કોળી પટેલ
ગામ ખરસાડ કોદગરા ફળિયું હાલ મુલુંડ વેસ્ટ સ્વ. શાંતાબેન પરસોત્તમદાસ પટેલના પુત્રવધૂ. ભૂપેન્દ્રભાઈ પટેલના ધર્મપત્ની દમયંતીબેન પટેલ (ઉં. વ. ૭૨) ૨૮.૧૨.૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૫-૧-૨૩, ગુરુવારે અને પુષ્પાણી ૮.૧.૨૩ના રવિવારે બપોરે ૩ થી ૫ નિવાસસ્થાને રાખેલ છે. તે સ્વ. નર્મદાબેન (મહાલક્ષ્મીબેન) ભરતભાઈ, પ્રતિમાબેનના ભાભી. જયશ્રીબેનના જેઠાણી. દક્ષા, ઈલા, આનંદ, વિપુલના મમ્મી. જયેશકુમાર, યામિની, નેહા, મિલોનીના સાસુજી. નિલેશના કાકી. ઠે. એ-૨૦૩, પદ્માવતી નગર, ડમ્પિંગ રોડ,
મુલુંડ (વે.).
નવગામ ભાટિયા
ગં. સ્વ. સાવિત્રીબેન વૃજલાલ સંપટ (ઉં. વ. ૮૬) તે સ્વ. વૃજલાલ દામોદરદાસ સંપટ (અમરેલીવાળા)ના પત્ની. તે ઝરણાબેનના માતુશ્રી. તે સ્વ. કેસરબેન મહારાણીદાસ કાલીદાસ આશરના પુત્રી. તે સ્વ. નિર્મળાબેન નરોત્તમદાસ સંપટ તથા સ્વ. શાંતાબેન મથુરાદાસ સંપટના દેરાણી સોમવાર, તા. ૨-૧-૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કચ્છી લોહાણા
સ્વ. પ્રેમાબેન હરિરામ ડુંગરશી વીરાણી કચ્છ અંજારવાળા હાલે નાસિકના પુત્ર છોટાલાલ (બબાભાઈ) (ઉં.વ. ૭૮) તે તારાબેનના પતિ. સ્વ. ભચીબેન જયંતીલાલ લાલજી સોમૈયા કચ્છ ગુંદાળાવાળાના જમાઈ. નરેશ, લીના, સંધ્યાના પિતાશ્રી. તૃપ્તિ, સ્વ. અતુલકુમાર, શૈલેશકુમારના સસરાજી. પ્રિયાંશી, પ્રાંજલ, આરૂષના દાદાજી સોમવાર, તા. ૨-૧-૨૩ના રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વહેવાર બંધ છે.
લુહાર સુથાર
ગામ ઉમરાડાવાડા હાલ કાંદિવલી સ્વ. શારદાબેન તથા સ્વ. કાકુભાઇ જીવરાજભાઈ રાઠોડના પુત્ર નીતિન રાઠોડ (ઉં.વ. ૫૬) તે ૧/૧/૨૩ના રામશરણ પામેલ છે. તે રેખાબેનના પતિ. હાર્દિક-ચાર્મી તથા ઉત્સવ-જસપ્રિતના પિતા. રમેશ, સોનલ અનિલ મારૂ, ભાવના હરીશ સોલંકીના ભાઈ. સાસરાપક્ષે ભાવનગરવાળા સ્વ. લાભુબેન તથા સ્વ. ડાહ્યાભાઈ નાગજીભાઈ ડોડીયાના જમાઈ. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા ૫/૧/૨૩ના ૫ થી ૭ લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, બોરીવલી ઈસ્ટ.
ચિંચણ તારાપુર ઘોઘારી દશા પોરવાડ વણિક
પારડી હાલ બોરીવલી પ્રકાશચંદ્ર સુંદરલાલ મપારા (ઉં.વ. ૭૪) તા. ૨-૧-૨૩ સોમવારના દેવલોક પામ્યા છે. નીલાબેનના પતિ. શ્રેણીક તથા પૂર્વીના પિતા. હેતલબેન તથા અમરકુમારના સસરા. તે સ્વ. બાબુલાલ મોહનલાલ શાહ (અમદાવાદ)ના જમાઈ. તે સ્વ. ભૂપેન્દ્રભાઈ, સુનીલ, બંકીમ તથા સ્વ. બાબુલીન, સ્વ. રાગીણીબેનના ભાઈ. એમની પ્રાર્થનાસભા તા. ૫-૧-૨૩ ગુરુવારના ૫ થી ૭. સ્થળ: શેઠ મિડોરી ક્લબ હાઉસ, શેઠ મિડોરી કો. ઓપ. હા. સો., નેક્સ્ટ ટુ પટેલ સમાજ હોલ, હનુમાન ટેકરી, દહિસર (ઈસ્ટ).
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ
ડુંગર હાલ વસઈ સ્વ. સવિતાબેન વેણીલાલ કેશવલાલ શેઠના સુપુત્ર ભરતભાઈ (ઉં.વ. ૯૦) તા. ૩-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે શોભનાબેનના પતિ. ભાવીશા-મિત્તલ અને અમીના પિતાશ્રી. તે પિનાકીણ ડેલીવાલા, હેમલ ગોસલીયા અને દર્પણ ખાતીના સસરા. તે સ્વ. મગનભાઈ, સ્વ. ગુણવંતભાઈ, કાંતિભાઈ, વિનોદભાઈ, પ્રવિણભાઈ, ભૂપતભાઈ તથા પુષ્પાબેન મહેતા, ઉષાબેન મડીયા અને હંષાબેન દોશીના ભાઈ. ભાવનગર નિવાસી સ્વ. હીરાલાલ ઝવેરચંદ મહેતાના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. ૫-૧-૨૩ના ૩ થી ૫, કે. ટી. વાડી, ૬૦ ફૂટ રોડ, વસઈ-વેસ્ટ.
કપોળ
રાજુલાવાળા (હાલ કાંદીવલી) સ્વ. કલ્પનાબેન તથા વિજયભાઈ કાંતિલાલ દોશીના પુત્ર સંજય (ઉં. વ. ૩૮) તે નિધિના પતિ તથા ક્રિવાના પિતા. આશિતા સમીર મોદીના ભાઈ. બિલાવાળા જયશ્રીબેન તથા દિલીપભાઈ હરકિસનદાસ સંઘવીના જમાઈ તા. ૧/૧/૨૩ ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.