હિન્દુ મરણ
કચ્છી લોહાણા
ગામ કોટડા રોહાના હાલ મુંબઈ વિક્રમભાઈ (ઉં.વ. ૭૮) તે સ્વ. દમયંતિબેન તથા સ્વ. જમનાદાસ ખીમજી કોઠારીના પુત્ર. ગીતાબેનના પતિ. ચિ. લવ અને ચિ. હેનાના પિતા. ચિ. પિયાના દાદાજી. તે કલકત્તાવાળા સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ. પ્રભુદાસ નરસી માણેકના જમાઈ. શ્રી પ્રબોધ, અ.સૌ. કલ્પના અને અ.સૌ. રીટાના ભાઈ બુધવાર, તા. ૨૫.૧.૨૦૨૩ના શ્રીજીધામ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કપોળ
નાના માચિયાળાવાળા (હાલ વાંદરા) જતીન સુરેશભાઈ ઈશ્ર્વરલાલ મહેતાના ધર્મપત્ની જયોતિ (ઉં.વ. ૩૯) તે ગં. સ્વ. પન્નાબેનના પુત્રવધૂ. અ. સૌ. શ્ર્વેતા જય મહેતાના ભાભી. સ્વ. જયશ્રીબેન ચંપકલાલ મહેતા, અ. સૌ. પ્રવિણાબેન અનંતરાય મહેતા, સ્વ. ઈલાબેન કિશોરકુમાર ગોરડીયા, મીનાબેન દિનેશકુમાર પારેખના ભત્રીજા વહુ. પિયર પક્ષે હંસાબેન હીરાલાલ પટેલના દીકરી તા. ૨૨-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૮-૧-૨૩ના શનિવારે કપોળવાડી, એમ. જી. ક્રોસ રોડ, બોરીવલ (ઈસ્ટ) સાંજે ૪ થી ૬.
પરજીયા સોની
જેતપુરવાળા સ્વ. બાબુલાલ મુળજીભાઈ કાગદડા એમના દીકરા સ્વ. જેત્નીભાઈના પત્ની મધુબેન કાગદડા શ્રીજીચરણ પામ્યા છે તા. ૨૪-૧-૨૩, મંગળવાર. તે સ્વ. મનુભાઈ, સ્વ. ઘનશ્યામભાઈ, રાજેન્દ્રભાઈ, હીરાબેન નટવરલાલ ધોરડાના ભાભી. દીપા, પુનમ, તેજલ, રાજેશના મમ્મી. મહેન્દ્રકુમારના સાસુ. વીંછયાવાળા નારણબાઈ પીઠાભાઈ જગડાની દીકરી. ધીરુભાઈની બેન. લૌકિક પ્રથા બંધ છે.
ઝાલાવાડી દરજી / સઈ-સુથાર જ્ઞાતિ
મૂળ લાખિયાણી નિવાસી હાલ મસ્જીદ બંદર – મુંબઈ ધરમશી હરજીવન પરમારના ધર્મપત્ની અ. સૌ. સવિતાબેન પરમાર (ઉં.વ. ૮૬) તે મુકેશ પરમારની માતા. દિપા મુકેશના સાસુ. જાગૃતિ, ગૌરવના દાદી. સ્વ. બાબુલાલ, સ્વ. તુલસીદાસ કલ્યાણજી પાટડિયાના બેન સોમવાર, તા. ૨૩-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. ટેલિફોનીક સાદડી તા. ૨૭-૧-૨૩, શુક્રવારે ૬.૩૦ થી ૮.૩૦. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસ: ૨૧૮/૨૨૦, નરસીનાથા સ્ટ્રીટ, ચોથે માળે, રૂમ નં. ૩૧, મુંબઈ-૯.
કપોળ
તરેડ મહુવાવાળા હાલ વિલેપાર્લા સ્વ. દમયંતીબેન નાગરદાસ ગાંધીના પુત્ર હેમંતકુમારના ધર્મપત્ની શ્રીમતી હંસાબેન (ઉં.વ. ૬૮) તા. ૨૫-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે શ્રીમતી આશા વિકાસ, શ્રીમતી હેતલ હેમંત, શ્રીમતી રૂપાલી હિમાંશુના માતુશ્રી. ગં. સ્વ. વીણા લલીતકુમાર, શ્રીમતી પ્રવીણા દિનેશ, શ્રીમતી હર્ષા હરેશ, સ્વ. અનિલના ભાભી. પિયર પક્ષે સ્વ. જયાલક્ષ્મી પોપટલાલ માંડવીયાના દીકરી. સ્વ. વિનોદભાઈ, સ્વ. ગુણવંતભાઈ, સ્વ. મંજુલાબેન, સ્વ. હસમુખભાઈની બેન. લૌકિક વ્યવહાર બંધ છે.
મચ્છુ કઠિયા સઈ સુથાર
મૂળ ગામ માઘાપર હાલ વિરાર ચંદ્રકાંતભાઈ બેચરભાઈ ગોહીલ (ઉં.વ. ૭૫) તા. ૨૩-૧-૨૩ના સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ગં. સ્વ. મંજુલાબેનના પતિ. પરાગભાઈ, જીજ્ઞાબેન ચેતનકુમાર પીઠડીયા, વૈશાલીબેન અશ્ર્વિનકુમાર મકવાણાના પિતાશ્રી. શુભાંગીબેનના સસરા. સ્વ. સવિતાબેન, સ્વ. કેશુભાઈ, સ્વ. ભરતભાઈ, સ્વ. હસુબેન, મંજુલાબેનના ભાઈ. પડધરીવાળા વલ્લભભાઈ ચૌવ્હાણના જમાઈ. ટેલિફોનીક બેસણું ગુરુવાર, તા. ૨૬-૧-૨૩ના સાંજે ૪ થી ૬.
કપોળ
અમરેલીવાળા (હાલ કાંદિવલી) અમિતા દિપક અરવિંદકુમાર સંઘવીના પુત્ર કુનાલ (ઉં.વ. ૪૪) તા. ૨૧-૧-૨૩, શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે દિપાલીના પતિ. પ્રણવ, હિરલ ઉત્કલ ગોરડિયા, વિધિ રિષભ ગોયલ, પાર્થ, ઉમંગના ભાઈ. હિના-મનોજભાઈ, દિપ્તી-તરુણભાઈ, ચેતનભાઈના ભત્રીજા. પ્રમોદભાઈ તુલસીદાસ વોરાના જમાઈ. આસ્થાના પિતા. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૭-૧-૨૩ના ૫ થી ૭ પી. ડી. ખખ્ખર હોલ, અસ્પી ઓડીટોરિયમ, નુતન સ્કૂલ પાસે, માર્વે રોડ, મલાડ વેસ્ટ. સર્વે લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. ધરમશી રાઘવજી સોનેતા ગામ ભુજ હાલે મુલુન્ડના પત્ની પુષ્પાબેન (ઉં.વ. ૮૦) તા. ૨૪-૧-૨૩, મંગળવારના રામશરણ પામેલ છે. તે સ્વ. મથુરાદાસ નારણદાસ ચંદનના પુત્રી. જયોતિ કિરણ, વિજયા હેમંત, રીટા યોગેશ, સીમા પ્રમોદ, પ્રીતી પરાગના માતુશ્રી. ડીમ્પી નીખીલ, અક્ષયા ભાવિક, કોમલ હિમાંશુ, ઈશીતા ગૌતમ, જલ્પા સુરિન, ગાયત્રી, સંજના સિદ્ધાર્થ, દેવાંશુના દાદીમા. સ્વ. પુષ્પાબેન વિજયભાઈ, મીનાબેન નયનભાઈ, ચંપાબેન નરેન્દ્રભાઈ, માલતીબેન સુરેન્દ્રભાઈ, ભારતીબેન ભરતભાઈ, ગીતાબેન ગોવિંદભાઈ, સ્વ. શંકરભાઈના મોટાબેન. સ્વ. અમૃતબેન માધવજી, સ્વ. મંજુલાબેન મોહનલાલના ભાભી. પ્રાર્થનાસભા તા. ૨૭-૧-૨૩, શુક્રવારના ૫ થી ૭. સ્થળ: સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુન્ડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તેજ દિવસે આવી જવું.
કપોળ
બિલાવાળા હાલ ભાયંદર સ્વ. લક્ષ્મીદાસ મુળજીભાઈ સંઘવીના ધર્મપત્ની ગં. સ્વ. પ્રભાબેન (પુષ્પાબેન) (ઉં.વ. ૮૭) તે પ્રકાશભાઈ, નિતેશભાઈ, દક્ષાબેન બાલકૃષ્ણ, મીનાબેન અમરિશકુમાર, મીતાબેન પ્રફુલ્લકુમાર, પન્નાબેન જિતેન્દ્રકુમારના માતુશ્રી. સ્વ. કેસુરદાસભાઈ, સ્વ. ધરમદાસભાઈ, સ્વ. ત્રિભોવનદાસભાઈ, સ્વ. હરકિશનભાઈ, નટુભાઈ, સ્વ. ભાગેરથીબેન જગજીવનદાસ, સ્વ. કમળાબેન મગનલાલ, સ્વ. તારાબેન ભુપતરાયના ભાઈના પત્ની. બાબરીયાધારવાળા સ્વ. હરિલાલ અંદરજી પારેખના દીકરી. સ્વ. ચુનીભાઈ, રમણિકભાઈ, સ્વ. પતુભાઈ, સ્વ. પ્રાણભાઈ, દિનેશભાઈ, ગં. સ્વ. મુકતાબેન ચીમનલાલ, ગીજુબેન પ્રવિણચંદ્ર, માલતીબેન જયસુખલાલના બેન. મેવાસાવાળા નાગરદાસ ખુશાલદાસ મહેતાના ભાણેજ તા. ૧૯-૧-૨૩, ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
ખેવારીયા નિવાસી હાલ ભાયંદર સ્વ. શારદાબેન તથા સ્વ. અમૃતલાલ નરસિંહદાસ મીરાણીના પુત્ર હસમુખભાઈ મીરાણી (ઉં.વ. ૬૩) તે દિપીકાબેનના પતિ. સાગર તથા રોમીલના પિતા. સ્વ. હીરાભાઈ, સ્વ. જયંતીભાઈ, ધીરુભાઈ, સ્વ. સુભાષભાઈ, પ્રવીણભાઈ, સ્વ. પભીબેન ઘેલાણી, ગં. સ્વ. મધુબેન પુજારા, ગં. સ્વ. ગીતાબેન ઠક્કર, જયશ્રી કારિયા અને ફાલ્ગુનીના ભાઈ. સાસરાપક્ષે પાટડી નિવાસી ગં. સ્વ. ગૌરીબેન તથા સ્વ. કાંતિલાલ મોહનલાલ ગોવાણીના જમાઈ. સર્વપક્ષની પ્રાર્થનાસભા ૨૭/૧/૨૩ના ૪ થી ૬ મીરાં બેન્કવેટ હોલ, સાલાસર કોમર્શિયલ સેન્ટર, ગોલ્ડન નેસ્ટની બાજુમાં, ફાટક રોડ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ઉપર, ભાયંદર ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
અનાવિલ બ્રાહ્મણ
ગામ પરીયા હાલ મલાડ મીનાક્ષી (ઉં.વ. ૬૮) તે ૨૩/૧/૨૩ના દેવલોક પામેલ છે. તે સુભાષભાઈ (ઉત્તમભાઈ)ના પત્ની. અભિનય તથા અનુપમના માતા. શગુ ના સાસુ. સ્વ. ધીરજબેન તથા ભગવાનજી (મગનભાઈ) કુંવરજી દેસાઈના પુત્રવધૂ. ટૂંકવાડા નિવાસી સ્વ. કમુબેન તથા મગનભાઈ બાવાભાઈ દેસાઈના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
જૂના દેવળીયા હાલ મુંબઈ સ્વ. કરસનદાસ મોરારજી પુજારાના ધર્મપત્ની રાધાબેન પુજારા (ઉં.વ. ૯૨) તે ઘનશ્યામભાઈ, સ્વ. પ્રફુલભાઇ, ભરતભાઈ, અજયભાઇ, મધુબેન અરવિંદભાઈ કારિયા, આરતીબેન નટુભાઈ બુદ્ધદેવ, નિનાબેન વિનોદભાઈ કોટેચાના માતા. કાંતિભાઈ, અમુભાઈ તથા લક્ષ્મીબેનના બેન. ૨૪/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
ડેડાણ નિવાસી બોરીવલી સ્વ. કમળાબેન અને નાગરદાસ ચિતલીયાના સુપુત્ર પ્રવિણકુમાર (ઉં.વ. ૭૦) ૨૦/૧/૨૩ના યુએસ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે કપિલાબેનના પતિ. મયુરી, મિતેશ અને આશિષના પિતાશ્રી. ભાવિન મોદી, ભૈરવી અને શ્રુતિના સસરા. સૌમિત, ક્નવી, ધ્રુવમ અને કનવીરના દાદા. સૌજસ, પ્રાંજલના નાના. પ્રાર્થના સભા ઓનલાઇન રાખેલ.
હાલાઈ લોહાણા
જામ ખંભાળીયા (હાલ કાંદિવલી) નિવાસી દિપક ભગવાનદાસ સોમૈયા (ઉં.વ. ૬૩) તે કેયૂરીબેનના પતિ. માનસીના પિતાશ્રી. ગં. સ્વ. માલતીબેન અને ભગવાનદાસ ત્રિકમદાસ સોમૈયાના સુપુત્ર. ધર્મેન્દ્ર, જતીન, અ. સૌ. જ્યોતિ વિજયકુમાર પારપાણીના ભાઈ. અ. સૌ. શિલ્પા અને અ. સૌ. આલ્પા, ચી. ઋષભ, ચી. શ્રુતિ ચી. નીલના મોટાબાપા. ચી. મીતાલીના મામા. સ્વ. ઈંદુબેન અને શ્રી હરીશભાઈ છગનલાલ ઉનડકટના જમાઈ, તે સોમવાર, તા. ૨૩-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
બામણાસા નિવાસી હાલ કાંદિવલી ગં. સ્વ. હીરાબેન (ઉં.વ. ૮૬) તે સ્વ. નરોત્તમદાસ ભાણજી સીરોદરિયાના ધર્મપત્ની. દિનેશ, અતુલ, સરોજ પંકજકુમાર સોઢા તથા જયશ્રી નીતીનકુમાર વિઠલાણીના માતા. દક્ષા તથા તૃપ્તિના સાસુ. સ્વ. કાલિદાસ દયાળજી કાનાબાર જાંબુલપાડાના દીકરી. ફોરમ નેહલ શાહ, હિરલ ધવલ રીમા, સલોની અંકુર ખીરાના દાદી. ૨૫/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૭/૧/૨૩ના સવારે ૧૦ થી ૧૨ હાલાઇ લોહાણા બાળાશ્રમ, અતુલ ટાવર પાસે, કાંદિવલી વેસ્ટ.
દશા સોરઠીયા વણિક
મોટી ખિલોરીવાળા હાલ મુંબઈ. હિરાબેન (ઈન્દુબેન) શેઠ, તે સ્વ. બાબુલાલ ન્યાલચંદ શેઠના ધર્મપત્ની અને સ્વ. કમળાબેન જમનાદાસ શેઠના દીકરી તેમજ વિરેન (રાજુ), મિતેષ, તથા ગં.સ્વ. રીટા મયુર કાપડીયા તથા નીતા ઝૂબેર તુરાનીના માતુશ્રી તથા સિદ્ધિ તથા હેતલના સાસુનું તા. ૨૪/૧/૨૩ને મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ૨૬/૧/૨૩ ને ગુરુવારે ૫ થી ૬.
ઘોઘારી દશાશ્રીમાળી વણિક
ભાવનગર હાલ ઉરણ ગં. સ્વ. મૃદુલા મણીલાલ કોઠારી (ઉં. વ. ૯૦) તા. ૨૫.૧.૨૦૨૩ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે કિર્તી, જીતુ તથા જયશ્રીના માતુશ્રી. દક્ષા તથા શરદભાઈ રસીકલાલ મોદીના સાસુ. ડિમ્પલના મોટાસાસુ. હેમેન, કિંજલના દાદી. ચંપાબેન ધીરજલાલ પારેખના ભાભી. સ્વ. કાંતાબેન કેશવલાલ મહેતાના પુત્રી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
મોઢ વણિક
ચૂડા નિવાસી મુક્તાબેન બટુક કસ્તુરચંદ મહેતાના સુપુત્ર શ્રેણિક મહેતા (ઉં. વ. ૭૭), વિમલાબેન મનહરલાલ શાહના જમાઈ. રેણુકાબેનના પતિ. ધીશત પરીમલના ભાઈ. હંજલ પ્રકલ્પના પિતા. જીનયના કાકા મંગળવાર, તા. ૨૪ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વેહવાર બંધ છે.
પરજીયા સોની
શક્કરગઢ દેવળીયાવાળા હાલ દહિસર નિવાસી સ્વ. કાનજીભાઈ હરીભાઈ સાગર (ઉં. વ. ૭૪) તા. ૨૪/૧/૨૩ મંગળવારે વૈકુંઠવાસી થયેલ છે. તે ગં. સ્વ. ગીતાબેન કાનજીભાઈના પતિ. નાગદાનભાઈ કેશુભાઈના નાનાભાઈ. દિપેશ કાનજીભાઈ, રાજેશ કાનજીભાઈ, અ.સૌ. હિનાબેન જ્યેશકુમાર જગડાના પિતા. દીપના નાના. સ્વ. હિંમતભાઈ મેહરામભાઈ જગડાના જમાઈ. ગામ જસપરાવાળા સ્વ. હસમુખભાઈ, રમેશભાઈ, રાજેશભાઈ, દિપકભાઈ, સ્વ. મનિષભાઈના બનેવી. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા. ૨૭-૧-૨૩ શુક્રવારે ૪.૦૦થી ૬.૦૦ વાગ્યે સુધી
રાખેલ છે.