હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

સ્વ. ચંદનબેન સાયર (ઉં.વ. ૭૫) દેલવાડા નિવાસી હાલ ઘાટકોપર તે ભરતભાઈ કેશવલાલ સાયરના ધર્મપત્ની. ઉના નિવાસી સ્વ. નર્મદાબેન ગુલાબચંદ વીરજી શેઠના દિકરી. સ્વ. હરેશભાઈ, બિપીનભાઈ, ગીતાબેન ઉમેશભાઈ મહેતાના ભાભી. સ્વ. કીર્તિભાઈ, હરેશભાઈ, વિનોદભાઈના બેન. સેજલ સમીર નાગડા, સ્વ. સેહુલ અને અનુરાધા જયેશ શાહના માતોશ્રી. પિંકી સેહુલ સાયરના સાસુ. શુક્રવાર તા. ૧૬-૯-૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થનાસભા: રાષ્ટ્રીય શાળા બૅન્કવેટ હૉલ, હિંગવાલા લેન, ઘાટકોપર પૂર્વ. તા. ૧૮-૯-૨૨ રવિવારના સમય: સાંજે ૪.૩૦ – ૬.૦૦ ક.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
વિજયાબેન જોશી (ઉં. વ. ૭૭) તા. ૧૬-૯-૨૨ના હરિઓમ શરણ પામેલ છે. કાશ્મીરા સંદીપ મહેતના માતાજી. વસંતબેન નરભેરામ મુરજી ખીરા, ધુફીવાળાના પુત્રવધૂ. જમનાબેન વિશનજી પ્રાગજી સેથપાર-ભુજના સુપુત્રી. પ્રભાશંકર વિશનજી સેથપાર અને જગન્નાથ વિશનજી સેથપારના બેન. સંદીપ દિલીપ મહેતાના સાસુ. પ્રાર્થનાસભા તા. ૧૮-૯-૨૨ સાંજે ૪થી ૬. ઠે. સારસ્વત વાડી, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ
મુળ ગામ ભાદ્રોડ, હાલ થાણા હેમંતભાઈ લલિતરાય પંડ્યા (ઉં.વ. ૭૨)નું તા. ૧૬-૯-૨૨ના દેહાવસાન થયેલ છે. તે સ્વ. લલિતરાય અમૃતલાલ અને સ્વ. મંજુલાબેનના સુપુત્ર. તે નલીનીબેનના પતિ. ઋત્વિજ, ભારદ્વાજ, ઉર્મીબેન અને સ્વ. મૈત્રેયના પિતાશ્રી. તે અ.સૌ. સાધનાબેન ઉપેન્દ્રકુમાર શુક્લ અને અ.સૌ. મીતાબેન રોહિતભાઈ રાજ્યગોરના ભાઇ. તે સ્વ. પ્રવીણચંદ્રભાઇ, સ્વ. ચંદ્રવદનભાઈ અને કિરણભાઇ અમૃતલાલના ભત્રીજા. લૌકિક ક્રિયા બંધ છે. ઉત્તરક્રિયા ધાર્મિક સ્થળે રાખેલ છે.
સુરતી વિશાલાડ વણિક
સ્વ. કિશોરભાઈ ધીરજલાલ બંગાળીના પત્ની ગં.સ્વ. કુસુમબેન બંગાળી (ઉં.વ. ૯૫) તે શુક્રવાર તા. ૧૬-૯-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મોતીલાલ પારેખના દીકરી. સ્વ. કાલિન્દીબેન નાળાવાલા, સ્વ. અશોકભાઈ બંગાળી તથા અરૂણાબેન ગોરડિયાના ભાભી. તે ગં. સ્વ. લતાબેન બંગાળીના જેઠાણી. માધવી-મનોજ, અમીશા-મનીષ તથા અપૂર્વ-રાધિકાના કાકી. ધ્વનિ, પાર્થ અને આર્યના મોટા દાદી. લૌકિક વ્યવહાર બંધ છે.
મેવાડા વણિક
લુણાવડાવાળા હાલ ગોધરા નિવાસી સ્વ. શાંતિલાલ શાહના ધર્મપત્ની ભાનુબેન (ઉં.વ. ૯૦) તા. ૧૪-૯-૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે જયેશ તથા વીણા પીયૂષ દેસાઈના માતા. લૌકિક પ્રથા બંધ છે. ૫૦૫, અશોકા એપાર્ટમેન્ટ, જૂના નાગરદાસ રોડ, અંધેરી (ઈસ્ટ).
કંઠી ભાટીયા
સાપર નિવાસી હાલ તિલક નગર મુંબઈ સ્વ. રાધાબેન તથા સ્વ. રતનશી ચાંપશી વેદના સુપુત્ર નરેન્દ્ર (ઉં.વ. ૭૮) તે અ.સૌ. ભારતીના પતિ. તે સ્વ. જીવણદાસ હીરજી ધોરમવાળાના જમાઈ. તે જીગ્નેશ, ધીરેન તથા રીનાના પિતા. તે દર્શના તથા નિકિતાના સસરા. ગંગાબેન, સ્વ. મણીબેન, સ્વ. બેનાબેન તથા સ્વ. રતનબેનના ભાઈ ગુરુવાર તા. ૧૫-૯-૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદીચ્ય સહસ્ત્ર બસિયા બ્રાહ્મણ
સરડોઇ હાલ ડોમ્બિવલીના જીગર પંડયા (ઉં. વ. ૨૪) તા. ૧૫-૯-૨૨ના ગુરુવારના દેવલોક પામ્યા છે. તે ગં. સ્વ. નીલાબેન મનુભાઇ પંડયાના પુત્ર. દિશાબેન દર્શકકુમાર, નયનેશભાઇ યશવંતલાલ, પ્રફુલભાઇ ગૌરીશંકર, વિજય રમણલાલના ભાઇ. તારાબેન મણીલાલના ભત્રીજા. જૈના, પ્રીતના મામા. મોસાળપક્ષે સરડોઇ નિવાસી સ્વ. જમનાદાસ મનસુખલાલ, સ્વ. વિનયભાઇ જમનાદાસ, નિમેષભાઇ જમનાદાસ, મનીષભાઇ જમનાદાસના ભાણેજ. સાદડી રાખી નથી. ચક્ષુદાન કરેલ છે.
કપોળ
સ્વ. કંચનબેન શાંતિલાલ મહેતાના સુપુત્ર સુરેશ મહેતા આંબરડી હાલ નાલાસોપારાના પત્ની મીતાબેન (ઉં.વ. ૭૦) તા. ૧૪-૯-૨૨ને બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે હેમાલીના માતા. પ્રણવ હરેશભાઈ મોદીના સાસુ. રીયા, રીશાના નાની. નલીનભાઈ, ભરત, કિરણબેન દિનેશકુમાર સંઘવી, દિવ્યા દિનેશકુમાર મહેતા, કુન્દન ચંદ્રકાન્તના ભાભી. પિયરપક્ષે નાની દમણવાળા સ્વ. મણીલાલ મોતીરામ ખત્રીના દિકરી. લૌકિક પ્રથા બંધ છે.
વિશા સોરઠિયા
બળેજવાળા સ્વ. તુલસીદાસ હીરાચંદ શાહના ધર્મપત્ની નિર્મળાબેન શાહ (ઉં.વ. ૮૮) હાલ વસઈ તા. ૧૫/૯/૨૨ ને ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. તે દિપક, ભરતના માતુશ્રી. નુતન, પલ્લવીના સાસુ. સ્વ. જયંતીલાલ, સ્વ. ભુપેન્દ્ર, ધીરજલાલ, જીતુભાઈ મોનજીના બહેન. સ્વ. રતિલાલ, સ્વ. બાબુલાલના ભાભી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
ચિતલ નિવાસી હાલ મુંબઇ સ્વ. પ્રભુદાસ રૂગનાથ નિર્મળના ધર્મપત્ની ગં.સ્વ. વિમળાબેન નિર્મળ (ઉં.વ. ૮૧) તા. ૧૫/૯/૨૨ ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે હરેશભાઈ, મહેશભાઈ, સુધાબેન, ભાવનાબેન, નીતાબેન, આશાબેનના માતુશ્રી. અનિતાબેન, ધૃતિબેનના સાસુ. રાહુલ, ઝરણા, નમ્રતા, ક્રુપાના દાદી. તે સ્વ. ભગવાનજી ઘેલાભાઈ પડિયાના દિકરી. પ્રાર્થનાસભા તા. ૧૮/૯/૨૨ના રવિવાર સાંજે ૪-થી ૬, પ્રાર્થનાસભા સ્થળ: શ્રી સોરઠીયા બ્રહ્મક્ષત્રિય વાડી, ૩૦/૩જી પાંજરા પોળ લેન, સી. પી. ટેન્ક રોડ, મુંબઈ.
શિહોર સંપ્રદાય ઔ.અ.બ્રા.
કુકડ નિવાસી સ્વ. કાંતિલાલ જોશીના જમાઈ અમીનચંદ શર્મા (ઉં.વ. ૯૭), સુશીલાબેનના પતિ. દેવાંગી ધર્મેન્દ્ર જોશી અને જયસ્વી જયેશ પંડ્યાના પિતા ૧૪-૯-૨૨ના સ્વર્ગવાસ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે. પ્રાર્થનાસભા તા. ૧૮-૯-૨૨ રવિવારે સાંજે ૪ થી ૬. નિવાસસ્થાને. સી/૧૦૧ મોહક રેસીડેન્સી, સહકારી ભંડાર સામે, પરાગ મેડિકલ પાસે, બોલિંજ, વિરાર વેસ્ટ.
કચ્છી લોહાણા
સ્વ. ગોદાવરીબાઈ જાદવજી વશનજી ચંદબ (કચ્છ-નેત્રા) હાલ ચેમ્બુરના પુત્ર કિશોરભાઈ (ઉં.વ. ૭૮), તે સ્વ. જયશ્રીબેન તથા પુષ્પાબેનના પતિ. વ્યોમેશના પિતાશ્રી. સ્વ. રતનબેન કરસનદાસ સેજપાલ, સ્વ. રતનશી, સ્વ. કરસનદાસ, સ્વ. લક્ષ્મીદાસ, સુભાષ, નરેશના ભાઈ. સ્વ. મંગલદાસ હીરજી પુંજાણી તથા સ્વ. નારાણજી મોરારજી ગુગરીઆના જમાઈ, ગુરૂવાર, તા. ૧૫-૯-૨૨ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૮-૯-૨૨ના, લવંડર બાગ, ૬ઠ્ઠે માળે, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ) સાંજે ૫ થી ૬.૩૦. લૌકિક વ્યવહાર
બંધ છે.
હાલાઈ સારસ્વત બ્રાહ્મણ
મલાડ નિવાસી (હાલ અમેરિકા) રશ્મિન જોશી (સુડિયા) (ઉં.વ. ૬૫) તે સ્વ. મોહનલાલ વ્રજલાલ સુડિયા તથા સરલાબેન સુડિયાના સુપુત્ર. તે હર્શિતાબેનના પતિ. ચિ. ધવલના પિતા. અ.સૌ. સુરભી પ્રકાશ, ભાવના કલ્પેશ, પ્રશાંત જોશી, અશોક, સુનીલના ભાઈ. ગીતા પ્રશાંત જોશીના જેઠ. સાગર સૂરજના કાકા. તે ઐરોલી નિવાસી સ્વ. રજનીકાંત જગજીવન વાંકાણી, જ્યોતિબેન રજનીકાંત વાકાણીના જમાઈ તા. ૧૪/૯/૨૨ના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર તા. ૧૮/૯/૨૨ના સાંજે ૫ થી ૭, હાલાઇ લોહાણા મહાજન વાડી, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.