડ એકડા વિશા ખડાયતા
ઘાટકોપર નિવાસી ગીતા પરીખ (ઉં.વ. ૬૦) ચક્ષુ અને ત્વચા દાન કરેલ છે. મંગળવાર તા. ૩૧-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સુરેન્દ્ર વિષ્ણુ પ્રસાદ પરીખના પત્ની. અર્પિત, કૌશલના માતુશ્રી. ચૈતાલી, વિધિના સાસુ. ત્વીષાના દાદી. પૂર્ણિમા રશિમકાંત, કુંજબાળા નરેન્દ્રના દેરાણી. મીના ભૂપેન્દ્ર શાહના ભાભી. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૫-૨-૨૩ના સાંજે ૪થી ૬. ઠે. સ્વામીનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇ)માં રાખેલ છે. પિયર પક્ષ બુદ્ધિધન મણીલાલ શાહનું બેસણું તે જ સ્થળે તે જ સમયે રાખેલ છે.
કચ્છી લોહાણા
જગદીશ (જગ્ગુ) (ઉં. વ. ૬૩) ગામ મોટી મઉં હાલ મુલુન્ડ મુંબઇ મધે તા. ૨-૨-૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. લિલાવંતીબેન કરસનજી કાનજી ગણાત્રા અને કલ્પનાબેન કુંવરજી ગણાત્રાના મોટા પુત્ર. તે જનક (શંકર), નીતા મોહનલાલ ઠક્કર, પ્રવિણા પરેશ ગંધા, કપીલા બીમલ, નિશા રાજેશ, વંદના નિતેન, સ્વ. રોહિત (રાજુ)નાં મોટાભાઇ. ભાવનાબેનનાં જેઠ. તે સ્વ. પરસોતમ કાનજીના ભત્રીજા. સ્વ. જમણાબેન શિવજી રૂપારેલના દોહીત્ર. તે દિવ્યા પતીરા, પ્રતિક્ષા અમીત ગાડીગાવકરના મોટાબાપા. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
દશા સોરઠિયા વણિક
મુંબઇ નિવાસી મુકતાબેન મનસુખલાલ સેલારકા (ઉં. વ. ૮૦) બુધવાર તા. ૧-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે હિતેશ, જીજ્ઞા, જીતેનના માતા. નાનાલાલ જીવરાજ કોઠારીની પુત્રી. વૈશાલી, મીતા, હરેનકુમારના સાસુ. દિલીપભાઇ નાનાલાલ કોઠારી, સ્વ. માનવંતીબેન મનસુખલાલ ગગલાણી, સ્વ. પુષ્પાબેન રમણીકલાલ પારેખ, હંસાબેન ધનસુખલાલ ગોરસીયા, નીતાબેન વસંતરાય સેલારકા, કાંતાબેન મધુકાંત ભુપતાણી, હર્ષાબેન મહેન્દ્રકુમાર ગગલાણી. હિના કૌશીકકુમાર સાંગાણીના બેન. સ્વ. વનીતાબેન ગોરધનદાસ શેઠ, સ્વ. લીલાવતીબેન રમણીકલાલ મલકાણ, સ્વ. રમાબેન શાંતિલાલ સેલારકાના ભાભી. સાદડી પ્રથા બંધ રાખેલ છે.
નવગામ વિસાનાગર વણિક સમાજ
માણસા નિવાસી હાલ વાલકેશ્ર્વર ગં. સ્વ. સરોજબેન ડાહ્યાલાલ નાથાલાલ શાહ (ઉં. વ. ૮૪) ગુરુવારના તા. ૨-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ડાહ્યાલાલના ધર્મપત્ની. અતુલ, અમીત, અનિતાના માતુશ્રી. બિજલ, રીટા, નિમેષકુમારના સાસુ. પ્રતિક, નમ્રતા, બિનોય, રાજનાં દાદી. ગં. સ્વ. શારદાબેનના ભાભી. પિયર પક્ષમાં સ્વ. કમળાબેન મંગળદાસ ચોકસીના સુુપુત્રી. પ્રાર્થનાસભા તા. ૪-૨-૨૩ના શનિવારે સાંજે ૪થી ૬. ઠે. ભાટીયા ભગીરથી ટ્રસ્ટ હોલ, ૮૮, દાદીશેઠ અગીયારીલેન, ભુલેશ્ર્વર, મું-૨. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
દેલવાડાવાળા હાલ મુંબઈ સ્વ. રંજનબેન જયંતિલાલ કેસુરદાસ ગોરડીયાના પુત્ર સ્વ. કમલેશ (ઉં. વ. ૫૮) તે કામીનીના પતિ. રાજેશ તથા પ્રતિમા દીલીપકુમાર બોકડીયાના ભાઈ. અપેક્ષા હિતેનકુમાર પારેખના પિતા. પ્રતિક, વૈૈભવના કાકા. મહુવાવાળા સ્વ. દોલતરાય મોહનદાસ સંઘવીના જમાઈ ૨-૨-૨૩, ગુુરુવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૪-૨-૨૩, શનિવારના ૫ થી ૭. ઠે. હાલાઈ લોહાણા મહાજન વાડી, ૨જે માળે, શંકર મંદીરની બાજુમાં, કાંદીવલી (વે.).
શિહોરવાળા હાલ અંધેરી અરવિંદભાઈ વ્રજલાલ જીવરાજ પારેખના ધર્મપત્ની. તે સ્વ. છોટાલાલ હરગોવિંદદાસ વળીયાના દીકરી મધુકાંતા (ઉં. વ. ૮૨) ૧-૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે વૈશાલી ગિરીશ પારેખ, મોના પરેશ ઠક્કરના માતુશ્રી. વિશ્ર્વલ, પૂજીત, દર્શના નાની. સ્વ. ગિરીશ, હર્ષાબેન અને શીલાબેનના મોટાબેન. ઉર્મીલાબેનની નણંદ. લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી લોહાણા
મહુવાના હાલ કાંદિવલી નીલાબેન પ્રમોદરાય ચિતલીયા (ઉં. વ. ૮૬) તે સ્વ. કંચનબેન રતિલાલ કારિયાના દીકરી. તે દિપ્તી કમલેશ દામાણી, બંકીમ અને બીના દિનકર સદરાણીના માતુશ્રી. તે અંજલીના સાસુ. સ્વ. મુકુંદભાઈ, સ્વ. વિનોદભાઈ, મધુભાઈ કારીયા, સ્વ. મંજુબેન લક્ષ્મીદાસ ઠક્કરના બહેન. તે સ્વ. અનસુયાબેન વિનોદચંદ્ર રૂપારેલના ભાભી. તે ધ્વનિ મીત ધાબલિયા અને દર્શનના દાદી. તે રિદ્ધિ, વિધિ, દેવાંશી, રવિ, ધ્રુવીના નાની ૧-૨-૨૩, બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ક્ષત્રિય રાજપૂત- દરબાર
ગુલાબબા મહેન્દ્રેસિંહજી દરબાર (ઉં. વ. ૮૦) ગામ ડાંગરવા હાલ મુલુંડ ભવાનજી દાજીજી ચાવડા, ગામ બિલોદરાના પુત્રી. મયુરસિંહજી, ગાયેન્દ્રસિંહજી, મીનાબેન, પન્નાબેનના માતુશ્રી. આશાબા, નીતાબા, જયદીપસિંહ કુબેરજી વાઘેલા અને રાકેશકુમાર વ્રજલાલ મહેતાના સાસુજી. રીચા, જશ, વિની, જીતના દાદી. હિનલ, યશ, હિત, ક્રિશાના નાની ૨-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૪-૨-૨૩, શનિવારના ૪ થી ૬. ઠે. સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (વે.). લૌકિક વ્યવહાર બંધ છે.
ગોભવા પોરેચા મોઢ વણિક
કુતિયાણા નિવાસી હાલ બોરીવલી પ્રદીપ પ્રાણલાલ જમનાદાસ ભગત (ઉં. વ. ૭૪) તે નયનાબેનના પતિ. સ્વ. પ્રભાવંતી અને સ્વ રતિલાલ સુંદરજી ગાંધીના જમાઈ. દર્શક અને વૈશાલીના પિતા. હેતલ તથા દિલીપ પટેલના સસરા. શોભના ભગત તથા સ્વ. વાસંતી પારેખના ભાઈ ગુરુવાર ૨/૨/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પ્રશ્ર્નોરા નાગર
ગં. સ્વ. ઉષાબેન અ. શાસ્ત્રી, (ઉં. વ. ૯૯) તે સ્વ. અરવિંદ શાસ્ત્રીનાં પત્ની. સ્વ. અનુપમ શાસ્ત્રી, સ્વ. અમૂલ્ય શાસ્ત્રી, અતુલ શાસ્ત્રી અને હેન્રી શાસ્ત્રીનાં માતા. સ્વ. પ્રજ્ઞા, સ્વ. કલ્પના, અ. સૌ. અમીતા, અ. સૌ. મયુરાના સાસુ અને સ્વ. અશોક શાસ્ત્રીના કાકી મુંબઈ મુકામે ૦૨.૦૨.૨૦૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનસભા ૦૪.૦૨.૨૦૨૩ના રોજ લોહાણા મહાજનવાડી, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ) સાંજે પાંચથી સાત.
રાજગોર
સ્વ. ચંદાબેન ભટ્ટ મૂળ નલિયા હાલે પનવેલ (ઉં. વ. ૮૫) તે સ્વ. મુળશંકર દયારામ ભટ્ટના પત્ની, તે સ્વ. શિવજી ભટ્ટ અને ચંદુલાલ ભટ્ટના માતાજી. તે સ્વ. નિમેલા શિવજી, માધુરી ચંદુલાલના સાસુ તે પ્રશાંત શિવજી, હિતેશ શિવજી અને સાધના નિકેશના દાદી. જમનાદાસ ત્રિકમજી નાકર, જખૌના પુત્રી, દેવેન્દ્રભાઈ, સ્વ. સાકર બેન, સ્વ. મંગળ બેન, ગં સ્વ. મંજુ બેન, શાંતાબેનના બેન. તા. ૩-૦૨-૨૩ ના રામશરણ પામેલ તેમની પ્રાર્થના સભા તા ૪-૨-૨૩ ના માહેશ્ર્વરી મહાજન વાડી, બંદર રોડ, ૪:૦૦ – ૬:૦૦ પનવેલમાં છે.
શ્રીમાળી સોની
સાવરકુંડલા નિવાસી હાલ વસઈ (વેસ્ટ) ઉમેદરાય નાગરદાસ રાજપુરા (ઉં. વ. ૯૦), તે પ્રમિલાબેનના પતિ. અતુલભાઈ, સુનીલભાઈ, વિપુલભાઈ, મુકેશભાઈ, તરુણાબેન જીતેન્દ્રભાઈ, કલ્પનાબેન યોગેશભાઈ, દેવીન્દ્રાબેન ધીરેનભાઈ, ભાવિકાબેન કમલેશભાઈ અને નેહલબેન જીતેન્દ્રભાઈના પિતાશ્રી. ભારતીબેન અતુલભાઈ, મીનાક્ષીબેન વિપુલભાઈ, પ્રિતીબેન મુકેશભાઈના સસરા. ગૌ.વા. જયંતિલાલભાઈ, ગૌ.વા. પ્રાણલાલભાઈ, ગૌ.વા. ધીરજલાલભાઈ, ગૌ.વા. રતીલાલભાઈ, ગૌ.વા.ડો. ભાયલાલભાઈ, ગૌ.વા.લાભુબેન અને ગં.સ્વ.ધીરજબેન કાંતિલાલભાઈ , ગૌ.વા. વિજ્યાબેન પ્રભુદાસભાઈ , ગૌ.વા. દમયંતિબેન હરકિશનભાઈ ના ભાઈ, ગૌ.વા. મનસુખલાલ છગનલાલ કાત્રોડીયાના જમાઈ બુધવાર તા. ૦૧/૦૨/૨૦૨૩ ના શ્રીજીચરણ પામેલ છે. તેઓની પ્રાર્થનાસભા તા. ૦૪/૦૨/૨૦૨૩ શનિવારે ૪ થી ૬. સ્થળ: સ્વામીનારાયણ મંદિર, સાંઈનગર, પાર્વતી સિનેમા પાછળ, વસઈ (વેસ્ટ).
બહ્મભટ્ટ
હાલ કાંદિવલીના સ્વ. અનંતરાય ચીમનલાલ બારોટ (પટ્ટણી)ના ધર્મપત્ની, ગં. સ્વ. શારદાબેન બારોટ (ઉં. વ. ૮૭) તે ૧/૨/૨૩ના દેવલોક પામેલ છે. તે ઈંદ્રજિત, કૌશિક, શકુંતલા, જ્યોતિકાના માતા, સ્વાતિ, દર્શના, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, મહેશ બ્રહ્મભટ્ટના સાસુ. પિયરપક્ષે દયબેન અમથાજી મોતીજી બારોટના દીકરી. તેમની પ્રાર્થનાસભા ૫/૨/૨૩ ના સવારે ૧૦ થી ૧૨ સુરભી મેરેજ હોલ, હવેલી પાસે, સેવન સ્ટાર હોસ્પિટલ, આશા નગર, ઠાકુર કોમ્પ્લેક્સ, કાંદિવલી ઈસ્ટ.