હિન્દુ મરણ

મીરા રોડ નિવાસી કિરીટભાઈ મનસુખલાલ શુકલ ૨૦-૮-૨૨ના કૈલાસવાસી થયેલ છે. તે સ્મિતાબેનના પતિ. ખ્યાતિ તથા દિપાલીના પિતા. નીતિનભાઈ, સંજયભાઈના મોટાભાઈ. રાકેશભાઈ રાવલના સસરા. સ્વ. છગનલાલ નંદલાલ ત્રિવેદીના જમાઈ. બંને પક્ષની સંયુક્ત પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૫-૮-૨૨ના સાંજે ૪થી ૬. સ્થળ: બાપા સીતારામ મઢુલી, અય્યપા મંદિરની ગલી, પૂનમ સાગર, મીરા રોડ (પૂર્વ).
નવગામ ભાટિયા
ગોંડલ (હાલ વિરાર) વિજય ગોપાલદાસ મોતીચંદ સંપટ (ઉં.વ. ૭૧) તા. ૨૩-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે નિતાબેનના પતિ. હિમાંશુના પપ્પા. રાધિકાના સસરા. સુધીરભાઈ, અશોકભાઈ, સરલાબેન અનિલકુમાર આશરના ભાઈ. સ્વ. અમૃતલાલ હરજીવનદાસ જાની (મઉં)ના જમાઈ. લૌકિક પ્રથા બંધ છે.
દેસાઈ સઈ સુથાર
તણસા હાલ અંધેરી સ્વ. રમણીકલાલ મોહનભાઇના ધર્મપત્ની મધુમતીબેન (ઉં.વ. ૭૨) તે ૨૧/૮/૨૨ના રામશરણ પામેલ છે. તે પ્રવીણભાઈ, મમતાબેન કનૈયાલાલ વાઘેલાના માતુશ્રી. સ્વ. બાબુભાઇ, ઈશ્ર્વરભાઈ, સુરેશભાઈ, સુશીલા બાબુભાઇ માવદીયાના ભાભી. દક્ષાબેનના સાસુ. ભાવનગર નિવાસી બચુભાઈ રામજીભાઈ ગોહિલની દીકરી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૨૫/૮/૨૨ના ૪ થી ૬ કલાકે દેસાઈ સુતાર જ્ઞાતિ વાડી, અશોક ચક્રવતી રોડ, સ્વયંભૂ ગણપતિ મંદિર સામે, કાંદિવલી ઈસ્ટ.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
ગોંડલ હાલ મલાડ નવીનચંદ્ર વલ્લભદાસ વાઢેરના જમાઈ અમરીશ ખત્રી (ઉં.વ. ૪૨) તે ભગવતીબેન મહેન્દ્રભાઈ ભાઈચંદ ખત્રી ભેડાના પુત્ર. માયાબેનના પતિ, ૧૮/૮/૨૨ના સુરત મુકામે શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૫/૮/૨૨ના ૪ થી ૬ કલાકે બિલ્ડીંગ નં ૮, રૂમ નં ૫, પહેલે માળે, શાહ આર્કેટ પાછળ, રાણીસતી રોડ, મલાડ ઈસ્ટ.
શ્રીમાળી સોની
સિહોરવાળા (હાલ ગોરેગાંવ) શ્રીમતી પ્રભાવતી રમણીકલાલ લંગાળીયાની પુત્રવધૂ અ. સૌ. શ્રુતિ જયેશ લંગાળીયા (ઉં.વ. ૫૦) તે જમ્મિતના માતા. તે પરેશ-નયના કેતન, વિરેન નિશાના ભાભી. તે ધ્રુવ, જાહ્નવી, સલોની અને વિનીશાના કાકી. તે વરવેલી (મહારાષ્ટ્ર ) બાલકૃષ્ણ લક્ષ્મણ વિચારેની પુત્રી તા. ૨૧/૮/૨૨ ને રવિવારના શ્રીજીચરણ પામેલ છે. (સર્વ લૌકિક ક્રિયા બંધ છે).
લુહાર સુથાર
ગામ લિખાળા હાલ દહીસરના રમેશભાઈ કનાડીયા (ઉં.વ. ૬૬) તે ૨૧/૮/૨૨ના અક્ષરનિવાસી પામ્યા છે. તે સ્વ. અંજવાળીબેન બાલુભાઈ ધનજીભાઈ કનાડીયાના પુત્ર. મંજુલાબેનના પતિ. હિંમતભાઇ-શારદાબેન, કંચનબેન કનુભાઈ મકવાણા, મંજુલાબેન ચંદુભાઈ પરમારના ભાઈ. સ્વ. બાબુભાઇ, મનોજભાઈ લાલજીભાઈ મિસ્ત્રી (ચૌહાણ)ના બનેવી. પરેશ-વર્ષા, નીતિન, હેતલ વિરેન્દ્ર પરમાર, શીતલના પિતા. પ્રાર્થનાસભા ૨૫/૮/૨૨ના ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
ઘોઘારી દશા દિશાવળ વણિક
કોળિયાક હાલ ભાયંદર પ્રકાશભાઈ રમણીકલાલ મોહનલાલ મહેતા (ઉં.વ. ૬૯) તે ૨૦/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે દક્ષાબેનના પતિ. નીરવના પિતા. હેતલના સસરા. હર્ષદભાઈ, સ્વ. ચંદ્રિકાબેન જયેશભાઇ દેસાઈ, બીનાબેન હરેશભાઇ મહેતા, નયનાબેન હેમંતભાઈ શાહના ભાઈ. સાસરાપક્ષે ગં.સ્વ. રમાબેન તથા સ્વ. શાંતિલાલ સવાયલાલ મહેતાના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૨૫/૮/૨૨ના ૪ થી ૬ કપોળ વાડી, ગીતાનગર, ફાટક રોડ, ભાયંદર વેસ્ટ.
વિશા સોરઠીયા વણિક
રહીજવાળા હાલ ભાયંદર રમેશચંદ્ર લીલાધર શાહના ધર્મપત્ની દમયંતીબેન શાહ (ઉં.વ. ૭૫) તે ૨૨/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે માનસી મેહુલ શાહ તથા અલ્પેશના માતુશ્રી. સ્વ. ભાનુમતી મનસુખલાલ, પન્ના રમેશચંદ્ર, નિરુપમા વીરેન માવાણી, સ્વ. જયંતીલાલ જેઠાલાલ, સ્વ. સુરેન્દ્ર, સ્વ. ગિરીશ તથા દિપકના બહેન. મેહુલ હરીશ શાહ તથા સુરૂના સાસુ. અક્ષ તથા ફેયાના બા. લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી લોહાણા
કાંદિવલી નિવાસી ગં.સ્વ. કુસુમબેન રસિકલાલ ઠક્કર (ઉનડકટ) (ઉં.વ. ૭૫), તે રીખવ, દિપાલી મિલીંદકુમાર વસાણી, જતીના અનુજ ઘોકાઈના માતુશ્રી. અ.સૌ. કિંજલના સાસુ. તે પ્રભાબેન શાંતીલાલ સેજપાલના સુપુત્રી. તે સ્વ. ચંપકભાઈ, પુરૂષોત્તમભાઈ, સ્વ. ધનલક્ષ્મીબેન, સ્વ. મંગળાબેન, પ્રવીણાબેન, દ્વારકાદાસ મોદીના ભાભી. તે પ્રીયમ, ધવલ, નવાંગ, કૈરવના નાની-દાદી, મંગળવાર, તા. ૨૩-૮- ૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૬-૮-૨૨ના ૫.૩૦ થી ૭.૦૦. સ્થળ: હાલાઈ લોહાણા મહાજન વાડી, ૨જે માળે, એસ.વી. રોડ, કાંદિવલી-વેસ્ટ, લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુથાર
ગામ સનાળા હાલ મીરા રોડ પ્રવિણભાઈ જીવનભાઈ ડોડીયાના ધર્મપત્ની કંચનબેન (ઉં.વ. ૬૯), તે સોમવાર, તા. ૨૨-૮-૨૨ના સ્વર્ગવાસ થયેલ છે. તે અ.સૌ. રીંકુબેન મનોજકુમાર, મનીષાબેન, હેતલબેન તથા યાગ્નિકના માતુશ્રી. સ્વ. ધીરજલાલ, સ્વ. નટુભાઈ, પ્રભુદાસ, સ્વ. પ્રફુલ્લભાઈના ભાભી. તે ગામ રજુલાવાળા સ્વ. ગોરધનભાઈ અંજવાળીબેનના દિકરી. સ્વ. વનમાળીભાઈ, દિલીપભાઈ, રમેશભાઈ, સ્વ. તારાબેન, ગં.સ્વ. મંગળાબેન, સ્વ. ગુલાબબેન, સ્વ. શારદાબેનના બેન. ઈશીતાબેન તથા અક્ષરના નાની. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૬-૮-૨૨ના લુહાર સુથાર જ્ઞાતિ વાડી, કાર્ટર રોડ નં-૩, અંબાજી મંદિરની બાજુમાં, બોરિવલી-ઈસ્ટ. ટાઈમ ૫.૦૦ થી ૭.૦૦.
ઈડર ઔદિચ્ય પિસ્તાળીસ જ્ઞાતિ
ગામ: ચિત્રોડા (હાલ બોરીવલી) સ્વ. મુરલીધર પુરૂષોત્તમ વ્યાસના ધર્મપત્ની ગં. સ્વ. કપિલાબેન (ઉં.વ. ૮૯) મંગળવાર, તા. ૨૩/૮/૨૨ના દેવલોક પામ્યા છે. તે સ્વ. ગોરધનભાઈ, સ્વ. વૃજલાલભાઈ, સ્વ. મુરલીધરભાઈ, સ્વ. રુકિમણીબેન, સ્વ. કોદરીબેનનાં બહેન. સ્વ. મોહનલાલ, સ્વ. લીલીબેન, સ્વ. મંજુલાબેન, ગં. સ્વ. પુષ્પાબેનના ભાભી. જયશ્રીબેન, ભારતીબેન, દક્ષાબેન, સ્વ. કિશોરભાઈ, પંકજભાઈના માતુશ્રી. મંદાબેન, દક્ષાબેન, કિર્તીભાઈ ભગત, રાજીવભાઈ ત્રિવેદી, જયેશભાઈ પુરોહિતના સાસુ. દર્શિતા, નેહા, ધૈર્ય, કુશના દાદી. ઓનલાઈન પ્રાર્થનાસભા તા. ગુરુવાર, ૨૫ ઓગસ્ટ, ૨૦૨૨ ને સાંજે ૭.૦૦ થી ૮.૦૦.
કપોળ
વેરાવળવાળા સ્વ. અનંતરાય હરગોવિંદદાસ સંઘવીના પુત્ર. હેમંત સંઘવી ૨૦-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે ગં. સ્વ. ભારતીબેનના પુત્ર. સ્વાતિબેનના પતિ. વિશ્ર્વા અને કુશલના પિતા. લીના હેમંતકુમાર શેઠ, ડો. પારૂલ ચેતન ગાંધી અને જાગૃતિ કેતન મહેતાના ભાઈ અને મહુવાવાળા મનુભાઈ ત્રિભોવનદાસ ગોરડીયાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
મુંબઈ હાલ હૈદરાબાદ સ્વ. પરશોત્તમદાસ મેઘજી અને સ્વ. પુષ્પાબેનના પુત્ર. ભરતભાઈ ઠક્કર (ઉં. વ. ૮૨) ૧૯-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રતિમાબેનના પતિ. ક્રિના, જેની અને જયના પિતા. તે સમીર, મહેશ અને ડો. દીપ્તીના સસરા. તે સ્વ. ડો. ચંદ્રકાંત લોહાણા અને સ્વ. ચંપાબેનના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી લોહાણા
ભાવનગર હાલ કાંદિવલી વિરેન્દ્રભાઈ (ઉં. વ. ૮૩) ૨૪-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. માણેકબેન અને સ્વ. ઈશ્ર્વરલાલ હીરાલાલ વસાણીના પુત્ર. તે હંસાબેનના પતિ. તે કનૈયાભાઈ અને ડોલીબેનના પિતા. તે સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. અરવિંદભાઈ, સ્વ. ઉપેન્દ્રભાઈ, વિજયભાઈ અને મંજુલાબેન કારિયાના ભાઈ. તે સ્વ. સવિતાબેન ભીમજીભાઈ રાજાના જમાઈ. તે પારુલબેન અને દેવાંગભાઈના સસરા. પ્રાર્થનાસભા ૨૬-૮-૨૨, શુક્રવારે સાંજે ૫થી ૭. લોહાણા મહાજનવાડી, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
લુહાર સુથાર જ્ઞાતિ
ગામ રાજુલાવાળા, હાલ પાર્લા સ્વ. ભગવાનજીભાઈ (નાથુભાઈ) ભીખાભાઈ ચિત્રોડાના ધર્મપત્ની ગં. સ્વ. કાંતાબેન ચિત્રોડા (ઉં. વ. ૮૨) ૨૨-૮-૨૨, સોમવારના અક્ષરનિવાસી થયેલ છે. તે સ્વ. માધવજીભાઈ વશરામભાઈ પરમારના મોટા દીકરા. તે રેખાબેન, સ્વ. ભરતભાઈ તથા મનોજભાઈના માતુશ્રી. તે ચેતનાબેન, રાખીબેન તથા પ્રવિણભાઈ કુંવરજીભાઈ ગોહિલના સાસુ. સ્વ. નારણભાઈ, નટુભાઈ તથા મુકુન્દભાઈના ભાભી. કરણ, ઈશિતા અને ઉત્સવના દાદી. પ્રાર્થનાસભા ૨૬-૮-૨૨, શુક્રવારે સાંજે ૫થી ૭. ખીરા નગર, એસ. વી. રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ).
ઘોઘારી દશા દિશાવળ વણિક
કોળિયાક નિવાસી હાલ ભાયંદર સ્વ. રમણીકલાલ મોહનલાલ મહેતાના પુત્ર પ્રકાશભાઈ (ઉં. વ. ૬૯) ૨૦-૮-૨૨, શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે દક્ષાબેનના પતિ. નિરવના પિતા. હર્ષદભાઈ, સ્વ. ચંદ્રિકાબેન જયેશભાઈ દેસાઈ, બીનાબેન હરેશભાઈ મહેતા, નયનાબેન હેમંતભાઈ શાહના ભાઈ તેમજ હેતલબેનના સસરા. તે શ્ર્વસુર પક્ષે સ્વ. શાંતિલાલ સવાયલાલ મહેતા તથા ગં. સ્વ. રમાબેનના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૫-૮-૨૨ના સાંજે ૪થી ૬. કપોળવાડી, ગીતાનગર, ફાટક રોડ, ભાયંદર (વેસ્ટ).
ગુજ્જર-સુથાર
મૂળ ગામ (લાલપુર પાસે) જૂનું હરીપર હાલ ભીવંડી સ્વ. ગીરધરલાલ મોનજીભાઈ દુધૈયા (ઉં. વ. ૮૩) તે મંજુલાબેનના પતિ. દીઝોશભાઈ, અમિતભાઈ, ઈલાબેન ધીરજલાલ, જયશ્રીબેન પ્રવીણકુમાર બકરાણીયા, સ્વ. કુ. નયનાબેન ગિરધરલાલના પિતાશ્રી. તે રસિકભાઈ, કાંતિભાઈ, દક્ષાબેન રમેશભાઈ, રંજનબેન નટવરલાલ, કંચનબેન નરેન્દ્રભાઈના મોટાભાઈ. તે સ્વ. બાબુલાલ રણછોડભાઈ અધેડા (આહીર સિંહણવાળા)ના જમાઈ. વિઠ્ઠલભાઈ, ગિરધરભાઈ, કાંતિભાઈ રમેશભાઈ, વિનોદભાઈ, કિરીટભાઈ, પુષ્પાબેન, ઈન્દુબેન અને કમળાબેનના બનેવી ૨૧-૮-૨૨, રવિવારના અવસાન પામેલ છે. સદગતનું બેસણું ૨૫-૮-૨૨, ગુરુવારના ૪ થી ૫. સ્થળ: ઓરચિડ રેસીડેન્સી (ધીરુભાઈનું બિલ્ડીંગ), ચર્નીપાડા, અંજુર ફાટા, મુંબઈ-ભીવંડી.
ધરણગામ ભાટિયા
સ્વ. નટવરલાલ જીવનલાલ ભાટિયા (ઉં. વ. ૮૪) તે અ. સૌ. સ્વ. તરૂલતાબેનના પતિ. સ્વ. રણછોડદાસ ચત્રભુજ ભાટિયાના જમાઈ તથા સ્વ. નવનીતલાલ, વિજયસિંહ ડો. વિવેક, સ્વ. વિનયાનંદ, સુભાષ, ગં. સ્વ. લીલાવતી, સૌ. પ્રમીલા અને ગં. સ્વ. ઉર્મિલાના ભાઈ. સૌ. સુલેખા, ડો. દીપક અને દિનેશના પિતા. અશ્ર્વિન વેદ તથા પ્રતીભા, રીટાના સસરા. તેજસ, રોનક, કુંજ અને જીતના દાદા મંગળવાર, ૨૩-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઉઠમણું ૨૫-૮-૨૨ના ૫ થી ૬ ઓનલાઈન રાખેલ છે.

Google search engine