હિન્દુ મરણ
કોળી પટેલ
ગામ ખરસાડ હાલ વિક્રોલી પૂર્વના સ્વ. ગજરાબેન તથા સ્વ. ધનજીભાઇ વલ્લભભાઇના સુપુત્ર દિપકભાઇ પટેલ (ઉં. વ. ૭૨) ગુરુવાર, તા. ૫-૧-૨૩ના દેવલોક પામેલ છે.તે રેખાબેનના પતિ. તે જયેશ, તન્વીના પિતા. તે પુનીતના સસરા. તે સ્વ. હસમુખભાઇ, ઉત્તમભાઇ, સ્વ. ગીતાબેનના ભાઇ. તે ગં.સ્વ. લક્ષ્મીબેન તથા મધુબેનના દીયર. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર તા.૯-૧-૨૩ના ૨થી ૪. તેમની પુચ્છપાણીની ક્રિયા સોમવાર, તા. ૧૬-૧-૨૩ના ૩થી ૪, નિવાસસ્થાને રાખેલ છે. ઠે. બિલ્ડિંગ નં.૩૦, રૂમ. નં. ૯૮૧, ત્રીજે માળે, જૂની પોસ્ટ ઓફિસની પાછળ, ટાગોર નગર, વિક્રોલી (પૂર્વ). લૌકિક રિવાજ બંધ છે.
ભાવસાર
સ્વ. ઇન્દ્રવદન ભાવસાર હાલ ભાંડુપ (ઉં. વ. ૮૧) તે કાશીબા રામચંદ્ર ભાવસારના પુત્ર. જયોતિબેનના પતિ. નિલેષ, નિરજ, ફાલ્ગુનીના પિતા. સમીર મધુકર ભટ્ટના સસરા. હમીષા, કરણના નાના શુક્રવાર, તા. ૬-૧-૨૩ના અક્ષરનિવાસ થયેલ છે. બેસણું રવિવાર, તા. ૮-૧-૨૩ના સાંજે ૩થી ૫, તેમના નિવાસસ્થાને. ઠે. બી.વી. ચિંગ એપાર્ટમેન્ટ, ૨૦૩, પિંપળેશ્ર્વર મંદિર, ટેંક રોડ, નીયર મીનીલેન્ડ, ભાંડુપ (વેસ્ટ).
વિશા અગ્રવાલ વૈૈષ્ણવ વણિક
સુરત હાલ સાંતાક્રુઝ સુકેતુભાઇ અગ્રવાલના ધર્મપત્ની પ્રતિમાબહેન (ઉં. વ. ૭૧) શુક્રવાર, તા. ૬-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રતીક અને અમીના માતુશ્રી. તે કિંજલ અને આનંદ શેઠના સાસુ. તે આકાંક્ષા, શ્રેયના દાદી. તે પરેશ, કિરણ, રીટાના ભાભી. તે દેવેન્દ્રભાઇ, ભરતભાઇ, કિરીટભાઇના બહેન. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૮-૧-૨૩ના ૪થી ૬. ઠે. બિલાવર હોલ, નહેરુ રોડ, સાંતાક્રુઝ (પૂર્વ). પિયર પક્ષનું બેસણું પણ સાથે જ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
મોટા જીંજુડા હાલ કાંદિવલી વીરચંદ પાનાચંદ પારેખ (ઉં. વ. ૮૩) તા. ૬-૧-૨૩ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. લતાબેનના પતિ. મુકેશ, રીટાના પિતા. અ. સૌ. નયના અને રાજેશ શેઠના સસરા. આયુષ અને હર્ષના દાદા. મણીલાલ પારેખ, બીપીન પારેખ, સ્વ. લીલીબેન શ્રીમાંકર, સ્વ. રંભાબેન ગાંધી અને ગં. સ્વ. કુુમુદબેન શ્રીમાંકરના મોટાભાઇ, મોહનલાલ ગગલાણીના જમાઇ. રતિલાલ લોટીયાના વેવાઇ. લૌકિક વ્યવહાર તથા સાદડી પ્રથા બંધ છે.
બાલાસિનોર દશાનીમા વણિક
હાલ અંધેરી અ. સૌ. નીલા ચંદ્રકાન્ત મોદી (દેવ) (ઉં. વ.૭૨) સ્વ. ચંદનબેન રમણલાલ મોદીના વહુ તથા વિશાલના માતા. શીતલના સાસુ અને પ્રીયજના દાદી. શાંતાબેન બાબુલાલ મોદી (ચોધરીના પુત્રી) તા. ૬-૧-૨૩ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે. તા. ૮-૧-૨૩ના પ્રાર્થનાસભા રાખેલ છે. સમય સાંજે ૫થી ૭. ઠે. ફલેટ નં.૦૨, લેખા સોસાયટી, વી. પી. રોડ, અંધેરી (વેસ્ટ).
દેસાઇ સઇ સુતાર જ્ઞાતિ
પાલિતાણા હાલ સાત રસ્તા (મુંબઇ) બીપીનભાઇ સોલંકી ગુરુવાર, તા. ૫-૧-૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. દેવકુરબેન, સંતોકબેન બચુભાઇ સોલંકીના સુપુત્ર. તે અનિતાબેનના પતિ. મિતેશભાઇ, જુગલભાઇ, ડિંપલબેન મુકેશભાઇ, જયોતિકાબેન ચંદનકુમારના પિતા. તે ભાવિકાબેનના સસરા. તે સ્વ. ભૂપતભાઇ, સ્વ.બાબુભાઇ, હરિભાઇ, પ્રદીપભાઇ, યોગેશભાઇ, દયુષ્યંતભાઇ, ભરર્તેશભાઇ, વસંતબેન, ઇન્દુબેન, સ્વ. પ્રવિણાબેન અને ગીતાબેનના ભાઇ. તે બાબુભાઇ ત્રિભોવનભાઇ સરવૈયાના જમાઇ. તેમની સાદડી રવિવાર, તા. ૮-૧-૨૩ના સાંજે ૪થી ૬. ઠે. દેસાઇ સઇ સુતાર જ્ઞાતિની વાડી, અશોક ચક્રવર્તી રોડ, સ્વયંભૂ, ગણેશ મંદિરની સામે, કાંદિવલી (ઇ).
કચ્છી ભાટિયા
ચન્દ્રહાસ ઠાકરસી તે શુક્રવાર, તા. ૬-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે લીનાના પતિ. તે સ્વ. ક્રિષ્ણરાજ અને સ્વ. પન્ના ઠાકરસીના પુત્ર. તે ચંદ્રપ્રભા અને સ્વ. વિજય કાપડિયાના જમાઇ. તે ભાવિકા, મિતિકા અને ખુશાલના પિતા. તે નિમિષ, ચિરાગ અને જીલીયનના સસરા. તે શનય, રયાન અને શયાનના દાદા. તે સુધીર ઠાકરસી, આશા જૈઠા અને જગદીશ ઠાકરસીના ભાઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૯-૧-૨૩ના સાંજે ૫થી ૬.૩૦. ઠે. સિલ્વર આર્ચ ગાર્ડન, પેટિટ હોલ, નેપેન્સી રોડ, મુંબઇ.
સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ
મૂળગામ ભાદ્રોડ હાલ વિલેપાર્લે ગં. સ્વ. સવિતાબેન વેણીશંકર પંડયા (ઉં. વ. ૯૫) તે તા. ૬-૧-૨૩ના શુક્રવારના સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ. જીતુભાઇ અને જયોતિભાઇ, વિનોદભાઇ, કિશોરભાઇ તથા શારદાબેન મનસુખલાલ જોશી (કાંદિવલી) અને રંજનબેન હર્ષદરાય જોશી (આણંદ)ના માતુશ્રી. તે સ્વ. પ્રભુરામ કાળિદાસ જોશી (નાના આસરણા)ના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
મૂળ ગામ જેસર નિવાસી હાલ મુંબઈના અ.સૌ. અંજવાળીબેન તથા પ્રભુદાસ કાનજી ડોડિયાના સુપુત્ર ધર્મેન્દ્ર (ધર્મેશ) (ઉં.વ. ૪૯) તે પૂનમના પતિ. મયંક તથા યશના પિતાશ્રી. દિનેશ તથા હેમલતા જતીન કવાના ભાઈ. તે સાસરા પક્ષે પાલીતાણાવાળા અ.સૌ. મંજુબેન તથા માવજીભાઈ વનમાળીભાઈ કવાના જમાઈ ૪/૧/૨૩ના રામચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૯/૧/૨૩ સમય ૪ થી ૬ કલાકે રામ મંદિર, ત્રીજો કુંભારવાડો, મુંબઈ.
ઘોઘારી વિશા શ્રીમાળી
ઠવી નિવાસી હાલ મલાડ અ.સૌ. ઇન્દુમતિબેન હસમુખરાય બાવચંદ શાહ (ઉં.વ. ૮૨) તેઓ વીરેન અને નંદિતાના માતુશ્રી. નિશા અને મિલનકુમારના સાસુ. સ્વ. કાંતીલાલ, રમેશભાઇ, સ્વ. હંસાબેન ચુનીલાલ દોશીના ભાભી. દાઠા નિવાસી સ્વ. હરિલાલ રામચંદ શાહના દીકરી. શ્રેયા હેતકુમાર, આયુષીના દાદી અને રિદ્ધિ, ભવ્યાના નાની, ગુરુવાર, ૫/૧/૨૩ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. રહેઠાણ: ૪૧૦, નિલાંજના બિલ્ડિંગ, માર્વે રોડ, મલાડ (૫).
દશા સોરઠીયા વણીક
મોટા જીંજુડા નિવાસી હાલ કાંદિવલી વીરચંદ પાનાચંદ પારેખ (ઉં.વ. ૮૩) તા. ૬/૧/૨૩ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે શ્રીમતી લતાબેનના પતિ. મુકેશ અને રીટાના પિતા. અ.સૌ. નયના અને રાજેશ શેઠના સસરા. મણિલાલ પારેખ, બિપિન પારેખ, સ્વ. લીલીબેન શ્રીમાનકાર, સ્વ. રંભાબેન ગાંધી, ગં.સ્વ. કુમુદબેન શ્રીમાનકારના મોટાભાઈ. મોહનલાલ ગગલાણીના જમાઈ. લૌકિક વ્યવહાર તથા સાદડી પ્રથા બંધ રાખેલ છે.
વીરપુર દશાનિમા વણિક
ચંદ્રકાન્ત નાથાલાલ દેસાઈ (ઉં.વ. ૭૬) તે સ્વ. ઇન્દીરાબેનના પતિ. જતીન, હિરેન, પ્રશાંતના પિતાશ્રી. સ્વ. કોકિલાબેન, અંસુબેન, સ્વ. મધુસુદન તથા સુભાષચંદ્રના ભાઈ. પીંકી, જીગીષા, કોમલના સસરા. રચિત, હર્ષ, અંશ, હીર, સ્વરા, સ્વક્ષના દાદા, બુધવારે તા. ૪/૧/૨૩ના ભાયંદર મુકામે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૮/૧/૨૩ના રવિવારે ૫:૦૦ થી ૭:૦૦ સ્વામિનારાયણ મંદિર, બી.પી. રોડ, સાઈબાબા હોસ્પિટલની પાછળ, ભાયંદર (ઈસ્ટ). ક્રિયાપાણી મુંબઈ મુકામે રાખેલ છે.
લુહાર સુથાર
સ્વ. નાગજીભાઈ લાલજીભાઇ કવા (ઉં.વ. ૭૫) ગામ ભેરાઇ તા. ૬/૧/૨૩ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. કુંદનબેનના પતિ તથા વિપુલભાઈ, સોનલબેન, નીલમબેનના પિતા તથા ગણેશભાઈ રાણેના સસરા. સ્વ. મૂળજીભાઈ વિરજીભાઇ કવા, વનમાળીભાઈ હરીભાઇ કવાના ભાઈ તથા ગં.સ્વ. હેમલતાબેન નાનજીભાઈ પરમારના જમાઈ (રાજુલાવાળા). પ્રાર્થનાસભા તા. ૯/૧/૨૩ ને સોમવારે સાંજે ૫ થી ૭. સ્થળ: લુહાર સુથાર વેલફેર સેન્ટર, અંબાજી મંદિર પાસે, કાર્ટર રોડ નં. ૩, દત્તપાડા, મેઈન રોડ, બોરીવલી પૂર્વ.
લોહાણા
ગં.સ્વ. સાવિત્રીબેન (ઉં.વ. ૮૦) હાલ વસઈ, તે સ્વ. મધુકર ભાઇલાલ આડતિયાના પત્ની. તે પ્રીતિ જયેશકુમાર તન્ના, વિકાસ તથા રૂપલ મનિષકુમાર હિંડોચાના માતુશ્રી. તે મોહનલાલ રણછોડદાસ કારીયાના પુત્રી. તે સ્વ. ભાસ્કરભાઇ, સ્વ. હંસાબેન નાનાલાલ લાખાણી તથા અનિલભાઈના ભાભી. તે ગૌરીના સાસુ. શુક્રવાર, તા. ૬-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી સિધ્ધપુર ઔદિચ્ચ સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતી
સિધ્ધપુર નિવાસી, હાલ કાંદિવલી, ગં. સ્વ. ભાગીરથીબેન પાધ્યા (ઉં.વ. ૮૩) તે ગામ મુડેટી, સ્વ. કમળાબેન અને ગૌરીશંકર શુક્લના પુત્રી. તે સ્વ. શ્રી જયંતીલાલ માણેકલાલ પાધ્યા (સિધ્ધપુર)ના ધર્મપત્ની શુક્રવાર, ૬/૧/૨૩ના દિવંગત થયેલ છે. તેમની લૌકિક ક્રિયા અને સાદડી બંધ છે.
હાલાઈ ભાટીયા
દિપક દુતીયા (ઉં.વ. ૪૫) તે સ્વ. નીશીકા (માલતી) અને સ્વ. નરોત્તમ હરિદાસ દુતીયાના પુત્ર. તે કિન્નરીના પતિ. ધ્રુવના પિતા. તે હરેશ કાનજી ભાટીયાના જમાઈ. પ્રજ્ઞા નિશીત કાપડીયાના ભાઈ તા. ૫-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના સભા કે લૌકિક વ્યવહાર રાખેલ નથી.