હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

ગામ વડસાંગળ, હાલ ડોંબિવલી, સ્વ. ઈન્દુબેન ગોવિંદભાઇ મહેતાના સુપુત્ર આશિષભાઈ (ઉં.વ.૬૮) શનિવાર, તા.૧૦-૯-૨૦૨૨ ના રોજ અવસાન પામેલ છે. તે કોકિલાબેનના પતિ. તે શેફાલી અને કાર્તિકના પિતાશ્રી. તે શ્રીકાંતભાઈ, વિવેકભાઇ, સ્વ. પ્રસાદભાઈ, ચેતનભાઇ, સ્વ. નિખિલભાઈ, સ્વ. પ્રતિભાબેનના ભાઈ. તે કેતનભાઇ ના સસરા. તે વંશના નાના. ગામ ગડતના ગં. સ્વ. લીલાબેન ગોપાળભાઈના જમાઈ. પ્રાર્થનાસભા બુધવાર, તા.૧૪-૯-૨૦૨૨ ના રોજ સમય ૨થી૫. તેમની પુચ્છપાણીની ક્રિયા બુધવાર, તા. ૨૧-૯-૨૨ના રોજ સમય ૩ થી પ. નિવાસસ્થાને: ઇ-૪૪,૧લે માળે, છત્રપતિ કો. ઓપ. સોસા., ગંગેશ્ર્વર નગર, સમ્રાટ હોટલ નજીક, પંડિત દિનદયાળ રોડ, ડોંબિવલી(પ.), થાણા-૪૨૧૨૦૨. લૌકિક રિવાજ બંધ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. રમાબેન દેવેન્દ્રભાઈ તુલસીદાસ પલણ કચ્છ ગામ મોટી ધુફી હાલ થાણાના સુપુત્ર ભાવેશ દેવેન્દ્રભાઈ પલણ (ઉં.વ. ૪૮) રવિવાર, તા. ૧૧-૯-૨૨ના શ્રીરામશરણ પામ્યા છે. તે સ્વ. હીરજી મેઘજી ચંદેના દોહિત્ર, તે સ્વ. માલતી રામચંદ્ર કાંબળેના જમાઈ. તે ઠા. સુરેન્દ્ર, ઠા. ભરત તથા ઠા. પ્રવિણ તુલસીદાસ ઠક્કરના ભત્રીજા અને સૌ. દિવ્યાબેન રમેશકુમાર પવાણી તથા તૃપ્તિના ભાઈ. પ્રાર્થનાસભા મંગળવાર તા. ૧૩-૯-૨૨ના સાંજે ૫થી ૭ સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (પશ્ર્ચિમ) ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠીયા વણિક
મૂળ જામનગર હાલ બોરીવલી સ્વ. નિર્મળાબેન મણીલાલ ધ્રુવના પુત્ર હસમુખ (ઉં.વ. ૭૪) તા. ૧૦-૯-૨૨ના સ્વર્ગલોક પામેલ છે. તે સ્વ. હંસાબેનના પતિ. વિમલ (મોન્ટુ)ના પિતા. તે પ્રવિણભાઈ તેમજ હર્ષાબેન વિનોદરાય ગાંધીના ભાઈ, સ્વ. હરજીવનભાઈના ભત્રીજા. તે સ્વ. પુષ્પાવતી નટવરલાલ ધ્રુવના જમાઈ. પ્રાર્થના સભા તેમજ લૌકિક વ્યવહાર રાખેલ નથી.
હાલાઇ ભાટીયા
મિસીસ માલતી આશર તે સ્વ. હંસરાજ દ્વારકાદાસની સુપુત્રી. સ્વ. વલ્લભદાસ આશરના પત્ની. જિજ્ઞાના માતાજી. બિમલના સાસુ. જૈમીસી મિલીના નાની. ઉજવલ, સારંગના નાનીજી. અને મીરાં, મેલીબુનાં પરનાની તા. ૧૧મી સપ્ટેમ્બર ૨૦૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી.
કચ્છી લોહાણા
સ્વ. જગન્નાથ રામદાસ મિરાણી જોડિયાવાળા હાલ ડોમ્બિવલીનાં ધર્મપત્ની ગં. સ્વ. કમલાબેન (ઉં. વ. ૮૩) તે સ્વ. મોંઘીબેન દયાલજી મામોટીયા (લસણવાળા) ગામ ગુંદીયારીના સુુપુત્રી. તે સ્વ. મિઠીમાં રામદાસ મિરાણીનાં પુત્રવધુ. તે સ્વ. સુકેતુભાઇ, જયંતભાઇ અને સ્વ. બિમલભાઇના માતુશ્રી. રવિવાર તા. ૧૧-૯-૨૨ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા સોરઠીયા વણિક જ્ઞાતિ
જામનગરવાળા હાલ વસઇ પૂર્વી (ચકુ) કેતન શાહ (ઉં. વ. ૪૬) તે કેતન નવલચંદ શાહના ધર્મપત્ની. સૂત્રાપાડાવાળા મણીબેન જમનાદાસ મંગલદાસ શાહની સુપુત્રી. તા. ૧૧-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. જે દીશા કૃણાલ મલકાણનાં માતુશ્રી ધનલક્ષ્મી વિનોદ શાહ, સ્વ. અતુલ અને જયોત્સના અજીત શાહના ભાભી. પ્રજ્ઞા કિર્તી કુમાર શાહના નણંદ, કીર્તિ, રેણુકા કિશોર શાહ, કલ્પના હસમુખ શાહ, ભારતી રાજેશ શાહના બહેન. પ્રાર્થનાસભા તા. ૧૪-૯-૨૨ બુધવારે ઠે. કેટીવાડી કેટી વિલેજ વસઇ (વેસ્ટ), મધ્યે રાખેલ છે. સાંજે ૫.૩૦થી ૭. નિવાસસ્થાન : અનુરાધા વિશાખા બિલ્ડિંગ, દિવાનમાન વિલેજ, ગોવર્ધનનાથ હવેલીની બાજુમા, વસઇ (વેસ્ટ).
સુરતી દશા લાડ વણિક
અ. સૌ. સ્મિતા તે અજિત ઠાકોરલાલ નાણાવટીના ધર્મપત્ની (ઉં. વ. ૭૧) તા. ૧૧-૯-૨૨ રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે ચિ. કૌશલ, ચિ. વિશાલના માતુશ્રી. તે અ. સૌ. મમતા કૌશલ અને અ. સૌ. ખ્યાતિ વિશાલના સાસુ. તે રિષિત, અંશી અને મેધાંશના દાદી. તે સ્વ. કાંતિલાલ પરષોત્તમદાસ શાહની દીકરી. બેસણું રાખવામાં આવ્યું નથી.
ખંભાત લેવા પટેલ
ખંભાત નિવાસી હાલ બોરીવલી, અશ્ર્વિનભાઈ જગદીશચંદ્ર પટેલ (ઉં.વ. ૭૩) તા. ૧૧-૯-૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે કમલીનીના પતિ. વીકી, અમીના પિતા. જીજ્ઞા અને વિશાલકુમારના સસરા. સ્વ. નરેન્દ્ર, સ્વ. શકુંતલા, સ્વ. તરૂણા તથા અનિલ, રમીલા, અરૂણાના ભાઈ. મધુસુદન ચીમનલાલ પટેલના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
પાવરાઈ (કચ્છી ભાટિયા)
અ.સૌ. કિરણ જિતેન્દ્ર સોની (ઉં.વ. ૭૦) તે ગં. સ્વ. જમનાબેન કરશનદાસ સોનીની પુત્રવધૂ. હિરલ, અદિતના માતુશ્રી. જમનાદાસ સામજી બઝરીયાની પુત્રી. શીલાબેન, જયસિંહભાઈ, પ્રકાશ, જયેન્દ્રના બેન. નૈશાના નાની. હર્ષા હરેશના જેઠાણી, વાસુ (પલ્લવી)ના ભાભી. તા. ૧૧-૯-૨૨ના મુંબઈ મધ્યે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૪-૯-૨૨ બુધવારના સાંજના ૪.૩૦ થી ૬.૦૦. સ્થળ : સ્વામી નારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઈ). (લૌકિક વ્યવહાર બંધ છે).

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.