હિન્દુ મરણ

મરણ નોંધ

વસઈ નિવાસી ગં. સ્વ. નિરૂપાબેન (ઉં.વ. ૭૦) તે સ્વ. ભાસ્કર ભાઈલાલ આડતિયાના પત્ની રવિવાર, તા. ૧૮-૯-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે મમતા મનોજકુમાર રાજા, વર્ષા નિરવકુમાર સુતરિયાના માતા. સ્વ. તુલસીદાસ પોપટના દિકરી. સ્વ. મધુકર, સ્વ. હંસાબેન લખાણી, અનિલના ભાભી. સ્વ. ચિત્રા, ચંદ્રા, સ્વ. રાજેન્દ્રના બેન. ધ્રુવ, ક્રિસ, ધ્રીતિના નાની. પ્રા. સભા ૨૦-૯-૨૨ના સાંજે ૫ થી ૭ ભગીરથી ભુવન, તુરેલ પખાળી રોડ, સોમવારી બજાર પાસે, મલાડ વેસ્ટ.
કોળી પટેલ
ગામ સરીબુજરંગ હાલ કાંદિવલી પશ્ર્ચિમના ગં. સ્વ. જયોત્સનાબેન તથા સ્વ. કાન્તીભાઇ મગનલાલના સુપુત્ર અવિનાશ (ઉં. વ. ૪૧) ગુરુવાર તા. ૧૫-૯-૨૨ના દેવલોક પામેલ છે. તે નિશાબેનના પતિ. તે જયરાજ અને સયુકતાના પિતા. તે સ્વ. અમીતના ભાઇ. તે સ્વ. ભીખુભાઇ તથા ગં. સ્વ. લક્ષ્મીબેન, મંજુલાબેન નગીનદાસ તથા રેખાબેન દિપકભાઇ તથા દિલીપભાઇ તથા નિલાબેનના ભત્રીજા. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૨૧-૯-૨૨ના ૨થી ૪, તેમની પુચ્છપાણીની ક્રિયા રવિવાર તા. ૨૫-૯-૨૨ના ૪થી ૫, નિવાસસ્થાને રાખેલ છે. ઠે. ૮૦૭, રામજી એસ. આર. એ., બિલ્ડિંગ નં.૩, દહાણુકર વાડી, ચૌહાણ હોસ્પિટલ નજીક, કાંદિવલી (વેસ્ટ), લૌકિક રિવાજ બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ માંડવી હાલે મુંબઈ વિલાસ પુરષોત્તમ રવાસિયાના પત્ની અ.સૌ. બિનીતા (જીજ્ઞા) રવાસિયા (ઉં. વ. ૪૫) તે હેતના મમ્મી. તે સ્વ. પુષ્પાબેન અને મિનાક્ષી પુરષોત્તમ રામજી રવાસિયાના પુત્રવધૂ. તે નિર્મળાબેન મણિલાલ શામજી ભલ્લા – ગામ ખેડાઈના સુપુત્રી. તે પૂનમ પ્રકાશ રવાસિયાના દેરાણી. તે મીતા પરેશ અનમ, પ્રિયા દર્શન ઠક્કર, ઊર્વશી ખુશાલ ગણાત્રાના ભાભી. તા. ૧૮-૯-૨૨ રવિવારે શ્રીરામશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
અંધેરી નિવાસી પ્રતિમાબેન (બેબીબેન) (ઉં. વ. ૭૯) તે સ્વ. હિરાબેન ધનજી શામજી કોટકના પુત્રી. તે સ્વ. અમૃતબેન નરસીદાસ, સ્વ. પુષ્પાબેન ગીરધરલાલના ભત્રીજા. તે ગં.સ્વ. દેવયાનીબેન મહેન્દ્રભાઈ, ગં. સ્વ. સુશીલાબેન ચંપકલાલ, ગં. સ્વ. ચંદ્રીબેન હસમુખલાલના નાના બેન. તે સ્વ. દમયંતીબેન પરસોત્તમદાસ, સ્વ. નિર્મલાબેન નરેન્દ્રકુમાર, પન્નાબેન રણછોડદાસ, અ.સૌ. અરુણાબેન પ્રભુદાસભાઈના બેન તે રવિવાર તા. ૧૮-૯-૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર તથા પ્રથા બંધ છે.
કપોળ
ધાંધલીવાળા હાલ પૂના માલતીબેન નાગેન્દ્રભાઈ નંદલાલ મહેતાના જ્યેષ્ઠ પુત્ર ધીરેન (ઉં. વ. ૫૩) તા. ૧૬-૯-૨૨, શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રણોયના પિતા. નમિતા આશિષભાઇ ત્રિકમ તથા ભાવિન (ટીકુ)ના મોટાભાઈ. સ્વ. જગમોહનદાસ નંદલાલ, સ્વ. સાકરલાલ નંદલાલ અને સ્વ. સુશીલાબેન ભૂપતરાઈ કાચરીયાના ભત્રીજા. મોસાળ પક્ષે સાવરકુંડલાવાળા સ્વ. ચીમનલાલ સાકરલાલ મહેતાના પૌત્ર. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સત્યાવીસ સાબરકાંઠા ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ
કડોલી, હાલ વસઈ- નિવાસી દેવદત્ત કનૈયાલાલ દામોદરભાઈ પંડ્યા (ઉં. વ. ૭૦). તે સ્વ. કનૈયાલાલ અને સ્વ. સરલાબેનના પુત્ર તથા પ્રભાબેન પંડ્યાના પતિ તથા પ્રકાશ વિઠ્ઠલદાસ ઠાકર (રંગપુર)ના બનેવી. ઉત્કર્ષ અને પૂજાના પિતાશ્રી તથા પ્રણવકુમાર અને સેજલના સસરા શનિવાર તા. ૧૭/૦૯/૨૦૨૨ના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
પોરબંદર હાલ મુંબઈ – ફોર્ટ પ્રકાશચંદ્ર કૃષ્ણવંતી ગુલાબદાસ અડોદરા (ઉં.વ. ૮૨) તા. ૧૭-૯-૨૨ના શનિવારે શ્રીજીચરણ પામેલ છે. તે ઈલાબેનના પતિ. તેજલ પ્રસીમ શાહ, પ્રિયંકા વૈભવ પટેલના પિતા. ગં. સ્વ. કુંજબાળા મહેતા, સ્વ. રજનીકાન્ત ગુલાબદાસ અડોદરા, સ્વ. મહાલક્ષ્મીબેન દોશીના ભાઈ. સ્વ. ઈન્દીરાબેન ભુપતભાઈ શેઠના જમાઈ (ઉપલેટાવાળા). સ્વ. મધુભાઈ શાહ, રમણભાઈ પટેલના વેવાઈ. મિતાંશ, ચીદાન્શી, યુવાનાશ્રીના નાના. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૦-૯-૨૨ના સાંજના ૫ થી ૭. ઠે. રોયલ બેન્કવેન્ટ (એમ. સી. ઘીયા) હોલ, ભોગીલાલ હરગોવિંદદાસ બિલ્ડીંગ, ૧૮/૨૦, ૪થે માળે, કે. દુભાશ માર્ગ, લાયન ગેટની સામે, કાલાઘોડા, કોલાબા.
કચ્છી લોહાણા
કચ્છ ગામ ગુંદીયાળી હાલ ચેમ્બુર, ગં. સ્વ. માલતીબેન (ઉં.વ. ૮૨) રવિવાર, તા. ૧૮-૯-૨૨ના રામશરણ પામ્યા છે. તે સ્વ. જમનાદાસ ખીમજી હરીયાણી (બાબાશેઠ)ના ધર્મપત્ની. સ્વ. વિઠ્ઠલદાસ ચત્રભુજ શેઠીયા ગામ અંજારના પુત્રી. વિપુલ, ડો. સુષમા હર્ષદ ભણસાલીના માતુશ્રી. અ. સૌ. બીનાના સાસુ. શ્રેયા, મેઘનાના દાદી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઝુમ મીટીંગ બુધવાર, તા. ૨૧-૯-૨૨ના ૫ થી ૫.૩૦ રાખેલ છે. લૌકિક વહેવાર બંધ છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.