Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

દશા સોરઠિયા વણિક
આકોલવાડી નિવાસી હાલ બોરીવલી સ્વ. સુરેશચંદ્ર વલ્લભદાસ સાંગાણીનાં પત્ની ગં. સ્વ. દિપ્તીબેન (ઉં. વ. ૭૬) તા. ૪-૧-૨૩ને બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે નિલેશભાઇનાં માતુશ્રી. મિત્તલનાં સાસુ. ખુશાલના દાદીમાં. સ્વ. મણીકાંતભાઇ, કૃષ્ણકુમાર, હરેશભાઇ, સૂર્યકાંત, દિપક, સ્વ. પદમાબેન, સ્વ. મંજુલા તેમ જ સરલાબેનના બહેન. લૌકિક તથા સાદડી પ્રથા બંધ છે.
હાલાઇ ભાટિયા
મુંબઇ નિવાસી ગં. સ્વ. જમુબેન (નીરંજના) (ઉં.વ. ૮૭) તે સ્વ. હંસરાજ વિઠલદાસ ઉદેશી (બેટ દ્વારકાવાળા)ના પત્ની. તે સ્વ. કસ્તુરબેન તથા વિઠ્ઠલદાસ ઉદેશીના પુત્રવધૂ. અમૃતબેન તથા કાંતિલાલ વીસનજી વેદ (જલગામ)ના પુત્રી. તે સો. લીના મુકેશ આસર, અ. સૌ. નીલા અમરીશ ભાટિયા, સૌ. જયશ્રી રાજીવ શાહ તથા સ્વ. મીતા નીલેશ શાહના માતુશ્રી. તે મેહુલ, યુતી, જીનલ, સીમોલ, જેમીન, ઝીમીતાના નાની બુધવાર, તા. ૪-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા, શુક્રવાર, તા. ૬-૧-૨૩ના, ૫થી ૭. ઠે. પાટણ જૈન મંડળ હોલ, ૭૭, એફ રોડ, મરીનડ્રાઇવ-મુંબઇ-૨૦.
કચ્છી રાજગોર બ્રાહ્મણ
કચ્છ ગુંદિયાલીના સ્વ. મમીબાઇ ખીમજી લધા પેથાણીના પુત્ર ગોપાલજી (ઉં. વ. ૭૯) તા. ૪-૧-૨૩ના રામશરણ પામેલ છે. તે બચુબેનના પતિ. સ્વ. રેખાબેન ભગવાનજી, વિમળાબેન, ભાવના, નારાયણના પિતા. નીતાબેનના સસરા. સ્વ. મીઠાબાઇ નારાણજી, સ્વ. રામજી, સ્વ. બચુલાલ, મણિબેન શંકરજી, સ્વ. રામીબેન લાલજી, વિજયાબેન બાબુલાલ, દમયંતીબેન કાન્તિલાલના ભાઇ. ગં.સ્વ. મણીબેન, ગં. સ્વ. અમૃતબેનના દિયર. સ્વ. કરશનજી ચના મૌતાના જમાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી.
હાલાઇ લોહાણા
મૂળગામ જામસલાયા નિવાસી હાલ કાંદિવલીના સ્વ. પરશોત્તમ જેસંગ માણેક તથા સ્વ. વાલીબેન (બચીબેન)ના સુપુત્ર હરિલાલ (હરીશભાઈ) માણેક (ઉં. વ. ૭૩), તા.: ૦૩-૦૧-૨૦૨૩ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે અરૂણાબેનના પતિ તથા જીગનેશ-અ. સૌ શિલ્પાબેન, બિમલ-અ. સૌ. જીજ્ઞા તથા ભાવનાના પિતા. ટીશા, વિહાનના દાદા. તે પ્રવિણભાઈ, સુરેન્દ્રભાઈ, અશોકભાઈ, અનિલભાઈ તથા અનસુયાબેન લક્ષ્મીદાસ હિંડોચાના ભાઈ. તેઓ સ્વ. હરિદાસ ખીમજી ગાડીત તથા સ્વ. હીરાબેન ગાડિત (જામખંભાળીયા)ના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર તા. ૦૭-૦૧-૨૩ના સવારે ૯.૦૦ થી ૧૧.૦૦. સ્થળ: હાલાઈ લોહાણા મહાજન વાડી (પહેલે માળે), એસ. વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ).
શ્રી પાંચગામ વિશા ઝારોળા વણિક
ધીલોજા નિવાસી હાલ બોરીવલી હિંમતલાલ ગાંધી (ઉં. વ. ૮૯) તે સ્વ. ચુનીબેન મોહનલાલ ગાંધીના પુત્ર. પ્રભાબેનના પતિ. ચેતના દિપક શાહ, અલકા અતુલ કોઠારી, સ્મિતા જીત શાહના પિતા. કુશાગ્ર, અભિષા, ધ્વનિ, આનંદ, આકાશ, યશ્વી તથા નેત્રાના નાના. સ્વ. રૂક્ષ્મણીબેન વલ્લભદાસ શાહના જમાઈ ૪/૧/૨૩ના શ્રીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારશે બ્રાહ્મણ
હાલ વસઈ નિવાસી શ્રી રમેશભાઈ ભાનુશંકર ભટ્ટ ના ધર્મપત્ની સ્વ. શારદાબેન સુમનલાલ જરીવાલાના દીકરી કપિલાબેન ભટ્ટ (ઉં. વ. ૬૮) તે બ્રિજેશના માતા. કુંતલના સાસુ. સ્વ. કિશોરભાઈ, ગં. સ્વ જયાબેન, સ્વ. હંસાબેન, સ્વ. ચેતનાબેન, ઉષાબેન, નીલાબેનના ભાભી. ગં. ભારતીબેનના જેઠાણી, દિવ્યાના દાદી ૨/૧/૨૩ ના કૈલાશવાસી થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વાંઝા જ્ઞાતિ
બિલખાવાળા હાલ કાંદિવલી નિવાસી ગો.વા. મનજી – (મનુભાઈ ) સવજીભાઇ ગોહેલના ધર્મપત્ની પ.ભ. સવિતાબેન ગોહેલ (ઉં. વ. ૮૬) બુધવાર તા. ૪/૧/૨૦૨૩ના શ્રીગોપાલ શરણ પામ્યા છે. તે કનૈયાલાલ, પ્રકાશભાઇ, સ્વ. ભરતભાઇ, પ્રફુલભાઇ અને કપીલાબેન રાજેન્દ્રકુમાર હિંગુના માતુશ્રી. તે અરુણાબેન, વર્ષાબેન, તન્વીબેન અને દીપ્તીબેનના સાસુ. તે અમીત, હાર્દિક, પ્રિતેશ અને ગૌરવના દાદીમા અને ગો.વા. ટબીબેન નાનજીભાઇ પ્રેમજીભાઇ માંડલીયાના દીકરી. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૬/૧/૨૩ ના ૪:૦૦ થી ૬:૦૦ વાંઝાવાડી, ધનામલ સ્કુલ સામે, ઇરાની વાડી, મથુરાદાસ રોડ, કાંદિવલી – વેસ્ટ. લોકિક ક્રિયા બંધ છે.
શ્રી મોડાસા એકડા વિશા ખાડાયતા કોવાડીયા વણિક
ગામ રૂપાલ નિવાસી હાલ પુનાના ગં. સ્વ. વનિતાબેન શાહ (ઉં. વ. ૭૩) તે તા. ૪/૧/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે જે નિકુંજ, કૃપા, હેમા તથા રૂપલના માતા. સ્વ. સુભાષભાઈ ગોરધનદાસ શાહના ધર્મપત્ની. ચૈતાલી, કેતન, વિરલ, રિંથીનના સાસુ. પિયરપક્ષે વડાગામ નિવાસી સ્વ. રમણલાલ દ્વારકાદાસ શાહના દીકરી. બેસણું તા. ૭/૧/૨૦૨૩ ને શનિવારે ૩-૫ નીચેનાં સરનામે રાખેલ છે. પિયરપક્ષનું બેસણું એજ સ્થળે અને સમયે રાખેલ છે. સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંધ. પારેખ લેન કોર્નર,પાંચમે માળે, એસ. વી. રોડ, લોહાણા મહાજન વાડીની સામે, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી મારુ કંસારા સોની
ગામ નખત્રણા હાલ મુંબઈ ઘાટકોપર સોની સ્વ. સુનીલ બગ્ગા (ઉં.વ. ૫૬) સ્વ. કેશવજી વિઠ્ઠલજી બગ્ગાના પુત્ર. કલ્પનાના પતિ. હર્ષ, જીનલના પિતા. હિરાલાલ, વિનોદ, ગં.સ્વ. હેમલતા ધનજી પરમાર, ગં.સ્વ. જયશ્રી ભરતભાઈ પોમલના નાના ભાઈ. હિના, પ્રવીણાના દિયર. જેઠાલાલ રામજી કટ્ટાના જમાઈ દિકેરા શ્યામજી ભાઈ કટ્ટાના સસરા. તા. ૪-૧-૨૩ના રામચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૬-૧-૨૩ના ૪થી ૫. સ્થળ: બાલાજી મંદિર, તિલક રોડ, ઘાટકોપર (ઈસ્ટ).
શ્રી કચ્છ વાગડ સાત ચોવીસી જૈન સમાજ
ગામ શીકારપુરના હાલે ઘાટકોપર સ્વ. લવજી શંભુલાલ સંઘવીના સુપુત્ર વસંતલાલ, (ઉં. વ. ૬૯) તા. ૪-૧-૨૩, બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે જયાબેનના પતિ તથા નિલેષ, કિરણના પિતાશ્રી. દર્શના તથા કાજલના સસરા. સ્વ. શાંતીલાલ, ચંદુલાલ, પ્રભુલાલ, સ્વ. અંબાબેન, ચંચળબેન, ઉજીબેન તથા રંજનબેનના ભાઈ. ગામ રવના શેઠ વાલજી જેચંદના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૬-૧-૨૦૨૩, શુક્રવારના ૩ થી ૪.૩૦ સ્થળ- કે.વી.કે. હાઈસ્કૂલ, સંઘાણી દેરાસરની બાજુમાં, સાઈનાથનગર, ઘાટકોપર-વેસ્ટ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular