હિન્દુ મરણ

કપોળ
ખાખબાઇવાળા હાલ (કાંદિવલી) સ્વ. સંતોકબેન રામજી જીવન ચીતળીયાના પુત્ર જીતેન્દ્રભાઇના ધર્મપત્ની અ. સૌ. કુસુમબેન (ઉં. વ. ૭૫) તે અમીત, રાજેશ, રેખા, માયા, કેતકી તથા સ્વ. નિલેશના માતુશ્રી. તે અ. સૌ. હીના તથા ગીતાના સાસુ. તે હર્ષ, અનવી, વિધી તથા દીગીશાના દાદી. તે સ્વ. ભારતીબેન રમણીકલાલ ચીતલીયા તથા અ. સૌ. તરલાબેન જયંતીલાલ પારેખના ભાભી. તે સ્વ. શીવકુંવરબેન કલ્યાણજી ગાંધીના દીકરી. તા.૭-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૦-૯-૨૨ શનિવાર સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન, શ્રાવક સંઘ, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ), લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કપોળ
ચાવંડવાળા હાલ ધમતરી (છત્તીસગઢ) સ્વ. મુળજીભાઇ રામજીભાઇ મહેતાના ધર્મપત્ની કમળાબેન (ઉં. વ. ૯૫) તા. ૪-૯-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે હર્ષદભાઇ-ભારતીબેન, ભરતભાઇ-ભાવનાબેન, વિપીનભાઇ-નીશાબેન, દિલીપભાઇ-ઇલાબેન, જયેશભાઇ-બીનાબેન, મંગળાબેન નરેન્દ્રકુમાર સંઘવી, મનહરબેન રમેશકુમાર દોશી, મીનાબેન કેતનકુમાર, કિરણબેનના માતુશ્રી. પિયર પક્ષે સાવરકુંડલાવાળા શેઠ અમૃતલાલ કાનજીભાઇ શેઠના સુપુત્રી. ચીમનભાઇ રામજીભાઇ, ભાનુબેન કાંતિલાલ, વસુબેન ધીરજલાલના ભાભી. નિતેશ-તોરલ, કલ્પેશ-સરોજ, ધ્રુતી મનીષ, વિશાલ-રિદ્ધિ, જયોતિકા પરીન, એકતા ભાવીન, રૂચી હાર્દિક, હીરલ અંકુર ગાંધી, અંકિતા આદિત્ય, નમ્રતા સુનીત ભુવા, શ્રદ્ધા, દિપાલીના દાદી. પ્રાર્થનાસભા તા.૧૧-૯-૨૨ના રવિવારે, બાલાશ્રમ હોલ, મથુરાદાસ એકસટેન્શન રોડ, અતુલ ટાવર પાસે, કાંદિવલી (વેસ્ટ), સાંજે ૫થી ૭ કલાકે રાખેલ છે.
દંઢાવ્ય ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ
ચરાડા હાલ મુંબઈ અ. સૌ. જયશ્રી યાજ્ઞિક (ઉં.વ. ૫૫), તા. ૧/૯/૨૨ ગુરૂવારના દેવલોક પામેલ છે. તે અશોક દશરથલાલ યાજ્ઞિકના ધર્મપત્ની. પૂજા-હર્ષ, વિધિ-ઋષિ, ધ્રુવ, આકાશ, કરિશ્મા-જીતેશનાં મમ્મી. સુભદ્રાબેનની પુત્રવધુ. માયાબેન-રાજુભાઈ, બીનાબેન-વિક્રમભાઈ, ચાંદની-કૃણાલ, આરતી-નીરવ, કરણભાઈના ભાભી. ગામ અંબોડ હાલ આણંદના અજયભાઈ ઉત્તમ લાલ, હર્ષિદાબેન, રમીલાબેન, રંજનબેન, મીનાબેનના બેન. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૦/૯/૨૨ ને શનિવારના સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી માધવબાગ હોલ, સી.પી. ટેન્ક, મુંબઈ રાખેલ છે. લૌકિક રિવાજ બંધ છે.
હાલાઈ લોહાણા
શ્રી ભરતભાઈ તન્ના (ઉં.વ. ૬૫) તે રીટાબેનના પતિ. સ્વ. લક્ષ્મીકાન્તભાઈ તથા ઈન્દીરાબેનના પુત્ર. અંકિત તથા હર્ષિતના પિતાશ્રી. અજીતભાઈ ભીવંડીવાળાના જમાઈ. સ્વ. હરિયંતભાઈ, ચેતનભાઈ, મેહુલભાઈ અને હેમાંગીબેન મીતેષભાઈ ઠક્કરના ભાઈ. તા. ૭-૯-૨૨, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૦-૯-૨૨ના સાંજે ૫.૦૦ થી ૬.૩૦, હાલાઈ લોહાણા મહાજન વાડી, બીજે માળે, એસ.વી. રોડ, કાંદિવલી-વેસ્ટ.
ગુર્જર ક્ષત્રિય કડિયા
પડાણા હાલ કાંદિવલી રામજી તજાવિયા (ઉં.વ. ૮૭) તે ૬/૯/૨૨ના રામચરણ પામેલ છે. તે સ્વ. મીઠીમાં નારણ પેથા જાવિયાના પુત્ર. સ્વ. રંભાબેન ગોવિંદ વેલજી રાઠોડના જમાઈ. ગોદાવરીબેનના પતિ. અરવિંદ, ભરત, જશવંતી, રમા, શારદા, કંચન, રંજન, વસંતી (વર્ષા)ના પિતા. સવિતા, દક્ષા, સ્વ. રસિક, અરૂણ, શાંતિલાલ, પ્રવીણ, રસિક, યોગેશના સસરા. પ્રાર્થનાસભા ૧૦/૯/૨૨ના ૪.૩૦ થી ૬.૦૦ કલાકે વિશ્ર્વકર્મા હોલ, ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ, ગણેશ હોટેલની સામેની ગલી, ચારકોપ ગાવ, કાંદિવલી વેસ્ટ.
હાલાઇ લોહાણા
મૂળગામ ધોરાજી હાલ થાણાના ગં. સ્વ. રમાબેન ગણાત્રા (ઉં. વ. ૮૩) તે સ્વ. રમણીકલાલ પુરુષોતમ ગણાત્રાના પત્ની. તે જયોતી રાહુલ શાહ, દિપ્તી જયેશ તન્ના, રાકેશ તથા કૌશિકના માતુશ્રી. તે મગનલાલ, સ્વ. રતિલાલ, સ્વ. નિર્મળાબેન, સ્વ. મંગળાબેન, સ્વ. ભાનુબેન તે ગં. સ્વ. હંસાબેનના ભાભી. તે સ્વ. કસ્તુરબાઇ દામોદર કારિયાના પુત્રી. તે અનુપમા, પ્રણવ, કૃપા, વૈભવ, બોની, નિકુંજ અને જીતનાં નાની. બુધવાર તા. ૭-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, તેમ જ લૌકિક વ્યવહાર બંધ છે.
મૂળગામ ગઢડા હાલ થાણા દિનેશ જમનાદાસ પાબારી (ઠક્કર) (ઉં. વ. ૬૫) તે ગં. સ્વ. હીરાબેન જમનાદાસ પાબારીના પુત્ર. તે પુજાબેનના પતિ. તે ગં. સ્વ. જયશ્રી જગન્નાથ વિરકરના જમાઇ. તે દિશા, સિદ્ધેશ, કવિતકે અને કુમારી રિદ્ધિના પિતા. તે જીતેન્દ્ર, હરેશ, વિનય, ગીતાબેન મહેન્દ્ર બચ્છા અને મીના અશ્ર્વિન મજીઠિયાના ભાઇ. તે દક્ષાબેન, સ્વ. કુંદનબેન અને વર્ષાબેનના દિયર મંગળવાર, તા. ૬-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
મેવાસા હાલ કાંદિવલી ગંગાદાસ રણછોડદાસ રૂઘાણી (ઉં. વ. ૮૫) તે ઇંદિરાબેનના પતિ. સ્વ. મોહનલાલ, સ્વ. કરસનદાસ, સ્વ. નારણદાસ, સ્વ. અમૃતબેન, સ્વ. સુશીલાબેનના ભાઇ. ગં. સ્વ. સોનલ હરિશકુમાર લાલ, સ્નેહા ભાવેશકુમાર જોશીનાં પિતા. ઓખા નિવાસી સ્વ. જમનાદાસ વીરજી મશરૂના જમાઇ. માનશી કૌશલ ઠક્કર, પ્રાચી ભાવિન હિંડોચાના નાના તા. ૭-૯-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૦-૯-૨૨ના સાંજે ૪.૩૦થી ૬. ઠે. હાલાઇ લોહાણ બાળાશ્રમ, મથુરાદાસ એકસટેન્શન રોડ, અતુલ ટાવરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
વલ્લભદાસ રામજી ઘેલાણી (ઉં. વ. ૮૭) તે કાશીબેન અને રામજી કાલિદાસ ઘેલાણીના પુત્ર. તરુબેનના પતિ. મીરા, વૈશાલી, મયુરી, અનિલના પિતા. રવિ ગાંધી અને પૂનમ ઘેલાણીના સસરા. સવિતાબેન અને ચુનીલાલ જેઠાલાલ માંડવિયાના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧૦-૯-૨૨ શનિવારે સાંજે ૫થી ૭. ઠે. પ્રેમપુરી આશ્રમ, બાબુલનાથ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭.
હાલાઇ ભાટીયા
ગં. સ્વ. પ્રવિણાબેન (મધુબેન) આશર (ઉં. વ. ૮૭) તે સ્વ. પ્રતાપસિંહ જેઠાભાઇ આશરના પત્ની. તે સ્વ. તારાબેન (લીલાબેન) કરસનદાસ સંપટના પુત્રી. તે સ્વ. પુરુષોત્તમભાઇ, સ્વ. મથુરાદાસભાઇ, સ્વ. ખટાઉ, સ્વ. કુસુમ. અ. સૌ. મંજુલા અને સ્વ. અરુણાના બહેન. તે કલ્પના અશોક, કીર્તિ પ્રફુલ, હર્ષા પંકજ, રાજેશ પ્રતાપસિંહ, હિતેશ ચંદ્રકાન્ત, કામિની ભાવેશ, માલા પરેશ, રાકેશ પ્રતાપસિંહ, હેમલ ચંદ્રકાન્તના માતુશ્રી. શર્મિલા, મીતા, દેવિકા, (મીનુ)ના સાસુ. તા. ૭-૯-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા સદંતર બંધ છે.

Google search engine