હિન્દુ મરણ

હાલાઈ લોહાણા
કરાચીવાળા ગામ તરસાઈ હાલ માટુંગા (વે. રે.) સ્વ. અમૃતબેન લવજી લીલાધર ઠકરારના પુત્ર જગજીવનભાઈ (ઉં. વ. ૯૦) ૬-૯-૨૨, મંગળવારના અક્ષરનિવાસી થયેલ છે. તે સ્વ. નર્મદાબેનના પતિ. તે વિજયભાઈ, રીટાબેન, વિપુલભાઈના પિતાશ્રી. તે નૂતન, રાજેશભાઈ સાતા, હેમલતાબેનના સસરા. તે ધીરજભાઈ, લતાબેન મોહનલાલ કોટક, સ્વ. રમણીકભાઈ, સ્વ. મનહરભાઈના ભાઈ. તે સ્વ. બેચરદાસ માણેકના જમાઈ. પ્રાર્થનાસભા સ્થળ: કસ્તુરબા મહિલા મંડળ, સેનાપતિ બાપટ માર્ગ, સ્ટેશનની સામે, માટુંગા (વે. રે.), ૮-૯-૨૨, ગુરુવારના સમય સાંજના ૫થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર-સુથાર
ગામ વાવડીવાળા હાલ મઝગાંવ સ્વ. ઠાકરશીભાઈ દયાળજીભાઈ પરમારના ભાઈ. સ્વ. અમૃતલાલ દયાળજીભાઈ પરમારના જયેષ્ઠ પુત્ર કિશોરભાઈ પરમાર (ઉં. વ. ૬૪) ૪-૯-૨૨, રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તે ચંદ્રિકાબેન કિશોરભાઈના પતિ તથા સ્વ. જયંતીભાઈ દયાળજીભાઈ મકવાણાના જમાઈ તથા ભરતભાઈ, જયેશભાઈ, વિજયભાઈના મોટા ભાઈ તથા કૃણાલ, પ્રશાંત, દિપ્તી ભાવિનકુમાર સિદ્ધપુરા (ભાવનગર)ના પિતાશ્રી. પ્રાર્થનાસભા ૮-૯-૨૨, ગુરુવારે સાંજે ૪થી ૬ દરમિયાન રામ મંદિર, કુંભારવાડા ૩જી ગલી, મુંબઈ-૪.
લોહાણા
સ્વ. સુશીલા જમનાદાસ ઠક્કરનો પુત્ર યોગેશ (અજીત) ૪-૯-૨૨ના અવસાન પામ્યા છે. તે રાજેન્દ્ર, જીતેન્દ્ર, ઉત્પલ, ભારતી, ભાનુબેનના ભાઈ. સાદડી સાંજનાં ૪-૩૦થી. સુમંગલ-૧૨, ૩જે માળે, ૭૬/૮, રફી એ. કીડવાઈ રોડ, કિંગસર્કલ, મુંબઈ-૧૯. તા. ૧૦-૯-૨૨.
દમણિયા દરજી
મુંબઈ નિવાસી સ્વ. નર્મદાબેન નરોત્તમદાસ દમણિયાના પુત્ર અશોકભાઈ (ઉં. વ. ૭૩) બુધવાર, ૩૧-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે જ્યોત્સનાબેનના પતિ. નિયતી- ક્ધિનરીના પિતાશ્રી. મિતેશ- શૈલેષના સસરા. મિથિલ, પ્રથમ, આરનાના નાના. સ્વ. અનસુયાબેન, ચંદ્રકાંતભાઈ, કિશોરભાઈ, નિલાક્ષીબેન, સ્વ. જયશ્રીબેનના ભાઈ. પ્રાર્થનાસભા ૧૧-૯-૨૨, રવિવારના ૪થી ૫-૩૦. સ્થળ: વાંઝા જ્ઞાતિવાડી, મથુરાદાસ એક્ષ્ટેન્શન રોડ, ભગવતી હોટેલની સામે, કાંદિવલી (પશ્ર્ચિમ).
ઔદિચ્ય સહસ્ત્ર બસિયા બ્રાહ્મણ
કરણપુર હાલ બોરીવલી બળદેવપ્રસાદ નર્મદાશંકર પંડયા (ઉં.વ. ૮૬) તા. ૩-૯-૨૨ના દેવલોક પામેલ છે. તે સ્વ. શ્રીમતી શારદાબેનના પતિ. કેતનભાઈ, રાકેશભાઈ, સ્વ. જર્યેશભાઈના પિતાશ્રી. સુનીતાબેન, મંદાકિનીબેનના સસરા. ગં. સ્વ. મંજુલાબેન ઘનશ્યામભાઈના જેઠ. સાસરી પક્ષે મેઢાસણ નિવાસી કિરીટભાઈ અમૃતલાલ પંડયાના ફુવા. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૮-૯-૨૨, ગુરુવારના સાંજે ૪ થી ૬. સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ. ટી. રોડ, ડાયમંડ સિનેમાની સામે, બોરીવલી વેસ્ટ. ઉત્તર ક્રિયા કરણપુર મુકામે રાખેલ છે.
ગુર્જર સુથાર
વલસાડ હાલ મલાડ ગં. સ્વ. રંજનબેન રતિલાલ મિસ્ત્રી (ઉં.વ. ૭૮) તે ભૂપેશ/મનિષના માતુશ્રી. પુનમ/જીગ્નાના સાસુજી. રિદ્ધિ/અદિતિ, સ્મૃતિના દાદી તા. ૪-૯-૨૨ના અક્ષરનિવાસી થયા છે. બેસણું તા. ૮-૯-૨૨, ગુરુવારે તેમના ઘરે સાંજે ૪ થી ૬. ચાલ નં. એ/૧૧, રૂમ નં. ૧૨, ભાદરણ નગર, મલાડ પશ્ર્ચિમ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
હરીપર હાલ કાંદિવલી હિતેનભાઈ કોટેચા (ઉં.વ. ૬૪) તે સ્વ. ગુણવંતીબેન ગોવિંદજી કોટેચાના પુત્ર. ફાલ્ગુનીબેનના પતિ. કશ્યપ, પુજા ગૌરાંગ ચંદારાણા, રિદ્ધી આદિત્ય ગુપ્તાના પિતા. ખુશાલીના સસરા. સુરેશભાઈ, આશાબેન, નયનાબેન જીતેન્દ્રકુમાર તન્નાના ભાઈ. સ્વ. કાશીબેન પ્રભુદાસ ઠકરારના જમાઈ મંગળવાર, તા. ૬-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૮-૯-૨૨ના સાંજે ૫ થી ૭ શ્રી હાલાઈ લોહાણા બાળાશ્રમ ટ્રસ્ટ, મંગુભાઈ દત્તાણી માર્ગ, અતુલ ટાવરની બાજુમાં, કાંદિવલી વેસ્ટ. લૌકીક વ્યવહાર બંધ છે.
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
કોલકાતા હાલ જોગેશ્ર્વરી વિભાકર શંકરલાલ ભટ્ટ (ઉં.વ. ૬૯) તે જીજ્ઞાબેનના પતિ. પુનિતના પિતા. મનોજ, ભરતભાઈ, ચંદ્રવદનભાઈ, ધીરેન, નિમેષ, સ્વ. ઉર્મિલાબેન, જયોતીબેન, જયશ્રીબેન, લત્તાબેન, મીરાબેન, વિરાજના ભાઈ તા. ૬-૯-૨૨, મંગળવારે દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૮-૯-૨૨ના સાંજે ૫.૩૦ થી ૭.૩૦ ઘોઘારી લોહાણા મહાજન વાડી, બસ ડેપો સામે, પાલીરામ રોડ, અંધેરી (પશ્ર્ચિમ). લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશાશ્રીમાળી વણિક
મહુવા નિવાસી હાલ મલાડ તે રાજેન્દ્રભાઈ ભૂપતરાય શેઠના ધર્મપત્ની અ.સૌ. જયશ્રીબેન (જ્યોતિબેન) (ઉં.વ. ૬૮) તા. ૫-૯-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે જિગ્નેશ, હિરલના માતુશ્રી. પૂજા, ચિરાગકુમારના સાસુ. યશસ્વીના નાની. સ્વ. દૌલતભાઈ, સ્વ. પ્રવીણભાઈ, જ્યોતિબેન, કલ્પનાબેનના તેમજ નીતાબેનના ભાભી. પિયરપક્ષે મહુવા નિવાસી સ્વ. મંગળદાસ મનમોહનદાસ પારેખના દીકરી. (લૌકિક વ્યવહાર બંધ છે) ઠે. એ-૨૦૨, લોકતીર્થ, લક્ષ્મી-નારાયણ મંદિરની પાછળ, માર્વે રોડ, મલાડ (વે.).
લુહાર સુતાર
ગામ પડવાવાળા હાલ અમદાવાદ સ્વ. વશરામભાઈ ગીલાભાઈ રાઠોડ તથા સ્વ. ચંપાબેન રાઠોડના પુત્ર રાજેશભાઈ રાજુભાઈ, (ઉં.વ. ૫૪) તા. ૬-૯-૨૦૨૨ના અમદાવાદ મુકામે સ્વર્ગલોક પામ્યા છે. તે કુણાલ વિરલના પિતા. હંસાબેન મુકુંદભાઈ ચુડાસમાના ભાઈ. સ્વ. મગનભાઈ, સ્વ. શાંતિભાઈ, સ્વ. રમણિકભાઈ, ગુણવંતભાઈ રાઠોડ, ગં. સ્વ. લક્ષ્મીબેન રતિલાલ કવા, સ્વ. જશુબેન વનમાળીદાસ પરમારના ભત્રિજા તેમની ટેલિફોનિક સાદડી તા. ૯-૯-૨૨ના શુક્રવારના સાંજે ૪ થી ૬.
પરજીયા સોની
હાલ મુંબઈ મીરારોડ અ.સૌ. સુમિત્રાબેન ભગવાનદાસ ધકાણ (બગસરા) (ઉં. વ. ૬૮) તા. ૬-૯-૨૨ ને મંગળવારે નિવાસસ્થાને શ્રીજીચરણ પામેલ છે. તેમની સાદડી તા. ૮-૯-૨૨ ને ગુરુવારે રાખેલ છે. સરનામું : પરજીયા સોની વાડી, શિંપોલી ક્રોસ લેન, એચ.ડી.એફ.સી. બૅંક પાસે, બોરીવલી (વે.). સમય : સવારે ૧૦થી બપોરે ૧૨.
હાલાઈ સારસ્વત બ્રાહ્મણ
મુંબઈ કાંદિવલી નિવાસી કૌશિક હર્ષદરાય મનસુખલાલ પાંધી (ઉં.વ. ૫૨) તા. ૪-૯-૨૨ના કૈલાશવાસી થયેલ છે. તે કવિતાના પતિ. નીલના પિતા. સ્વ. જ્યોતિબેન હર્ષદરાય પાંધીના સુપુત્ર. સ્વ. રમેશભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. તરુલતાબેન તથા દિલીપભાઈના ભત્રીજા. દમયંતીબેન કિશોરભાઈ ગણાત્રાના જમાઈ. પ્રાર્થનાસભા ૮-૯-૨૨ના ગુરુવાર સાંજે ૫થી ૭ કલાકે પંચશીલ હાઈટ્સ બેન્કવેટ હોલ, પંચોલીયા સ્કૂલની સામે, મહાવીર નગર, કાંદિવલી (વે.).
છારિયા ઉનેવાળ બ્રાહ્મણ
સ્વ. પુષ્પાબેન જોશી જે પ્રહલાદરાય ભુદરજી જોશીના પત્ની. જટાશંકર લવ્યાશંકર પંડયાના મોટા દિકરી (ઉં.વ. ૮૪) મુંબઈ. બોરીવલી નિવાસે તા. ૫-૯-૨૨ના રોજ સ્વર્ગવાસી થયેલ છે. તેઓ દક્ષાબેન રસીકલાલ પંડયા, નયનાબેન ભાલચંદ્ર જોશી, સાધનાબેન દિલીપ ભટ્ટ અને તૃપ્તિબેન નિમેશ ઠાકરના માતા તથા ઈન્દ્રવદન જટાશંકર પંડયા, વિનોદરાય જટાશંકર પંડયા, રંજનબેન શશીકાંત ભટ્ટના મોટા બેન. તેમની સાદડી તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
મોઢ વણિક
મુકેશ નવનિતલાલ મહેતાના ધર્મપત્ની જ્યોતિ મહેતા (ઉં.વ. ૬૧) તે સ્વ. પ્રભુદાસભાઈ (બચુભાઈ) મહેતાના પુત્રી. મિતાલીના માતુશ્રી. કુશલકુમાર હરિશભાઈ દોશીના સાસુ. હર્ષવદન, યોગેશ, જિતેન્દ્ર, રશ્મી, સ્વ. હીનાના ભાભી તા. ૬/૯/૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૮/૯/૨૨ના ગુરુવારે સાંજે પાંચથી સાત સિટિ હોલ/ચેટવાની હોલ, રાજેશ્રી સાહુ માર્ગ, તેલી ગલી, અંધેરી ઈસ્ટ.
કપોળ
નેસડાવાળા (હાલ બોરીવલી) સ્વ. મંગળાગૌરી- સ્વ. જસવંતરાય જાદવજી કટકીયાના પુત્ર હરેશ (ઉં.વ. ૬૮) તા. ૨-૯-૨૨ શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. તે અરુણ- સરલા, સુધીર- ગીતા હિતેન- સંગીતાના ભાઈ. જલ્પા પંકજ, નીરવ-ઉર્વી, ભૂમિકા અંકુર, ડિમ્પલ મયૂર, હર્ષ, અક્ષરા જિષ્ણુના કાકા. સ્વ. ઝવેરચંદ, સ્વ. વિઠલભાઈ- સ્વ. જયાલક્ષ્મી, સ્વ. કાંતિલાલ- સ્વ. ભાનુમતી, ચંપકલાલ- સ્વ. ઈન્દુમતી, સ્વ. પ્રભાબેન બાલકૃષ્ણ, ઈંદુબેન મથુરાદાસના ભત્રીજા. મોસાળ પક્ષે સાવરકુંડલા વાળા મુળજીભાઈ દેવજીભાઈ પારેખના ભાણેજ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
કારીતરાઈ હાલે ઘાટકોપર કૌશિકભાઈ ઠક્કર (ચોથાણી)ના ધર્મપત્ની અ.સૌ. ઉષાબેન (ઉં.વ. ૫૪) તે ગં.સ્વ. દમયંતીબેન ધરમશીભાઈ ઠક્કરના પુત્રવધૂ. હરીશભાઈ, રાજાભાઈ (સંજયભાઈ), ગં.સ્વ. સંધ્યાબેન વિરેન્દ્રકુમારના નાનાભાઈના પત્ની. ઉર્જા ભાવિકકુમાર ઝવેરી અને ચિંતનના માતુશ્રી. સ્વ. સુશીલાબેન વશનજીભાઈ ઠક્કર (જોબનપુત્રા)ની દીકરી, મંગળવાર, ૬/૯/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૮/૯/૨૨ના સાંજે ૫ થી ૭ કલાકે લાયન્સ કમ્યુનિટી હોલ, સતીકૃપા શોપિંગ સેન્ટરની બાજુમાં, ગારોડીયા નગર, ઘાટકોપર (પૂર્વ). લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
દાઠા નિવાસી હાલ ગોરેગામ સ્વ. રમીલાબેન (રસીલાબેન) હિંમતલાલ દામોદરદાસ બગરીયાના પુત્ર હરેશ (ઞટીયો) (ઉં.વ. ૫૩) તા. ૪-૯-૨૨ ને રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે રાખીબેનના પતિશ્રી. રિયા અને સૌમ્યના પિતાશ્રી. સ્વ. પૂનમ (દીપુબેન), સ્વ. પૃફુલ, કૌશિકના ભાઇ. સ્વ. રસીલાબેન છાટબાર, સ્વ. કાન્તાબેન પડીયા, સ્વ. વસંતભાઈ શંકરભાઈ રાઠોડના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૮/૯/૨૨ ગુરૂવારે સાંજે ૪ થી ૬. સ્થળ: પંચ મહાદેવ મંદિર ટ્રસ્ટ, એસ. વી. રોડ, મલાડ વેસ્ટ.
ઇડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
મુંડેટી હાલ ગોરેગામ સ્વ. કનૈયાલાલ ધનેશ્ર્વર આચાર્ય (ઉં.વ. ૮૭) તે ૪/૯/૨૨ના દેવલોક પામેલ છે. જશુમતીબેનના પતિ. જતીન, ઋષિ, મીતાબેનના પિતા. કિરણકુમાર, નીપાબેનના સસરા. સ્વ. હરગોવિંદ, જયંતીલાલ, સ્વ. રૂક્ષ્મણીબેન, કાંતાબેન, સવિતાબેનના ભાઈ. સ્વ. નટવરલાલ દેવશંકર શાસ્ત્રીના જમાઈ. પ્રાર્થનાસભા ૮/૯/૨૨ના ૪ થી ૬ કલાકે સ્વામિનારાયણ મંદિર, પ્લોટ નં. ૬૬, પ્રકાશ હોટેલની સામે, જવાહર નગર, ગોરેગામ વેસ્ટ.

Google search engine