હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઇ લોહાણા
ગં.સ્વ. જશુમતી ચંદારાણા (ઉં.વ. ૮૭) જામનગર, હાલ કાંદિવલી સ્વ. ગુલાબરાય પોપટલાલ ચંદારાણાના પત્ની. સ્વ. ચંચલબેન સુંદરલાલ જસાણીના દીકરી. પીયૂષ, જામ, ડોલી રાજેન્દ્ર પાબારી, રીટા જયેશ માણેકના માતુશ્રી. ગીતા, નીતાના સાસુ. ઉપાસના શાલીન, રાહુલ, કૃતિકા, મેઘના, હર્ષ, સ્વ. યશ્ર્વિ, ખુશબૂના દાદી-નાની તા. ૧૮-૯-૨૨, રવિવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૨-૯-૨૨, ગુરુવારે સાંજે ૫ થી ૭ રાખેલ છે. હરિયાણા ભવન, ચારકોપ સેક્ટર ૬, કાંદિવલી વેસ્ટ.
હાલાઈ ભાટિયા
જલગામ નિવાસી મહેન્દ્ર વેદ (ઉં.વ. ૭૦) તે મીનાક્ષીબેનના પતિ. તે સ્વ. શાંતાબેન ઉદ્ધવદાસ ચત્રભુજ વેદના પુત્ર. તેજસ્વી હેમલતા માધવશી બજરીયા, અ. સૌ. શોભા મહેન્દ્ર રવજીયાણી. દેવેન્દ્રભાઈ, દિલીપભાઈના ભાઈ. તેમ શો. મીનલ હાર્દિક સંપટ, ચિ. આનંદના પિતા. તે સ્વ. ઓધવજી સુરજી આશરના જમાઈ. તે ચિ. મેહુલ, ચિ. જીજ્ઞેશ, સૌ. પ્રિયંકા. સૌ નિહારિકાના કાકા સોમવાર તા. ૧૯-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું ગુરુવાર તા. ૨૨-૯-૨૨ના સાંજે ૪ વાગે કોઠારી મંગલ કાર્યાલય જલગામ રાખેલ છે.
પલસાણા હાલ મુંબઈ મલડા (ઈ) મહેન્દ્રકુમાર રણછોડજી દેસાઈ (ઉં.વ. ૭૯) તે ગં.સ્વ. હેમલતાના પતિ. મિલાપ તેમજ મનીષાના પિતા. ધર્મેશ તેમજ અમીના સસરા. અહાનના દાદા. રાજના નાના. તા. ૧૭-૯-૨૨ના રોજ અક્ષર નિવાસી થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
ગં. સ્વ. વિજયાબહેન. તે સ્વ. ગૌરીશંકર નરભેરામ જોશી (ખીયરા)ના પત્ની. તે સ્વ. શારદાબેન રેવાશંકર જોશી (ફંગડા)ના પુત્રી. તે જગદીશ, નરેશ, હસમુખ તથા હેમંતના માતુશ્રી. તે નયના, ઉમા, મધુના સાસુ. જીજ્ઞા અવિનાશ ઝાલ્કી, પૂજા તેજલ ઉત્તેકર, શ્રદ્ધા હરીકૃષ્ણનન, સ્નેહા પ્રથમેશ સાવંત, ખ્યાતિ અને શિખાના દાદી. (ઉં. વ.૮૮) તે શનિવાર તા. ૧૭-૯-૨૨ના મલાડ મુકામે સ્વર્ગવાસ થયેલ છે. પ્રાર્થનાસભા રાખવામાં આવેલ નથી, લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે.
ખંભાત સાતગામ લેઉવા પટણી પાટીદાર
સ્વ. અમરીતભાઇ અંબાલાલ સુરતવાળાના પુત્ર રિતેશ. તે રાજેશભાઇના નાનાભાઇ, હિતિકા, આરાધ્યના કાકા. તા. ૧૯-૯-૨૨ સોમવારના દેવલોક પામ્યા છે. બેસણું બુધવાર, તા. ૨૧-૯-૨૨ના સાંજે ૪થી ૬. ઠે. ભાટીયા ભગીરથી હોલ, ૧લે માળે, ૮૮, દાદીશેઠ અગિયારી લેન, મુંબઇ-૨.
શ્રી બાલાસિનોર દશાનીમા વણિક
નટવરલાલ સાકરલાલ પારેખ (ઉં.વ. ૯૯) તે સ્વ. સુશીલાબેનના પતિ. કૌશિક, નયના, મયૂરીના પિતાશ્રી. સ્મિતા, વસંતકુમાર તથા કૌશિકકુમારના સસરા. સ્વ. રમણલાલ, સ્વ. બાબુભાઇ, નવનીતભાઈના ભાઈ. વિરાજ, જીજ્ઞા, રચના, ઓજસ, નિમિત્તના દાદા. ૧૯/૯/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
બ્રહ્મભટ્ટ
બોરીવલી મુંબઈ નિવાસી સ્વ. કાંતિભાઈ વીરજીભાઈ લખલાણીના ધર્મપત્ની ગં.સ્વ. નિર્મલાબેન લખલાણી (ઉં.વ. ૮૫) ૧૯/૯/૨૨ના રામશરણ પામેલ છે. તે ભરતભાઈ, વર્ષા તથા આશાના માતુશ્રી. ભાવનાબેન, નિરંજનબેન કનોજિયા તથા સ્વ. કનુભાઈ ભટ્ટના સાસુ. હિમેશ, કૌશિક, સમીર, કપિલ, નેહા, રાજના બા. પિયરપક્ષે સ્વ. વલ્લભદાસ ખેલૈયા આદરપુરવાળાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
વણી નિવાસી હાલ ભાયંદર ગં.સ્વ. મીનાબેન દલાલ (ઉં.વ. ૬૫) તે સ્વ. રમણલાલ પુરુષોત્તમદાસ દલાલના પત્ની. સ્વ. હંસાબેન ગાદોયા, સ્વ. મહેન્દ્રભાઈ, અશોકભાઈના ભાભી. સ્વ. નરેશભાઈ મહેતા, નિલેશભાઈ મહેતાના બહેન. નમ્રતા, હિતેશ રોહનના માતુશ્રી. અમિતકુમાર, નેહા, રૂપલના સાસુ. ૧૭/૯/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. સાદડી લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી ઘોઘારી દશાશ્રીમાળી વૈષ્ણવ વણીક
મહુવા હાલ વિલેપાર્લા સ્વ. પ્રભુદાસ કલ્યાણજી મહેતાના ધર્મપત્ની ગં.સ્વ. ઇન્દુમતી (ઉં.વ. ૯૭) સોમવાર, તા. ૧૯-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે કૃષ્ણકાંતભાઇ, સ્વ. હરેન્દ્રભાઇ, પિનાકીનભાઇ તથા પૂર્ણીમા જયંતકુમાર ગોયાણી, હર્ષા દિલિપભાઇ મહેતા, દક્ષાના માતુશ્રી. અરૂણાબેન, સ્વ. ઉષાબેન તથા પ્રીતીબેનના સાસુ. અમીત, તેજલ, મેઘના, નિધિ, મૈત્રી, કુણાલ, આશિષના બા. પિયર પક્ષે ભુંભલી નિવાસી સ્વ. નંદલાલ બલ્લુભાઇ મહેતાની દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે.
સુરતી વિશાલાડ વણિક
થાણા નિવાસી બકુલ છબીલદાસ પેમાસ્તર (ઉં.વ. ૮૫), તે સ્વ. નલીનીબેનના પતિ. અનિલના પિતા. મોનાના સસરા. શિવાંગી, શર્વરીના દાદા. ભરત પેમાસ્તર, સ્વ. કિશોરી ચંદ્રવદન કાપડિયા, ભારતી અજય પરીખના કાકા. સ્વ. જમનાદાસ કરસનદાસ દલાલના જમાઈ સોમવાર, ૧૯-૯-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.