હિન્દુ મરણ
રમેશભાઈ માધવજી આશર (ઉં. વ. ૭૭) તે મણીબેન માધવજી આશરના પુત્ર તે જયાબેન ગોપાલદાસ કાનાણીના જમાઈ. તે નિલમબેનના પતિ. અ. સૌ. નિતલ પ્રધ્યુમ્ન, અ.સૌ. ધૃતિ જીતેન્દ્ર તથા જયના પિતાશ્રી. તે પ્રધ્યુમ્ન, જીતેન્દ્ર તથા પૂર્વીના સસરા. તે સ્વ. માનસિંગભાઈ, સ્વ. મધુરીબેન તથા કલાબેનના ભાઈ તે નચિકેત ઈશાનના નાના તથા સમીકાના દાદા તા. ૩૧.૧૨.૨૦૨૨ના રોજ પુના મુકામે શ્રીજીના ચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુથાર
ગામ લુણસાપુર, હાલ દહિસર ગં. સ્વ. પ્રભાબેન બાલુભાઈ સિધ્ધપુરા (ઉં.વ.૮૦) તે સ્વ. બાલુભાઈ જીવનભાઈ સિધ્ધપુરાના ધર્મપત્ની. ઝવેરભાઈ, ધરમશીભાઈ, અમૃતભાઈ માવજીભાઈ પરમારના બહેન, હરજીવનભાઈ, નંદલાલભાઈ, બટુકભાઈ, અરવિંદભાઈ, પ્રવીણભાઈના ભાભી. વિજયભાઈ, અશ્ર્વિનભાઇ, હિંમતભાઇ, બિપીનભાઈ, હંસાબેનના માતુશ્રી, નયનાબેન, સેજલબેન, જાગૃતિબેન, ભાવિષાબેન, સંજયકુમાર પરમારના સાસુ. ૨૯/૧૨/૨૨ના રોજ રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨/૧/૨૩ ના રોજ ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર કાર્ટર રોડ ૩ અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
ગોંડલવાળા હાલ સુરત સ્વ. ચીમનલાલ પિતાંબર વાઢેર(ઉં. વ. ૭૬), તા. ૨૯/૧૨/૨૦૨૨ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે વિદ્યાગૌરીના પતિ. સ્વ. વલ્લભદાસ, સ્વ. અમૃતલાલ, સ્વ. હેમકુંવરબેન, સ્વ. મુક્તાબેન, સ્વ. જસવંતી બેન, સ્વ. ચંદ્રિકાબેનના ભાઈ. તે રાજુ, મનોજ, ધ્રુતી નિર્મળ, પ્રીતિ બોસમિયાના પિતા તથા હેમાલિના સસરા. નીલના દાદા. તે હરિલાલ મૂળજી પડિયાના જમાઈ. તે નાથાલાલ-પડિયાના ભાણેજ. બંને પક્ષની સાદડી તા. ૦૨/૦૧/૨૦૨૩ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે મલાડ (મુંબઈ) સ્થળ: સરાફ માતૃ હોલ, પોદ્દાર રોડ, ગોળ ગાર્ડન પાસે, મલાડ ઈસ્ટ.
ઔદીચ્ય સહસ્ત્ર બસીયા સમાજ
ટીંટોઈ નિવાસી, હાલ ઘાટકોપર ગં. સ્વ. મંજુલાબેન સોમાલાલ વ્યાસના પુત્રવધૂ છાયાબેન વિનોદ વ્યાસ (ઉં. વ. ૬૮) તેઓશ્રી શનિવાર તા. ૩૧-૧૨-૨૦૨૨ના રોજ દેવલોક પામ્યા છે. તેઓશ્રી કેતન-અનુશ્રી, કપીલ-કિંજલના માતુશ્રી. કિરણબેન મધુસુદન ત્રિવેદી, ઈલાબેન હરેશ વ્યાસ, હેમાંગીની ધ્રુવ વ્યાસના ભાભી, સ્વ. શારદાબેન વિઠ્ઠલદાસ ભગતના પુત્રી. ગીરીશભાઈ, વિજયભાઈ અને નૈનેશ ભગતના બહેન. ઋષિ અને શિવમના દાદી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર તા. ૨-૧-૨૦૨૩ના સાંજનાં ૪ થી ૬ કલાકે. ઠે. શ્રી ઝવેરબેન પોપટલાલ સભાગૃહ, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈસ્ટ).
આજક ગિરનારા બ્રાહ્મણ
મૂળ ગામ લોઈજ – હાલ મુંબઈ – ભુલેશ્ર્વર પ્રકાશ કાંતીલાલ જોશી (ઉં.વ. ૭૦) તે સ્વ.પુષ્પાબેન કાંતીલાલ જોશીના પુત્ર. સરલાબેનના પતિ. માનસી, દિપાના પિતા. હંસાબેન વેણીભાઈ પુરોહિત, પ્રતિભાબેન, વિજયના ભાઈ. સ્વ.પુષ્પાબેન દુર્લભજી અમૃતલાલ પંડ્યાના જમાઈ. જયોતિબેન, વર્ષાબેન, રાજેશ, પંકજના બનેવી. નિલેશ સોનીના સસરા તા. ૩૦/૧૨/૨૨ શુક્રવારના રોજ શ્રીજી શરણ પામેલ છે. લૌકિક પ્રથા
બંધ છે.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગ્યારસે બ્રાહ્મણ
ગામ મોરચંદ, હાલ ઘાટકોપર પ્રેમિલા (બકુબેન) યોગેશ જોશી (ઉં. વ. ૬૬) તા. ૩૧-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કમળાબેન રતિલાલ મદાણીના સુપુત્રી. તે યોગેશ ભૂપેન્દ્ર જોશીના ધર્મપત્ની. તે સમીર અને સોનાલી ચિંતન શાહના માતુશ્રી. તે ભારતી નરેન્દ્ર શાહ અને પંકજ રતિલાલ મદાણીના બહેન. તે વિનોદ જોષી, દિપક, સ્વ. કિર્તી, પંકજ, રશ્મી, ભાનુ અને જયોત્સનાના ભાભી. તે ચિંતન પંકજ શાહ અને રૂપાલી સમીર જોષીના સાસુ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨-૧-૨૩ના સાંજે ૪.૩૦થી ૬. ઠે. ઘાટકોપર બ્રાહ્મણ સમાજ હોલ, જોશી લેન, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
સત્તર તાલુકા ઝાલાવાડી બ્રાહ્મણ
લિંબડી નિવાસી, હાલ કલ્યાણ સ્વ. લક્ષ્મીશંકર રામચંદ્ર આચાર્ય અને પદમાબેનના પુત્ર પ્રવીણભાઇ લક્ષ્મીશંકર આચાર્ય (ઉં. વ. ૮૮) તા. ૩૦-૧૨-૨૨ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે તરલાબેન પ્ર. આચાર્યના પતિ. તથા આરતીબેન ભટ્ટ, અમિતાબેન શુકલા, માધવીબેન શુકલા અને વિપુલકુમાર આચાર્યના પિતા. તેમની સાદડી તા. ૨-૧-૨૩ના સાંજે ૪થી ૬. ઠે. ઇન્દ્રપ્રસ્થ ક્લબ હાઉસ, ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્સ, આધાર વાડી, કલ્યાણ (પશ્ર્ચિમ).