હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

મુલુંડ-મુંબઇ ગં. સ્વ. લક્ષ્મીબેન, (ઉં.વ. ૮૮) તે પુરુષોત્તમભાઇ ઠક્કર (લખધીર)ના પત્ની. સ્વ. ભચીબાઇ કરસનદાસ ડોસાના પુત્રવધૂ. સ્વ. ઝવેરબેન દયાળજીના સુપુત્રી. સ્વ. પાર્વતીબેન નરેન્દ્રભાઇ ઇન્દ્રાના બહેન. નીરુ, કિરણ, જયેશના માતા. સ્વ. સુબોધચંદ્ર કાનજી, ઉષાબેન પ્રવીણચંદ્ર, ભામિનીબેન ધીરજલાલના સાસુ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્ય. બંધ છે.
દશા સોરઠિયા વણિક
કોટડા હાલ બોરીવલી ગં. સ્વ. લીલાવતી અમૃતલાલ ધાબલીયા (ઉં. વ. ૮૫) તે દિપક, અલ્પા મનીષકુમાર વખારિયાના માતુશ્રી. ભારતીના સાસુ. ધ્રુવ, ડિમ્પલ, સૌમિલ તથા અર્પિલના બા, સરધારવાળા સ્વ. સાંકળીબેન અમૃતલાલ પારેખના દીકરી. જમનાદાસ, ઉમેદરાય, મંછાબેન મગનલાલ શેઠ, ચંદનબાળા સાંકળચંદ ઘીયાના બહેન. ૨૫/૬/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કપોળ
રાજુલાવાળા હાલ કાંદિવલી સ્વ. હર્ષદરાય પ્રાણજીવનદાસ ભુતાના ધર્મપત્ની ગં. સ્વ. હીરાબેન ભુતા (ઉં. વ. ૭૫) તે બીના, નીપા તથા નીલેશના માતુશ્રી. રાજીવ જીતેન્દ્રભાઈ સંઘવી, દિવ્યેશ મનુભાઈ દોશી તથા હેમાલીના સાસુ. સ્વ. લીલાવતીબેન ધીરજલાલ વોરાના દીકરી ૨૮/૬/૨૨ના રોજ શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૩૦/૬/૨૨ના રોજ ૫ થી ૭ કલાકે સનરાઈઝ હોલ, આનંદીબાઈ કાલે કોલેજની સામે, સાઈબાબા નગર, બોરીવલી વેસ્ટ.
પરજીયા સોની
વિછિંયા હાલ બોરીવલી સ્વ. વિમળાબેન રતિલાલ ભગવાનજી થડેશ્ર્વરના પુત્ર હસમુખભાઈ (ઉં. વ. ૬૬) તે ૨૮/૬/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. વીણાબેનના પતિ. ભુપતભાઇ તથા રેખાબેન નરેન્દ્રભાઈ સતીકુંવરના મોટાભાઈ, તેજસ, તેજલ રાજેશકુમાર ચલ્લાના પિતા. નિશાના સસરા. રાજુલાવાળા સ્વ. પ્રભુદાસ તુલસીદાસ જગડાના જમાઈ. પ્રાર્થનાસભા ૩૦/૬/૨૨ના સાંજે ૫ થી ૬ કલાકે સોનીવાડી, સિમ્પોલી રોડ, બોરીવલી વેસ્ટ.
દેસાઈ સઈ સુથાર
ગામ બપાડા નિવાસી હાલ દહિસર સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ. નારણભાઇ છગનભાઇ વાઘેલાના પુત્ર રમેશભાઈ (ઉં. વ. ૬૯) તે ૨૪/૬/૨૨ના રામચરણ પામેલ છે. તે નયનાબેનના પતિ. હિના તથા પરેશના પિતા. સ્વ. નરેન્દ્રભાઈ, ઉમેશભાઈના ભાઈ, મોટા કાંડાગરા ગં. સ્વ. જયાબેન બાબુભાઇ મેઘજી મોતાના જમાઈ. બંને પક્ષની સાદડી ૩૦/૬/૨૨ના રોજ ૪ થી ૬ દેસાઈ સઈ સુથાર જ્ઞાતિ, અશોક ચક્રવાતી રોડ, સ્વયંભૂ ગણપતિ મંદિર સામે કાંદિવલી ઈસ્ટ.
શ્રી સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
ધોરાજી હાલ મુકામ અમદાવાદ વલ્લભદાસ મોહનલાલ પડિયા (ઉં. વ.૭૫) તા.૨૭-૬-૨૨ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. ચંદ્રિકાબેન પડિયાના પતિ. સ્વ. અનંતરાય મોહનલાલ, સ્વ.કિશોરભાઈ મોહનલાલ, સ્વ. અરવિંદભાઈ મોહનલાલ, સ્વ. વનિતાબેન જાદવજી, સ્વ. નીમુબેન રવજીભાઈ, સ્વ. કાંતાબેન મોહનલાલ, ગં. સ્વ. અનુસયાબેન હર્ષદરાયના ભાઈ. પૂનમ જતીન બગરીયા, પ્રકાશ, ભાવિકના પપ્પા. શિલ્પા પ્રકાશ, ટીના ભાવિકના સસરા. ભગવાનદાસ કેશવજી દુબલના જમાઈ. લૌકિક પ્રથા બંધ છે.
સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
સાવરકુંડલા નિવાસી મીનાબેન દેસાઈ (ઉં.વ.૬૨) ૨૬/૬/૨૨ના કૈલાસવાસી થયા છે. તે મહેશભાઈ દેસાઈના ધર્મપત્ની. મયુર, ભગિરથ અને શિલ્પાબહેનના માતુશ્રી. ઇંદુબેન, રશ્મીબેન, કિરીટભાઇ અને સ્વ. જનકભાઇના બહેન. કૌશિક અને બકુલેશ ઉમાશંકર ત્રિવેદીના કાકાના દીકરી બહેન થાય. લૌકિક રિવાજ
બંધ છે
કચ્છી લોહાણા
સ્વ. મંગલદાસ હેમરાજ પોપટ અને સ્વ. ગોરાવરીબેન પોપટના સુપુત્ર સુંદરજી (ભાલાજી) બુધવાર તા. ૨૯-૬-૨૨ના રોજ હાલ મુકામ પુના, શ્રીજીચરણ પામ્યા છે. તે મીનાબેનના પતિ. વિશાખા સંજીવ હુકમાનીના પિતા. તે સ્વ. દમયંતીબેન, લાલજીભાઈ, હંસાબેન, સ્વ. મંજુબેન, નરેન્દ્રભાઈના ભાઈ. તે સ્વ. જસોદાબેન રણછોડદાસ જોબનપુત્રાના નાના જમાઈ. તે મધુસુદન, ભગવાનભાઈ, વસંતભાઈ. લૌકિક વ્યવહાર રાખેલ નથી. પ્રાર્થનાસભા રાખેલ નથી.
હિન્દુ મેઘવાળ
મુંબઈ નિવાસી જેઠાભાઈ હામજી સુમરા (ઉં. વ. ૮૭) તા. ૨૦-૬-૨૨ના શ્રીરામચરણ પામ્યા છે. તેે સ્વ. અમરબેન અને સ્વ. હામજી પીઠાભાઈ સુમરાના દીકરા. ગલાલબેનના પતિ. સ્વ. નાનુબેન, કંકુબેનના ભાઈ. ડાયબેન અને હીરાબેનના કાકા. સ્વ. રમેશભાઈ, બીપીનભાઈ, લક્ષ્મણભાઈ, ઉષાબેનનાં પિતા, રાઠોડ પરિવારનાં જમાઈ તેમના બારમા કારજની વિધિ ૧-૭-૨૨ શુક્રવારે સાંજે ૫ કલાકે તેમનાં નિવાસ સ્થાન ઉમરખાડી, લાલમાળા, સેન્ડહર્સ્ટ રોડ ખાતે રાખવામાં આવી છે.
ચરોતર રુખિ સમાજ
ગામ આસોદરના (હાલ મુંબઇ વિક્રોલી) લક્ષ્મણભાઇ પોપટભાઇ સોલંકીના પત્ની સુનિતાબેન (ઉં. વ. ૫૨) તા. ૨૬-૬-૨૨ના અવસાન પામેલ છે. તે નીતીનભાઇ, પીન્કીબેન અને ઉર્મિલાબેનના માતુશ્રી. તે વિનોદભાઇ, પ્રદીપભાઇ, નંદાબેન અને વંદનબેનના બહેન. તે રેખાબેન, જીતેન્દ્ર અને પ્રદીપભાઇના સાસુ. રાજેશભાઇ, યોગેશભાઇ અને રમિલાબેનનાં કાકી. સુતક સુંવાળા તા. ૩૦-૬-૨૨ ગુરુવારના સાંજે ૫.૦૦ કલાકે, તેમના નિવાસસ્થાને રાખેલ છે. ઠે. નીતીનભાઇ લક્ષ્મણભાઇ સોલંકી, ધર્મવીર સંભાજી શાળાની સામે, ૧૯ વિક્રમ ચાલ, આંબેવાડી નં.૦૨, એલ. બી. એસ. માર્ગ, સૂર્યનગર, વિક્રોલી (વેસ્ટ).
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ
ચંપકભાઇ હરીલાલ દવે (છોડવડીવાળા) હાલ મુંબઇ (ઉં. વ. ૮૨) તે સ્વ. ભાવના બેનના પતિ તા. ૨૮-૬-૨૨ મંગળવારના અવસાન પામેલ છે. તે શિલ્પા, સત્યેનના પિતા. મનિષ દવેના સસરા. પ્રત્યુક્ષ મનિષ દવેના નાના. લૌકિક પ્રથા બંધ છે.
ઝાલાવાડી સઇ સુથાર
જાળીયા હાલ ચાંદીવલી દામજીભાઇ વિઠ્ઠલભાઇ વઢવાણા (ઉં. વ. ૮૯) રવિવાર, તા. ૨૬-૬-૨૨ના શ્રીચરણ પામેલ છે. તે ધીરજભાઇ, ચંદુભાઇ, હસુમતીબેન, મંજુબેનના પિતા. તે બીપીનકુમાર, હીનાબેનના સસરા તથા સિદ્ધાર્થ, મિતાલીના નાના. દિયાના દાદા. પ્રાર્થનસભા શુક્રવાર, તા. ૧-૭-૨૨ના સાંજે ૪થી ૬. ઠે. દોશી એન્જિનિયરિંગ, શિવ ઓમ અપાર્ટમેન્ટની બાજુમાં, ચાંદીવલી ખાતે રાખેલ છે.
રાવ-બ્રહ્મભટ્ટ
નડીયાદ હાલ મુંબઇના જયપ્રકાશ વાડીલાલ રાવના ધર્મપત્ની ચંદ્રીકાબેન ((ઉં. વ. ૮૩) તે રસુલાબાદ નિવાસી ડો. જી. એ. રાવ અને કમળાબેનના દીકરી. તે સ્વ. સુભાષ સુશીલ અને અમીતના માતુશ્રી. દીપા, કલ્પના, જીજ્ઞાના સાસુજી. રાજકુમાર, જયરાજ, માનવના દાદી. અ. સૌ. ગીતાબેન વિક્રમકુમાર રાવના ભાભી. વરચ્યુલ પ્રાર્થનાસભા તા. ૨-૭-૨૨ના સાંજે ૫થી ૬, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટિયા
મુકુલ (ટમુભાઇ) કૃષ્ણકુમાર દેવજી મરચંટ (ઉં. વ. ૬૯) તે વિમળાબેન (બબીબેન)ના પુત્ર. રેણુકા જીતેશ આશર, સ્વ. પ્રફુલા (બીના) બહાદુરસિંહના ભાઇ. સ્વ. તુલસીદાસ, સ્વ. પુષ્પાબેન પરમાણંદ, સ્વ. પરમાણંદ, નવીન, નીતીનના ભાણેેજ. રાહુલ જીતેશ આશર, અ. સૌ. ખ્યાતિ સમીર કેનિયાના મામા. તા. ૨૯-૬-૨૨ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.