હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી)
ધોલવાણી નિવાસી મહેન્દ્ર વિશ્વનાથ જોષી (ઉ.વ. ૭), તે સ્વ. દિવાળીબેન વિશ્વનાથ જોષીના સુપુત્ર, તે મંજુલાબેન જોષીના પતિ. અમિત અને નિશાના પિતાશ્રી. નીપા અને વિશાલના શ્ર્વસુર, સ્વ. રૂક્ષ્મણીબેન અને દેવશંકર નિત્યારામ ઉપાધ્યાયના જમાઈ તા. ૧૨-૯-૨૨ના સોમવારે કૈલાસવાસી થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૫-૯-૨૨ના ગુરૂવારે સાંજે ૫ થી ૭ વાગે રાખેલ છે. શ્ર્વસુર પક્ષની સાદડી સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા સ્થળ- મહારાષ્ટ્ર સેવા મંડળ, અપના બજારની ઉપર, જવાહરલાલ નહેરુ રોડ, મુલુંડ-વેસ્ટ.
શિહોર સંપ્રદાય અગિયારસે બ્રાહ્મણ
ગામ હોઈદડ હાલ બેંગ્લોર સ્વ. બળવંતરાય હરિશંકર જોષીના ધર્મપત્ની ગં.સ્વ. નર્મદાબેન, (ઉં. વ. ૮૫), તા. ૧૨-૯-૨૨ને સોમવારે બેંગ્લોર મુકામે સ્વર્ગવાસ થયેલ છે. તે ભાસ્કરભાઈ, કિર્તીભાઈ, છાયાબેન, પદ્માબેનના માતુશ્રી, તથા લતાબેન જોષી અને નૈશદીબેન જોષી, હરેશભાઈ જાની, અશોકભાઈ જોષીના સાસુ, નિર્મળાબેન, ભદ્રાબેન, ઉષાબેન, પ્રવિણભાઈ, દિલીભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, સુધીરભાઈના કાકી, જસપરા માંડવા અમૃતલાલ રેવાશંકર પંડ્યાની દિકરી. સ્વ. જયન્તીલાલ, ધીરજલાલ, ગં.સ્વ. પરસનબેનના બેન. સરવણી તા. ૨૪-૯-૨૨ના શનિવારે બેંગલોર મુકામે રાખેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૫-૯-૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સ્થળ: વૈષ્ણવ સમાજ, ગાંધીનગર, ફસ્ટમેન રોડ, બેંગલોર, લૌકિક પ્રથા બંધ છે.
શ્રીમાળી સોની
હાલ સાયન, મુંબઈ, ગં.સ્વ. સરસ્વતીબેન મનાનીયા અને સ્વ. લક્ષ્મીદાસ મનાનીયાના સુપુત્ર અને ગં.સ્વ. મીરાબેનના પતિ. દિપકભાઈ (ઉં.વ. ૫૭) તા. ૧૧-૯-૨૨ના રવિવારે તેમના મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે ધૃતિકા, પ્રિયાના પિતા તથા સ્વ. ઉમાકાન્તભાઈ, પ્રવિણભાઈ મનાનીયાના ભાઈ, તથા સ્વ. દિવ્યાબેન અને સ્વ. નટવરલાલ શંકરલાલ સોનીના જમાઈ, બંને પક્ષ તરફથી પ્રાર્થનાસભા તા. ૧૬-૯-૨૨ના શુક્રવારે સાંજે ૫ થી ૭ રાખેલ છે. ઠે. માતોશ્રી વાલીબાઈ સભાગૃહ, ૧લે માળે, નપુ હોલની બાજુમાં, રામ આશ્રય હોટલની પાછળ, ૩૧૦, ચંદાવરકર રોડ, માટુંગા (સેન્ટ્રલ).
દેસાઈ સઈ સુતાર
ગામ શિહોર હાલ જોગેશ્ર્વરી સ્વ. હિમ્મતભાઈ મગનભાઈ ગોહિલના ધર્મપત્ની લાભુબેન (ઉં.વ. ૭૫) તા. ૧૧-૯-૨૨, રવિવારના રોજ અક્ષરનિવાસી થયેલ છે. તે શાંતિભાઈના ભાભી, તે હસમુખભાઇ, હેમંતભાઈ, ભરતભાઈ, પ્રવિણભાઈ, રેખાબેન, હર્ષાબેનના માતોશ્રી, તે હાર્દિક, અક્ષય, ચિરાગ, શુભમ, મોહિત, શ્વેતા, જલ્પા, દિશાના દાદી, પ્રાર્થનાસભા તા. ૧૫-૯-૨૨, ગુરુવારના રોજ સાંજના ૪ થી ૬ કલાકે રાખેલ છે. સ્થળ: શ્રી દેસાઈ સઈ સુતાર ભવન, અશોક ચક્રવતિ રોડ, સ્વયંભ ગણેશ મંદિરની સામે, કાંદિવલી (પૂર્વ).
લુહાર સુથાર
ગામ કાંચરડી હાલ દહિસર સ્વ. જગજીવનભાઇ ખોડાભાઈ હરસોરાના ધર્મપત્ની ગં.સ્વ. કંચનબેન હરસોરા (ઉં.વ. ૬૯) તે રાજેશભાઈ, નીતિનભાઈ તથા નિમિષાબેનના માતુશ્રી, હરેશભાઇ ભગવાનભાઇ પરમાર, શોભનાબેન તથા સ્નેહલબેનના સાસુ, ધીરુભાઈ, રતિભાઈ, મનુભાઇના ભાભી. ૧૩/૯/૨૨ ના રોજ રામશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧૫/૯/૨૨ ના રોજ સાંજે ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, બોરીવલી ઈસ્ટ.
કપોળ
રાજુલા નિવાસી ગીતાબેન ડોલરભાઈ સંઘવી (ઉં.વ. ૬૮) તે સ્વ. ડોલરભાઈ ભાઈદાસ સંઘવીના ધર્મપત્ની, સ્વ. ચુનીભાઈ અમૃતલાલ પારેખના દીકરી, પ્રશાંત-રક્ષા, મેઘના ધર્મેશ ગાંધી, હિરલ જીજ્ઞેશ ભુવાના માતુશ્રી, ચેતનભાઈ, અશોકભાઈ, સ્વ. દેવયાનીબેન, ચારૂબેનના ભાભી, શકુંતલાબેન, ભાનુબેન, રમાબેન, બિપીનભાઈ, પ્રકાશભાઈ, જીતુભાઇના બહેન. ૧૧/૯/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૫/૯/૨૨ ના રોજ ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન, ડો. મુછડીયા સાહેબના દવાખાના સામે, જાફરાબાદ રોડ, રાજુલા રાખેલ છે.
ઝાલાવાડી સઈ સુથાર
વઢવાણ નિવાસી હાલ મીરારોડ પ્રવિણભાઇ હરગોવિંદદાસ ચૌહાણ (ઉં.વ. ૬૦) તા. ૮-૯-૨૨ના રામશરણ પામ્યા છે. તેઓ સ્વ ચંચલબેન હરગોવિંદદાસ ચૌહાણના સુપુત્ર, હર્ષાબેનના પતિ, કેતન અને આશિકા ગૌરવકુમાર મોદીના પિતા. તેઓ નવીનભાઈ, કોકીલાબેન, નયનાબેન તથા સંગીતાબેનના ભાઈ તેઓ સ્વ ચત્રભુજભાઇ અરજણ સોલંકીના જમાઈ તેમની બંને પક્ષની સાદડી તા. ૧૫-૯-૨૨ના ગુરુવારે સાંજે ૪ થી ૬ હાલાઈ લોહાણા મહાજનવાડી, પહેલે માળે, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ) મધ્યે રાખેલ છે.
હાલાઇ ભાટિયા (ભક્તા)
દિલીપભાઈ કરસનદાસ મેઘજી કાપડિયા (ઉં.વ. ૯૧) તે સ્વ. શાંતિબેનના પતિ, સ્વ.જયંત-જ્યોતિ તથા મનોજ-ચારૂ ના પિતા, ધૃતિ, શ્વેતા કુમાર ચિતલીયા, સૌમિલ-ભાવિશા, કેજલ સમ્રાટ ચિતલીયા, પ્રીતના દાદા, સ્વ. હંસરાજભાઇ, સ્વ. પ્રતાપભાઈ, સ્વ. જેઠાલાલ, સ્વ. જયરાજ્ભાઇ, રણજીતભાઇ, સ્વ. ધનીબેન જયરાજ જેરાજણી, ગં.સ્વ રજનીબેન રણજીતસિંહ સંપટ, ગં.સ્વ વસંતબેન સુર્યસિંહ ભાટિયાના ભાઈ, સ્વ. મૂળરાજભાઈ તથા ભગવાનદાસ માધવદાસ વેદના બનેવી. ૧૨/૯/૨૨ ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરૂવાર તા.૧૫/૯/૨૨ ના રોજ બપોરે ૩.૩૦ થી ૫.૩૦ કલાકે શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ (સર્વોદય હોલ) ડાયમંડ ટોકીઝની સામે, એલ.ટી.રોડ બોરીવલી વેસ્ટ. પ્રાર્થનાસભા પછી લૌકિક વ્યવહાર બંધ છે.
લોહાણા
ધારગણી હાલ ભિવંડી (મુંબઈ) સ્વ. નટવરલાલ ટી. મશરુના ધર્મપત્ની રસીલાબેન (ઉં.વ. ૬૯), તે પ્રકાશભાઈ, પીનલભાઈ તથા પાયલબેનના માતુશ્રી. ખુશ્બૂબેન મશરુ તથા પ્રદીપકુમાર કાત્રાણીના સાસુ, બુધવાર, તા. ૧૪-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું શુક્રવાર, તા. ૧૬-૯-૨૨ના સાંજે ૪થી ૬માં અમારા નિવાસ સ્થાને:- રૂમ નં. ૫, બીજે માળે, રોઝવુડ ઓર્ચિડ રેસીડેન્સી, ચર્નીપાડા, ભિવંડી.
કપોળ
રાજુલા (હાલ મીરા રોડ) કિશોરભાઈ લલ્લુભાઈ ચિતલીયા (ઉં.વ. ૬૫) તે સ્મિતાબેનના પતિ. સ્વ. હંસાબેન તથા સ્વ. લલ્લુભાઈ બેચરદાસ ચિતલીયાના પુત્ર તથા ગીરીશભાઈ, કિરીટભાઈ અને દિપકભાઈ તથા અ.સૌ. ઈલાબેન ભરતકુમાર પારેખના મોટાભાઈ. અ.સૌ. બંસી હિમાંશુ મોદી, અ.સૌ. અમી હાર્દિક મહેતા, અ.સૌ. અંજલી ધ્રુવ મહેતાના પિતાશ્રી. સસુર પક્ષે રાજુલાવાળા સ્વ. લાલજીભાઈ દેવજીભાઈ જાદવના જમાઈનું તા. ૧૩-૯-૨૨ને મંગળવારે અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૫-૯-૨૨ને ગુરુવાર, સાંજે ૫.૦૦થી ૭.૦૦. સ્થળ: કપોળ વાડી, બીજે માળે, ગીતાનગર, ફાટક રોડ, ભાયંદર (વેસ્ટ).
કચ્છી ભાટિયા અંજારિયા
ભુપેન્દ્ર (ઉં.વ. ૬૭) તે ચંદ્રલક્ષ્મી ચત્રભૂજ હરિદાસ સરૈયાના પુત્ર. તે સ્વ. ચત્રભૂજ કેશવજી આશરના દોહિત્રા. તે ભાઈ રાજેન્દ્ર, સૌ. ચંદ્રકળા શરદ નેગાંધી તથા સૌ. રશ્મિ પરાગ સંપટના ભાઈ તથા સૌ. પ્રિયા રુચિરના કાકા તથા સૌ. ઉષ્મા (બિટ્ટુ) રાહુલ તથા સૌ. પૂજા યશેષના મામા તા. ૧૩-૯-૨૨ના કાંદિવલી, મુંબઈ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય
સ્વ. પ્રભાબેન કરસનદાસ પ્રેમજી પાતારના પુત્ર અશોક, ગામ શેરડી હાલે મુલુંડ (ચેકનાકા) (ઉં.વ. ૬૧) તા. ૧૨-૯-૨૨, સોમવારના રામશરણ પામેલ છે. તે સ્વ. શિરીષ, અતુલ, ગીતા, સ્વ. સંજયના ભાઈ. પ્રાર્થનાસભા તા. ૧૫-૯-૨૨, ગુરુવારના સાંજે ૪થી ૫ પાંજી વાડી બેન્કવેટ હોલ, કાંજુરમાર્ગ (ઈ.). દશાવ પ્રથા તેમ જ લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કપોળ
મહુવા સ્વ. બચુભાઈ ગોકળદાસ બુસાના ધર્મપત્ની ઈન્દુમતીબેન (ઉં.વ. ૮૩) તે યોગેન્દ્રભાઈ તથા દીપકભાઈના માતુશ્રી. સ્વ. આશાબેન, કલ્પનાબેન તથા નીતાબેનના સાસુ. પ્રશાંત, ધ્વનિ હર્નીશ મોદી તથા સ્નેહા નવલ ગોરડીયાના દાદીમા. પિયર પક્ષે વાવેરાવાળા સ્વ. મણીલાલ હરગોવિંદદાસ દોશીના દીકરી તા. ૧૦-૯-૨૨ને શનિવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
ભાણવડ હાલ ડોંબિવલી સ્વ. લક્ષ્મીદાસ હરિદાસ ચંદારાણાના ધર્મપત્ની હંસાબેન (ચંપા) (ઉં.વ. ૯૨) મંગળવાર, તા. ૧૩-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે કિરણભાઈ, જીતેન્દ્રભાઈ તથા હર્ષાબેન જયપ્રકાશ ગણાત્રાના માતુશ્રી. તે સ્વ. પિતાંબરદાસ, સ્વ. ભાનુમતિ, સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. અરૂણાબેનના ભાભી. તે સ્વ. મનુભાઈ તથા સ્વ. ચંદુલાલ સુંદરજી મજીઠીયાના મોટાબેન. તે રાકેશ, ખ્યાતિ, તૃપ્તિ, પાયલ તથા જીગનાના દાદી. (લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી).
વીસા સોરઠીયા વણિક
યવતમાળ (ભાયાવદર) વાળા હાલ કાંદિવલી ગં.સ્વ. નિર્મળાબેન (ઉં.વ. ૮૨) તે સ્વ. ગોપાલદાસ જુઠાભાઈ શાહના ધર્મપત્ની તથા સ્વ. વસનજી કેશવજી શાહના સુપુત્રી તા. ૧૩-૯-૨૨ મંગળવાર સવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. વ્રજલાલભાઈ, સ્વ. દેવચંદભાઈ, સ્વ. પ્રવિણભાઈ, સ્વ. જગુભાઈ, સ્વ. કસ્તુરબેન, સ્વ. હેમીબેન, સ્વ. પ્રભાબેન તથા દક્ષાબેનના બેન. યોગેશભાઈ, મેહુલભાઈ, ઈલાબેન, પારૂલબેનના માતુશ્રી. સુનીલભાઈ, મનિષભાઈ, પુર્વીબેન, દર્શનાબેનના સાસુ. શ્ર્વેતા, હેત, વૃષ્ટીના દાદી. કુણાલ, ધૃમીલ, સૌરભ, કીન્નરીના નાની. પ્રાર્થનાસભા: તા. ૧૫-૯-૨૨, ગુરુવાર, સાંજે ૫.૦૦થી ૭.૦૦. સ્થળ: લોહાણા બાળાશ્રમ, અતુલ ટાવરની સામે, મથુરાદાસ એક્સ્ટેંશન રોડ, કાંદિવલી (વે.).
કપોળ
મહુવાવાળા હાલ બોરીવલી (સેલવાસ) સ્વ. પ્રભાવતી મંગળદાસ પારેખના પુત્ર ચંદ્રકાંતભાઈ (ઉં.વ. ૭૦) તે ચંદ્રિકાબેનના પતિ. કાર્તિક-ફાલ્ગુની તથા ડીમ્પલ પ્રશાંત લાઠીના પિતા. સ્વ. સુરેશભાઈ-ભાવના, આશા શૈલેશ બુસા તથા વર્ષા કિરણ ચીતલીયાના ભાઈ. કરદેજવાળા સ્વ. શાંતાબેન તાપીદાસ મોદીના જમાઈ મંગળવાર, તા. ૧૩-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે). પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૬-૯-૨૨ના સમય ૪.૩૦થી ૭. સ્થળ: ઈન્ફીનીટી બોલરૂમ, લીજન્સી બેન્કવેે વિટી ઈન્ટરનેશનલ સ્કૂલ, કેમ્પ્સ મ્હાડા કોલોની સામે, પદમાનગર, ગાર્ડન ગ્રુવ કોમ્પ્લેક્સ નજીક, ફેસ-૧ ચીકુવાડી, બોરીવલી (વે.), મુંબઈ-૯૨.
ઘોઘારી દશાશ્રીમાળી વણિક
મહુવા (હાલ ઘાટકોપર) સ્વ. હીરાબેન પ્રાણલાલ વનમાળીદાસ મહેતાના સુપુત્ર જયંતભાઈ (બકુલભાઈ) (ઉં.વ. ૭૭) તે કુમુદબેનના પતિ. પિયુષ, પિંકી તથા ભાવિકના પિતાશ્રી. સુરેન્દ્ર, પ્રિયા તથા હેતલના સસરા. ગિરીશભાઈ, કિશોરભાઈ, સ્વ. ભારતીબેન પ્રતાપરાય મહેતા તથા ધીરીબેન નારાયણભાઈ ચૌરસિયાના ભાઈ. સ્વ. ભોગીલાલ છગનલાલ મહેતા (નાગેશ્રી)ના જમાઈ તા. ૧૩-૯-૨૨ના અક્ષરનિવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૬-૯-૨૨ના ૪થી ૫.૩૦ સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર, ૯૦ ફીટ રોડ, લવંડરબાગની બાજુમાં, ઘાટકોપર (ઈ.).
ઘોઘારી દશાશ્રીમાળી વણિક
તળાજા હાલ પાલઘર નરોત્તમદાસ હરજીવનદાસ પરિવારના સ્વ. નવનીતરાય ભોગીલાલ શાહના ધર્મપત્ની હીરાલક્ષ્મી (ઉં.વ. ૯૪) તે કિરણ, કમલિની, પ્રકાશના માતુશ્રી. કાનન, રશ્મિકાંત, વંદનાના સાસુજી. છગનલાલ પ્રભુદાસ પારેખના પુત્રી તા. ૧૪-૯-૨૨ના બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૬-૯-૨૨ના શુક્રવારે સાંજે ૫ થી ૭. ઠેકાણું: વિલેપાર્લે મેડિકલ ક્લબ હોલ, પીવીઆર જુહૂ સિનેમાની બાજુમાં, નેચરક્યોર હૉસ્પિટલની પાસે, જુહૂ-૪૦૦૦૪૯.
કચ્છી લોહાણા
સ્વ. મુલજી સુંદરજી સચદે અને ગં.સ્વ. પ્રભાબેન મુલજી સચદેના સુપુત્ર નિલેશ (ઉં.વ. ૪૮), કચ્છ ગામ: વાંકુ (વિંજાણ) હાલે મુલુંડ તા. ૧૨-૯-૨૨, સોમવારે શ્રીરામશરણ પામેલ છે. તે સ્વ. જયંતિલાલ ખીમજી અનમ, પધ્ધરવાળાના જમાઈ. તે સોનલબેનના પતિ. બીના કિશોર કોટક અને તુષારના નાનાભાઈ. તે યેશાના પિતાશ્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
ખડાયતા વૈષ્ણવ વણિક
જનોડ ગામ નિવાસી, હાલ મુંબઈ પલક કલ્પેશ શાહ (ઉં.વ. ૧૮) ૧૨-૯-૨૨ના શ્રીજીચરણ પામી છે. તે શાંતિલાલ મણીલાલ શેઠની પૌત્રી. કલ્પેશ, શ્ર્વેતાની દીકરી. માનવ, પાર્થની બહેન. જીજ્ઞેશ, હિરલની ભત્રીજી. વિજયભાઈ ગાંગજી દેઢીયાની દોહિત્રી. પ્રાર્થનાસભા-લૌકિક વ્યવહાર બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.