હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

સુરતી વિશાલાડ વણિક
નરેન્દ્ર મોતીલાલ દલાલ (ઉં.વ. ૮૪) તે શૈલાના પતિ. અદીતિ કમલ પટેલ તથા આરતી તેજસ કાજીના પિતાશ્રી, રાધિકા તથા પૂજાના નાનાજી. સ્વ. વસંતિકાબેન, સ્વ. સનતભાઈ, ઉપેન્દ્ર, સ્વ. લતિકા, ગીતા તથા સ્વ. ઉમાના ભાઈ. સ્વ. વસનજીભાઈ તથા તારાબેન મેરવાણીના જમાઈ તા. ૧૪-૮-૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.
વિશા ખડાયતા વણિક
ગામ ઉમરેઠ હાલ બોરીવલીના સ્વ. પ્રકાશભાઈ ચીમનલાલ પટેલના ધર્મપત્ની ગં.સ્વ. આશાબેન પટેલ (ઉં. વ. ૬૮) તે ૧૨/૮/૨૨ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે પિયરપક્ષે રાજપીપળા નિવાસી હાલ પ્રભાદેવીના સ્વ. પ્રમીલાબેન મહેન્દ્રભાઈ દેસાઈના દીકરી. જશના માતુશ્રી, નિરાલીના સાસુ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
જુહુ વિલે પાર્લે હાલ સિંગાપોર, મીનાબેન ઠક્કર (ઉં. વ. ૮૫) તે શ્રી લક્ષ્મીદાસ તુલસીદાસ ઠક્કરના ધર્મપત્ની. તે સ્વ. પ્રદીપ, અંબરીશ, ચેતન, રીટા ભરત ગાંધી , સ્મિતા યોગેશ અઢિયાના માતુશ્રી. તે પ્રીતિ પ્રદીપ ઠક્કર, સ્કિન ચેતનના સાસુ, સ્વ. જયંતીભાઈ, સ્વ. કિશોરભાઈ, શુશીલાબેન શશીકાંત નેર્વેકર, ઇન્દુબેન રાજુભાઈ ગાંધીના ભાભી, સોમવાર ૧૫ ઓગસ્ટના રોજ સિંગાપોરે મુકામે શ્રીજીચરણ પામ્યા છે. પિયર પક્ષે તેઓ સ્વ. શ્રી ત્રિભોવનદાસ ગણાત્રા (પનવેલ)ના દીકરી. સ્વ. ધીરુભાઈ ગણાત્રાના બહેન. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
લેઉવા પાટીદાર
મુળગામ સારસા હાલ કલ્યાણના ઈલાબેન પટેલ (ઉં.વ. ૭૨) તા. ૧૪-૮-૨૨ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કાંતિભાઈ રણછોડભાઈ પટેલના ધર્મપત્ની. તે સરજુભાઈ, મયુરભાઈ તથા હેપીબેનના માતુશ્રી તે અલ્પેશભાઈ ઉર્ફે શંભુભાઈના કાકી. તે સ્નેહાબેન, ધનુષાબેન, ચિંતન તથા નિશાબેનના સાસુ. તે આયુષી, ઝીલ, હર્ષ અને નિવ્યના દાદી. તે રિદ્ધિ અને ધનીષના નાની. તેમની પ્રાર્થનાસભા તા. ૧૬-૮-૨૨ને મંગળવારના રોજ સાંજે ૪થી ૬. રાજસ્થાન હોલ, પારનાકા, કલ્યાણ (વેસ્ટ) ખાતે રાખેલ છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.