Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

લુહાર સુથાર
માણેકવાડા હાલ ભાયંદર ધીરજલાલ કાનજીભાઈ પરમાર (ઉંમર:૮૦) તે ૨૮/૧૦/૨૨ ના રામશરણ પામેલ છે. તે સ્વ. ઉર્મિલાબેન ના પતિ, રાજેશ, ચેતન, સ્વ. ભદ્રેશ, રોહિતના પિતા. રીટા, માનસી, મમતા, પારૂલના સસરા. સ્વ. મનસુખભાઇ, સ્વ. બાલુભાઈ, સ્વ. શાંતાબેન લવજીભાઈ પીઠવા, મુક્તાબેન કાંતિભાઈ હરસોરા, નિમુબેન દામજીભાઇ ઉમરાણીયાના ભાઈ, સ્વ. ભગવાનજી માવજીભાઈ પિત્રોડાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૩૧/૧૦/૨૨ સોમવાર ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર કાર્ટર રોડ ૩ બોરીવલી ઈસ્ટ.
લુહાર સુથાર
કુક્કડ હાલ અમ્બરનાથ સ્વ. નાથાલાલ પ્રેમજીભાઈ કવા (ઉમર:૮૬) તે કંચનબેનના પતિ. સ્વ. પોપટભાઈ, સ્વ. ત્રિભુવનભાઈ તથા સ્વ. બાબુભાઇના ભાઈ. નીતાબેન મહેન્દ્રભાઈ વાઘેલા, સ્વ. જાગૃતિ રસિકભાઈ જિલ્કા, શિલ્પા રસિકભાઈ શાહ, સ્વ. પ્રથમેશના પિતા. પ્રતાપભાઈ લક્ષમણભાઇ ચિત્રોડાના બનેવી. ૨૭/૧૦/૨૨ના રામચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૩૧/૧૦/૨૨ના ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩ અંબા માતા મંદિર મંદિર, બોરીવલી ઈસ્ટ.
દશા સોરઠીયા વણિક
મઢડા હાલ વિરાર સ્વ. ધીરજલાલ જયંતીલાલ મુંજયાસરાના ધર્મપત્ની ગં.સ્વ નિર્મળાબેન (ઉમર:૭૮) તે ૨૯/૧૦/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે પ્રવીણ, દિપક, સંદીપ, નીતિન, ગં.સ્વ પ્રવીણા તથા જ્યોતિના માતુશ્રી. તૃપ્તિ, નીતા, અલ્પા, રચના, સ્વ. વિજયભાઈ ભીખાલાલ, મયૂરકુમાર બાલકૃષ્ણ સાસુ. સ્વ. વ્રજલાલ, સ્વ. ગુણવંતભાઈ, કાંતિલાલ, સુરેશભાઈ, સ્વ. પદમાબેન હિંમતલાલ, સ્વ. નિર્મળાબેન હર્ષદભાઈ, ગં.સ્વ જશવંતીબેન મનસુખલાલ, ગં.સ્વ મુક્તાબેન વસંતરાય, પુષ્પાબેન મહેન્દ્રકુમાર મોટાભાભી, રમણીકલાલ નાથાલાલ રાજકોટડીયાના બહેન.
દશા સોરઠીયા વણિક
રાજપરા નિવાસી હાલ બોરીવલી સ્વ. ધીરજલાલ શામજીભાઈ ધોળકિયાના સુપુત્ર શ્રી રસિકલાલ ધોળકિયા શનિવાર તા. ૨૯/૧૦/૨૨નાં સ્વર્ગવાસ થયેલ છે. સ્વ. સરલાબેનનાં પતિ. શૈલેષ, પન્ના તથા સંજયનાં પિતાશ્રી. જવાહરભાઈ,જયંતિભાઈ, હર્ષદભાઈનાં મોટાભાઈ. જામખંભાળિયા નિવાસી સ્વ. મનસુખલાલ રતનશી ધ્રુવનાં જમાઈ. ટેલીફોનિક બેસણું સોમવાર તારીખ ૩૧/૧૦/૨૨ના સાંજે ૫ થી ૭.
ઘોઘારી દશાશ્રીમાળી વૈષ્ણવ વણિક
મહુવા હાલ કાંદીવલી, સ્વ. નટવરલાલ હરીવલ્લભદાસ દાણી અને સ્વ. જસુમતીબેનના પુત્ર વિજયભાઈ (ઉં. વ. ૫૮) તારીખ ૨૯-૧૦-૨૨ના શ્રીજી ચરણ પામેલ છે. તેઓ શ્રી જયંતના ભાઈ. ભાવનાબેનના દિયર, વિપુલભાઈ અને સમીરભાઈના કાકા તેમજ શ્રીમતી મનીષાબેન અને મેઘનાબેનના કાકાજી સસરા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે.
શ્રી હાલાર મચ્છુકાંઠા ભાવસાર સમાજ
કાંદિવલી મુંબઈ નિવાસી સ્વ. મુક્તાબેન તથા સ્વ. રતિલાલ શામજી ભાવસારના સુપુત્ર શ્રી જગદીશભાઈ (ઉં. વ. ૬૫), શનિવાર, તારીખ ૨૯/૧૦/૨૨ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. તેઓ તૃપ્તિબેનના પતિ. અર્પી રુચિત શાહ, મૈત્રી ભાવિન મેવાડાના પિતાશ્રી. કિશોરભાઈ, અંજનાબેન, ચેતનાબેન, ધર્મેન્દ્ર, અમિત, મીતાબેન, દક્ષાબેનના ભાઈ. તે શ્રી ચીમનલાલ રવજીભાઈ સોલંકીના જમાઈ, તેમની પ્રાર્થના સભા સોમવારે તા. ૩૧/૧૦/૨૨ના ૫.૦૦થી ૭.૦૦ ઠે. કાંદિવલી હાલાઈ લોહાણા મહાજન હોલ બીજે માળે, એસ. વી. રોડ,શંકર ભગવાન મંદિર પાસે. કાંદીવલી (પશ્ચિમ).
સૌરાષ્ટ્ર કડવા પાટીદાર (પટેલ)
કુતિયાણા હાલ :- બોરીવલી શ્રી સુરેશભાઈ છગનભાઈ સૈજાના ધર્મપત્ની અ. સૌ. ભારતીબેન (ઉં.વ. ૬૦) તા. ૩૦-૧૦-૨૨ ને રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. શાંતાબેન તથા સ્વ. છગનભાઇ જેઠાભાઈ સૈજાના પુત્રવધૂ. સાહિલના માતુશ્રી.
મોચી
કાજ નિવાસી હાલ મીરા રોડ સ્વ. ભાનુબેન દામજીભાઇ વાજા (ઉં. વ. ૮૧) તે સ્વ. દામજીભાઇ શામજીભાઇ વાજાના ધર્મપત્ની. યોગેશભાઇ, ભરતભાઇ, મધુબેન, પ્રતિભાબેનના માતુશ્રી. સ્વ. હીરાલાલ ગોવિંદજી પરમારના દીકરી તા. ૨૮-૧૦-૨૨ના સ્વર્ગવાસી થયેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૩૧-૧૦-૨૨ના સાંજે ૪થી ૬, નિવાસસ્થાને રાખેલ છે.
હાલાઇ લોહાણા
ગામ જામખંભાળીયા હાલ થાણા દિનેશ જમનાદાસ પંચમતીયા ઠક્કર (ઉં. વ. ૭૫) તે સ્વ. હેમકુંવરબેન તથા સ્વ. જમનાદાસ ભાણજી પંચમતીયાના પુત્ર. તે મનોરમાબેનના પતિ. તે નિલેશ અને કેતનના પિતા. તે ચંદ્રકાંતભાઇ (ચંદુભાઇ) સ્વ. નિર્મળાબેન ઇન્દ્રવદન ઠક્કર, સ્વ. ગીતાબેન, વાસુદેવ ઠક્કર, નીતાબેન શાંતિલાલ ઠક્કરના મોટાભાઇ. તે સ્વ. હિરાબેન તથા નટવરલાલ અમલાની (કોચીનવાલા)ના જમાઇ. શુક્રવાર, તા. ૨૮-૧૦-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૩૧-૧૦-૨૨ સાંજે ૪-૩૦થી ૬. ઠે. ટીપટોપ પ્લાઝા, રીગલ હોલ, તીન હાથ નાકા, થાણા (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી રાજગોર
કસ્તુરબેન કાકુભાઇ ગોપાલજી વ્યાસના સુપુત્ર રવિલાલ (ઉં. વ. ૭૫) તા. ૨૮-૧૦-૨૨ના રામશરણ પામેલ છે. તે મંજુલાબેનના પતિ. તે મુકેશ, નલીનીબેન કિરણભાઇ જોશી, દિક્ષાબેન જયેશભાઇ મહેતા, સોનાલીબેન કમલેશભાઇ મહેતા, હિનાબેન જીતેનભાઇ નાકરના પિતા. તે જયાબેન, રમેશભાઇ, હરેશભાઇ, કરસનદાસ, ભાઇલાલ, હિરાલાલ, ગં. સ્વ. રમિલાબેન, પુષ્પાબેન ભાઇ. તે સ્વ. નરસિંહ રવજી બોડાના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૩૧-૧૦-૨૨ સોમવારના બપોરે ૩થી ૫. ઠે. હાલારી વિસા ઓસવાલ મહાજનવાડી, ૧લે માળે, દાદા સાહેબ ફાળકે રોડ, હિન્દમાતા, દાદર, મુંબઇ-૧૪.
કચ્છ કડવા પાટીદાર
કચ્છ ગામ વિગોડી હાલ ઉલ્હાસનગર સ્વ. હંસાબેન નાનજીભાઇ કાલરીયા (ઉં. વ. ૮૯) તા. ૨૮-૧૦-૨૨ના શુક્રવારના નિધન થયેલ છે. તે સ્વ. નાનજી રામજીના ધર્મપત્ની. તે જમનાદાસભાઇ, રવજીભાઇ, નરસિંહભાઇ, પરસોતમભાઈ, લક્ષ્મીબેનના માતુશ્રી. તે પ્રવિણ, વિનોદ, પુષ્પા, નિતીન, રોહિત, કલ્પના, પ્રિયા, ભાવેશ, ઉમેશ, ભક્તિ, હિરેન, શુભમના દાદી. તે પાર્વતીબેન, મધુબેન, જયાબેન તથા નયનાબેનના સાસુ. બેસણું તથા લૌ. વ્ય. રાખલે નથી
કચ્છી ભાટિયા
માંડવી ભગતસિંહ રત્નસિંહ જેસરાણી હાલ મુંબઇ જુહુ (ઉં. વ.૮૮) તે સૌ. દમયંતીબેન જેસરાણીના પતિ. સ્વ. રત્નસિંહ કલ્યાણજી જેસરાણી તથા સ્વ. રમકુંવર રત્નસિંહ જેસરાણીના સુપુત્ર. સ્વ. લક્ષ્મીદાસ દ્વારકાદાસ ભાણજી તથા સ્વ. વેલાબેન લક્ષ્મીદાસ ભાણજીના જમાઇ. હેમાંગભાઇ જેસરાણી તથા સીમાબેન આશરના પિતા. તા. ૨૭-૧૦-૨૨ ગુરુવારે તેમના હાલ નિવાસ સ્થળે શ્રીજીચરણ પામેલ છે.

RELATED ARTICLES

Most Popular