હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

છારિયા ઉનેવાળ બ્રાહ્મણ
દેલવાડાવાળાં હાલ મુંબઇ સ્વ. જયંતીભાઇ રણછોડદાસ ભટ્ટની પુત્રી ગં. સ્વ. ભારતીબેન સુભાષ જોષી (ઉં. વ. ૭૦) તે વિશાલ સુભાષ જોષી અને ભક્તિ જતીલેશ દવેના માતુશ્રી. તથા વીણા અને જતીલેશ દવેના સાસુજી. પ્રિશાના દાદી. તથા રીષીવના નાની શુક્રવાર, તા. ૧૬-૯-૨૨ના સ્વર્ગવાસી થયા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૧૯-૯-૨૨ સોમવારના સાંજે ૪થી ૬ રાખેલ છે.
વૈષ્ણવ રામનંદી
ગામ ખોખરનેશ (રાણપુર) હાલ નાલાસોપારા હસમુખભાઇ જમનાદાસ આચાર્યના પુત્ર દીપક (ઉં. વ. ૪૫) તા. ૧૫-૯-૨૨ને ગુરુવારે રામશરણ પામેલ છે. તે સંગીતાબેનના પતિ. અમિત તથા ભાવના વિનય જોષીના ભાઇ. સદ્ગતની સાદડી તા. ૧૯-૯-૨૨ને સોમવારના સાંજે ૪થી ૬. ઠે. મારૂ આરાધના ભવન, રામદેવ ઝેરોકસની સામે, તુલીંજ રોડ ચાર રસ્તા, નાલાસોપારા (પૂર્વ). નિવાસસ્થાન: એફ-૩૨૧, ન્યુ શિવ આશીષ કો. ઓ. હા. સોસાયટી, કુલ વૈભવ નગર, આચોલે રોડ, નાલાસોપારા (પૂર્વ).
વિશા સોરઠીયા વણિક
માધવપુર હાલ વિલેપાર્લે પરસોતમ વૃંદાવન શાહ (કાકા) (ઉં. વ. ૮૭) તે મંજુલાબેનના પતિ. કિશોર, મયૂર, પન્ના તથા રેખાના પિતા. સ્વ. હરીશભાઇ ચાવલા, જયેશભાઇ મલકાણ, જયશ્રી તથા જીજ્ઞાના સસરા. સ્વ. જેઠીબેન, સ્વ. પ્રભુદાસ, મધુબેન અને જયંતીલાલના ભાઇ તે તા. ૧૭-૯-૨૨ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
હડિયાણા ચોવીસી ઔદીચ્ય સહસ્ત્ર
બ્રાહ્મણ સમાજ
મૂળ પડધરી હાલ ઘાટકોપર સુરેશ નર્મદાશંકર વ્યાસ (ઉં.વ. ૮૧) તે સ્વ. વિજયાબેન વ્યાસના પુત્ર. સ્વ. મીનાબેનના પતિ. તેમ જ સ્વ. વસંતભાઇ, સ્વ. જસુમતીબેન ત્રિવેદી, સ્વ. ચંદ્રકાન્ત વ્યાસના ભાઇ. જીજ્ઞેશ, સૌ હીના કૌશલ પંડયાનાં પિતા. સૌ. કીર્તિના સસરા. વાકાનેરનાં વસંતબેન દલપતરામ શુકલના જમાઇ. તા. ૧૭-૯-૨૨ના રોજ કૈલાશવાસી થયેલ છે. તેમની ટેલિફોનિક સાદડી સોમવાર તા. ૧૯-૯-૨૨ના સાંજે ૫થી ૬.
કચ્છી લોહાણા
જયશ્રીબેન તે સ્વ. નરેન્દ્રભાઇ ઠાકરશી ખોંભડિયાના પત્ની (ઉં. વ. ૭૨) તા. ૧૭-૯-૨૨ના સ્વર્ગવાસ થયેલ છે. નાથીબેન ઠાકરશી ખોંભડિયા ગામ ગુઇરના પુત્રવધૂ. તુલસીબેન ઠાકરશી કોઠારી (રેશમવાલા)ની સુુપુત્રી. રીમા, કપીલના મમ્મી. જીજ્ઞેશભાઇ શ્રીષ્માના સાસુ. ચંદ્રાબેન માધવજી, રેખાબેન શામજી, શોભનાબેન મોહનકુમારના ભાભી. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છ ગામ નાના આસંબીયાના સ્વ. જયંતીલાલ હીરાલાલ કોટકના ધર્મપત્ની નિર્મળાબેન (તારાબેન) (ઉં. વ. ૭૨) શનિવાર, તા. ૧૭-૯-૨૨ના મુલુંડ મધ્યે રામશરણ પામ્યા છે. સ્વ. લાલજી કોરજી પલણ ગામ નખત્રાણાના સુપુત્રી. સ્વ. ઝવેરબેન લીલાધર ચંદે તથા સ્વ. સાકરબેન હીરાલાલ કોટક નાના આસંબીયાવાળાના પુત્રવધૂ. દિલીપ, સ્વ. અશ્ર્વિન, જયેશ (અનિલ), અરુણાબેન અશ્ર્વિનભાઇ ચંદે નાસિક, જયશ્રીબેન નીતિનકુમાર અરોડા મુલુંડના માતુશ્રી. હીનાબેન, રોશનીબેનના સાસુ. અભિષેક, ક્રીશ, વેદના દાદીમા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૯-૯-૨૨ના સોમવારે સાંજે ૫થી ૭. ઠે. સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફલોર, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
સારસ્વત બ્રાહ્મણ
સ્વ. કિશોરભાઇ રામજી જોષી (દુલે) તે (ઉં.વ.૬૭) સ્વ. કાંતાબેન રામજી જોશી (દુલે)ના સુપુત્ર (ગામ ઉગેડી) હાલ ચેકનાકા તા. ૧૭-૯-૨૨ના સ્વર્ગવાસ પામેલ છે. તે સવિતાબેન (ગયાબેન)ના પતિ. તે સ્વ. લક્ષ્મીબેન ભગવાનદાસ ગાવડિયાના જમાઇ. તે સ્વ. સુરેશભાઇ, હેમંતભાઇ તથા સ્વ. દેવયાની જીતેન્દ્ર માસ્તરના ભાઇ. તે નીલેશ, ધર્મેશ, કાશ્મીરાના પિતા. તે શીતલ, ડિમ્પલ, મુકેશકુમારના સસરા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૯-૯-૨૨, સોમવારના સારસ્વત વાડી, ૧લે માળે, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ), સમય: ૫થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
જાફરાબાદવાળા (હાલ ચેમ્બુર) સ્વ. વસુમતિબેન અને સ્વ. બાબુભાઇ ગોરડીયાના પુત્ર સંજય (ઉં. વ. ૫૭) તે પૂર્વીના પતિ. તે મનનના પિતા. તે કિશોર, સ્વ. કિર્તી, જયોતિ નિરવ સાયરના ભાઇ. શ્ર્વસુર પક્ષે રાજુલાવાળા સ્વ. ચંદ્રિકાબેન અને સ્વ. પ્રવિણચંદ્ર વોરાના જમાઇ. તે વર્ષા અને વર્ષાના દિયર. તે સ્વ. નાથાલાલ ગોપાળજીભાઇ તથા સ્વ. નગીનદાસ રામજીભાઇના ભત્રીજા. તે મોસાળ પક્ષે દેલવાડાવાળા સ્વ. મનહરદાસ તથા સ્વ. ધરમદાસ વોરાના ભાણેજ તા. ૧૭-૯-૨૨ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. સર્વે લૌકિક ક્રિયા બંધ રાખવામાં આવેલ છે.
પંચાલ – સુથાર
વાપી, હાલ વિલે પારલે સ્વ. રણછોડભાઈ પંચાલ તથા શાંતાબેન પંચાલના પુત્ર કમલભાઇ પંચાલ (ઉં.વ. ૬૭) તા. ૧૬-૯-૨૨ના શુક્રવારના દેવલોક પામ્યા છે. તેઓ જ્યોતિબેનના પતિ. દિપ્તી-દેવલના પિતા. અમોલભાઇ-સિદ્ધાર્થભાઇના સસરા. ધ્વિતી-આધ્યાના નાના. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૨-૯-૨૨ને રાખવામાં આવેલ છે, સમય સાંજે ૫થી ૭ વાગ્યે. સ્થળ: સન્યાસ આશ્રમ દેવસ્થાન, સન્યાસ આશ્રમ માર્ગ, સ્વામી મહેશ્ર્વરનાનંદ ચૌક, પહેલા માળે, વિલે-પારલે (વેસ્ટ). લૌકિક વ્યવહાર પ્રથા બંધ રાખેલ છે. સાસરિયા-પિયરની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.