હિન્દુ મરણ
લોહાણા
રાજકોટવાળા (હાલ જુહુ-પાર્લા) સ્વ. વજુભાઈ લખમશી કોટકનાં પત્ની મધુરીબહેન (ઉં. વ. ૯૨) ગુરુવાર, ૫-૧-૨૩ના રોજ સ્વર્ગવાસ પામ્યાં છે. તે મૌલિક, બિપિન તથા રોનકનાં માતા. રાજુલ, રેખા અને ભરત કાપડિયાનાં સાસુ. દિવાળીબહેન અને જીવરાજભાઈ રૂપારેલનાં દીકરી. યશ, ચિરાગ અને મનનનાં દાદી. પ્રાર્થનાસભા સોમવાર, ૯ જાન્યુઆરી, ૨૩ની સાંજે ૫.૦૦ થી ૭.૦૦ જલારામ હૉલ, જેવીપીડી સ્કીમ રોડ નં. ૬, પુષ્પા નરસી પાર્કની સામે, જૂહુ-પાર્લા (પશ્ર્ચિમ) ખાતે રાખી છે.
દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ
બિલા નિવાસી હાલ કાળાચૌકી મુંબઈ સ્વ. બચુભાઈ ડાયાભાઈ સરવૈયાના સુપુત્ર સુરેશભાઈ (ઉં. વ. ૬૩) એમનું અવસાન શનિવાર, તા. ૭.૧.૨૩ના થયેલ છે. તે હંસાબેનના પતિ. કેશવભાઈ, ભરતભાઈ, જયવંતીબેન શિવલાલભાઈ ગોહિલ, ગીતાબેન નટવરભાઈ જેઠવાના ભાઈ. દિલીપભાઈ, સાગરભાઈ, રૂપાબેન વિપુલકુમાર ગોહિલના પિતાશ્રી. મનન, મિતાંશ, ખનકના દાદા. તે જેસર નિવાસી સ્વ. અમૃતભાઈ બચુભાઈ વાઢેળના જમાઈ. તેમની પ્રાર્થનાસભા નીચે લખેલ સ્થાને રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે. સોમવાર, તા. ૯.૧.૨૩ સમય : ૪ થી ૬. સ્થળ : દેસાઈ દરજી જ્ઞાતિની વાડી, અશોક ચક્રવર્તી રોડ, સ્વયંભુ ગણેશ મંદિરની બાજુમાં,
કાંદિવલી-પૂ.
હાલાઈ લોહાણા
મૂળગામ ખાખરડા હાલ થાણા ગં. સ્વ. મેનાબેન ભગવાનદાસ તન્ના (ઠક્કર) ઉં. વ. ૯૧ તે સ્વ. ભગવાનદાસ મેઘજી તન્નાનાં પત્ની. તે સ્વ. માણેકબેન મેઘજી તન્નાનાં પુત્રવધૂ. તે દિપક, સ્વ. પંકજ, રોહીણી રમેશ કતીરા, કોકિલા અરવિંદ અમલાણી, આશા સુરેશ જોબનપુત્રા, ઉષા નરેન્દ્ર વજાણી, દર્શના ભૂપત પોપટ, જયશ્રી રમેશ લાખાણીનાં માતુશ્રી. તે સ્વ. હરીદાસ, સ્વ. શાંતિલાલ, સ્વ. તારાબેન ડાહ્યાલાલ લાખાણીના ભાભી. તે સ્વ. હરીદાસ મથુરદાસ સોનૈયાની પુત્રી. શુક્રવાર, તા. ૬.૧.૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૯.૧.૨૩ના સાંજે ૪.૩૦ થી ૬.૦૦ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ હોલ, લેવિનો કપૂર કમ્પાઉન્ડ, જીન્જર હોટલ (રોયલઈન) યુનાઈટેડ-૨૧ની બાજુમાં એલ.બી.એસ. રોડ, થાણા વેસ્ટ ખાતે રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે.
વિશા લાડ વણિક
ગામ નાલાસોપારા હાલ કાંદિવલી નિવાસી શ્રીમતી મીનાબેન મનોહરલાલ દલાલ (ઉં. વ. ૮૯) તે સ્વ. મનોહરલાલ બાબુભાઈ દલાલના પત્ની. તે સ્વ. નાનુભાઈ ડાહ્યાભાઈ શાહની પુત્રી. તે ચિ. દિવ્યેશ (દક્ષુ), મિલન, શ્રાવણીના માતુશ્રી. તે હિના, રીના, પ્રાર્થના સાસુજી. તે યોશા-પાર્થ, અદિતી-સીતારામ, કોમલ-અક્ષય, દિપ્તી, લોમા, ડિમ્પલ, ધ્રુવીના મોટી મમ્મી તા. ૭.૧.૨૦૨૩ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૯.૧.૨૦૨૩ના સોમવાર સાંજે ૫ થી ૭ કલાક દરમ્યાન હરિયાણા ભવન હોલ, સેક્ટર-૬, ચારકોપ, કાંદિવલી (વેસ્ટ)માં રાખેલ છે.
ઘોઘારી દશા દિશાવડ દિશાવાડ વણિક
હસોદ નિવાસી સ્વ. અમૂલખભાઈ ગીરધરલાલ મહેતાના નાનાભાઈ પત્ની, હાલ ભાયંદર સ્વ. કાંતિલાલ ગીરધરલાલ મહેતાના ધર્મપત્ની ગં સ્વ ભાનુમતી (ઉમર:૮૨) તે ૬/૧/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે અજયભાઇ મહેશ તથા સોનલના માતા, સુનૈના તથા બબલુભાઈના સાસુ. તેમની લૌકિક પ્રથા બંધ છે.
પરજીયા સોની
મનોજભાઈ ધીરજલાલ ગોવિંદજી ધકાણ (આંસોદર) (ઉં.વ.૫૩) તા. ૬-૧-૨૩ ને શુક્રવારે શ્રીજી ચરણ પામ્યા છે, તેઓ સ્વ. ધીરજલાલ ગોવિંદભાઈ ઘકાણના દીકરા, સ્વ. સુઘીર ભાઈ, ભારતી બેન ભરતભાઈ વાયા, આશાબહેન નરેશભાઈ સાગરના ભાઈ પૂનમ બેનના પતિ. રાજવીરના પપ્પા. શ્યામ અને દિવ્યાના કાકા. ભાસ્કરભાઈ અમૃતલાલ વાયા (જામખંભાળીયા)વાળાના જમાઈ તેમની પ્રાર્થનાસભા તા. ૯-૧-૨૦૨૩ ને સોમવારના રોજ સાંજે ૪.૩૦ થી ૬.૦૦ વાગ્યે સોની વાડી શિંપોલી રોડ બોરીવલી ખાતે રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ કરાંચી હાલ મુંબઇ કાંદિવલી નિવાસી ગં. સ્વ. લલિતાબેન હસમુખરાય માણેકના સુપુત્ર અમિતભાઇ માણેક (ઉં. વ. ૫૬) તા. ૮-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. ભારતીબેનના પતિ. તથા વિનીત અને સાહિલના પિતા. ચાંદનીના સસરા. હિનાબેન હર્ષદભાઇ ખિમાણી અને મીનાબેન કૌશિકભાઇ ઠક્કરના ભાઇ. તે શશીકાંત, ભગભાન ભાઇ કોટકના ભાણેજ. પ્રાર્થનાસભા સ્થળ હાલાઇ લોહાણા મહાજન વાડી, કાંદિવલી (વેસ્ટ), તા. ૯-૧-૨૩ના સાંજે ૪થી ૬.