હિન્દુ મરણ
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
હાલ વલસાડ સ્વ. ભૂપતરાય ચુનીલાલ ભટ્ટના પત્ની. તે લાભશંકર માવજી ભટ્ટની પુત્રી. ગં. સ્વ. જશુમતીબેન ભૂપતરાય ભટ્ટ (ઉં. વ. ૮૫) તા. ૩૦-૧-૨૩ના સોમવારે કૈલાસવાસી થયેલ છે. તે હરેશભાઇ (પુત્ર), બિપીનભાઇ (પુત્ર), ગં. સ્વ. વનિતાબેન દિલીપભાઇ મહેતા (પુત્રી)ના માતાશ્રી. તે કોકિલાબેન, કૌશિકાબેનના સાસુ. તે નિરવભાઇ, પ્રજ્ઞેશભાઇ, મોનાબેન, હેતલબેન અંક્તિકુમાર ત્રિવેદીના દાદી. પ્રાર્થનાસભા (બેસણું): તા. ૨-૨-૨૩ને ગુરુવારના રોજ બપોરે ૩થી ૫. ઠે. નાની બાની વાડી, લક્ષ્મીનારાયણ મંદિરની સામે, મદનવાડ, વલસાડ મુકામે રાખેલ છે.
દશગામ પંચાલ
ગામ પરિયા, હાલ લોઅર પરેલ, સ્વ. વનિતાબેન અમ્રતલાલ પંચાલના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. વ. ૭૧) ૨૭-૧-૨૩, શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તેઓ કલ્પનાબેનના પતિ. કુશલભાઈના પિતાશ્રી. રાજેન્દ્રભાઈ, જયબાળાબેનના ભાઈ. સ્વ. શશીકલાબેન મનુભાઈ પંચાલ (વડોદરાવાળા)ના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨-૨-૨૩ ને ગુરુવારે ૪ થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસ્થળ: શ્રી સંત મોરે માઉલી વિઠ્ઠલ મંદિર, પહેલે માળે, ફિનિક્સ ટાવરની સામે, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ (વે.).
હાલાઈ લોહાણા
મૂળ ગામ જામ ખંભાળિયા હાલ બોરીવલી રામજીભાઈ ગણાત્રા (ઉં. વ. ૮૨) ૩૦-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે રંજનબહેનના પતિ. અ. સૌ. દેવકુરબહેન ગોકલદાસ ગણાત્રાના પુત્ર. ગં. સ્વ. રંભાબહેન ગોપાલદાસ સચદેવના જમાઈ. સ્વ. ધીરેન, સુનીલ, સંગીતા, બિંદુ, શીતલના પપ્પા. રાજેશ ભીમજીયાણી, નરેન્દ્ર કોટક, જિજ્ઞેશ કોટડિયા, કવિતા, મિતલના સસરા. માનસી, ભૂમિકા, મીત, જીતના દાદા. પ્રતીક, જતીન, દીપિકા, હીરલ, ઈષા, ક્રીશના નાના. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨-૨-૨૩ના ગુુરુવારે સવારે ૧૦ થી ૧૨. ઠે. હાલાઈ લોહાણા મહાજન વાડી, કાંદિવલી (વે.).
કપોળ
મહુવાવાળા હાલ કાંદિવલી સ્વ. મંજુલાબેન તથા સ્વ. જયંતીલાલ દેવરાજ ચિતલીયાના પુત્ર. દિનેશકુમાર ચિતલીયા (ઉં. વ. ૬૯) ૩૦-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રવિણાબેનના પતિ. હિરેનના પિતા. તરડેવાળા સ્વ. નાગરદાસ હરગોવિંદદાસના જમાઈ. જાફરાવાદવાલા સ્વ. પ્રેમજીભાઈ લાલજીભાઈ મહેતાના ભાણેજ. અ. સૌ. હર્ષાબેન દીપકકુમાર પારેખના ભાઈ. સર્વે લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી ભાનુશાલી
ભા. સ્વ. દેવશીભાઈ ગોપાલજી હરજીભાઈ ગોરી, ગામ ભવાનીપર હાલે ડોમ્બીવલી તા. ૨૨.૧.૨૩ના ડોમ્બીવલી મધે ઓધવશરણ પામેલ છે. ભાઈઓ સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. મુરજીભાઈ, સ્વ. ખેરાજભાઈ. પુત્રો લાડક, રમેશ, પ્રતાપ, રાજેશ, અશોક, ગીરીશ. દીકરી-જમાઈ ભગવતીબેન વિશ્રામ શેઠીયા, મોટી સુડદ્રો. મોસાળપક્ષ સ્વ. મીઠુભાઈ વેલજી નંદા નાની બારાચોડ. બહેન બનેવી સ્વ. ખેતબાઈ મંગલદાસ ભદ્રા બેરાચીયા. સાસરાપક્ષ સ્વ. ભાણજીભાઈ લધારામ હુરબડા હાજાપર. પ્રાર્થનાસભા રાખેલ નથી.
નવગામ ભાટીયા
અમરેલીવાળા (હાલ અંધેરી) સુજનભાઈ છગનલાલ સંપટ (ઉં. વ. ૯૨) તે મંજુલાબેનના પતિ. તે આનંદ, સ્વરૂપના પિતા. તે શિલ્પા તથા પ્રેમલના સસરા. તે કુશલ, હિયા, આશિષ, જય, નિધી, બંસી, નિશી, પ્રાંસીના દાદા. સ્વ. હિંમતભાઈ, સ્વ. દ્વારકાદાસભાઈ (કાકુભાઈ), રમેશભાઈ, પ્રમોદભાઈ, ભીખુભાઈ, સ્વ. સવિતાબેન ઈશ્ર્વરદાસ વેદ, સ્વ. ભાનુબેન વિજયસિંહ ઉદેશીના ભાઈ. તે જોડિયાવાળા સ્વ. કુમનદાસ અંદરજી વેદ તથા સ્વ. કિશનભાઈ, ગં. સ્વ. તારાબેન ચુનીલાલ ગોકળગાંધીના બનેવી તા. ૩૦.૧.૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨.૨.૨૩ના સાંજના ૫ થી ૬.૩૦ સંન્યાસ આશ્રમ હોલ (એ.સી.), વિલેપાર્લા (પ).
દશા સોરઠિયા વણિક
કાત્રોડી નિવાસી હાલ વસઈ સ્વ. મુક્તાબેન મનસુખલાલ મહેતાના પુત્ર, કવિતાબેન મહેતાના પતિ, અક્ષયના પિતા ભરતભાઈ મહેતા તા. ૨૯-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રદીપ, શૈલેશ, સંજય, મધુબેન કિશોરકુમાર ધાબલિયા, નીતાબેન રાજેશકુમારના ભાઈ, સ્વ. હસુમતિ રમણીકલાલ શેઠના જમાઇ. સ્વ. ધીરજલાલ નારણદાસ, સ્વ. નવનીતરાય નારણદાસના ભત્રીજાની પ્રાર્થનાસભા તા. ૨-૨-૨૩ના ૪.૦૦થી ૬.૦૦ સ્થળ: કે.ટી. વાડી, કે.ટી. વિલેજ, વસઈ વેસ્ટ.
હાલાઈ લોહાણા
મુળ ગામ જામ ખંભાળીયા હાલ બોરીવલી રામજીભાઈ ગણાત્રા (ઉં. વ. ૮૨) રંજનબેનના પતિ. અ.સૌ. દેવકુરબેન ગોકલદાસ ગણાત્રાના પુત્ર. ગં. સ્વ. રંભાબેન ગોપાલદાસ, સચદેવના જમાઈ. સ્વ. ધિરેન, સુનિલ, સંગીતા, બિંદુ, શીતલના પપ્પા. રાજેશ ભીમજીયાણી, નરેન્દ્ર કોટક, જીજ્ઞેશ કોટડીયા, કવિતા, મીતલના સસરા. માનશી, ભૂમિકા, મીત, જીતના દાદા. પ્રતીક, જતીન, દિપીકા, હીરલ, ઈષા, કીશના નાના તા. ૩૦.૧.૨૦૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૨-૨-૨૩ ગુરુવાર સવારે ૧૦થી ૧૨ હાલાઈ લોહાણા મહાજન વાડી, કાંદિવલી (વે).
ઘોઘારી લોહાણા
ગં. સ્વ. લલિતાબેન હરગોવિંદદાસ મશરુ (ઉં. વ. ૯૨) તે સ્વ. હરગોવિંદદાસ કાનજી મશરુ તે સ્વ. ઉજમબેન અને સ્વ. વિઠ્ઠલદાસ કેશવજી સાદરાણીના પુત્રી. તે શ્રી રજનીકાંત, શ્રીમતી ઈલા મનોજ સચદે, શ્રીમતી જ્યોતિ (જિજ્ઞા) દૈવેશ ખંધડિયા અને ડૉ. પ્રકાશના માતુશ્રી. તે શ્રીમતી સરોજ અને શ્રીમતી સોનલના સાસુ. તે રુષિત, ડૉ. અંકિત, શ્રીમતી સલોની અજય સોમૈયા તથા શ્રીમતી અદિતિ ધવલ ઠક્કરનાં દાદીમા. તે શ્રીમતી નિશા હરેન ચંદારાણા તથા મિતુલનાં નાનીમા તા. ૩૦-૧-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની લૌકિક ક્રિયા રાખવામાં આવેલ નથી.
મેઘવાળ
ગામ રાભડા હાલ (ખાર) સ્વ. ગંગાબાઈ ડાયાભાઈ પરમારના પુત્રવધૂ. તથા ગં. સ્વ. હરીબેન ટાભજીભાઈ રાતોલાના દીકરી. મંજુલાબેન પરમાર (ઉં. વ. ૪૧) તા. ૨૬.૦૧.૨૩ના રામશરણ પામ્યા છે. મુકેશભાઈના પત્ની. લીલા ધીરજ પરમારના દેરાણી. કવિતા હેતલ રુદ્ર માનસીના માતુશ્રી. તેમનું બારમું તા. ૧.૨.૨૩ના બુધવારે ૫ વાગે તેમના નિવાસસ્થાને રાખેલ છે. સરનામું: ૬/૧૨, ન્યુ મ્યુન્સિપલ કોલોની, ૨ હસનાબાદ લેન, ખાર (વેસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. માણેકબેન તથા સ્વ. મંગલદાસ રામજી ઠક્કર કચ્છ ભુજ હાલે મુલુંડના જ્યેષ્ઠપુત્ર નવીનભાઈ (ઉં. વ. ૭૫) તે સ્વ. જ્યોત્સના બેનના પતિ. તે સ્વ. તુલસીદાસ લીલાધર કારીયા ગામ (વણજર)વાળાના જમાઈ. હેમંત, જાગૃતિ તથા જયોતિના પિતા. તે કેતન પોપટ, ચન્દ્રેસ સૌમૈયા શિતલ બેનના સસરા. તે હર્ષાબેન ધનજી, સ્વ. દમયંતીબેન અરવિંદભાઈ, કુમુદબેન મહેશ, રેખાબેન કીરણ, સ્વ. હરીશભાઈ, વિજયભાઈ, સ્વ. બકુલભાઈ તથા હર્ષદભાઈના મોટાભાઈની પ્રાર્થનાસભા ૧.૨.૨૩ સાંજના ૫.૩૦ થી ૭. કચ્છી લોહાણા મહાજન વાડી, આર. આર. ટી. રોડ, મુલુંડ (વે). લૌકીક સદંતર વ્યવહાર બંધ છે. બૈરાઓને તે જ દિવસે આવી જવાનું.
માંગરોળ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
માંગરોળ નિવાસી, હાલ બોરીવલી, અ. સૌ. દક્ષા પ્રવીણચંદ્ર દોશી (ઉં. વ. ૭૦) રવિવાર, ૨૯.૦૧.૨૩ના શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. ચંપાબેન ચુનીલાલ દોશીનાં પુત્રવધૂ, ચિ. રીના, અ. સૌ. ભૂમિકા અમિત સાંગાણી તથા પ્રતીકનાં મમ્મી. અ. સૌ. શીતલનાં સાસુ. ગં. સ્વ. વર્ષા ભૂપેન્દ્ર દોશીનાં દેરાણી, તથા સંજય, નયન, કલ્પન, અરુણા તથા રંજનબેનના બહેન. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, ૦૨.૦૨.૨૦૨૩ના રોજ જૈન સ્થાનકવાસી ઉપાશ્રય એલ. ટી. રોડ, ડાયમંડ ટોકિઝની સામે, બોરીવલી (વેસ્ટ), ૪થી ૬.
લાડ વણિક
મુંબઈ નિવાસી અજય જયંતિલાલ થાણાવાલા (ઉં. વ. ૬૫) અરુણાબેનના પતિ. અમિત, દર્શના તથા કરણના પિતાશ્રી. અ. સૌ. સુનયનાના સસરા. મિષ્ટીના દાદાજી. દિવ્યેશના મોટાભાઈ. સ્વ. શશિકાંતભાઈ છોટાલાલ શાહના જમાઈ તા.૩૦.૧.૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
માધવપુર ગિરનારા બ્રાહ્મણ
ડો. સુધા (ઉં. વ. ૮૧) તે સ્વ. હીરાલક્ષ્મી મનુભાઈ ભટ્ટના પુત્રી, સ્વ.ચંપકલાલ મધુસુદન, હરીશ, હર્ષદ, દિપક, સ્વ. વસુમતિ, સ્વ. નિર્મળાના બહેન, સૌરભ, નિપુર્ણ, મલય નિલય સૌજસ મહિત, બિરદ, ઋત્વ, રન્ના, મેઘા, ખ્યાતિ, કલ્યાણી, ધૃતિ, રિદ્ધિ, મેહાના ફઈ. વાસવ,રાજેન્દ્ર અશ્વિનાના માસી.૩૦/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમનું બેસણું ૩/૨/૨૩ ના રોજ ૪.૩૦ થી ૬.૩૦ કલાકે માધવ નિકેતન, કસ્તુરબા રોડ ૫ બોરીવલી ઈસ્ટ.
કપોળ
કુઢડા નિવાસી હાલ દહાણુરોડ સ્વ.ધનલક્ષ્મીબેન શાંતિલાલ ભુતાના પુત્ર બિપિન ભુતા (ઉં. વ. ૭૪) તે ૩૦/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. રંજનબેનના પતિ. પ્રિયેશ-કિંજલ, નિકુંજ-ભાવિકા તથા કૃપાલી પિયુષ મેહતાના પિતા. નિતેશ, ગીતા, નીલાના મોટાભાઈ. સ્વ. ધરમદાસ ત્રી સંઘવીના જમાઈ. સ્વ. હરજીવનદાસ સંઘવીના ભાણેજ. તેમની પ્રાર્થનાસભા ૨/૨/૨૩ ના ૩.૩૦ થી ૫.૩૦ દશા શ્રીમાળી સમાજ વાડી, મસોલી દહાણુ રોડ વેસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.ચક્ષુદાન કરેલ છે.
દશા સોરઠિયા વણીક
વાડીયા નિવાસી હાલ કાંદિવલી સ્વ. ધનવંતરાઈ મગનલાલ ઝવેરીના ધર્મપત્ની વિમળાબેન ઝવેરી (ઉં. વ. ૮૦) શનિવાર, તા ૨૮/૦૧/૨૩ શ્રીજીચરણ પામેલ છે. તે પલ્લવી કમલેશ મેહતા રીના તથા અપૂર્વના માતુશ્રી. કમલેશ નવીનચંદ્ર મેહતા તથા અ.સૌ.તૃપ્તિી અપૂર્વ ઝવેરીના સાસુ તથા સ્વ. મોહનલાલ ભવનદાસ વસાણીના દીકરી. આસિત મનસુખલાલ વસાણીના ફૈબા. તેમની પ્રાર્થના સભા તથા સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા ખડાયતા વણિક
મૂળ કપડવંજનાં હાલ સાંતાક્રુઝ નિવાસી સ્વર્ગીય લક્ષ્મીકાંત ચીમનલાલ રાજગાંધીનાં પત્ની હેમનલીની (સુશિલા) (ઉં. વ. ૮૮) તા. ૨૭-૦૧-૨૩ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે મણિલાલ ઠાકોરદાસ સરાફનાં દીકરી. દિપક, રાકેશ, જયેશ, યોગિતા અને નયનનાં માતા. મનીષા અને ચૈતાલી નાં સાસુ. શ્રેયા, શ્રધ્ધા અને જશ ના દાદી. બંને પક્ષની પ્રાર્થનાસભા અને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
ભાવસાર
મુંબઈ નિવાસી વિજયભાઈ ઠાકોરલાલ ભાવસાર (ઉં. વ. ૬૨) તેઓ દિનેશભાઇ મોતીલાલ ભાવસાર અને દમયંતીબેનના જમાઈ રીટાબેનના પતિ. ઉન્નતિ અને હિનલના પિતાશ્રી. મુકેશ અને અંજનાના ભાઈ અને સાગરના સસરા તા ૨૯/૦૧/૨૦૨૩ ના શ્રીજીચરણ પામેલ છે તેમની પ્રાર્થનાસભા ગુરુવાર તા ૦૨.૦૨.૨૦૨૩ ના ૪ થી ૬ સ્થળ પાવનધામ બી.સી .સી .આઈ ગ્રાઉન્ડની સામે, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.
હાલાઇ લોહાણા
સ્વ. જશોદાબેન બાબુલાલ વાલજી ભીંડે ગામ લાકડીયા હાલ બોરીવલીના પુત્ર કમલેશભાઈ (ઉં. વ. ૬૦) તે સ્વ. કુસુમબેન દિનેશભાઇ પોપટ ગામ સરગવાડા હાલ કાંદિવલીના જમાઈ તે રૂપાબેનના પતિ. ઈશાના પિતા. આશા ચંદ્રકાન્ત કતીરા, નરેશ સ્વ. અશોકના ભાઈ. દક્ષાબેનના દિયર. તા ૨૯/૦૧/૨૩ ના શ્રીજીચરણ પામેલ છે લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટિયા
ગં. સ્વ. ચારુબેન દિનેશભાઇ શ્રોફ (ઉં. વ. ૭૪) તે સ્વ. તારાબેન તુલસીદાસ શ્રોફના પુત્રવધૂ. તે સ્વ. વનલીલા વનરાજ સંપટના પુત્રી. તે નંદા-ફાલ્ગુન, પરાગ-તનુજાના માતા, તે હીતાંશી- રીશીના નાની-દાદી. તે કેસરીસિંહ, રજની, મૃદુલા, આશા તથા અતુલના ભાભી. મંગળવાર તા. ૩૧.૦૧.૨૩ ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૩/૨/૨૦૨૩ ના ૪:૩૦ થી ૬ સંન્યાસ આશ્રમ વિલેપારલે વેસ્ટ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
મહુવાવાળા સ્વ. શ્રી રતિલાલ નંદલાલ મોદીના ધર્મપત્ની ગં.સ્વ. જયાબેન (ઉં. વ. ૯૫) તા. ૩૦-૧-૨૩ના સોમવારે શ્રીજીચરણ પામેલ છે. રમેશ, પંકજ, મયુર, સોનલના માતુશ્રી, (સ્વ. રશ્મિ) દિપીકા, છાયા, ભાવના, ભરતભાઈ ભૂતાના સાસુ. ઓથાવાળા સ્વ. શ્રી વલ્લભદાસ કાનજી પારેખના પુત્રી. સ્વ. તુલસીદાસ નંદલાલ મોદીના નાનાભાઈના પત્ની. સ્વ. જગજીવનદાસ, સ્વ. ગોકળદાસ, સ્વ. પ્રતાપરાય, સ્વ. પ્રાણલાલભાઈ, સ્વ. શ્રી લીલાબેન, સ્વ. વિજયાબેન, સ્વ. શ્રી રંભાબેનના બહેન, પ્રાર્થનાસભા રાખેલ નથી લોકિક વ્યવહાર બંધ છે.
કપોળ
મહુવાવાળા સ્વ. જયંતીલાલ મણીલાલ શેઠના ધર્મપત્ની ગં. સ્વ. મંજુલાબેન, (ઉં. વ. ૮૮) તે તા. ૨૯-૧-૨૩ના નવસારી મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે ધર્મેન્દ્ર તથા જ્યોતીના માતુશ્રી. ભાવના તથા વિરેનના સાસુ, સ્વ. હસમુખભાઈ-દેવયાનીબેન, સ્વ. ભાસ્કરભાઈ-પદ્માબેન, ધનેશચન્દ્ર-મંજુલાબેન, લલીતભાઈ-ભારતીબેન, તથા યશોમતીબેન લલીતચન્દ્ર ગોરડીયાના ભાભી. સ્વ. બાલુભાઈ ધનજીભાઈ ભુથાના દીકરી. પ્રિયા તથા પાર્થના દાદી-નાની, તેમની સર્વ પક્ષીય પ્રાર્થનાસભા તા. ૨-૨-૨૦૨૩ને ગુરૂવારના ૪.૩૦ થી ૬.૩૦ કલાકે, ઠઠાઈ ભાટીયા સેવા ફંડ, હોલ નં-૩, ગેટનં-૫, પહેલે માળે, શંકરગલી, કાંદિવલી-વેસ્ટ. સર્વે લૌકિક વ્યવહાર બંધ છે.