હિન્દુ મરણ

સ્વ. નરેન્દ્રભાઈ રવાયા અને મંગલાબેન નરેન્દ્રભાઈ રવાયા કચ્છ ગામ કાકડ હાલે નવી મુંબઈના પુત્રવધુ જીગ્નેશ નરેન્દ્ર રવાયાના પત્ની પ્રીતિબેન (ઉં.વ. ૪૭) તા. ૩/૯/૨૦૨૨ના દુબઈ મુકામે રામશરણ પામેલ છે. જીનલના માતૃશ્રી. તે સ્વ. કાનજી દેવજી નરમ અને કાંતાબેન કાનજી નરમના દીકરી. રીટા પરેશ ઠક્કરની ભાભી.
કપોળ વૈષ્ણવ
અમરેલીવાળા રમેશ અનંતરાય ઓધવજી સંઘવી (ઉં. વ. ૮૪) તે ૩૧/૮/૨૨ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે ચંદ્રિકાબેનના પતિ, પરાગ તથા અનુરાધાના પિતા. હેતલના સસરા. સ્વ. કિશોરભાઈ, દેવીબેન હસમુખ મહેતા, નલિની કિરીટ પારેખના ભાઈ. સાસરાપક્ષે સ્વ. ફુલચંદ કીબાલાલ ઘીયાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ભાટિયા
સાતુદરવાવડી હાલ બોરીવલી અ. સૌ. લીલાવતી નરોત્તમદાસ આશર (ઉં. વ.૮૧) તે નરોત્તમભાઇ ગિરધરદાસ આશરના ધર્મપત્ની, કરસનદાસ દેવકરણ દુતિયા, લાલપુરવાળાના દીકરી, ભાવિન-હિના તથા ભાવેશના માતુશ્રી, દીશીતાના દાદી. વેલીબેન ગોપાલદાસ આશર, લીલીબેન કરસનદાસ સરૈયા તથા પ્રવીણભાઈ ગિરધરદાસ આશરના ભાભી. ૩/૯/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૫/૯/૨૨ના ૫ થી ૭ કલાકે સર્વોદય હોલ, વર્ધમાન સ્થા. જૈન સંઘ, એલ.ટી.રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
ચિતલ હાલ ભાયંદર ગં.સ્વ મંજુલાબેન હસમુખભાઈ અમૃતલાલ નિર્મળના પુત્ર ગીતેશભાઈ (ઉં.વ.૪૨) તે ૩૦/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે દીપકભાઈના મોટાભાઈ, મુકેશભાઈ, સ્વ. જ્યોતિબેન હસમુખરાય જગડના ભત્રીજા. સ્મિત તથા ક્રિશ્નાના પિતા, પ્રભુદાસ તુલસીદાસ જોગીના ભાણેજ. સ્વ. લક્ષ્મીકાંત વલ્લભદાસ છાટબારના જમાઈ.
સિહોર સંપ્રદાય ઔ.અ.બ્રા
જેસર હાલ ડોમ્બિવલી સ્વ. હીરાબેન રવિશંકર ભટ્ટના સુપુત્ર પ્રવીણભાઈ (ઉં. વ.૬૭) તે તા. ૩/૯/૨૨ના કૈલાશવાસી થયેલ છે. તે સ્વ. નયનાબેનના પતિ. જલ્પા મહેશ જોશી, ભાવેશ તથા દર્શનાના પિતા. શીતલ તથા અશ્વિની ના સસરા, સ્વ. અમૃતલાલ રતિલાલ ભટ્ટ સોભાવાડના જમાઈ. સ્વ. હંસાબેન કાળીદાસ વ્યાસ, સ્વ. ઇન્દુબેન કાંતિલાલ જોશી તથા સ્વ. રમેશભાઈના ભાઈ. પ્રાર્થનાસભા ૫/૯/૨૨ના સોમવાર ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન: ફ્લેટ નં. ૨૦૧, જય સાકેત સોસાયટી, સાવરકર રોડ, મહાવીર હાઈટ્સની સામે, તિલક ચોક, કાંદિવલી વેસ્ટ.
ઔદીચ્ય સહસ્ત્ર બ્રામ્હણ
ભાડેર હાલ મીરારોડ મહેશભાઈ હરિલાલ દેવશંકર વ્યાસ (ઉં.વ.૬૩) તે તા.૨/૯/૨૨ ના કૈલાશવાસી થયેલ છે.તે શિલ્પાબેનના પતિ, જીજ્ઞેશ, શ્ર્વેતાના પિતા, અરુણાબેન, સ્વ. ભાવનાબેન, ભદ્રાબેનના ભાઈ. મયુરભાઈ પંડ્યા તથા નિરાલીના સસરા. નટવરલાલ છોટાલાલ જોશીના જમાઈ. પ્રાર્થનાસભા ૫/૯/૨૨ના ૩ થી ૫ કલાકે બાપા સીતારામની મઢુલી અયપ્પા મંદિરની બાજુમાં, પૂનમ સાગર રોડ, શાંતિવિહાર મીરારોડ ઈસ્ટ.
પ્રશ્ર્નોરા નાગર
મુંબઈ સ્થિત મનોજભાઈ બાબુભાઈ વૈદ્ય (ઉં.વ. ૮૯) તે ઉર્વશીબેનના પતિ. કેતન બીમલ તૃપ્તિ તૃષાના પિતાશ્રી. તે પ્રીતિ, રેશ્મા અતુલભાઇ અને નિયતભાઈના સસરાજી. તે સ્વ. ડૉ. રજનીકાંતભાઈ, સ્વ. શરદબહેન ખુશમનભાઈ, ભાનુમતિ અને સ્વ શશાંકભાઈના ભાઈ. તે વીણાબેન અને નરેશભાઈના બનેવી. શનિવાર ૩-૯-૨૨ એ દહીસર મુકામે સ્વર્ગવાસ પામેલ છે. તેમનું ટેલિફોનીક ઉઠમણું ૫-૯-૨૨ના દિવસે સાંજે પાંચથી સાત રાખેલ છે.
હિંદુ મોચી
શ્રી સુરેશ ઝવેરલાલ પરમાર (ગામ: મોટા આસંબીયાવાળા)ના સુપુત્ર ચિ. વિરાજ (ઉં.વ. ૨૨)નું તા. ૩-૯-૨૨, શનિવારે અવસાન થયેલ છે. તેની પ્રાર્થનાસભા સોમવાર તા. ૫-૯-૨૨ના સમય ૫થી ૬ દરમ્યાન તેમના નિવાસ સ્થાને રાખેલ છે. એડ્રેસ: ક્રિસવી એપાર્ટમેન્ટ, ખંબાટા લેન, ખેતવાડી, મુંબઈ-૪.
કચ્છી લોહાણા
સ્વ. રૂક્ષ્મણીબેન, સ્વ. સુશીલાબેન કરમશી શામજી સોતા (ચાહવાળા) ગામ ઝરૂ હાલે મુલુંડના સુપુત્ર શ્રી વિજયભાઈ (ઉં.વ. ૭૦) શુક્રવાર તા. ૨-૯-૨૨ના રામશરણ પામેલ છે. તે સ્વ. ગીતાબેનના પતિ. તે અ.સૌ. લક્ષ્મીબેન જમનાદાસ માધવજી ભીંડે ગામ (અંજારવાળા)ના જમાઈ. તે અ.સૌ. ક્રિષ્ના અજીત સોમૈયા અને વિનીતના પિતાશ્રી. તે સ્વ. વસુબેન, સ્વ. મીનાક્ષીબેન મહેન્દ્રભાઈ માણેક, ગં.સ્વ. નયનાબેન દિલીપભાઈ ચંદેના ભાઈ. તે મંજુબેન નિતીનભાઈ અને વર્ષાબેન ધીરજભાઈના બનેવી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર તા. ૫-૯-૨૨ના સાંજે ૫થી ૬.૩૦ વાગ્યા દરમ્યાન ગોપુરમ હોલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર સંદતર બંધ છે.
કપોળ
મુંબઈ નિવાસી સ્વ. મંગળાલક્ષ્મી અને સ્વ. ચીનુભાઈ છગનલાલ શાહની દિકરી. શોભાબહેન ગોરડીયા (ઉં.વ. ૮૩) તે કુમાર અને ડૉકટર મીરાના માતા. તે શેફાલી અને સબરજીતસિંગના સાસુ. તે સ્વ. મીનાક્ષીબહેન વસંતભાઈ ગાંધી, શરદભાઈ, જગદીશભાઈ અને પીયૂષભાઈના બહેન. તે સરોજબહેન, જ્યોત્સનાબહેન અને પારૂલબહેનના નણંદ શુક્રવાર તા. ૨-૯-૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના સભા તેમજ લૌકિક પ્રથા બંધ છે.

Google search engine