હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

શ્રીમતી રમીલા મહેશ ભટ્ટ (ઉ.વ. ૮૭), સ્વ. મહેશ વાસુદેવ ભટ્ટના પત્ની. અસ્મિતાના માતા. મયૂર મહેતાના સાસુ. લોપા મખ્ખનવાલાના બહેન. ધ્વનિ તથા શ્રુતિના નાની. શુક્રવાર તા. ૯-૯-૨૨ના રોજ સવારે શ્રીચરણ પામ્યા છે. લૌકિક ક્રિયાઓ બંધ છે. રહેઠાણ: ૪૦૧, ચોથો માળ, ૯૦ પારિજાત, ડૉ. મધુકર રાઉત રોડ (સાઉથ), શિવાજી પાર્ક, મુંબઈ ૪૦૦૦૨૮.
ગામ વાસોજ હાલ ખાર (દાન્ડા) સ્વ. ગોરધનભાઈ વાલજીભાઈ પરમારના પત્ની, ગં.સ્વ. મંજુલાબેન (ઉં.વ. ૭૦), ગુરુવાર, તા. ૮-૯-૨૦૨૨ના રામચરણ પામ્યા છે. તે રમીલાબેન ગોરધનભાઈ અને રમેશભાઈ ગોરધનભાઈના માતુશ્રી તેમજ નારણભાઈ વાલજીભાઈ પરમારના ભાભી તેમજ નાનજીભાઈ કાનજીભાઈ કવા, જગદીશભાઈ, મોહનભાઈ, બાબુભાઈ કવાના બહેન.
સમઢીયાળાવાળા હાલ ભિવંડી લાભશંકર ભીમજી જોષી (ઉં.વ. ૯૪) તા. ૯-૯-૨૨ શુક્રવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૧-૯-૨૨ રવિવાર સમય: ૩થી ૫ કલાકે રાખેલ છે. સ્થળ: શ્રી નિલકંઠ મહાદેવ મંદિર, નિયર તીનબત્તી, ભિવંડી, જી-થાણા.
નાઘેર દશા મોઢ માંડલીયા
ઊના હાલ મલાડ અ. સૌ. ભારતીબેન (ઉં. વ. ૬૬) તે વિજયકુમાર જમનાદાસ પારેખના ધર્મપત્ની તથા ગૌ. વા. હરેન્દ્રભાઇ (રાજુભાઇ) પારેખ, ગૌ. વા. દક્ષાબેનના ભાભી તા. ૧૦-૯-૨૨ને શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે વિજયાબેન અમૃતલાલ શાહના પુત્રી તથા ઉર્મિલાબેન મહેન્દ્રભાઇ પારેખના બહેન. ક્રિષ્ના, દેવાંગ શાહ ફોરમ તથા રૂચીના માતુશ્રી. સાદડી તા. ૧૨-૯-૨૨ના સોમવારના સાંજે ૫થી ૭, ૪૦૧, શાંતી સદન, માર્વે રોડ, એસ. વી. રોડ જંકશન, મણીરત્ન જ્વેલર્સની ઉપર, મલાડ (વેસ્ટ).
સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ
સમઢીયાળાવાળા હાલ ભિવંડીના લાભશંકર ભીમજી જોષી (ઉં.વ. ૯૪) તે તા. ૯-૯-૨૨ને શુક્રવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમની પ્રાર્થનાસભા રવિવાર તા. ૧૧-૯-૨૨ના રોજ બપોરે ૩ થી ૫. શ્રી નિલકંઠ મહાદેવ મંદિર, ત્રણબત્તી પાસે, ભિવંડી (જી. થાણા) ખાતે રાખેલ છે.
હાલાઈ ભાટિયા
હરીશ આશર (ઉં.વ. ૬૩) તે સ્વ. ઇંદુમતિ તથા રતનશી પરષોત્તમના પુત્ર (જેરામ હરીવાલા) તે ભારતી (હર્ષ)ના પતિ. ખંજનના પિતા. અ.સૌ. ભારતી શૈલેષ સંપટ તથા મુકેશના ભાઈ. સ્વ. જગજીવનદાસ નરોત્તમદાસ સંપટ (ડાહ્યાવાળા)ના જમાઈ શુક્રવારના, દિનાંક ૯-૯-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા પ્રેમપુરી આશ્રમ બાબુલનાથમાં તા. ૧૧-૯-૨૨ રવિવારના રોજ સાંજે ૫ થી ૬.૩૦ રાખેલ છે.
દશા સોરઢીયા વણિક
બાબરા હાલ કાંદિવલી પરેશ (ઉં.વ. ૫૯) તે ગં.સ્વ. જશવંતીબેન રતિલાલ પારેખના સુપુત્ર. સ્વ. પંકજ, બીપીન, રૂપા મુકેશકુમારના ભાઈ. તથા ગં. સ્વ. ઈન્દુમતી, જયશ્રીબેનના દિયર. નેહા, કાર્તિક, દિશા, સિદ્ધિ તથા ચેતનના કાકા. ચિરાગ ભુપેન્દ્ર, ભાવિક મહેશકુમાર, ધરાના કાકાજી. સ્વ. ચીમનલાલ તારાચંદ પારેખ, સ્વ. ગુણવંતભાઈ, સ્વ. જયંત ટપુલાલ, નિતિન અમૃતલાલના પિતરાઈ ભાઈ તા. ૭-૯-૨૨ના બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. સાદડી પ્રથા બંધ છે.
કચ્છ વાગડ લોહાણા
ગં.સ્વ. રંજનબેન અશોકભાઈ જોબનપુત્રા ગામ વોંધ હાલે થાણા સ્વ. કાશીબેન ગોવિંદજી જોબનપુત્રાના પુત્રવધૂ. સ્વ. અશોકભાઈના ધર્મપત્ની રંજનબેન (ઉં. વ. ૭૧) તે સ્વ. વિજયાબેન હરિલાલ મોતીલાલ રૂપારેલ (ભૂજ)ના પુત્રી તા. ૯-૯-૨૦૨૨ના રામશરણ પામેલ છે. તે આરતિ મેહુલ બાસ્તાવાલા, તુષાર અને રાહુલના માતાશ્રી, મેહુલ અને પ્રિયાના સાસુ. પાર્થ, રિયાના દાદી. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૧-૯-૨૦૨૨ના સાંજના ૫ થી ૭ ગોપુરમ હોલ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ) ખાતે રાખેલ છે. લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી દશા દિશાવાળ વણિક
કોળીયાક – ભાવનગર નિવાસી હાલ વિક્રોલી ગં.સ્વ. નિરંજનાબેન મહેતા (ઉં. વ. ૭૫), તે સ્વ. ઉપેન્દ્રભાઈ શાંતિલાલ મહેતાના ધર્મપત્ની, ધર્મેશ અને હેમલના માતુશ્રી, દિપાલી અને અમુદાના સાસુ, જય, જીત અને રાશિના દાદી. સ્વ. કુશળચંદ ધરમશી શાહના સુપુત્રી ગુરુવાર, તા. ૮-૯-૨૦૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર પ્રથા બંધ છે.
દેસાઈ સઈ સુથાર
મહુવા નિવાસી હાલ પ્રભાદેવી સ્વ. મગનલાલ ત્રિકમભાઈ પીઠડિયા (પરમાર)ના ધર્મપત્ની લીલાવતીબેન (ઉં.વ. ૭૭) બુધવાર, તા. ૭-૯-૨૦૨૨ના શ્રીરામશરણ પામ્યા છે. તે દિલીપભાઈ, કિશોરભાઈ, અશોકભાઈ, કુંદનબેન રમેશભાઈ, ગિતાબેન રમેશભાઈના માતુશ્રી. નેહા, કિર્તી, અમિતાના સાસુ, સ્વ. ભીખાભાઈ, સ્વ. ભગવાનભાઈ, સ્વ. પરષોત્તમભાઈના ભાઈના પત્ની. મિતેષ, પૂજા, ભૂમી, ઈશા, આર્યના દાદી. દિપ્તી, ઉમંગ, પ્રિયંકા, પૂર્વીશાના નાની. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૧-૯-૨૦૨૨ના ૪ થી ૫.૩૦ લૌકિક પ્રથા બંધ છે. બંને પક્ષની પ્રાર્થના સાથે રાખેલ છે. ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ દાદર (વે) સંચાલિત ૧લે માળે, શ્રી કરસન લધુ નિસર હોલ, ૧૨, જ્ઞાનમંદિર રોડ, એસ. કે. બોલે રોડ, દાદર (વે).
કપોળ
સિહોરવાળા હાલ પાર્લા સ્વ. વિજયાબેન સ્વ. પોપટલાલ હરગોવિંદદાસ મહેતાના સુપુત્ર શશીકાંત (ઉં.વ. ૭૬) શુક્રવાર, તા. ૯-૯-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે ગીતાબેનના પતિ. સલોમી, સર્વેશના પિતાશ્રી. હેતલ, કલ્પેશ ભુતાના સસરા. સ્વ. જ્યોતિન્દ્ર, રજનીકાન્ત, ક્રિષ્ણા, સ્વ. પ્રદીપ, હર્ષદા, ઉર્વશી, બીના, શરદના ભાઈ. સસુર પક્ષે લાઠીવાળા સ્વ. જસવંતરાય ગીરધરભાઈ વળીયાના જમાઈ. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જર સુતાર
ગામ તિથવા હાલ ડોંબીવલી સ્વ. કાંતાબેન ધનજીભાઈ બદ્રકિયા (ઉં.વ. ૮૩) તે સ્વ. ધનજીભાઈ છગનભાઈ બદ્રકિયાના પત્ની. તે મુકેશભાઈ તથા ઉમેશભાઈના માતા. તે નિશાબેન તથા સ્વાતીબેનના સાસુ. તે રીમા પ્રણવ બદ્રકિયા તથા સુજાતા દિવ્યાંગ બદ્રકિયાના દાદી. તે કુવરજીભાઈ વિસાવડીયા (આમરણવાળા)ના દિકરી તે તા. ૭-૯-૨૨ના રોજ દેવલોક પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા. ૧૦-૯-૨૨ના સાંજે ૪થી ૬. શ્રી ગુર્જર સુથાર વિશ્ર્વકર્માબાગ. ૩૬/૩૭ બજાજ રોડ, વિલેપાર્લે (વે.) ખાતે રાખેલ છે.
મેઘવાળ
ગામ મોરચુપણા હાલ મહાલક્ષ્મી મુંબઇ ગં. સ્વ. પ્રેમિલાબેન ધારિયા (ઉં. વ. ૭૧) તે શુક્રવાર તા. ૨-૯-૨૨ના રામચરણ પામ્યા છે. તે સ્વ. નરણભાઇ પુંજાભાઇ ધારિયાના ધર્મપત્ની. તથા હિરાભાઇના મોટા ભાભી તથા નિર્મલબાઇના જેઠાણી. તથા વર્ષા, ભારતી, ભાવના, રેણુકા, વિજય, પ્રકાશના માતા. તથા પ્રવિણ, સ્વ. રાજેશ, કેતન, લિના, રમીલાના સાસુ. તેમનું બારમું (કારજ)ની વિધી તા. ૧૨-૯-૨૨ના સોમવારે સાંજે ૫.૦૦ કલાકે. તેમના નિવાસસ્થાન: એ/૫, બિલ્ડિંગ, રૂમ.નં.૬૦૧, આંબેડકર નગર, મહાલક્ષ્મી ખાતે રાખેલ છે.
કપોળ
ત્રાપજવાળા હાલ બોરીવલી શશીકાંત મહેતા (ઉં.વ. ૭૪) તે ૮/૯/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ઇન્દુમતી તથા સ્વ. અનંતરાય વિઠ્ઠલદાસ મહેતાના પુત્ર. ચંદ્રિકાબેનના પતિ. મંદિપ-ગૌરી, વિશાલ-મમતા, રાખી કેતન મહેતા, કાનન વિપુલ કલથીયાના પિતા. સ્વ. ચંદ્રકાન્ત, સ્વ. હસુભાઈ, સ્વ. જશવંતરાય, કિરણ, વસંતબેન નરેન્દ્રભાઈ મહેતાના ભાઈ. સ્વ. ત્રિભોવનદાસ દામોદરદાસ ગાંધીના જમાઈ. પ્રાર્થનાસભા ૧૧/૯/૨૨ના ૫ થી ૭ ગોખલે હોલ, ગોખલે સ્કૂલ, ગ્રાઉન્ડ ફ્લોર, સિમ્પોલી રોડ, બોરીવલી વેસ્ટ.
કપોળ
પીપળિયાવાળા લાઠી હાલ બોરીવલી પ્રવિણચંદ્ર દ્વારકાદાસ કરવત (ઉં.વ. ૮૩) તે ૯/૯/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે દમયંતીબેનના પતિ. કાશ્મીરા હેમંત મહેતા, દીનતા તેજસ ગાંધી, વિપુલ, જીજ્ઞેશના પિતા. શેફાલી, હર્ષાના સસરા. ચાવંડવાળા સ્વ. વ્રજલાલ મગનલાલ કાણકિયાના જમાઈ. સ્વ. પ્રતાપભાઈ, સ્વ. બળવંતભાઈ, સ્વ. પાર્વતીબેન દ્વારકાદાસ પારેખ, ગં.સ્વ. હંસાબેન પ્રતાપરાય ચિતલીયા, સ્વ. ગુલાબબેન જશવંતરાય સંઘવીના ભાઈ. પ્રાર્થનાસભા ૧૧/૯/૨૨ના ૪ થી ૬ વર્ધમાન સ્થા. જૈન સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝ સામે, બોરીવલી વેસ્ટ.
મોઢ વણિક
ગં.સ્વ. હંસાબેન (ઉં.વ. ૮૭) તે સ્વ. મુકુંદભાઈ ત્રિકમલાલ કોઠાવાલાના ધર્મપત્ની. કુમાર તથા નીરજના માતુશ્રી. સોનાલી તથા સેજલના સાસુ. સ્વ. જીતુભાઇ મોહનલાલ મારફતિયા, સ્વ. મંદાકિનીબેન ઓઝા, સ્વ. સરોજબેન મણિયારના બહેન. પ્રકાશભાઈ, ગં.સ્વ. ઉષાબેન દેસાઈ, સ્વ. રમાબેન મહેતા, ગં.સ્વ. સુધાબેન શાહ તથા પ્રભાબેન કોઠાવાલાના ભાભી. પ્રાર્થનાસભા ૧૧/૯/૨૨ રવિવાર રોજ ૫ થી ૭ કલાકે વિશ્ર્વેશ્ર્વર ભવન હોલ, પહેલે માળે, સન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, પાર્લા વેસ્ટ.
લુહાર સુથાર
સ્વ. શ્રી ત્રિભોવનભાઈ રતનશીભાઈ દાવડા તથા સ્વ. સવિતાબેન દાવડાના પુત્ર નરેન્દ્રભાઇ દાવડા (ઉં.વ. ૬૨), તા. ૯-૯-૨૨ રામચરણ પામ્યા છે. તે કિશોરભાઈના નાના ભાઈ તથા રાજેશભાઈ, ગિરીશભાઇના મોટા ભાઈ તથા નીતાબેનના દેર. કવિતાબેન ભરતીબેનના જેઠ તથા અમીબેન વિપુલકુમાર, વિશાબેન હાર્દિકકુમારના કાકા તથા ક્રિષ્ના, ભક્તિ, રિતુ, શુભના મોટા પાપાની પ્રાર્થનાસભા તા. ૧૨-૯-૨૨ સાંજે ૫ થી ૭ સોમવારે. પ્રાર્થના સ્થળ: લુહાર સુથાર વળી, બોરીવલી પૂર્વ, કાર્ટર રોડ નંબર ૩.
ચિંચણ દરજી (ગામડિયા દરજી)
ચિંચણ હાલ કાંદિવલી સ્વ. સતીશ કાપડિયા (ઉં.વ. ૬૬) તા. ૫-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. રુક્ષ્મણીબેન અને સ્વ. મોહનલાલ કાપડિયાના પુત્ર. ગં.સ્વ. નીતાબેનના પતિ. જીમિતના પિતા. અશોકભાઈ, ભાનુબેન, નિર્મળાબેન, ધીરાબેન અને નલીનીબેનના ભાઈ. શ્રીમતી મીનાબેનના દિયર. પ્રાર્થનાસભા તા. ૧૧-૯-૨૨ રવિવારે સાંજે ૪ થી ૬. સ્થળ: લોહાણા મહાજન વાડી, બીજે માળે, શંકર મંદિર પાસે, એસવી રોડ, કાંદિવલી વેસ્ટ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.