હિન્દુ મરણ
કડવા પટેલ
ગોરેગામના હેમલતાબેન મણિલાલ પિપરોડિયા (ઉં. વ. ૭૩) શનિવાર, ૨૪મીએ દેવલોક પામ્યાં છે. તે રાકેશ, છાયાબહેન હેમંતભાઇ પટેલ, હીનાબેન મયૂરભાઇ મહેતા, જીજ્ઞાબહેન શ્રીનિવાસ રાવનાં માતા. નીતાબેનના સાસુ. ઉત્તરક્રિયા મંગળવાર ૩જીએ સવારે ૧૧. ઠે. ૫૦૨, ઓર્ચિડ ટાવર, મૈત્રી પાર્ક સોસાયટી, ફિલ્મ સિટી રોડ, ગોરેગામ (પૂ.).
શ્રી નાઘેર દશા શ્રીમાળી વણિક
મોઠા નિવાસી હાલ ડોમ્બિવલી ગં.સ્વ. સરોજબેન (ઉં.વ. ૬૧) તે સ્વ. અરવિંદભાઈ પારેખનાં ધર્મપત્ની. તે રાહુલ, મોના, સોનાના માતુશ્રી. તે સ્વ. તરવેણીબેન ભાઈચંદ જેરામ પારેખના પુત્રવધૂ. તે માધવી, ઘનશ્યામકુમાર તથા ચિંતનકુમારનાં સાસુ. તે નૈતિકનાં દાદી. તે આશ્રીત, સાચીનાં નાની. તે સ્વ. હરખલાલ દુર્લભદાસ ચાવડાનાં દીકરી શુક્રવાર, તા. ૩૦-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
હાલાઈ લોહાણા
મૂળ ગામ મોરબી હાલ થાણા સ્વ. કરમશી વાલજી ઉનડક્ટના જેયષ્ઠ પુત્ર હસમુખરાય (પુરષોત્તમ) (ઉં.વ. ૭૯) તા. ૨૯-૧૨-૨૨ને ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે ભાનુમતીબેનના પતિ. તે સ્વ. બાબુલાલ રામજી નથવાણીના મોટા જમાઈ. તે પરેશભાઈ, કમલેશભાઈ તથા મેહુલભાઈના પિતાશ્રી. તે જેષ્ટારામભાઈના મોટાભાઈ. તે દક્ષાબેન, છાયાબેન, વૈશાલીબેનના સસરાજી. પ્રાર્થનાસભા તા. ૦૧-૦૧-૨૩ને રવિવારના રોજ ૫.૦૦થી ૭,૦૦, સ્થળ: શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ હોલ, બ્લોક નં. ૬૧/૪-૫, ગુરુ ગોવિંદ સિંગ માર્ગ, મુલુંડ કોલોની, મુલુંડ (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)
કચ્છી લોહાણા
કચ્છ મોટીબેર હાલ વાશી (નવી મુંબઈ)ના સ્વ. શાંતાબેન ખીમજી ઠક્કરના પુત્ર લક્ષ્મીકાંતભાઈના પત્ની. ગં.સ્વ. રેખાબેન (ઉં.વ. ૭૨) બુધવાર, તા. ૨૮-૧૨-૨૨નાં રામશરણ પામેલ છે. તે વિરલ, અંકૂરના માતા તથા નમ્રતા, સવિતાના સાસુમા. સ્વ. લક્ષ્મીબેન ધરમશી પ્રધાનજી કોઠારીના પુત્રી. જયાબેન પ્રાગજીભાઈ, સ્વ. પ્રભાબેન રમણીકલાલ, મધુબેન વસંતભાઈ, લતાબેન રમણીકલાલ, પ્રફુલ્લાબેન વસંતભાઈનાં ભાભી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌક્કિ વ્યવહાર સદંતર બંધ છે. સ્થળ: લક્ષ્મીકાંતભાઈ ઠક્કર, બી-૬૦૮, મંગલ ટાવર, વાશી (નવી મુંબઈ).
દશા સોરઠીયા વણિક
ગામ જાબાળ હાલ બોરીવલી (વેસ્ટ) કિશોરભાઇ ધનજીભાઇ સાંગાણીના ધર્મપત્ની અ. સૌ. પ્રવિણાબેન (ઉં. વ. ૬૮) તે જતીનભાઇ, નિલેશભાઇ, પારુલબેનના માતુશ્રી. અમિતકુમાર, હેતલબેન, અલ્પાબેનના સાસુ. પિયર પક્ષે સ્વ. ઉજમબેન મોહનલાલ ગાંધી (દીવવાળા)ના દીકરી. ચંદ્રકાન્તભાઇ, પ્રવીણભાઇ, અશ્ર્વિનભાઇ, નિર્મલાબેન સુરેશકુમાર, રેખાબેન પ્રવીણકુમાર, સ્વ. પદ્મિનીબેન રસિકલાલ, સરલાબેન જયેશકુમારના બહેન. સ્વ. કાંતિભાઇ, ધીરજલાલ, સ્વ. રતિલાલ, ગં. સ્વ. સવિતાબેન મહેન્દ્રકુમાર, કાજલબેન ભરતકુમાર, શાંતિભાઇ, સ્વ. મંજુલાબેન, નલિનીબેન, સ્વ. હંસાબેન, વર્ષાબેનના ભાભી. નીરૂબેન મહેન્દ્રભાઇ મુંજયાસરા, ગં. સ્વ. પ્રેમિલાબેન પ્રવીણભાઇ પારેખ, કંચનબેન શશીકાંતભાઇ મીઠાનીના વેવાણ. શનિવાર, તા. ૩૧-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનિક સાદડી-બેસણું સોમવાર, તા. ૨-૧-૨૩ના ૩થી ૫. લૌકિક પ્રથા ચાલું છે.
માધવપુર ગિરનારા બ્રાહ્મણ
રત્નપ્રભાબેન (ઉં. વ. ૮૬) તે સ્વ. ચંપકલાલ મનુભાઈ ભટ્ટના પત્ની. સ્વ. મનોરમાં મગનલાલ ઠાકરના પુત્રી. રત્ના, સૌરભ, મેઘા, ખ્યાતિ, નિપુર્ણના માતુશ્રી. હિમાંશુ, બીના, મુનિંદ્રા, અવિનાશ, દર્શનાના સાસુ. ઋતુજ, વિધા, જગતી, મહીના દાદી. તા. ૩૦/૧૨/૨૨ના રોજ દેવલોક પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કપોળ
નાગેશ્રીવાળા હાલ દહિસર સ્વ. ગુલાબરાય વલ્લભદાસ લહેરીના ધર્મપત્ની હંસાબેન લહેરી (ઉં. વ. ૭૯) તે ૨૯/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ભરત, સ્વ. મુકેશ, નૈના હરીશ દોશી, જ્યોતિ મુકેશ મહેતા, જયશ્રી દિપક મહેતાના માતા. દિપાલી નીરવ સંઘવી, સમીર, સ્વ. નીરવના દાદી. સ્વ. કૌશિકાબેન, ગં. સ્વ દક્ષાબેનના સાસુ. પિયરપક્ષે ઠવીવાળા સ્વ. અમૃતલાલ પ્રભુદાસ મહેતાના દીકરી. તેમની પ્રાર્થનાસભા ૧/૧/૨૩ ના ૫ થી ૭ લોહાણા મહાજનવાડી, બીજો માળ એસ. વી રોડ કાંદિવલી વેસ્ટ.
ભાવસાર સમાજ
અમદાવાદ નિવાસી સ્વ. લલીતાબેન હરિલાલ જૈન (ભાવસાર)ના પુત્ર હેમેન્દ્રભાઈ (ઉં. વ. ૭૫) તે રેખાબેનના પતિ. ફેનિલ તથા કેનીલના પિતા. નિકી તથા હિનલના સસરા. સ્વ. શાંતાબેન ડાહ્યાલાલ મોતીવાલા (ભાવસાર) ના જમાઈ ૨૯/૧૨/૨૨ના કાંદિવલી મુકામે અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧/૧/૨૩ ના ૪ થી ૬ કલાકે પાવનધામ મહાવીર નગર, બી. સી. સી આઈ ગ્રાઉન્ડની સામે કાંદિવલી વેસ્ટ.
ઘોઘારી મોઢ વણિક
બોટાદ નિવાસી સ્વ.નવનીતરાય ચં. વડોદરીયાના પત્ની હાલ મીરા રોડ ગં. સ્વ. મંગળાબેન (ઉં. વ. ૮૯) તે ૨૭/૧૨/૨૨ ના અક્ષર નિવાસી થયેલ છે. તે તુષાર, અમરીશ, જયેશ, મીતા પરેશ ગાંધી, રેખા વિરેન્દ્ર વોરાના માતુશ્રી. તે વિણા,મમતા, મીલનના સાસુ. તે સ્વ. કનૈયાલાલ, સ્વ.કાંતાબેન, સ્વ. વિમળાબેન, સ્વ. જશવંતીબેન અને હંસાબેનના ભાભી. તે હરિપ્રસાદભાઇ, સુરેન્દ્રભાઇ, હસુમતીબેનના બહેન બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧/૧/૨૦૨૩ રવિવારના સ્વામીનારાયણ મંદિર પહેલે માળે સેકટર નં ૧૦ મીરા રોડ, ૫.૩૦ થી ૭.૩૦.
હાલાઇ લોહાણા
મૂળ વતન બારા હાલ ચેમ્બુર, ગં સ્વ. લીલાવતીબેન લીલાધરભાઈ હીન્ડોચાના પુત્ર મુકેશ (ઉં. વ. ૬૦) તે હર્ષા અશોકકુમાર ચંદારાણા, યોગેશ, નીલેષ, ઈલા અશોકકુમાર કારિયાના ભાઈ. કાન્ચી, આરવ, રીષી,સખીના કાકા ગુરુવાર ૨૯/૧૨/૨૨ના શ્રીજીચરણ પામ્યા છે લૌકીક પ્રથા બંધ રાખેલ છે.