હિન્દુ મરણ

મરણ નોંધ

કપોળ
મૂળ વતન નવાપુર, હાલ મુંબઈ વીણાબેન તથા સ્વ. પ્રભુદાસ નારણદાસ શાહના પુત્ર શૈલેષના ધર્મપત્ની અ.સૌ. વર્ષા (ઉં.વ. ૫૨) તા. ૨૮-૮-૨૨ને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ. કાંતિલાલ કલ્યાણજી મીરાણીની પુત્રી. તે નિતીન પ્રભુદાસ શાહ, રીટા જવાહર ભૂતા તથા શિલ્પા ભરત દોશીના ભાભી. તે ચંદ્રકાંત તથા ભાવનાના બેન. પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
અ.સૌ. ભદ્રાબેન (ઉં.વ. ૮૦) તે અરવિંદભાઈ દેવચંદ વિઠલાણીના ધર્મપત્ની. સ્વ. રંભાબેન તથા દેવચંદ પરષોત્તમ વિઠલાણીના પુત્રવધૂ. હીમાબેન જયંતકુમાર ગણાત્રા, રેશમાબેન રાજેન મુનસિફ, તેજલબેન રાજેશ તન્ના અને મેહુલના માતુશ્રી. તે દીપાબેનના સાસુ. પરીન સોહમ શૈનેયા, યશ શિવાનના દાદી-નાની. તે સ્વ. વીઠલદાસ પીતાંબર માખેચાના દીકરી રવિવાર, તા. ૨૮-૮-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા પોરવાડ વૈષ્ણવ વણિક
ગોધરા (જી. પંચમહાલ), હાલ મુંબઈ શશીકાંત પરીખ (ઉં.વ. ૯૩) તે સ્વ. રૂક્ષ્મણી ગીરધરલાલ પરીખના સુપુત્ર. સ્વ. શાંતાબેન ચીમનલાલ મોદીના જમાઈ. તે હસુમતી પરીખના પતિ. તે આરતી હિમાંશુ દોશી, યનિતા નિખિલ વ્યાસ, જીગ્નેશ, પ્રીતિના પિતાશ્રી. વંદના પરીખના સસરાજી. મૌલિક, તન્મય, નૈસર્ગી, તેજલ, દીપ્તી ચોકસીના નાના તા. ૨૮-૮-૨૨ને રવિવારે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
ભાવનગર નિવાસી હાલ મલાડ નારણદાસ આનંદજી છાટબાર (ઉં.વ. ૮૫) તે ૨૭/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે ચંદનબેનના પતિ. સ્વ. ઇજ્જતરાયના મોટાભાઈ. સ્વ. ગિરીશ, પુનિત, રેખા વિપુલકુમાર જગડ, વંદના નરેશકુમાર પડિયાના પિતાશ્રી. સ્વ. તારાચંદ સુંદરજી વીંછીના જમાઈ. સ્વ. નાથાલાલ વિઠ્ઠલભાઈ જગડના ભાણેજ. લૌકિક પ્રથા
બંધ છે.
સઈ સુતાર જ્ઞાતિ
ગામ મીઠાપુર (નાગ્રેશ્રી) હાલ કાંદિવલી બચુભાઈ રામજીભાઈ ગોહિલ (ઉં.વ. ૭૭). તે રવિવાર, તા. ૨૮/૮/૨૨ રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે મંજુલાબેનના પતિ. તે જયસુખભાઇ, પ્રકાશભાઇ, ધર્મેન્દ્રભાઇ, આકાશભાઇ, રમિલાબેનના પિતાશ્રી. તે ગીતાબેન, હર્ષાબેન, બીનાબેન, રશ્મિબેન, વિનોદલાલ રામજીભાઇ જેઠવાના સસરા. તે સ્વ. નર્મદાબેન શામજીલાલ, સ્વ. મગનભાઇ રામજીભાઇ, કમળાબેન બાબુલાલના ભાઈ. તે ગામ નાગ્રેશ્રી નિવાસી હાલ ભાડુંપ સ્વ. શંભુભાઇ મોહનભાઇ, દિનેશભાઇના બનેવી. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૩૦/૮/૨૨. સાંજે ૪:૦૦ થી ૬:૦૦ સ્થળ: શ્રી દેસાઈ દરજી જ્ઞાતિની વાડી, સ્વયંભુ ગણેશ મંદિરની સામે, અશોકચક્રવર્તી નગર રોડ નંબર- ૪, કાંદિવલી (ઇસ્ટ).
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
મહુવા હાલ વિરાર, ભુપતરાય કાળીદાસ શેઠના સુપુત્ર પ્રવિણચંદ્ર શેઠ (ઉં.વ. ૭૮), તે સ્વ. હેમાલીબેનના પતિ. તે સોનલબેન, રૂપલબેન, રાકેશભાઈ અને પિંકીબેનના પિતાશ્રી. પોરબંદર નિવાસી સ્વ. મોંઘીબેન મથુરદાસ ગોપાળજીભાઈ તથા નિશીતભાઇના સસરા તેમજ ધ્રુવી અને શુભમના નાના. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર રાખેલ નથી.
હાલાઈ લોહાણા
સંજયભાઈ લાખાણી (ઉં.વ. ૫૩), હાલ કાંદિવલી, તે નાસિકવાળા સ્વ. ચુનીલાલ સુંદરભાઈ લાખાણીના દિકરા. તે શશીકલાબેન ઘનશ્યામભાઈ લાખાણીના ભત્રીજા. તે કામીનીબેન લાખાણીના પતિ. મયંકના પિતા. રેખાબેન કિશોરભાઈ, હંસાબેન સુનીલભાઈ અને દિનેશભાઈ કારિયાના ભાણેજ. તે ચંપાબેન ખીમજીભાઈ ગોદિંયાના જમાઈ, તા. ૨૮-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૩૦-૮-૨૨ના મંગળવારે શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ) ૪ થી ૬.
નવસારી વિશાલાડ વૈષ્ણવ વણિક
કિશોરભાઈ કનૈયાલાલ કાપડિયા (ઉં.વ. ૮૯), ૨૮ ઑગસ્ટ, ૨૨ના રોજ દેવલોક પામ્યા છે. તે કાશ્મીરાબેનના પતિ. ઉત્પલ, પ્રણવના પિતા. સેજલ, વૈશાખીના સસરા. શ્રેય, અમેય, ક્રિશાના દાદા. પ્રદ્યુમ્નભાઈ, પ્રબોધભાઇ, રંજનબેન, વસંતભાઈ, દક્ષાબેન, વર્ષાબેનના મોટાભાઈ. લૌકિક ક્રિયા બંધ છે.
હાલાઇ લોહાણા
રાજકોટ હાલ ભિવંડી સ્વ. દ્વારકાદાસ પ્રાણજીવનદાસ આહ્યા અને કેસરબેનના પુત્ર જીતેન્દ્ર (ઉં. વ. ૫૪) તે જયશ્રીના પતિ. તે વિશાખાના પિતા. તે સ્વ. લલિતાબેન, સ્વ. સવિતાબેન, સ્વ. શાંતાબેન, કાંતાબેન, મંજુબેન, સ્વ. સુરેશભાઇ તથા ભરતભાઇના ભત્રીજા. તે શરદ શર્માના જમાઇ શુક્રવાર, તા. ૨૬-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બાલાસિનોર દશાનિમા વણિક
બીપીનચંદ્ર ચીમનલાલ મોદી (ઠાસરાવાલા) (ઉં. વ. ૭૯) તે તા.૨૫-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કમળાબેન ચીમનલાલ છોટાલાલ મોદીના પુત્ર. તથા સ્વ. કમળાબેન ચીમનલાલ કડકીઆ (હાલોલવાળા)ના જમાઇ. તથા ગં. સ્વ. દીપિકાબેન બીપીનચંદ્ર મોદીના પતિ. તથા ભાવેશ, અલ્પા, કરીશ્માના પિતા અને નીકિતા સૌમીલ શૈશવના સસરા. પાર્થ, યશ, આર્યનના દાદા. લૌકિક પ્રથા બંધ છે.
દશા સોરઠિયા વણિક
રાણાવાવ હાલ બોરીવલી, સ્વ. ગોકલદાસ હરીદાસ પારેખના ધર્મપત્ની ગં. સ્વ. નિર્મલાબેન પારેખ (ઉં. વ. ૧૦૧) તે ગં.સ્વ. મધુબેન પુરષોતમભાઇ, ગં. સ્વ. ઇન્દિરાબેન કિશોરકુમાર, અરુણાબેન મનોજકુમાર મોતીપરા, સ્વ. ગીતાબેન કીર્તિકુમાર, પ્રવીણના માતુશ્રી. સ્વ. શાંતિલાલ, સ્વ. જગજીવનદાસ, સ્વ. હરસુખલાલ, સ્વ.જયાબેન રમણીકલાલ, સ્વ. કમુબેન રતીલાલના ભાભી. ચારૂલતા પ્રવીણ પારેખના સાસુ. સ્વ. મગનલાલ હરખચંદ શ્રીમાંકરના પુત્રી. પ્રિતેશ, ધરા આતિશ ધીયાના દાદી. તા. ૨૮-૮-૨૨ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.