હિન્દુ મરણ
કોળી પટેલ
ગામ હાથીયાવાડીના ગં.સ્વ. શાંતાબેન (મંગીબેન) (ઉં.વ. ૯૧) સોમવાર, તા. ૩૦/૧/૨૩ના દેવલોક પામ્યા છે. તે સ્વ. મગનલાલ ઝીણાભાઈ પટેલના પત્ની. સ્વ. અમ્રતભાઈ, સ્વ. સુમનભાઈ, પુષ્પાબેન મહેન્દ્રભાઈ (અમલસાડ-ઘાંચીવાડ)ના માતુશ્રી. બેસણું ગુરુવાર, તા. ૨/૨/૨૩ના અને બારમું (પુષ્પાંજલિ) ગુરુવાર, તા. ૯/૨/૨૩ના ૩ થી ૫ હાથિયાવાડી ખાતે રાખેલ છે.
કપોળ
મહુવાવાળા હાલ કાંદીવલી સ્વ. મંગળાબેન તથા સ્વ. હિંમતલાલ હરીલાલ સંઘવીના પુત્ર. અશ્ર્વીન (ઉં. વ. ૭૬) તા. ૩૦.૧.૨૩ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ મિનાક્ષીના પતિ. ધીમંત, ભાવિન, નિરવના પિતા. અ.સૌ. હેતલ, પૂર્વી તથા ક્રિનાના સસરા, ભૂપેન્દ્ર, શૈલેષ તથા અ.સૌ. વિણા અશ્ર્વીન દલાલના ભાઈ. શ્ર્વસુર પક્ષે સ્વ. બાબુલાલ લવજી મહેતાના જમાઈ. સર્વે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
મોઢ વણિક
મોરબી નિવાસી હાલ પેડર રોડ મુંબઈ સ્વ. મંજુલાબેન લલિતભાઈ જયકૃષ્ણલાલ પારેખના સુપુત્ર દિલીષભાઈ (ઉં. વ. ૬૯) બુધવાર તા. ૧.૨.૨૩ના અક્ષરધામ નિવાસી થયા છે. તે બિનિતાબેનના પતિ. જય-કૃપાલી, હર્ષ-વિધીના પિતાશ્રી. કવીર, આહાનના દાદા. નિખિલ-રેખા, દિપ્તી ચેતન સંઘવીના ભાઈ. સ્વ. ચંદ્રકાંત (કાકુભાઈ) વોરાના જમાઈ. સ્વ. કાંતિલાલ ચીમનલાલ શ્રોફ (લીમડી)ના ભાણેજ. પ્રાર્થના સભા-લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
ડુંગરવાળા રસીલાબેન તથા પુષ્કરરાઈ રતિલાલ મહેતાના સુપુત્ર વિરેશભાઈ (ઉં. વ. ૫૪) રવિવાર તા. ૨૯.૧.૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે પુનિતાના પતિ. તે સલોની મિતુલ મહેતા અને ટીશાના પિતા. તે વૈશાલી ઉદયકુમાર શાહના ભાઈ. તે ઈન્દુબેન ચુનીલાલ મહેતાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૩-૨-૨૩ના રોજ સાંજે ૫ થી ૭ કલાકે. લુહાણા મહાજન વાડી, પહેલે માળે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ, મુંબઈ-૬૭.
પરજીયા સોની
સીમરણ જીરાવાળા હાલ રાજકોટ સોની સ્વ. શાંતાબેન લુહાર (ઉં. વ. ૮૨) તા. ૩૦.૧.૨૩ને સોમવારે વૈકુંઠવાસી થયા છે. તે સોની રતિભાઈ હરીભાઈ લુહારના ધર્મપત્ની. અ.સૌ. દક્ષાબેન મહેશકુમાર ધાણક, કિરીટભાઈ, સ્વ. અરવિંદભાઈ, મનોજભાઈના માતુશ્રી. તે જેઠાલાલ કેશવજીભાઈ કાગદડા (ધુતારપુરવાળા)ના દીકરી. પ્રાર્થનાસભા સ્થળ: ભગવાન ભુવન વાડી, ૧૧, પંચનાથ પ્લોટ, રાજકોટ. સમય: ગુરુવારે તા. ૨-૨-૨૩
૪ થી ૬.
દસગામ પંચાલ
ગામ દાદરા, હાલ થાણે હેમંત ભગવાનદાસ પંચાલના પત્ની ચેતના પંચાલ (ઉં. વ. ૫૭) સોમવાર ૩૦.૧.૨૩ના રોજ દેવલોક પામ્યાં છે. તે મયૂર, હર્ષાલીનાં માતુશ્રી. મિથિલા, દિપેશકુમારના સાસુ. માયરાનાં દાદી. તેમની સાદડી શુક્રવાર ૩-૨-૨૩ના ૫થી ૭. પ્રાર્થનાસ્થળ- કલબ હાઉસ, પોડિયમ લેવલ ૨, કલ્પતરુ સનરાઈસ, કોલશેત રોડ, થાણે-વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઈડર ઔદીચ્ય પીસ્તાલીસ જ્ઞાતિ બ્રાહ્મણ
કુકડીયાના ગજાનન રામશંકર ત્રિવેદી (ઉં. વ. ૮૬) ૨૯મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે જયાબેનના પતિ. પુષ્પાબેન, સ્વ. વીણાબેનના ભાઈ. કાંતિલાલ નારાયણદાસ ભટ્ટના સાળા. સ્વ. ધનુબેન બાબુલાલ ભટ્ટ, ઈંદુબેન મનહરલાલ ત્રિવેદી, સ્વ. અરવિંદ રઘુનાથ ઠાકરના બનેવી. પ્રાર્થનાસભા બીજીએ સાંજે ૫થી ૭. ઠે.: લોહાણા મહાજન વાડી, બીજે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી (પ.) લૌ. વ્ય. બંધ છે.
કપોળ
સ્વ. ઠાકોરભાઈ અંદરજી ગોરડિયાના પત્ની અને મહુવાવાળા સ્વ. છગનલાલ અમૃતલાલ ગાંધીના પુત્રી શ્રીમતી પ્રમિલાબેન (ઉં. વ. ૮૩) તા. ૩૧.૧.૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે હિરેનના માતુશ્રી, દિપ્તીના સાસુ તથા અરૂજાના દાદી. તે શરદચંદ્ર ગોરડિયાના ભાભી. પ્રાર્થનાસભા ઝૂમ પર તા. ૩-૨-૨૩ સમય: સાંજે ૬ થી ૭.
કચ્છી લોહાણા
સ્વ. તુલસીદાસ રણછોડદાસ સેજપાલ ગામ નેત્રાવાલા હાલે નાલાસોપારા વાલાના ધર્મપત્ની ગં. સ્વ. શાંતાબેન (ઉં. વ. ૭૭) તે વેલજી મુલજી રાયચન્ના ગામ મોટા ભાડીયા વાલાની છોકરી. તે અ. સૌ. ભાવના રમેશકુમાર અને વિજયભાઈના માતુશ્રી. તે સ્વ. માધવજીભાઈ, સ્વ. કેશવજીભાઈ, સ્વ. લીલાધરભાઈ, સ્વ. બેચરદાસ, સ્વ. જાધવજીભાઈ, સ્વ. મોહનભાઈ, સ્વ. ચંચલબેન કાનજીના બેન. તે સ્વ. શંકરલાલના નાના ભાઈના ધર્મપત્ની. પ્રેમજીભાઈ, સ્વ. પરસોત્તમભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. જયંતિભાઈ, અ. સૌ. હેમલતા નરેન્દ્ર ગણાત્રાના ભાભી તા. ૩૧.૧.૨૩ને મંગળવારના શ્રી રામશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨.૨.૨૩ ગુરુવારે ૫ થી ૭ લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, આર. આર. ટી. રોડ, મુલુંડ (વે.) (લૌકિક વ્યવહાર સંદતર બંધ છે.)
બ્રહ્મ ક્ષત્રિય
ઠળીયા નિવાસી હાલ ભિવંડી અંબાલાલ દુર્લભજી જગડા (ઉં. વ. ૭૮) તા. ૨૭.૧.૨૩ને શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. તે ઈન્દુમતીબેનના પતિ. તે કૌશિક તથા મિતેશના પિતાશ્રી. તે પૂનમબેન તથા આજ્ઞાબેનના સસરા. તે સ્વ. હંસરાજ સુંદરજી મચ્છરના જમાઈ. તેમનું ટેલિફોનીક બેસણું ગુરુવાર તા. ૨.૨.૨૩ના ૪ થી ૬. નિવાસ સ્થાન: અંબાલાલ દુર્લભજી જગડુ, ૧૦૩-કિશોર પેલેસ, એ-વિંગ, કમલા હોટલ પાસે, ભિવંડી.
દશા સોરઠીયા વણિક
કચ્છ ગુંદિયાળી નિવાસી હાલ ભાંડુપ રમેશભાઈ ભગવાનદાસ શાહ (ઉં. વ. ૮૪) તે મંગળવારે તા. ૩૧.૧.૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે અંજુબેનના પતિ. પ્રશાંતના પિતાશ્રી. અ.સૌ. કિરણના સસરા. સસુર પક્ષે સ્વ. પ્રભુદાસભાઈ અભયચંદ મેઘાણીના જમાઈ. સ્વ. મુળજીભાઈ, સ્વ. ડૉ. ભોગીભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. દમયંતીબેન ચંદ્રકાંતભાઈ માલવીયા, સ્વ. જયસુધાબેન રસિકભાઈ ગગલાનીના ભાઈ. અ. સૌ. તન્વી વત્સલ શાહના દાદા. તેમની પ્રાર્થનાસભા શુક્રવારે તા. ૩.૨.૨૩ના ૪.૩૦થી ૬.૦૦. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઈસ્ટ).
લોહાણા
કલ્યાણના નાનુભાઈ ઠક્કર (વિઠ્ઠલાણી) (ઉં.વ. ૮૬) તે સ્વ. નારાયણદાસ રાઘવજીભાઈ વિઠ્ઠલાણીના પુત્ર. સ્વ. કંચનબેન નથવાણી, સ્વ. ઘનશ્યામદાસ વિઠ્ઠલાણી, સ્વ. રામદાસભાઈ વિઠ્ઠલાણીના ભાઈ. સ્વ. પુષ્પાબેન વસાણીના ભાઈ. મંજુલાબેનના પતિ. હર્ષાબેનના પિતાશ્રી. રાજુભાઈ, યોગેશભાઈ, આનંદભાઈના કાકા. સાસરા પક્ષે મથુરાદાસ જીમુલીયાના જમાઈ તા. ૩૧-૧-૨૩ના અક્ષરનિવાસી થયેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર
બંધ છે.
હાલાઈ ભાટિયા
રમેશ રણજીતસિંહ કાપડીઆ (ઉં.વ. ૬૪) તે ગં. સ્વ. રજનીબેનના પુત્ર. હીનાબેનના પતિ. મિહીરના પિતાશ્રી. ભારતીબેન દિનેશ વ્યાસના ભાઈ. શામજી દ્વારકાદાસ સંપટના જમાઈ તા. ૩૦-૧-૨૩, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ સારસ્વત બ્રાહ્મણ
જામખંભાળિયા નિવાસી હાલ મુંબઈ સિક્કાનગર ગં. સ્વ. સરલા પ્રવિણકુમાર સાતા (ઉં.વ. ૭૦) તે સ્વ. દમયંતી ડાહ્યાલાલ સાતાના પુત્રવધૂ. સ્વ. નંદુબેન નારણદાસ જાનીના દિકરી તા. ૩૦-૧-૨૩ના અવસાન પામ્યા છે. અ. સૌ. ચંદ્રા ચંપકભાઈ સાતાના દેરાણી. અ. સૌ. વિભૂતિ જીતેન્દ્રભાઈના જેઠાણી. ગં. સ્વ. કુસુમ જયરામભાઈ જોષી, ગં. સ્વ. પારૂલ દેવેન્દ્રભાઈ જોષી (નાશિક)ના ભાભી. ટેલીફોનિક બેસણું તા. ૨-૨-૨૩, ગુરુવારના સાંજે ૫ થી ૬.
શ્રી ઇડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
ગામ ખેડ (ચાંદરણી) હાલ મીરા રોડ. અશોકભાઈ નરોત્તમ વ્યાસ ( ઉં ૬૭) તે તા . ૨૯/૧/૨૩ના દેવલોક પામેલ છે. તે સ્વ. શાંતાબેન તથા સ્વ.નરોત્તમદાસ કોદરલાલ વ્યાસના પુત્ર, હેમાબેનના પતિ. જ્યોત્સનાબેન વ્યાસના દિયર. સ્વ. નરહરી પરશુરામ ભટ્ટના જમાઈ, સ્વ. સુરેશભાઈ, હંસાબેન મહેતા, સ્વ. વાસંતીબેન જાની, ભારતીબેન રાવલ, સ્વ. પ્રફફૂલાબેન વ્યાસ, જ્યોત્સનાબેન ભટ્ટના ભાઈ, વિકી અને નેહાના પિતા. વિશાલ કુમાર, નીસિતાના સસરા, માહી અને મહેકના દાદા, શિહાનના નાના. સ્વર્ગસ્થની પ્રાર્થના સભા તા. ૨-૨-૨૩ ગુરુવારના રાખેલ છે. સભા સમય સાંજે ૫.૦૦ થી ૭.૦૦ કલાક. સભા સ્થળ : – લોહાણા મહાજન વાડી, પહેલે માળે, શંકર મંદિરની બાજુમાં. એસ. વી. રોડ, કાંદિવલી પશ્ર્ચિમ. મુંબઈ – ૪૦૦ ૦૬૭. સ્વસુર પક્ષની સાદડી સાથેજ રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
શ્રી નથુ તુલસી ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ
પ્રધ્યુમનભાઈ જીવરામભાઈ મહેતા (ઉં.વ. ૮૩) મૂળ લતિપર હાલ મુંબઈ (મલાડ), તે કેતનભાઈ અને ભારતીબેનના પિતા અને સ્વ. તુલજાબેન મહાશંકર ભટ્ટ, સ્વ. રમણીકભાઈ મહેતા, જનકભાઈ મહેતાના ભાઈનું તા. ૩૦-૧-૨૩નાં અવસાન થયેલ છે. સાદડી ગુરુવાર, તા. ૨/૨/૨૩ના ૪ થી ૬. સરનામું: સાંઈબાબા મંદિર, દારૂવાલા કંપાઉન્ડ, એસ. વી. રોડ, મલાડ વે.
હાલાઇ ભાટિયા
અ.સૌ. ઉર્વશી દિલીપ ઉદેશી (ઉં.વ. ૭૪) તે ધર્મેશ તથા ધીરેશના માતા. હર્ષ તથા મુસ્કાનના દાદી. પૂનમ તથા કાજલના સાસુ. સ્વ. રસવંતી રમણીકલાલ ઉદેશીના પુત્રવધૂ. સ્વ. રતનશી જેઠમલના પુત્રી. પૂનમ, પલ્લવી તથા ભાવના અને પ્રશાંત, અતુલના બહેન, ૨૯/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગામ ઉના હાલ થાણા લાખાભાઇ જીવનભાઈ પરમારના પુત્ર જેન્તીભાઇ પરમાર (ઉં.વ. ૫૮) તે ૩૦/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે શારદાબેનના પતિ. જયસુખ, હસમુખ, સુશીલા પ્રાગજી મકવાણા, દમયંતીબેન બાલુભાઈ ગોહિલ, જયશ્રી મોહનલાલ ડોડીયા, જોશના હસમુખ કવા, મીના શૈલેષ કવા તથા પ્રવીણા જયસુખ સિધ્ધપુરાના ભાઈ. ભીખાભાઇ હરજીભાઇ વાઘેલાના જમાઈ. અક્ષય તથા સોનલના પિતા. ઇતેશ શાંતિલાલ મકવાણાના સસરા. પ્રાર્થનાસભા ૩/૨/૨૩ના ૫ થી ૭ લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, બોરીવલી ઈસ્ટ.
હાલાઈ લોહાણા
જીગ્નેશભાઈ કોટક (ઉં.વ. ૫૪) ગુરવારે ૨૬/૧/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે મગનલાલ દુર્લભજી કોટક (પ્રભાસ પાટણ)ના સુપુત્ર હાલ મુંબઈ સ્વ. બંસીબેન કીર્તિકુમાર સોનપાલ, સ્વ. રમેશભાઈ તથા વિપુલભાઈના ભાઈ. સ્વ. નયનાબેન મધુસુદન ઠક્કર (પરેલ)ના જમાઈ. ડો. ચેતનાબેનના પતિ. ચી. યોશિતાના પિતા. ચિ. મૌલિક અને હર્ષના મામાની પ્રાર્થનાસભા તા. ૨/૨/૨૩ ગુરુવાર ૫ થી ૭ કોરા કેન્દ્ર હોલ, શિમ્પોલી રોડ, એલિટ લેક્સુરી સ્પાની બાજુમાં, બોરીવલી (વેસ્ટ).
લુહાર સુથાર
ભાવનગરવાળા હાલ બોરીવલી સ્વ. ઈશ્ર્વરભાઈ ડાહ્યાભાઈ રાઠોડ (ઉં.વ. ૭૨) તે મંજુલાબેનના પતિ. સ્વ. હરેશ, મયુર તથા ભારતીના પિતા. ભાવિશા (નીલમ)ના સસરા. કનુભાઈ તથા જેન્તીભાઇના ભાઈ. સ્વ. ગોરધનભાઈ પરમારના જમાઈ, ૨૯/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૩/૨/૨૩ના ૫ થી ૭ લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
કપોળ
મહુવાવાળા હાલ મલાડ શ્રી ધરણીધર પ્રતાપરાય જીવનલાલ ગાંધી (ઉં.વ. ૭૯), તે સ્વ. કળાબેનના પતિ. ભાવેશ, ધર્મેશ, આશાના પિતા. નીપા, તૃપ્તિ, મેહુલના સસરા. સૌરભ – રુચિ, પાર્થ – જીનલ, રિદ્ધિના દાદા. યશ, ખુશીના નાના. સ્વ. ધીરુભાઈ – સ્વ. હંસાબેન, રમેશભાઈ – રસીલાબેન, જયંતભાઈ – લતાબેન, સુરેશભાઈ – કનકબેન, સ્વ. સવિતાબેન – મુળજીદાસ, શશીબેન – સ્વ. મનહરભાઈ, હર્ષાબેન – સ્વ. ભરતભાઈના ભાઈ. સ્વ. મોહનલાલ વનમાળીદાસ મોદીના જમાઈ, તે મંગળવાર, તા. ૩૧ જાન્યુઆરીના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૩ ફેબ્રુઆરી શુક્રવારના ૫ થી ૭. સ્થળ: લોટસ બેન્કવેટ હોલ, રઘુલીલા મોલ, કાંદીવલી (વેસ્ટ).
કપોળ
ધંધુકાવાળા, હાલ કાંદીવલી સ્વ. વિમળાબેન અમૃતલાલ મહેતાના પુત્ર ભૂપતરાય (ઉં.વ. ૮૦) તે સ્વ. લતાબેનના પતિ. તે મોના હિરેન ગાંધી, નેહા નિકુંજ સંઘવી, પૂર્વી પ્રણવ શાહના પિતા. તે અશોકભાઈ, મુકેશભાઈ, જ્યોત્સના બળવંતરાય મહેતા, અરુણા અનંતરાય ચિતલિયા, મૃદુલા જયંત મથુરીયા, હંસા યોગેન્દ્ર પારેખ, હર્ષિદાના મોટા ભાઈ. તે સ્વ. તાપીદાસ છબીલદાસ દોશીના જમાઈ. તા. ૩૦-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. સર્વ પક્ષની પ્રાર્થનાસભા તા. ૩-૨-૨૩ શુક્રવારના ૫ થી ૭ કલાકે. ઠે. હાલાઇ લોહાણા મહાજન વાડી, ૧લે માળે, શંકર મંદિરની પાસે, એસ. વી. રોડ, કાંદીવલી (વે.).
શ્રી શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ભાયંદર નિવાસી સ્વ. જાદવજી કેશવજી ભટ્ટના પુત્ર અરવિંદકુમાર જાદવજી ભટ્ટ (ઉં.વ. ૭૬) – હાલ વસઈ) તા. ૨૯-૧-૨૩ને રવિવારના કૈલાસવાસી થયેલ છે. તે ઈન્દુબેનના પતિ. તુષાર, વિરલ તથા અલ્પાના પિતાશ્રી. કાજલ, પૂર્વી તથા કેતનકુમાર રવિશંકર રાવળના સસરા. સ્વ. હિંમતલાલ પ્રભાશંકર દેસાઈ દકાનાના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨ ફેબ્રુઆરી, ૨૦૨૩ ને ગુરુવારના ૪:૦૦ થી ૬:૦૦. ખરક જ્ઞાતિની વાડી, એચ.ડી.એફ.સી. બેંકની બાજુમાં, જે. બી. સ્કૂલની સામે, એવરસાઈન સીટી વસઈ (ઈસ્ટ). લૌકિક પ્રથા બંધ છે.
દશા ઝારોલા વણિક
શ્રી સુરેશચંદ્ર નગીનદાસ શાહ (ગાયકવાડ) (ઉં.વ. ૭૩) મૂળ વતન હાલોલ (હાલ બોરીવલી) તે સુરેખાબેનના પતિ. સોનલ અને ગૌરવના પિતા. ન્યાસા, ઇરાના નાનાજી. વિરાજ વૃંદાના દાદાજી. વેણુ અને મૈત્રયના સસરા. મહેશ, ઇન્દ્રવદન, સતીશ અને રાજેશના ભાઈ, તે તા. ૩૦ જાન્યુઆરી, ૨૦૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટીયા
ઠા. ટોકરશી હંસરાજ આશર (ઉં.વ. ૮૦) (ગોંડલવાળા) હાલ મુંબઇ તે રીટાબેનના પતિ. અ.સૌ. સીમા તથા ચી. અમરના પિતાશ્રી. ચી. રાહુલ તથા અ.સૌ. રક્ષાના સસરા. ચી. નિધિ, ચી. મનન – ચી. ઉર્વક્ષ, ચી. ખુશના દાદા-નાના. સ્વ. વિરજીભાઈ, સ્વ. રામીબેન હરિદાસભાઈ ગાજરીયા, અ.સૌ. પુષ્પાબેન શરદભાઈ વેદ, લલિતભાઈ તથા ઉમેશભાઈના ભાઈ. મંગળવાર, તા. ૩૧/૧/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વહેવાર બંધ છે.