હિન્દુ મરણ
સુરતના ઉર્મિલાબેન વસંતભાઈ મેવાડી તા. ૨૦-૧૨-૨૨ના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૪-૧૨-૨૨ના શનિવારે સાંજે ૪ થી ૬. ઠે.: ૬૦૬, સાઈ ઐશ્ર્વર્યા બિલ્ડિંગ, કાર્ટર રોડ ૩, અંબાજી માતા ચોક, બોરીવલી (પૂ).
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ગં. સ્વ. શુશીલાબેન ત્રિલોકચંદ શાહ માળીયાહાટીના હાલ વિરાર (ઉં.વ. ૮૩) તા. ૨૨-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે રાજેશ, મનીષ, જયેશના માતા. દિવ્યા, પ્રથમ, ઈચ્છા, માન્યતાના દાદી. રશ્મિ, માલિની, જયશ્રીના સાસુ. સ્વ. દિવાળીબેન જમનાદાસ દોશી (રાજકોટ)ના પુત્રી. સ્વ. જયસુખભાઈ, જગદીશભાઈ, પ્રવીણભાઈ, હિમ્મતભાઈ, બિપિનભાઈ, કિશોરીબેન, પ્રફુલાબેનના બેન. લૌકિક વહેવાર બંધ છે.
હાલાઇ લોહાણા
કરાચીવાળા હાલ મલાડ તે મુકેશભાઈ રૂપારેલિયા (ઉં.વ. ૬૬) તે બિન્દુબેનના પતિ. સ્વ. લીલાવતીબેન તથા સ્વ. અમૃતલાલ અમરશી રૂપારેલિયાના પુત્ર. સ્વ. કુસુમબેન તથા સ્વ. અમૃતલાલ મનજી કક્કડના જમાઈ. સ્વ. કલાવતી મનહરલાલ ભોજાણી, સ્વ. ભરતભાઈ, સ્વ. મહેશભાઈ તથા રમેશભાઈના ભાઈ. ખ્યાતિ પાર્થ પટેલ તથા ઝંખનાના પિતા. ૨૧/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૪/૧૨/૨૨ના ૪ થી ૬ લોહાણા મહાજનવાડી, બીજો માળ, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
લુહાર સુથાર
ગામ સુરેન્દ્રનગર હાલ મીરા રોડ ઇન્દિરા ધીરજલાલ ગોકળદાસ પરમારના પુત્ર રાજેશભાઈ (ઉં.વ. ૫૫) તે ૨૨/૧૨/૨૨ના રામશરણ પામેલ છે. અનિતાબેન ઉમેશભાઈ મકવાણા તથા મનીષના ભાઈ. નયનાબેનના જેઠ. કૃપા તથા આર્ચીના દાદા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
લાઠીવાળા સ્વ. તારામતી અને સ્વ. હીરાલાલ દયાલજી વળિયાના પુત્રી ઇલાબેન (ઉં.વ. ૬૯) તે ૨૧/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. માલતી કનૈયાલાલ વોરા, કીર્તિ કિશોરકુમાર મહેતા, દિગંત લીતેશના બહેન. જાગૃતિના નણંદ, ચિરાગ, ઓમના ફઈ, કેશવજી રણછોડ કાણાંકિયાના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી લોહાણા
ગામ ગોપાલ ગ્રામ નિવાસી હાલ કાંદિવલી જયાગૌરી નથવાણી (ઉં.વ. ૮૦) તે ૨૩/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે અમૃતલાલ ખીમજી નથવાણીના ધર્મપત્ની. કામની, દિપક, નરેશ, હસમુખના માતુશ્રી. હંસરાજ વીરજી જીવાણીના દીકરી. નેહા, પ્રિયેશ, ભાર્ગવ, આલીશા, આદિત્ય તથા ક્રિશ્નાના દાદી. ભરતકુમાર સોનપાલ, મીરાં, રીટા, નીનાના સાસુ. પ્રાર્થનાસભા ૨૪/૧૨/૨૨ના ૪ થી ૬ ઠઠાઈ ભાટિયા હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, હોલ નં ૨, ગેટ નં ૬ શંકર લેન, કાંદિવલી વેસ્ટ.
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
ઉમેદગઢ નિવાસી (હાલ કાંદિવલી) શ્રી બલભદ્ર માણેકલાલ મહેતા તથા શ્રીમતી કૈલાસબેન મહેતાના સુપુત્ર મનિષભાઈ મહેતા (હાલ પૂના) (ઉં.વ. ૪૩), તે મંજરીબેનના પતિ. હેમેન્દ્રભાઈ અને વનિતાબેન હર્ષદકુમાર જોષીના નાના ભાઈ. પૂર્વીબેનના દિયર. કુંજના કાકા, ૧૫/૧૨/૨૨ના ગુરુવારના એકલિંગજી શરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૪/૧૨/૨૨ શનિવારના ૩ થી ૫ તેમના કાંદિવલી નિવાસ સ્થાને: બલભદ્ર માણેકલાલ મહેતા, સુહાસ મોદી એસ આર એ કો.હા.સો સોસાયટી, એ વિંગ -૧૧૦૬, ૧૧મા માળે, રામનગર, કલ્પતરુ ગાર્ડનની સામે, શંકર લેન ફ્લાય ઓવરની પાસે, કાંદિવલી પૂર્વ.
કચ્છી ભાટીયા
મૂળ ગામ કચ્છ માંડવી હાલ ઘાટકોપર સ્વ. સ્નેહલતા લલીતકુમાર ઉદેશી (ઉં. વ. ૭૯) તે સ્વ. લીલાવતી રતનશીના પુત્રવધૂ. સ્વ. રાધાબાઈ મથુરાદાસના પુત્રી. (વૈજાપુર), વિજયસિંહ, જયા, કીરીટકુમાર, દર્શના, સ્વ. ભાનુમતીના ભાભી. હેમન અને અ.સૌ. રાજશ્રીના માતુશ્રી. અ.સૌ. નીલમ ઉદેશી અને કપીલ મરચન્ટના સાસુ. દેવાંશી, ઐશ્ર્વર્યા, રાહીલના દાદી-નાની તા. ૨૨-૧૨-૨૦૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વાંઝા જ્ઞાતિ
મૂળ ગામ અમરેલી હાલ કાંદીવલી ગં.સ્વ. લાભુબેન (ઉં. વ. ૯૨) તે સ્વ. પોપટલાલ જેઠાલાલ પરમારના ધર્મપત્ની. તે પ્રમોદભાઈ, ચંદ્રીકાબેન અને ઉષાબેનના માતાશ્રી. તે સોનલ, સંજય કોઠારી અને રાજેશ રાઠોડના સાસુ. તે હર્ષલ અને ક્રિષાલીના દાદી. તે ડાહ્યાભાઈ ગોરધનભાઈ ભદ્રેશ્ર્વરાના સુપુત્રી તે ગુરુવાર, તા. ૨૨-૧૨-૨૦૨૨ના રોજ શ્રી ગોપાલચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૫-૧૨-૨૦૨૨ના રોજ સવારે ૧૦ થી ૧૨ હાલાઈ લોહાણા બાલાશ્રમ, અતુલ ટાવરની બાજુમાં, મથુરાદાસ એક્સટેન્શન રોડ, કાંદીવલી (વે.).
કચ્છી લોહાણા
સ્વ. દેવચંદ રામજી ચોથાણી કચ્છ ગામ-બગડા, હાલે થાણાના પુત્ર શૈલેષકુમાર (ઉં.વ. ૫૮) તા. ૨૨.૧૨.૨૨ના રોજ રામશરણ થયેલ છે. તે સ્વ. રાજશ્રીબેનના પતિ. તે સ્વ. કુમારી માનસીના પપ્પા. તથા નર્મદાબેન દેવચંદ ચોથાણીના પુત્ર. અને જીતેશ, પરેશ અને આશા જીતેન્દ્ર દૈયાના ભાઈ. તે સ્વ. મનુભાઈ વાઘજી રૂપારેલ ગામ વાકુવાડાના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
ગામ ગઢશીશાના સ્વ. ધવલ (ધુલાભાઈ) ધારાદેવ (ઉં.વ. ૫૬) હાલે મુલુંડ સ્વ. સુરેન્દ્ર બુધિલાલ ધરાદેવ અને ગં. સ્વ. લીલાવંતીના સુપુત્ર. તે કલ્પનાબેનના પતિ. જયશ્રી, રીટાબેન વસંત કલોલા અને સ્વ. ટીનાબેનના ભાઈ. તે ગામ ભુજપુરના ગંગા સ્વરૂપ મંજુલાબેન હરિલાલ રાયસી દેઢિયાના જમાઈ. તે મયુર અને મદનના બનેવી. મુલુંડ એડલફીવાળા સ્વ. લક્ષ્મીકાંત બુદ્ધિલાલ અને સ્વ. પુરુષોત્તમ બુદ્ધિલાલના ભત્રીજા તા. ૨૨.૧૨.૨૦૨૨ના રામશરણ પામેલ છે. તેઓની પ્રાર્થના સભા રાખેલ નથી, લોકિક વ્યવહાર બંધ છે.