કચ્છી લોહાણા
પરમધામવાસી ઝવેરબેન ભગવાનદાસ માવજી ઠક્કર (ગંધા) કચ્છ ગામ મોડવધર હાલ મુંબઇ બોરીવલીના જયેષ્ઠ પુત્ર મહેશભાઇના ધર્મપત્ની અ. સૌ. ભારતીબેન (ઉં. વ. ૭૦) શુક્રવાર તા. ૨૩-૧૨-૨૨ના પરમધામ પામ્યા છે. તે પૂનમ ધર્મેષ સોતા, ભક્તિ દર્શન શાહ તથા સાગરના માતુશ્રી. તે શ્રદ્ધાનાં સાસુ. તે નૂતનબેન મુકેશભાઇ ઠક્કરના જેઠાણી. તે સ્વ. મોહનલાલ છગનલાલ કારીયા (કચ્છ ગામ ભચાઉ) હાલ નાશિકના મોટા પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૭-૧૨-૨૨ના સાંજે ૫થી ૭. ઠે. ડીવાઇન બેકવેટ હોલ, ફોનિક્સ હોસ્પિટલની સામે, ચીકુવાડી, બોરીવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. બૈરાઓએ તે જ દિવસે આવી જવું.
આતરસુંબા દશા શ્રીમાળી
ગામ આતરસુંબા હાલ ઘાટકોપર નિવાસી સ્વ. જશવંતલાલ દાણીના સુપુત્ર સ્વ. મધુસુદનભાઇ (ઉં. વ. ૮૧) તા. ૨૫-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે રંજનબેનના પતિ. ગિરીશભાઇ, જયેશભાઇ, સ્વ. શકુંતલાબેન, સ્વ. હંસાબેનના ભાઇ. મનીષ, સમીરના પિતા. હીના, ઊર્મિના સસરા. મોસાળ પક્ષે નરેન્દ્રભાઇ તથા ચંદ્રકાન્તભાઇ શાહના બનેવી. પ્રાર્થનાસભા તા. ૨૭-૧૨-૨૨ના મંગળવાર ૪.૩૦થી ૬. ઠે. સ્વામિનારાયણ મંદિર, સરિતા પાર્ક, ગારોડીયા નગર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ).
કપોળ
મહુવાવાળા હાલ સાયન નિવાસી સ્વ. જયકુવરબેન નરોતમદાસ મોદીનાં સુપુત્ર સુરેન્દ્ર (ઉં.વ. ૮૫) તા. ૨૫-૧૨-૨૨ના રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રીકાબેનના પતિ. નયન તથા આશા, ઉમા, તથા રાજેશ પારેખના પિતા-સસરા. માનસી, જય તથા પ્રિયાના દાદા. સ્વ. હરકિસનદાસ સ્વ.હિમંતભાઇ, સ્વ. શશીકાંતભાઇ, દિનેશભાઇ, સ્વ. રૂક્ષમણી અનંતરાય, ગં. સ્વ. કોકીલા લલિતભાઇ, ગં. સ્વ. તરલા ભૂપતભાઇના ભાઇ. રાજુલાવાળા સ્વ. ઠાકરશી છગનલાલ દોશીના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૩૦-૧૨-૨૨ શુક્રવારના રામવાડી ચંદાવરકર રોડ, માટુંગા (પૂર્વ), સાંજે ૫થી ૭. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
શ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય
અશ્ર્વિન જમનાદાસ કાટબામણા (ઉં.વ. ૬૨) તા. ૨૪/૧૨/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ ભારતીબેન વિનોદરાય સોનેજી, સુલોચના દિનેશચંદ્ર મહેતા, હંસા વિરેન્દ્ર ટાટારીયા, સ્વ. કિશોર અને સ્વ. શશીકાંતના ભાઈ. શર્મિલા, જયશ્રી, વિપુલ, ધીરેન, નેહા, વર્ષા, કૃષ્ણા, કર્ણવના મામા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદીચ્ય સહ ઝાલાવાડી બ્રાહ્મણ
અમરેલી નિવાસી હાલ કાંદિવલી અનિલભાઈ કાંતિલાલ પંડ્યાના પત્ની સુધાબેન (ઉં.વ. ૭૪) તા. ૨૪/૧૨/૨૨ શનિવારના કૈલાસવાસી થયેલ છે. તેઓ આશિષ, બિનના માતા. નિકીતા, બિપીન ભટ્ટના સાસુ. રમેશભાઈ, મધુકાંતભાઈ, ધનંજયભાઈ, વર્ષાબેન રાવલના ભાભી. ગિરીશભાઈ, પ્રમોદભાઈ, હંસાબેન, પ્રમીલાબેનના બેન. કિંજલ, નિશીતના દાદી. રાજના નાની. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
લાઠીવાળા, હાલ અમદાવાદ, સ્વ. જસુમતી તથા સ્વ. બટુકરાય ભોગીલાલ સંઘવીના પુત્ર સુરેશભાઈ (ઉં.વ. ૬૫), તા. ૨૪-૧૨-૨૨ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. જાગૃતિબેનના પતિ. રૂચિર તથા હેતલ નિલેશ સાવંતના પિતા. નિતીન તથા અલકા દિપકકુમાર કાણકીયાના ભાઈ. ડિમ્પલના સસરા. અનંતરાય રતિલાલ મહેતા (ભુવા)ના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૯/૧૨/રર, ગુરુવાર સવારે ૮ થી ૧૦. સ્થળ: એ/૧૩, રામચંદ્ર પાર્ક, બિંદુ પાર્ક પાસે, સુભાષ બ્રિજ. અમદાવાદ. સર્વ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા મંડળ
સ્વ. બિહારીલાલ માણેકલાલ શાહ (ઉં.વ. ૮૨), વનલીલાબેનના પતિ. સ્વ. મણીલાલ દેવચંદદાસ શાહના જમાઈ. અતુલ, સોનલ, શીતલના પિતા. કામીની, કૃષ્ણકુમાર, પ્રશાંતકુમારના સસરા. હિતાંશુ, યશ, તર્જની, જિશાંત, દર્શીના દાદા. તા. ૨૩/૧૨/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. બેસણુ તા. ૨૭/૧૨/૨૨ના મંગળવારે સાંજે ૫.૦૦ થી ૭.૦૦ પિયર પક્ષનું બેસણુ સાથે રાખેલ છે. (માણેકલાલ શાહ, જીતેન્દ્રભાઈ શાહ) સ્થળ: શ્રી લોહાણા મહાજન વાડી એસ. વી. રોડ, શંકરના મંદીર પાસે, કાંદીવલી (૫.).
દશા ઘોઘારી પોરવાડ વૈષ્ણવ વણિક
ગામ ભાવનગર હાલ મલાડ રેખા મનુભાઈ વાસા (ઉં.વ. ૭૬), તા. ૨૫-૧૨-૨૨ ને રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે શારદાબેન તથા મનુભાઈ વાસાની સુપુત્રી. તે પંકજ, ભરત, અતુલ તથા પીના સુરેશ દોશીની બહેન. તે ભૈરવી, અલકા, નંદાની નણંદ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી કચ્છી કડવા પાટીદાર
સ્વ. લક્ષ્મીબેન દયારામભાઇ લીંબાણી (ઉં.વ. ૬૬), કચ્છમાં ગામ: કોટડા (જડોદર), હાલે- ભિવંડી તા. ૨૫/૧૨/૨૨ રવિવારના અવસાન પામ્યા છે. તે કરસનભાઈ લીંબાણીના પુત્રવધૂ. તે કિશોરભાઈ, યોગેશભાઈ, નર્મદાબેન અને કંચનબેનના માતુશ્રી. પ્રાર્થના સભા તા. ૨૭/૧૨/૨૨ ને મંગળવારના બપોરે ૩:૩૦ થી ૫:૦૦ પાટીદાર સમાજવાડી, ગોપાલનગર, ભિવંડી.
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ
સ્વ. હંસાગૌરી બીપીનચંદ્ર પોશીયા (ઉં.વ. ૭૨)નું તા. ૨૫-૧૨-૨૨ ને રવિવારના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. વૉટ્સઍપ મેસેજથી તા. ૨૯-૧૨-૨૨ ગુરૂવારે.
ગણદેવી વિશા લાડ વણિક
મયુર બાબુભાઇ કાપડિયા, (ઉં.વ. ૬૬) તે સ્વ.ચંપાબેન તથા સ્વ. બાબુભાઇ નગીનદાસ કાપડિયાના દીકરા. રીટાના પતિ. જેનીલ તથા વિધિના પિતા. નિકીતાના સસરા. તુષાર, જયેશ, દક્ષા રમેશચંદ્ર શાહ તથા સ્મિતા હિરેનકુમાર ચોક્સીના ભાઈ. ઈન્દુબેન તથા સ્વ. બાબુભાઇ શેઠના જમાઈ. રાજુભાઈ, મિતેશ તથા નીતાબેનના બનેવી. છાયાના દિયર. શિલ્પાના જેઠ. સોમવાર તા. ૨૬-૧૨-૨૦૨૨ના, મુંબઈ મુકામે, શ્રીજી ચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ધરણગામ ભાટિયા
ડૉ. નિતીન દુતિયા (ઉં. વ. ૭૦) તે સ્વ. સુશીલાબેન તથા ડૉ. તુલસીદાસ કરસનદાસ દુતિયાના સુપુત્ર. તે નયના દુતિયાના ભાઈ. તે શ્રીમતી કામિનીના પતિ. તે શ્રી નમિત અને શ્રી શોભિતના પિતાશ્રી. તે શ્રીમતી અવનિ તથા શ્રીમતી પ્રાચીના સસરાજી. તે સ્વ. શ્રી જયંતિલાલ એચ. ભાટિયાના જમાઈ. દિ. ૨૪ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ શ્રીજીના ચરણ પામ્યા છે. સદ્ગતની પ્રાર્થનાસભા – ગુરૂવાર તા. ૨૯ ડિસેમ્બર સાંજે ૫ થી ૭. સભાસ્થળ: શ્રી લખમશી નપુ હૉલ, ચંદાવરકર માર્ગ, માટુંગા (પૂ.) મુંબઈ-૧૯. પ્રાર્થનાસભા પછી અન્ય લૌકિક વ્યવહાર બંધ છે.
સુથાર મિસ્ત્રી
ગામ વલસાડ હાલ મલાડ ગં. સ્વ. પુષ્પાબન (સુધાબેન) મિસ્ત્રી (ઉં. વ. ૭૭) શનિવાર, તા. ૨૪-૧૨-૨૨ના દેવલોક પામેલ છે. તે સ્વ. મોહનલાલ નરોતમદાસ મિસ્ત્રીના ધર્મપત્ની. તે ભાવના, હિના, છાયાના માતુશ્રી. તે અનિલભાઇ, હરીશભાઇના સાસુ. તે તેજસ, નીલ, કરણ, શ્રાવ્યાના નાની. તેમની ટેલિફોનિક સાદડી તા. ૨૮-૧૨-૨૨ના સાંજે ૪થી ૬.