Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

ત્રિવેદી મેવાડા બારીશી બ્રાહ્મણ
ગામ-બામણાના લલિતભાઈ ત્રિવેદી (ઉં.વ. ૬૯) તે સ્વ. દેવશંકર કૃષ્ણારામ ત્રિવેદી તથા સ્વ. પાર્વતીબેનના પુત્ર. કોકિલાબેનના પતિ. જયંતિભાઈ, રમેશભાઈ, મધુકાન્તાબેન વિનોદચંદ્ર ભટ્ટ, કુસુમબેન કનૈયાલાલ ઉપાધ્યાયના ભાઈ. શ્રૃતિ હિતેશ રાઠોડ, અવની ધનંજય ઠક્કર, વિશાલના પિતા. શ્ર્વસુર પક્ષે સ્વ. વાસુદેવ રૂગનાથ વ્યાસ તથા હિરાબાના જમાઈ. લક્ષ્મીનારાયણભાઈ, અશોકભાઈ, સ્વ. સુભાષભાઈના બનેવી ૩૦-૧૦-૨૨ રવિવારે દેવલોક પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. ૫-૧૧-૨૨મીને શનિવારે સાંજે ૫ થી ૭. ઠે.: ગોપુરમ હૉલ, ડૉ. આર. પી. રોડ, મુલુંડ (પશ્ર્ચિમ).
દશાનીમા ભરુચી વૈષ્ણવ
દેવગઢ બારીયા નિવાસી હાલ કાંદિવલી (વેસ્ટ) સ્વ. દિલીપચંદ્ર સુંદરલાલ દોશી, તે સ્વ. જયવંતીબેનના પતિ. ચિ. કેતન, હેમલ તથા જીનલના પિતાશ્રી. મોના રમેશકુમાર તથા નીધીના સસરા. પ્રેક્ષાના દાદા. પાર્થ, ધ્રુવના નાના તા. ૩-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. બેસણું તા. ૫-૧૧-૨૨ના શનિવારે સાંજે ૪.૩૦થી ૬.૦૦ તેમના નિવાસસ્થાને રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું:- એચ-૫૩૦, ગોવર્ધન નગર, પોયસર જીમખાનાની સામે, બોરસાપાડા રોડ, રઘુલીલા મોલની પાસે, કાંદિવલી (વે.).
ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિ
ગઢડા સ્વામીના હાલ બોરીવલી અ.સૌ. ભારતીબેન પરમાર (ઉં.વ. ૭૭) તે ૨/૧૧/૨૨ના રામચરણ પામેલ છે. તે દિલીપભાઈ મોહનલાલ પરમારના ધર્મપત્ની. જીગર, કુણાલના માતા. નિકિતા, ફોરમના સાસુ. વઢવાણ નિવાસી સ્વ. ધીરજલાલ સોલંકીના દીકરી. રાણપુર નિવાસી સ્વ. લક્ષ્મીદાસ મોતીલાલ પાટડીયાના ભાણી. પ્રાર્થનાસભા ૪/૧૧/૨૨ના ૪ થી ૬ કલાકે પાવન ધામ, મહાવીર નગર, પાવન ધામ માર્ગ, કાંદિવલી વેસ્ટ.
ઝાલાવાડી સઈ સુથાર
નાગનેશ નિવાસી હાલ ગોરેગાંવ વ્રજલાલ વીરજીભાઈ પરમાર (ઉં.વ. ૮૬) તે તા. ૩/૧૧/૨૨ના અક્ષરનિવાસી થયેલ છે. તે ભાનુમતીબેનના પતિ. સ્વ. ભરતભાઈ- ગં.સ્વ. રીટાબેન, હરેશભાઇ- અ.સૌ. રૂપાબેન, દીપકભાઈ- અ.સૌ. હેમાબેનના પિતા. દીપેક્ષા ભાવેશકુમાર છાટબાર, મિલીન-અ.સૌ. પૃથ્વી, અંકિત- અ.સૌ. કલગી તથા યશ-અ.સૌ. અનુષીના દાદા. જિયાંશ, હિયાના, યોગી, ધ્રીતીના પરદાદા. ધંધુકા નિવાસી સ્વ. નર્મદાબેન મણિલાલ પરમારના જમાઈ. પ્રાર્થનાસભા ૫/૧૧/૨૨ શનિવારના ૪ થી ૬ કલાકે સરદાર પટેલ હોલ (જવાહર હોલ), એસ.વી. રોડ, સીટી સેન્ટરની સામે, ગોરેગાંવ વેસ્ટ.
લુહાર સુથાર
ગામ વાસોજ હાલ બોરીવલી સ્વ. તુળશીભાઈ રામજીભાઈ પરમાર તથા સ્વ. તરવેણીબેનના પુત્ર રમેશભાઈ (ઉં.વ. ૫૯) તે ૩/૧૧/૨૨ના રોજ ધામ ગયા છે. તે બેલાબેનના પતિ. વિધિ, રિધ્ધિના પિતા. હિંમતભાઇ, સ્વ. હરજીવનભાઇ, સ્વ. વિનોદભાઈ, ભરતભાઈ, સ્વ. ભાનુબેન રતિલાલ કવા, હસુમતીબેન વ્રજલાલ પિત્રોડા, ભારતીબેન બિપીનભાઈ કવાના ભાઈ. ગામ દેવડા નિવાસી હાલ ભાયંદર સ્વ. દામજીભાઇ માવજીભાઈ મકવાણાના જમાઈ. પ્રાર્થનાસભા ૫/૧૧/૨૨ના સાંજે ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, અંબાજી મંદિરની બાજુમાં, કાર્ટર રોડ ૩ બોરીવલી ઈસ્ટ.
હાલાઈ ભાટિયા
કિરીટ કેશરીસિંહ વેદ (ઉં.વ.૭૫) તે મીનાબેનના પતિ. સ્વ. કેશરીસિંહ વેદનાં પુત્ર. સ્વ. નાથાલાલ આસરનાં જમાઈ. તે અ.સૌ. બિજલ પ્રકાશ ગાંધી અને હિતેશના પિતા. તે સ્વ. કૃષ્ણકુમાર, રમેશ, હરેશ, અ.સૌ. વાસંતી અરવિંદ આશરનાં ભાઈશ્રી. તા. ૨-૧૧-૨૨, બુધવારના રોજ દહિંસર મુંબઈ મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી રાજગોર
અ. સૌ. કમળા વસંતલાલ ગોર (માકાણી) (ઉં. વ. ૬૬) વસંતલાલ વીરજી ગોર ભીટારાવાળાના ધર્મપત્ની. તે પ્રશાંત અને નમ્રતા પંકજભાઇ ભટ્ટના માતુશ્રી. મુળશંકર ભાઇના નાનાભાઇના ઘરેથી. ગં. સ્વ. શાંતાબેન મયાશંકર નાકર અને મહેન્દ્રભાઇના ભાભી. તે બચુભાઇ ઇશ્ર્વરલાલ વીઠા નવીનાળ વાળાની પુત્રી. તા. ૧-૧૧-૨૨ મંગળવારના સ્વર્ગવાસ થયા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે. રે. ઠે. જય મલ્હાર સોસાયટી, આર-૩૦૧, થાણા ચેકનાકા.
દશગામ પંચાલ
પારડીવાલા હાલ અંધેરી માધુરીબેન (ઉં. વ. ૮૫) તે સ્વ. ચંદ્રકાન્ત ભગવાનદાસના પત્ની તા. ૧-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે જીતેન્દ્રભાઇ (રાજુભાઇ), અ. સૌ. દેવયાણીબેન, દમયંતીબેનના માતા. વિનોદભાઇ, સ્વ. નરેશભાઇ, સ્મિતાબેનના સાસુ. જીનેશભાઇ, ડોલીબેનના દાદી. ચેતનભાઇ, હિતેશભાઇ, અ. સૌ. પ્રિતીબેનના નીનીમા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૬-૧૧-૨૨ના સાંજે ૫થી ૬. ઠે. શાંતિ કો. ઓપ. સોસાયટી, ગ્રાઉન્ડ ફલોર, અંધેરી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
ગામ જામખંભાળીયા હાલ મુંબઇ મધુબેન હરિશભાઇ ઉનડકટ (ઉં. વ. ૭૦) તે સ્વ. રંભાબેન તથા સ્વ. કુંવરજીભાઇ ઉનડકટના પુત્રવધૂ. તે કલકત્તાવાળા (હાલ કાંદિવલી) ગો. વા. જમનાબેન તથા ગો. વા. મથુરાદાસ ધરમશી ગઢીયાના દીકરી. તે નટુભાઇ, કીલુભાઇ, શોભનાબેન વિનોદભાઇ કોટક, સ્વ. ઉમાબેન પ્રદીપભાઇ દાવડા, અ. સૌ. દીપાબેન શાંતિલાલ જીમુલીયાના બેન. તે ગો. વા. કુસુમબેન, અ. સૌ. ચંદ્રીકાબેનના નણંદ. તે કાન્તીભાઇ, મહેશભાઇ, સ્વ. રમેશભાઇ, અ. સૌ. ભારતીબેન, ગં. સ્વ. ઇલાબેન, અ. સૌ. શોભનાબેનના ભાભી. રાજકોટ મુકામે રવિવાર તા. ૩૧-૧૦-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વાટલિયા પ્રજાપતિ
સાવરકુંડલા હાલ મુંબઇ ધનકુંવરબેન (ઉં. વ. ૮૦) તે સ્વ. દેવરાજભાઇ શામજીભાઇ આંબલિયાના પત્ની. તે સ્વ. મિસ્ત્રી શામજીભાઇ કાનજીભાઇ આંબલિયાના પુત્રવધૂ. તે અશોકભાઇ, રાજેશભાઇ, વિજયભાઇ, ચેતનભાઇ તથા પુષ્પાબેન અશોકભાઇ કાચરિયાના માતુશ્રી. તે સ્વ. ધરમશીભાઇ, સ્વ. દુર્લભજીભાઇ તથા સ્વ. દિવાળીબેનના ભાઇના પત્ની. તે જયશ્રીબેન, નીતાબેન, કોકીલાબેન તથા જલ્પાબેનના સાસુ તા. ૧-૧૧-૨૨ના મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૪-૧૧-૨૨ના શુક્રવારે સાંજે ૫થી ૭. ઠે. સરદાર વલ્લભભાઇ પટેલ (જવાહર હોલ), ૧લે માળે, એસ. વી. રોડ, ગોરેગાંવ (વેસ્ટ).

RELATED ARTICLES

Most Popular