હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઇ ભાટિયા
ભરત ખટાઉ (વાલજી શામજી) (ઉં.વ. ૭૩) સ્વ. ભાનુબેન તથા સ્વ. ધરમશી ખટાઉના પુત્ર. સ્વ. ભારતીબેનના પતિ. હિતેશના પિતા. ચંદાબેન, ધીરેનભાઇ તથા વિનયભાઇના ભાઇ. સ્વ. વસંતબેન તથા સ્વ. દ્વારકાદાસ લીલાધરના જમાઇ. શનિવાર, તા. ૧૦-૯-૨૨ના શ્રીજીશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
અમરેલીવાળા, હાલ મુંબઈ સ્વ વિમળાબેન અને સ્વ પુરુષોત્તમદાસ ચત્રભુજ મેહતાના સુપુત્ર અને સ્વ. વિણાબેનના પતિ. હિમ્મતલાલ મેહતા (ઉં. વ. ૮૯) તે મહેશ, શૈલેશ, કલ્પના, દર્શના અને ચંદ્રેશના પિતા. તે છાયા, શ્વેતા, પંકજભાઈ જંબુસરીઆ, અમિતભાઇ પટેલ, હેતલના સસરા. તેમજ સ્વ. જસવંતીબેન, નવીનભાઈ, સ્વ. ધીરજલાલ, નલીનભાઇ, ઈશ્ર્વરભાઈ અને સ્વ. ગીરીશભાઈના મોટાભાઈ. તે સ્વ માણેકલાલ પરમાનંદદાસ મોદીના જમાઈ તા ૯.૯.૨૨ ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, ૧૨ સપ્ટેમ્બર, સાંજના ૫ થી ૭ ની વચ્ચે ઓનલાઈન રાખેલી છે.
પરજિયા સોની
ગામ ખજરીગુંદાળા હાલ બોરીવલી તે સ્વ. હરિભાઇ બાઉભાઇ ધાણકના પુત્ર અશોકભાઇ (ઉં. વ. ૬૨) તે તા. ૩-૯-૨૨ શનિવારના (ન્યુજર્શી યુ.એસ.) મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે દિપીકાબેનના પતિ. ડોલી ગોપાલકુમાર વાયા તથા આરતી શૈલેનકુમાર સાગરના પિતા. ઇન્દોરવાળા સ્વ. સવજીભાઇ મણિભાઇ થડેશ્ર્વરના જમાઇ. સ્વ. ભરતભાઇ, મીનાબેન દિનેશકુમાર સતીકુંવર, સ્વ. ગીતાબેન દિપકકુમાર સતીકુંવરના ભાઇ. તે કેતનભાઇ, નિલમ નિલેશકુમાર સલ્લાના કાકા. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
ગોંડલ હાલ કાંદીવલી સ્વ. રમણીકલાલ પ્રભુદાસ પારેખના ધર્મપત્ની ગં. સ્વ. નિર્મળાબેન (ઉં. વ. ૮૮) તે પ્રવીણના માતુશ્રી. ભાવનાના સાસુ. તે સ્વ. સવિતાબેન, સ્વ. રમાબેનના ભાભી. તે સ્વ. નરભેરામ લક્ષ્મીચંદ ઝવેરીના પુત્રી. સ્વ. ધીરજબેન, સ્વ. હરિભાઇ, સ્વ. ચંપકલાલ, વિનોદાબેન, હંસાબેન, નગીનભાઇ, પ્રવીણભાઇ, જયંતીભાઇના બેન. તા. ૮-૯-૨૨ ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષ તરફથી પ્રાર્થનાસભા તા. ૧૫-૯-૨૨ ગુરુવારના સાંજે ૪થી ૬. ઠે. હાલાઇ લોહાણા મહાજન વાડી, બીજે માળે, એસ. વી. રોડ., શંકર મંદિર બાજુમાં, કાંદીવલી (વેસ્ટ).
શ્રીમાળી બ્રાહ્મણ
ચીત્તલ હાલ ઘાટકોપર, સ્વ. વસંતરાય નર્મદાશંકર ઓઝાના ધર્મપત્ની કુમુદબેન (ઉં. વ. ૭૬) તે નવીનચંદ્ર નર્મદાશંકરના ભાભી. સ્વ. પ્રતિમાબેન નવીનચંદ્ર ઓઝાના જેઠાણી. જસ્મીના, ટવીંકલ હાર્દિકના કાકી. મેહુલકુમાર, પ્રતિકકુમારના કાકીજી. રિદ્ધિના કાકી સાસુ. તા. ૧૦-૯-૨૨ના શનિવારના ઘાટકોપર મુકામે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. ઇન્દ્રજીત રણછોડદાસ પવાણી મોટી મઉં-હાલ ભાંડુપના ધર્મપત્ની ગં. સ્વ. પ્રભાબેન (ઉં. વ. ૮૪) તે સ્વ. લક્ષ્મીબેન મોરારજી કારીઆની પુત્રી (ગામ તેરા) શનિવાર તા. ૧૦-૯-૨૨ રામશરણ પામેલ છે. તે ગીરીશભાઇ, ગીત અને અર્ચનાના માતુશ્રી. તે બિંદુ, વિશાલ અને પરેશના સાસુ. હર્ષ અને કપીશના દાદીમા. વિધિના દાદી સાસુ. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
દેવેન ગોકુલદાસ તન્ના મૂળગામ ખાખેડા હાલ સાંતાક્રુઝ (ઉં. વ. ૭૩) તે સ્વ. પુષ્પાબેન ગોકુલદાસ તન્નાના પુત્ર. તે રંજનબેનના પતિ. ચીન્ટુ, બીનીતા, તથા પાયલના પિતા. તે હેતલ કુશનીના સસરા. શીવાનના દાદાજી. વિઠલદાસ તન્નાના ભાઇ. સ્વ. કાન્તાબેન ગોકલદાસ મજીઠીયાના જમાઇ. તે વિજયભાઇ તથા ઇનાબેનના બનેવી. શુક્રવાર, તા. ૯-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૨-૯-૨૨ના સાંજે ૫થી ૬. ઠે. રોટરી કલબ, જુહુ તારા રોડ, જુહુ, બીજે માળે, લૌકિક વ્યવહાર બંધ છે.
લોહાણા
મુળ ગામ ચભાડીયા હાલ બોરીવલી તે સ્વ. ધનલક્ષ્મીબેનના સુપુત્ર પ્રદીપભાઇ કૃષ્ણલાલ તન્ના (ઉં. વ. ૬૦) તે સ્વ. મધુસુદનભાઇ, સ્વ. અનંતરાય, સ્વ. વસંતભાઇ, તથા ગં. સ્વ. દમયંતીબેન હેન્દ્રેના ભત્રીજા. તે ભાવનાબેનના પતિ. તે હિનલના પિતા. તે માનવના મોટા પપ્પા. તે સ્વ. ચેતનાબેન કિશોરકુમાર વડેરા, અ. સૌ. રક્ષાબેન દેવેન્દ્રકુમાર ગઢિયા તથા જગદીશભાઇના ભાઇ. તે સ્વ. પ્રભુદાસભાઇ કારીયાના જમાઇ. તા. ૮-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૨-૯-૨૨ના સાંજે ૪થી ૬. ઠે. હાલાઇ લોહાણા મહાજનવાડી, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ), બીજે માળે રાખેલ છે.
કાઠીયાવાડી મેવાડા સુથાર
મીરા રોડ વૃજલાલ અમરસી માલવિયા (ઉં. વ. ૮૨) તા. ૧૦-૯-૨૨ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૨-૯-૨૨ સોમવારના સાંજે ૪થી ૬. ઠે. બાપા સીતારામ ગાર્ડન, ઇન્દ્રપ્રસ્થ ઐયપ્યા મંદિરની પાછળ, પૂનમ વિહાર, મીરા રોડ (ઇસ્ટ).
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
તરેડ હાલ વસઇ ભરતકુમાર વૃજલાલ ગોરીશંકરના પત્ની મીનાબેન (ઉં. વ. ૫૫) તા. ૧૦-૯-૨૨ શનિવારના સ્વર્ગવાસ થયેલ છે. તે નિકુંજભાઇ, ભાવેશભાઇના માતુશ્રી. તે સ્વ. પોપટલાલ વિઠલદાસ રાવળના દીકરી. તે ગં. સ્વ. અરુણાબેન નટવરલાલ, સૌ. શકુબેન મહેન્દ્રભાઇ, અ. સૌ. નયનાબેન જશવંતરાયના દેરાણી. તે અ. સૌ. મિનાબેન વસંતરાયના જેઠાણી. તે ગં. સ્વ. હિરાબેન વૃજલાલ પંડયા, સ્વ. ઉમાબેન વામનરાય ભટ્ટના ભાભી. સર્વ પક્ષની પ્રાર્થનાસભા (સાદડી) તા. ૧૨-૯-૨૨ સોમવારના બપોરે ૪થી ૬. ઠે. જૂનું સ્વામિનારાયણ મંદિર, અંબાડી રોડ, આઇ.ડી.બી.આઇ. બેન્કની બાજુમાં, વસઇ (વેસ્ટ), ઉત્તરક્રિયા તા. ૨૦-૯-૨૨ મંગળવારના સવારે ૧૦.૦૦.
મોઢ વણિક
ભરત નાનુભાઇ લાકડાવાળાના પત્ની રીટા (હર્ષદા) (ઉં. વ. ૭૨) તે સ્વ. ધીરજલાલ ઘેલાભાઇ દેસાઇના પુત્રી. ચિરાગ અને તેજસના માતુશ્રી. મેઘા અને રીમાના સાસુ. સિયાનના દાદી. તા. ૯-૯-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૬૦૧, અમર ટાવર, આનંદરાવ દેવલે માર્ગ, જુહુ-વિલેપાર્લે (વેસ્ટ).
ઇડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
અસૌ. પ્રીતિ જયેશ ભટ્ટ (ઉં. વ. ૫૧) તે ૯/૯/૨૨ ના રોજ અક્ષરધામ પામ્યા છે. તે જયેશ જટાશંકર ભટ્ટના ધર્મપત્ની, ચિંતનના માતુશ્રી, કિરીટભાઈ, કૈલાશબેન, રેખાબેન, શોભાબેનના ભાભી, સમતાબેનના દેરાણી, દેશોતર નિવાસી પ્રવિણચંદ્ર નાથાલાલ જોશીના દીકરી, પ્રાર્થનાસભા ૧૨/૯/૨૨ના ૫ થી ૭ કલાકે કેવલબાગ, શંકરગલી, ફલાઈ ઓવર બાજુમાં, કાંદિવલી વેસ્ટ.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રામ્હણ
હોઈદડ નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. દેવીલાબેન નટવરલાલ જોશીના પુત્ર દીપકભાઈ જોશી (ઉમર:૬૨) તે ઇલાબેન ના પતિ, ધારા, દિશા, અમી, રાજના પિતા, નીતિનભાઈ, કિશોરભાઈ, ભાવના વિપુલકુમાર દવેના ભાઈ, ગામ સાણોદર નિવાસી હાલ મુંબઈ સ્વ. ગૌતમભાઈ ભટ્ટના જમાઈ. ૭/૯/૨૨ ના રોજ સ્વર્ગવાસ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
લેઉઆ પટેલ
જુના વાઘણીયા હાલ દહિસર સ્વ. સુરેશભાઈ ભીખુભાઇ મોહનભાઇ કીકાણી (ઉમર:૫૮) તે ભારતીબેનના પતિ, ગં. સ્વ રામુબેન મોહનભાઇ કિકાણીના દિકરા, તૃપ્તિબેન જયેશકુમાર જાપાણી, નેહાબેન મનીષકુમાર સોરઠિયાના પિતા, અંબાબેન, સ્વ. શાંતિબેન, વિમળાબેન, સ્વ. સવિતાબેન, ફુલબાયબેન, નીતાબેનના ભાઈ, સાસરાપક્ષે નબબેન તથા સ્વ. મનુભાઈ દલાભાઈ કાનાણીના જમાઈ. તે ૧૦/૯/૨૨ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૨/૯/૨૨ ના રોજ ૫ થી ૭ કલાકે પટેલ સમાજ વાડી, હનુમાન ટેકડી, અશોકવન દહિસર ઈસ્ટ.
વિશા સોરઠીયા વૈષ્ણવ વણિક
કારાવડવાળા હાલ મલાડ ગં.સ્વ લાભુબેન અમૃતલાલ મલકાણ (ઉમર:૯૪) તે અનિલભાઈ, પ્રકાશભાઈ, જયશ્રીબેનના માતુશ્રી, રશ્મિબેન, સ્વ.હેમાબેન, વિનોદરાયના સાસુ, સ્વ.ગોકલભાઈ, રતિભાઈ, ભાઈલાલભાઈ, દયાબેન, ભુપતભાઇ, મનસુખભાઇના ભાભી, અશીમ, હેતલ, રાજના દાદી, સોનાલી, હાર્દિકના નાની. ૭/૯/૨૨ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. સાદડી પ્રથા બંધ છે.
કપોળ
જાફરાબાદવાળા (વાંઢવાળા), ગં.સ્વ કુમુદબેન મગનલાલ ડાહ્યાલાલ ગોરડિયાના પુત્ર ધવલ (ઉં. વ. ૫૪) તે અ. સૌ. કરૂણા મહેન્દ્રકુમાર ખટનહારના ભાઈ, મોસાળપક્ષે સ્વ. શામળદાસ કાળીદાસ મહેતાના ભાણેજ, શીમોની અક્ષયકુમાર પટેલ, યાશીના મામા. ૯/૯/૨૨ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મેઘવાળ
તેજુબેન વિશ્રામ ભાઈ સોલંકી (ઉં. વ. ૮૬) ગામ નીંગાળા, હાલ મુંબઈ. તે લક્ષ્મણ મીઠા મકવાણાના સુપુત્રી, સ્વ. વિશ્રામ લક્ષ્મણ સોલંકીના ધર્મપત્ની, તા. ૮/૯/૨૨ના રોજ રામચરણ પામ્યા છે. તે ઉમાબેન, શાંતાબેન, જયાબેનના માતોશ્રી, આલજીભાઈ બોરીચા, લક્ષ્મણભાઈ મારુ, દીપેશભાઈ દેઢિયાના સાસુ, વસંતભાઈ, અમૃતભાઈ, અશોકભાઈના કાકી, નારણભાઈ મકવાણાના મોટાબેન. તેમના બારમાની વિધી તા. ૧૨/૯/૨૨ના સાંજે ૪.૦૦ વાગે. ઠે. ગુરુકૃપા હોલ, પ્લોટ નં. ૧૦, સેક્ટર – ૫, ઓક્સફોર્ડ સ્કૂલની બાજુમાં, ચારકોપ, કાંદિવલી (પ).
કચ્છ ગુર્જર ક્ષત્રિય
ગામ નાગોર હાલ મુંબઇ ધીરજલાલ દેવશી ચૌહાણ (ઉં. વ. ૭૮) તા. ૮-૯-૨૨ના રોજ વૈકુંઠધામે પામ્યા છે. તે સ્વ. દેવશી રાજાભાઇના સુપુત્ર તે નિર્મલાબેન (નયનાબેન) ચૌહાણના પતિ. તપનભાઇ, અર્પિતાબેનના પિતા. પૂનમબેન તથા કમલભાઇના સસરા. જાગ્રવના દાદા. જતન અને યશના નાના. તેમની પ્રાર્થનાસભા તા. ૧૨-૯-૨૨ના સોમવારે સાંજે ૫થી ૬.૩૦. ઠે. હરિ નિવાસ ૩જે માળે, ‘બી’ બ્લોક, પાછળની બાજુ, એલ. જે. રોડ, દાદર (વેસ્ટ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.