હિન્દુ મરણ
કોળી પટેલ
ગામ ચીખલા, વલસાડ હાલ બોરીવલીના રહેવાસી કિરણબેન અમૃતલાલ પટેલ (ઉં.વ.૬૩) તે મંગળવાર, તા. ૧૭-૦૧-૨૩ના રોજ દેવલોક પામ્યા છે. તે અમૃતલાલના પત્ની. પૂનમ, જાગૃતિ, અજયના માતુશ્રી. તે નીરુબેન દેવીદાસભાઈના દેરાણી. દૂધીબેન ખંડુભાઈની સુપુત્રી. નરેન્દ્ર, ભૂપેન્દ્ર, કસ્પનાના બેન. તેમનું બેસણું શુક્રવાર, તા. ૨૭-૧-૨૩ના દિને બપોરે ૧.૦૦ થી ૩.૦૦ તેમ જ પૃચ્છપાણી તેમના ગામ ચીખલા, શિવ ફળિયુ, વલસાડમાં બપોરે ૩.૦૦ થી પ.૦૦ રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે).
હાલાઇ ભાટિયા
ડો. મહેશ આશર (તેજુ) (ઉં. વ. ૬૨) તે વસનજી દ્વારકાદાસ આશર અને પુષ્પા આશરના પુત્ર. તે ડો. ભાવનાના પતિ. પૂજા અને આસ્થાના પિતા. તરલા અશ્ર્વીન ભાટિયા અને છાયા અનિલ ભાટિયાના ભાઇ. તા. ૨૧-૧-૨૩ના દિને શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
મોઢ ચાતુર્વેદીય ચુથા સમવાય બ્રાહ્મણ
રમેશચંદ્ર લાલશંકર પાઠક (મુંબઈ) (ઉં.વ.૮૪) તા. ૧૯-૦૧-૨૩, ગુરુવારના રોજ દેવલોક પામ્યા છે. તે સ્વ. બાળાબેનના પતિ. ઉમેશભાઈ (બંદીશ) તથા સોનલબેનના પિતાશ્રી. તે રીટાબેન બંદીશભાઈ પાઠક અને સ્વ. જિજ્ઞેશભાઈ (રાજકોટ)ના સસરા. તે પલકના દાદાજી. (લૌકિક વ્યવહાર બંધ છે)
પરજીયા સોની
મોણપુર નિવાસી હાલ મલાડ સ્વ. સોની શામજીભાઈ વાલજીભાઇ સાગરના ધર્મપત્ની ગં. સ્વ વિમલાબેન (નિમુબેન) (ઉં. વ.૮૦) તે ૨૦/૧/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. દિનેશ, વિજય, દક્ષા મહેન્દ્ર સતિકુંવર, કિરણ પ્રકાશ જગડાના માતા. અલકા તથા સોનલના સાસુ. નિકુંજ, ભાવિન, ભક્તિ, રિયા, ઈશાના દાદી. લાઠી વાળા વિસામણભાઈ માલજી જગડના દીકરી.
લુહાર સુથાર જ્ઞાતિ
ગામ ઘોડાદ્રીવાળા હાલ ગોરેગામ સ્વ વિઠ્ઠલભાઈ ગીગાભાઈ કવાના ધર્મપત્ની સવિતાબેન (ઉં.વ.૭૯)તા. ૨૧ -૧- ૨૦૨૩ના રામચરણ પામ્યા છે. શૈલેષ, ઉમેશ, નિલેશ, મુકતા અશોક પરમાર, ગીતાના માતૃશ્રી. રણછોડભાઈ, સ્વ. પુનાભાઈ, સ્વ કાન્તિભાઈ, નાનજીભાઈ, મગનભાઈ, નારણભાઈ, ત્રિકમભાઈ, વલ્લભભાઈ તથા જમનાબેન નાગજીભાઈ પરમાર ના ભાભી ઉનાવાડા નાનજીભાઈ જેરામભાઈ પરમારના દીકરી, જેઠાભાઈ, ચંદ્રકાંતભાઈ, મનીષભાઈ, પ્રદીપભાઈ, સ્વ.નવનીતભાઈ, સ્વ.મહેશભાઈ, ભાવેશભાઈ, નીરવ,પ્રશાંત,રાહુલ,અક્ષય, નેહા,કૃતિકાના દાદી. તેમની પ્રાર્થના સભા ૨૩ -૧- ૨૩ના રોજ સાંજે ૫ થી ૭ ઠે. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર કાર્ટર રોડ નંબર ત્રણ અંબા માતા મંદિર ની બાજુમાં બોરીવલી ઇસ્ટ.
નાઘેર દશાશ્રીમાળી વણિક
ગાંગડા નિવાસી હાલ બોરીવલી શ્રી મિતેષ દિનેશભાઇ ચૌહાણ( ઉં. વ. ૪૧), તા. ૨૦.૦૧.૨૩ નાં રોજ શ્રીજીચરણ પામેલ છે.શ્રી દિનેશભાઈ હરિલાલ ચૌહાણ તથા અ.સૌ. હીના દિનેશ ચૌહાણનાં સુપુત્ર. કૃતિ મિતેષ ચૌહાણનાં પતિ. કવીનના પિતાશ્રી. અમિષ તથા પાયલ સૂરજ દાવડાના ભાઈ . તે સાસરાપક્ષે વેરાવળ નિવાસી હાલ માટુંગા અ. સૌ ભાવનાબેન તથા ઉમેશભાઈ લક્ષ્મીદાસ કંપાણીના જમાઈ. પ્રાર્થના સભા બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ જામસાલાયા નિવાસી હાલ કાંદિવલી મંજુલાબેન ભાણજીભાઇ સુતરીયા (ઉં.વ.૮૧) તે તા. ૨૧/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે તે સ્વ. ભાણજીભાઇ ગોરધનદાસ સુતરીયાના ધર્મપત્ની. જીજ્ઞા કિરણ રૂઘાણીના માતા. કિરણ ગીરીશચંદ્ર રૂઘાણીના સાસુ. સ્વ. ભીમજીભાઈ, સ્વ. મોરારજીભાઈ, સ્વ. રણછોડભાઈ, સ્વ. પુરુષોત્તમભાઈ, સ્વ. તારાબેન કાનજી દાવડા તથા સ્વ. લલિતા હિંમતલાલ મજીઠીયાના ભાભી. પિયરપક્ષે જામસલાયાવાળા સ્વ. કેસરબેન તથા સ્વ.ધરમશી કરસનદાસ બદિયાણીના દીકરી. બંનેપક્ષની પ્રાર્થનાસભા ૨૩/૧/૨૩ના રોજ ૪.૩૦ થી ૬.૦૦ કલાકે હાલાઇ લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ. વિ. રોડ કાંદિવલી વેસ્ટ.
મોડાસા એકડા દશા ખડાયતા
સાતરડા હાલ કરજત સ્વ. ચંદુલાલ શંકરલાલ શાહના પુત્ર જસવંતભાઇ (ઉં. વ. ૭૦) તથા કુંજબાળાબેનના પતિ. હસમુખભાઇના ભાઇ. તથા મિતેશ, હિરેન તથા સારીકાના પિતા. સપના, જાનકી, શૈલેશકુમારના સસરાજી. સ્વ. સોમાલાલ ચૂનીલાલ (બાયડ)ના જમાઇ. તા. ૨૧-૧-૨૩ના શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૩-૧-૨૩ના સોમવારના બપોરે ૩થી ૫. ઠે. શનિ મંદિર હોલ, મહાવીર પેઠ, કરજત જી. રાયગઢ. પિયર પક્ષનું બેસણું તે જ સ્થળે તે જ સમય પર રાખેલ છે.
કચ્છ વાગડ લોહાણા
મુળ ગામ નંદાસર રાપર હાલ થાણા શાંતાબેન લાલજીભાઇ ફૂલચંદભાઇ ભીંડેના પુત્ર જાદવજીભાઇ ઠક્કર (ઉં. વ. ૮૦) શનિવાર તા. ૨૧-૧-૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. હીરાબેનના પતિ. તે મેઘજી દાનસંગ પુજારા (રાપર)ના જમાઇ. તે શશીકાંત, સ્વ. ઘનશ્યામના પિતા. તે સ્વ. વિશનજીભાઇ, પ્રભુલાલ, ચંદુલાલ, સ્વ.ગંગાબેન છગનલાલ રૂપારેલ, સ્વ. મંજુલાબેન ઇશ્ર્વરલાલ પોપટ, કસ્તુરીબેન બળવંતભાઇ પંડિત, બચુબેન ઠાકરશીભાઇ પોપટના ભાઇ. તે મનિષાબેનના સસરા. પ્રાર્થનાસભા સોમવાર, ૨૩-૧-૨૩ના ૪-૩૦થી ૬. ઠે. નાનજીભાઇ થાણાવાળા સભાગૃહ, ખારકર આળી રોડ, કોર્ટ નાકાની પાસે, થાણા (વેસ્ટ).
ઇડર ઔદિચ્ય સત્તાવીસ જ્ઞાતિ બ્રાહ્મણ
ગાંઠીયોલના હર્ષદભાઇ (ઉં. વ. ૬૫) ૨૧મીએ દેવલોક પામ્યા છે. તે સ્વ. નિર્મળાબેન રવિશંકર ઠાકરના પુત્ર. માયાબેનના પતિ. કિંજલ, આશિષના પિતા. ચિંતનકુમાર સાગલાણી, દુલારીના સસરા. ઠાકર પરિવાર અને સ્વ. નારાયણભાઇ અમથારામ પંડયાના જમાઇ. લૌ. વ્ય. બંધ છે.
ઝાલાવાડ ઔદીચ્ય બ્રાહ્મણ
મોળાપર હાલ મુંબઇ પ્રીતી (ઉં. વ. ૫૩) શનિવાર, તા. ૨૧-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યાં છે. તે ગુણવંતભાઇ તથા સુનીતાબહેન પંડયાના પુત્રી. કિરણનાં બહેન. પ્રજ્ઞાના નણંદ. ભાવિનના ફોઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૩-૧-૨૩ના સાંજે ૪થી ૬, તેમના નિવાસસ્થાને. બી-૧૦૬, વિજયભારતી કો. ઓ. હા. સોસાયટી, સેકટર-૧, પ્લોટ નં. ૧૧૭, ચારકોપ, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી લોહાણા
ભરત (મુલરાજ) મણીલાલ પોપટ (વીમાવાળા), (ઉં. વ. ૭૭) ગામ – ભુજ, હાલ – માટુંગા સ્વ. મીઠાબાઈ મણીલાલ શામજી પોપટના સુપુત્ર. તે રૂક્ષ્મણીબેનના પતિ. અદ્રીજા સુરેશ રાવના પિતાશ્રી. ઈશાના નાના. તે સ્વ. બચુબેન સુરજી દયાળજી માધવાણી (મોટા આસંબિયા)ના નાના જમાઈ. સ્વ. કિશોરભાઈ, વિક્રમ, પ્રકાશ, સ્વ. રતનબેન, સ્વ.લક્ષ્મીબેન, નર્મદા, પદ્મિની, ચંદ્રિકા, નીશિતારાના ભાઈ તે ૨૧-૦૧-૨૩ના શ્રી શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૩-૦૧-૨૩ના સમય ૫.૩૦-૭.૦૦, એડ્રેસ: શ્રી ક્ધયકા પરમેશ્વરી મંદિર, ૪૦૩, વસાવી નીલાયમ,તેલંગ રોડ, માટુંગા, મુંબઈ -૪૦૦૦૧૯. લૌકીક વ્યવહાર બંધ છે.
કચ્છ વાગડ લોહાણા
મૂળ ગામ આધોઈ હાલ બેંગલોર નિવાસી ગં. સ્વ. ચંપાબેન નારાયણભાઈ કાથરાણી (ઠક્કર) (ઉં. વ. ૮૮) તે શનિવાર તા. ૨૧-૦૧-૨૩ના શ્રીજી મહારાજના ધામમાં ગયેલ છે. તે સ્વ નારાયણભાઈ હરખચંદના ધર્મ પત્ની. સ્વ. હીરાબેન ભાઈલાલ ઠક્કર (આણંદવાળા)ના દિકરી. સ્વ રમેશભાઈ, ગં. સ્વ. પુષ્પાબેન રમણલાલ, હિના ગૌતમકુમારના માતૃશ્રી. ગં સ્વ પ્રતિભાબેન ના સાસુ. અનિકેત, હર્ષા ગૌતમકુમારના દાદી. સ્વ પ્રેમીલાબેન ખીમજીભાઈ, ગં સ્વ. જયાબેન શિવજીભાઈ, ગં સ્વ. મંજુલાબેન મગનલાલ, સ્વ નર્મદાબેન, સ્વ દેવકાબેન, સ્વ હીરાબેન, સ્વ. ધનલક્ષ્મીબેન, ગં સ્વ. હસુમતીબેનના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થના સભા
રાખેલ નથી.