હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

ચરોતર રૂખી
ગામ અગાસ બોરિયાના વતની હાલ મુંબઇ સ્વ. રમેશભાઇ પુ. વાઘેલા (ઉં. વ. ૫૫) તા. ૧૪-૮-૨૨ રવિવારના દેવલોક પામ્યા છે. તે રમિલાબેનના પતિ. નારાયણભાઇ, ભરતભાઇ, કલાબેન, રેખાબેન, જગદીશભાઇના ભાઇ. નયન, હેતલ, શીતલના પિતા. રાહુલ, અક્ષય, નિકુંજના મોટા પિતા. ડિમ્પલ, ભાવેશ, સચિન, નિખિલના મામા. બેસણુ સુતક સુવાળા તા. ૨૨-૮-૨૨ સોમવારે તેમના નિવાસસ્થાને સાંજે ૪થી ૭. ઠે. ૨૬૩-૩૦૨, જવાહર નગર, લોટસ કો. ઓ. સો. રોડ- નં.૧૨, ગોરેગામ (વેસ્ટ).
હરસોલા વૈષ્ણવ વણિક
હરસોલ હાલ વાશી, નવી મુંબઇ રમણલાલ ચુનીલાલ ગાંધી (ઉં. વ. ૮૧) તા. ૨૦-૮-૨૨ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રેમિલાબેનના પતિ. રાકેશના પિતા. ભારતીના સસરા. માહીના દાદા. સ્વ. નટવરલાલ, શંકરલાલ, જયંતિલાલ, પોપટલાલ, સ્વ. શારદાબેન, સ્વ. કાન્તાબેન, કપિલાબેન, સૂર્યાબેનના ભાઇ. સ્વ. બુલાખીદાસ રવચંદદાસ શાહના જમાઇ. નિવાસસ્થાન: ૫૦૨, નિશાન્ત મિલેનીયમ, સેકટર નં. ૨૮, વાશી, નવી મુંબઇ-૪૦૦૭૦૩. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
ગામ ગુરગટ હાલ થાણા દિનેશભાઇ રતિલાલ સચદેવ (દિપકભાઇ) (ઉં. વ. ૬૦) તે ગં. સ્વ. પદમાબેન તથા રતિલાલ પોપટલાલ સચદેવના પુત્ર. તે જાગૃતિબેનના પતિ. તે કૃપેશ, સલોની રોનક ઠક્કરના પિતા. તે સ્વ. પ્રફુલચંદ્ર, નરેન્દ્ર, ગં. સ્વ. હીનાબેન અશોકકુમાર ભોજાણીના ભાઇ. તે રેયાંશ તથા મહેકના દાદા. તે સ્વ. યંતીલાલ ડાહ્યાલાલ ગણાત્રાના જમાઇ. શુક્રવાર, તા. ૧૯-૮-૨૨ શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૨-૮-૨૨ના સાંજે ૪થી ૬. ઠે. એન. કે. ટી. સભાગૃહ, ખારકર આળી, થાણા (વેસ્ટ) રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
ગં. સ્વ. રૂક્ષમણીબેન બાલકૃષ્ણ કોટક (ઉં. વ. ૮૬) તા. ૨૧-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે ખોડીદાસ કોટકના માતુશ્રી. તે તૃપ્તી કોટકના સાસુ. તે રાહિલ અને વત્સલના દાદીમાં. તે પ્રભુદાસ નરસીભાઇ મિરાણીના બેન. તે સ્વ. બટુકભાઇ, સ્વ. વસંતભાઇ, પ્રવીણભાઇ, સ્વ. દિનેશભાઇ, રમેશભાઇના ભાભી. પ્રાર્થનાસભા તા. ૨૨-૮-૨૨ સોમવારના સાંજે ૪થી ૬. ઠે. ગોપુરમ હોલ, આર.પી. રોડ, જ્ઞાન સરીતા સ્કૂલ પાસે, મુલુંડ (વેસ્ટ).
કપોળ
કોટડીવાળા (રાજુલા) હાલ બોરીવલી અ. સૌ. ઉર્મિલા ચંદ્રકાન્ત દામોદરદાસ દોશી (ટોપીવાળા)ના પુત્ર સમીર (ઉં. વ. ૪૬) તા. ૧૯-૮-૨૨ શુક્રવાર શ્રીજીચરણ પામેલ છે. તે દિપાલીના પતિ. ક્રિતિકા, અનુષ્ઠાના પિતા. તુષાર, મનીષ અને સુનિલના ભાઇ. બિપીનચંદ્ર ગાંડાભાઇ મહેતાના જમાઇ. જિતેન્દ્ર મોહનલાલ શાહના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
પાડોદર હાલ ઘાટકોપર સ્વ. નર્મદાબેન ગોવિંદજી વલ્લભજી સીરોદરિયાના પુત્ર તેમ જ સ્વ. જયાલક્ષ્મી હીરાલાલ કલ્યાણજી તન્નાના જમાઇ દીપકભાઇ (ઉં.વ.૬૧) તે હર્ષાબેનના પતિ. મિત તથા ફેસાના પિતા. દયાબેન રતિલાલ તન્ના, હકુબેન હસમુખલાલ તન્ના, રંજનબેન નરેન્દ્રકુમાર બુદ્ધદેવ, રેખાબેન રાજેશકુમાર માધવાણી, ગીતાબેન અમિતકુમાર ગોકાણી તથા વિકાસભાઇના ભાઇ. તા. ૧૮-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
પડોદર હાલ કાંદિવલી ચારકોપ સ્વ. પરષોતમ છગનલાલ સિરોદરીયાના ધર્મપત્ની મુક્તાબેન (ઉં. વ. ૯૦) તે દૂધીબેન જમનાદાસ ઉનડકટના દીકરી. ત્રિભોવન, નરેન્દ્ર, ધનસુખ, સંગીતા હરેશ ભગદેવના માતુશ્રી. જયોતિ, હંસા, હરેશ નંદકિશોર ભગદેવના સાસુ. આશિષ, પ્રતીક, પરાગ, કાજલ ચેતન કક્કડ, અંકિતા સચિન થોરત, ફોરમ અર્પિત બદાનીના દાદીમા તા. ૨૧-૮-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલિફોનીક બેસણું ૫થી ૬, તા. ૨૨-૮-૨૨ના રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.