લુહાર સુથાર
સ્વ. રંજનબેન ડોડીયા (ઉં.વ. ૬૪) તે ગામ ગારિયાધાર હાલ મીરા રોડ પ્રવીણભાઈ હરિભાઈ ડોડીયાના ધર્મપત્ની. દિપક, ધવલ, સોનલના માતા. કૃપા, પૂજા, કેતનકુમારના સાસુ. સ્વ. હરજીવનભાઈ અરજનભાઇ મકવાણાના દીકરી. મીનાક્ષી કનુભાઈ ડોડીયાના દેરાણી. સંગીતા દિલીપ ડોડીયાના જેઠાણી. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૩/૧૨/૨૨ના સાંજે ૫થી ૭ લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
દશા સોરઠીયા વણિક
ગામ જેતપુર નિવાસી હાલ વસઈ સ્વ. ચંપાબેન તથા સ્વ. નાનાલાલ ચત્રભુજ પારેખના પુત્ર દિલીપ પારેખ (ઉં.વ. ૬૭) તે ૨૧/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે ઉષાબેનના પતિ. રાકેશ તથા નયનાના પિતા. સપના તથા દિપકકુમાર લલ્લુભાઇ પટેલના સસરા. સ્વ. શિરીષભાઈ, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, પ્રકાશભાઈ, હસમુખભાઈ, રાજુભાઈ, સ્વ. સરલાબેન, સુશીલાબેન, રેણુકાબેન તથા ચારૂબેનના ભાઈ. પ્રાર્થનાસભા ૨૪/૧૨/૨૨ના સાંજે ૪ થી ૬ જોશી બેન્કવેટ હોલ, બીજે માળે, શુભ લક્ષ્મી શોપિંગ સેન્ટર, વસંત નગરી ગ્રાઉન્ડ પાસે, વસઈ ઈસ્ટ.
ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડા ચારસો બ્રાહ્મણ
શિહોર (મોટાસુસ્કા) નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. મણિલાલ ગોપાળજી આચાર્યના પુત્ર નરેન્દ્રભાઈ (ઉં.વ. ૭૪) તે ૨૨/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે ઇન્દીરાબેનના પતિ. ધવલ તથા હર્ષના પિતા. હિતેશ તથા મુકેશના મોટાભાઈ. સાસરાપક્ષે રંજનબાળા શાંતિલાલ પંડ્યાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નવગામ પંચાલ જ્ઞાતિ
ગામ પારડી, હાલ મીરા રોડ અ.સૌ. શકુંતલાબેન પંચાલ (ઉં.વ. ૭૦) તે અમૃતલાલ લલ્લુભાઈ પંચાલના પત્ની. શ્રી સુભાષભાઈ ડી. પંચાલના બેન. શ્રીમતી હંસાબેન ઈશ્ર્વરલાલના દેરાણી. શ્રી તેજસ તથા કિશોરીબેન જીતેન્દ્રકુમાર, લીનાબેન ડી, નીતાબેન હેમેશના માતૃશ્રી તથા શ્રીમતી ડિમ્પલ તેજસના સાસુમા. જનક અને ખુશી, શ્રેયાના નાનીમા – દાદીમા તા. ૨૦-૧૨-૨૨ મંગળવારના શ્રીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૪-૧૨-૨૨ શનિવાર સાંજે ૩ થી ૫. સ્થળ:- બાપા સીતારામ હોલ, બાપા સીતારામ મંદિરના પરિસર, અઈપ્પા મંદિરની પાછળ, પૂનમ સાગર રોડ, મીરા રોડ પૂર્વ.
વાડિયા-મિસ્ત્રી
ગામ બીલીમોરા હાલ કાંદિવલી ચારકોપના મધુકાંત ઠાકોરલાલ વાડિયા (ઉં.વ. ૬૩) તા. ૧૯-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે ભાવનાબેનના પતિ. ચૈતાલી, હિમાંશુના પિતાશ્રી. બ્રિન્દ્રા, જીગરકુમારના સસરા. વિયાંશીના દાદા. આર્યન, શાર્વિનના નાનાજી. અલકાબેન, જયેશભાઈ, સ્વ. પ્રવિણાબેનના મોટા ભાઈ. સાદડી નિવાસસ્થાને સાંજે ૪ થી ૬ શનિવાર, તા. ૨૪-૧૨-૨૨, સેકટર નં. ૨, પ્લોટ નં. ૨૪૦, રૂમ નં. ૧૬, પરિશ્રમ સોસાયટી, ચારકોપ – ગણેશ મંદિરની ગલીમાં, કાંદિવલી પશ્ર્ચિમ.
કચ્છી લોહાણા
સ્વ. ડાઈબાઈ ધરમશી હરિરામ સોતા – ગામ જરૂવાળાના પુત્ર સુરેશ (ઉં.વ. ૭૫) તા. ૨૧-૧૨-૨૨, બુધવારના રામશરણ પામેલ છે. તે મહેન્દ્ર, ગિરીશ, ઉદયના મોટા ભાઈ. સ્વ. નવિન, સ્વ. કિશોર, સ્વ. ધર્મિષ્ઠાબેનના ભાઈ. વર્ષા નિલેશ શેઠિયા, ભાવેશના દાદા. જીનલ, હર્ષના નાના. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. રહેઠાણ: હરિરામ રામજી ચાલ, બેલ બજાર, જૂના કુર્લા, કાળે માર્ગ, કુર્લા, મુંબઈ-૭૦.
દશનામ ગોસ્વામી
ગામ મોટી સુડધ્રો સ્વ. ભગવતીબેન ખીમગીરી ગોસ્વામી (ઉં.વ. ૭૬) હાલે મુલુન્ડ તા. ૨૧-૧૨-૨૨ના કૈલાસવાસ પામેલ છે. વસંતગીરી ખીમગીરી, જવેરબેન ચેતનગીરીના માતોશ્રી. જયશ્રીબેનના સાસુ. હાર્દિક, મિહીર, પંકતી ભાવિક ઠક્કરના દાદી. સ્વ. શંકરપુરીના દીકરી. સ્વ. વિશ્રામપુરી, મોહનપુરી, પરષોત્તમપુરી, દમયંતીબેન તુલસીગીરી, લક્ષ્મીબેનના બહેન. સાદડી તા. ૨૩-૧૨-૨૨, શુક્રવારે ૫ થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે.: શ્રી બ્રહ્માંડેશ્ર્વર મહાદેવ, નાહુર રોડ, આર્ય સમાજની પાછળ, મુલુન્ડ વેસ્ટ.
ઘોઘારી લોહાણા
મૂળ વતન કોટડા પીઠા, હાલ મલાડ સ્વ. ભાનુબેન વસનજીભાઇ વસાણીના સુપુત્ર જગદીશભાઇ વસાણી (ઉં. વ.૫૯) ગુરુવાર તા. ૨૨-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે રક્ષાબેનના પતિ. તે માનસીના પિતા. તે કિરણભાઇ, ક્રિષ્ણાબેન સુરેશભાઇ મોદી (કિર્તીબેન), હર્ષદભાઇ, સ્વ. દિનેશભાઇના ભાઇ. તે ગીતાબેનના દેર. તે થાણા નિવાસી સ્વ. ભુલાભાઇ કોટકના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
વિસા સોરઠિયા વણિક
જામ ખંભાળિયાવાળા હાલ વિલેપાર્લે ધીરજલાલ ત્રીકમદાસ શાહ (ઉં. વ. ૮૫) તે પ્રવીણાબેનના પતિ. તે જીતાબેન, સંજયભાઇ, પ્રિતીબેન અને એરિશભાઇના પિતા. તે હેમંતભાઇ, અશોકભાઇ, દક્ષાબેન તથા સીમાબેનના સસરા. તે સ્વ. ભીખાલાલ, નવીનચંદ્ર, સ્વ. દામોદરદાસ, સ્વ. બચીબેન દ્વારકાદાસ, સ્વ. પુષ્પાબેન રસિકલાલ, લીલાવંતી નેમચંદના ભાઇ. તે બાપોદરવાળા સ્વ. મોરારજી વસનજી મલકાણના જમાઇ તા. ૨૧-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર તા. ૨૪-૧૨-૨૨ના સાંજે ૫થી ૭. ઠે. ખડાયતા ભૂવન, ૩૨, હનુમાન રોડ, પાર્લે ટિળક વિદ્યાલય પાસે, વિલેપાર્લે (ઇસ્ટ).
ખેડવાબાજ બ્રાહ્મણ
નીચી ધનાલ હાલ ઘાટકોપર સ્વ. જમનાદાસ પ્રાણજીવનદાસ ઠાકરના ધર્મપત્ની ગં. સ્વ. કમળાબેન (ઉં. વ. ૯૨), સ્વ. કિરીટભાઇ, જીતુભાઇ, પિયુષભાઇ, કલ્પના, મુકેશભાઇ ઉપાધ્યાય અને હર્ષા ભરતભાઇ ભાયાણીના માતુશ્રી. ઉષાબેન, જયોતિબેન, સાધનાબેનના સાસુ. શાંતિલાલ પ્રાણજીવનદાસ ઠાકરના નાનાભાઇના ધર્મ પત્ની. સ્વ. રાહુલ, પરીન, સંદીપ નારાયણ, સાગર, પુનિત, હર્ષ, યશ, વેદાંતના દાદી. સંકેતના નાની. તા. ૨૧-૧૨-૨૨ના દેવલોક પામ્યા છે. સાદડીની પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળ ગામ જામ ખંભાળિયા પડઘાવાળા હાલ થાણા ઇન્દુમતી ઠક્કર (સુરતીયા) (ઉં. વ. ૭૨) તે સ્વ. મંગલદાસ દામોદરદાસ સુતરીયાનાં પુત્રવધૂ. તે રમેશ મંગલદાસ સુતરીયાના પત્ની. તે કલ્પેશ, પિન્કી, પરાગ ઠક્કર, રીની રવિ સેજપાલનાં માતુશ્રી. તે નરેન્દ્રભાઇ, લલિતભાઇ, નલીનભાઇ, હરેશભાઇ, તેમ જ તરલાબેન સુરેશભાઇ ચિપળુનકરનાં ભાભી. તે સ્વ. ચતુરાબેન પરસોતમ માધવજી લાલ મામતુરાનાં પુત્રી તે જસ્મીનનાં સાસુ. બુધવાર તા ૨૧-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૨૩-૧૨-૨૨ના સાંજે ૪.૩૦થી ૬. ઠે. નાનજી ખીમજી ઠક્કર થાણાવાલા હોલ, એન. કે. ટી. કોલેજ ખારકર આળી, કોર્ટ નાકા, થાણા (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.