Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

ઔદિચ્ય સહ ઝાલાવાડી બ્રાહ્મણ
ધરમપૂર હાલ (વલસાડ) સ્વ. વસંતલાલ પોપટલાલ જાનીના ધર્મપત્ની ચંદ્રિકા (ઉ. વ. ૭૫) તે સ્વ. વેણીલાલ બેચરલાલ પંડયા (કોડવાવ)ના સુપુત્રી. તે ચેતન, સમીર, પ્રશાંતના માતુશ્રી. તે ગં. સ્વ. નલીની નરેશકુમાર પાઠક, મહેશ વેણીલાલ પંડ્યા, સ્વ. ગીતા ચંદ્રકાંત પંડ્યા, હર્ષા કિર્તીકુમાર પંડ્યા તથા વિજય વેણીલાલ પંડ્યાના બહેન. હિના, રાધા, કવિતાના સાસુ તે તા. ૧૫.૧૨.૨૨ના શ્રીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
સુરતી દશા ઝારોળા વણિક
હાલ કાંદિવલી દિનેશભાઇ મશરૂવાળા (ઉં. વ. ૮૮) તે સ્વ. સુમતીબેન અને સ્વ. લક્ષ્મીદાસ મશરૂવાળાના પુત્ર. અનસુયાબેનના પતિ. સ્વ. સરલાબેન, સ્વ. વીરેન્દ્રભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ અને સ્વ. વીહારીભાઇના ભાઇ. તા. ૧૬-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
જામ ખંભાળીયા હાલ કાંદિવલી સ્વ. ભાનુમતિ છગનલાલ હિંડોચાના પૌત્ર. તે ગં. સ્વ. સાવિત્રીબેન ત્રિભોવનદાસ હિંડોચાના સુપુત્ર નિલેશભાઇ હિંડોચા (ઉં. વ. ૫૫) તા. ૧૭-૧૨-૨૨ના ચિત્રકુટ ધામે શ્રીજીચરણ પામેલ છે. તે શૈલેશભાઇ તથા જયેશભાઇના ભાઇ. કૈલાશબેનના દેર. સ્વ. જીગ્નાબેન, પારૂલબેનના જેઠ. તે દિશા જયકુમાર બગડીયા, ફોરમ તેજસકુમાર શ્રીમાંકર તથા ભાવિકના કાકા. પ્રાર્થનાસભા તા. ૨૦-૧૨-૨૨ને મંગળવારે સવારે ૧૦થી ૧૨. ઠે. હાલાઈ લોહાણા મહાજનવાડી, ૨જે માળે, એસ.વી. રોડ, કાંદિવલી, (વેસ્ટ) શંકર મંદિરની બાજુમાં રાખેલ છે.
હાલાઇ લોહાણા
કરાચીવાળા સ્વ. કેસરબેન તથા સ્વ. ભગવતીબેન તથા સ્વ. હરિલાલ ગોવિંદજી ભોજાણીના દીકરા. કિશોરભાઇના પત્ની સૌ. સુધાબેન અમેરિકા મુકામે તા. ૧૨-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે કરાચીવાળા સ્વ. તુલસીદાસ કોટકના દીકરી. સ્વ. શશીકાંતભાઇ, સુરેશભાઇ, સ્વ. કોકિલાબેન હેમંતભાઇ, રાજેન્દ્રભાઇ, હરેશભાઇ, હિમાંશુભાઇ, તૃપ્તિબેનના ભાભી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
ઘેડ બામણાસાવાળા હાલ કાંદિવલી વલ્લભદાસ ધરમશી સિરોદરીયા (ઉં. વ. ૮૯) તે જયોત્સનાબેનના પતિ. પિતાંબર જીવન ઠકકરાર (પનવેલ)ના જમાઇ. વિનોદભાઇ, સુનીલભાઇ, જયશ્રીબેન, કમલેશભાઇ, ભુપેશભાઇ, જયેશભાઇના પિતા. તથા પ્રવીણાબેન, ચંદાબેન, શીતલબેન, પારૂલબેન અને તેજલબેનના સસરા. હિરલ ચીરાગકુમાર પારપાણી, દિતી મોકસેસ મસાલિયા, હાર્દિક, નીલ, જયના, સૃષ્ટી, વિરાલીના દાદા. વૈદેહી, શ્ર્વેતાના દાદાજી સસરા, તે તા. ૧૯-૧૨-૨૨ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૨-૧૨-૨૨ના સવારે ૧૦થી ૧૨. ઠે. હાલાઇ લોહાણા બાળાશ્રમ, મથુરાદાસ એક્ષટેનશન રોડ, કાંદિવલી (વેસ્ટ).
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
સિહોર નિવાસી હાલ પનવેલ સ્વ. ભીખાલાલ પીતામ્બરદાસ જોગીના સુપુત્ર રમણીકભાઇ ભીખાલાલ જોગી (ઉં. વ. ૮૭) તા. ૧૯-૧૨-૨૨ના સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તે ગૌ. વા. અનસુયાબેન રમણીકલાલ જોગીના પતિ. ઇલાબેન ગિરીશકુમાર કિરીના પિતા. ગિરીશકુમાર હરિશચંદ્ર કિરીના સસરા. ભૂષણ, ચિંતન, પ્રિયંકા, ધ્રુવીના નાના. સ્વ. લક્ષ્મીચંદદાસ હકાભાઇ પડિયાના જમાઇ. તેમ જ કનૈયાલાલ બી.જોગી, કાન્તીભાઇ બી. જોગી, રામુબેન, તુલસીભાઇ, નિર્મળાબેન તથા ચિમનભાઇના ભાઇ. લૌકિક પ્રથા બંધ છે.
શ્રી દશા મોઢ માંડલિયા વણિક
અંધેરી ઈસ્ટ નિવાસી, સ્વ. કનકબેન તથા કિશનલાલ છબીલદાસ શાહના પુત્રવધૂ, શ્રીમતિ બીના (ઉં.વ. ૫૬), તે પરાગ કિશનલાલ શાહની પત્ની. કરિશ્મા અને અદિતિના માતૃશ્રી તેમજ સ્વ. કુસુમબેન તથા સ્વ. જનકરાય દોશીની પુત્રી, તા. ૧૮-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના સભા મંગળવાર, તા. ૨૦-૧૨-૨૨ના ગોએન્કા હોલ, ૧લે માળે, જે. બી. નગર, અંધેરી ઈસ્ટ, સમય સાંજે ૫ થી ૭.
સુરતી દશા શ્રીમાળી
ગામ અમરાવતી હાલ કાંદિવલી મેનાબેન શ્રોફ (ઉં.વ. ૮૯) તા. ૧૮-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. ગોપાલદાસ નાનાલાલ શ્રોફના ધર્મપત્ની તથા કલાવતી, દિલીપ, સમીરના માતૃશ્રી તથા ગીરીશકુમાર, રશ્મિ, યોગેશ્ર્વરીના સાસુ. ગ્રીષ્મા, જીગ્ના, જેનીલ, ઈશાના દાદી. દેવાંગ અને જયના નાની. લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા સોરઠીયા વણિક
સુત્રાપાડાવાળા હાલ કાંદિવલી અ. સૌ. મમતા અનિલ તલાટી (ઉં.વ. ૫૭) તે સ્વ. સુશીલાબેન વલ્લભદાસ તલાટીના પુત્રવધૂ. સ્વ. પ્રેમિલાબેન ભુપેન્દ્ર શાહના પુત્રી. સ્વ. નગિનભાઈ, રશ્મિકાન્તભાઈ, રેખાબેન તથા ભારતીબેનના ભાભી. રાજેશભાઈ, મનીષાબેનના બહેન. દેવાંશી તથા ઉર્વીના માતુશ્રી ૧૬/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
પુષ્કરણા બ્રાહ્મણ
રેખાબેન જનકભાઈ જોશી (ઉં.વ. ૭૦) તે ૧૭/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. સુશીલાબેન શાંતારામ જોશીના પુત્રવધૂ. સ્વ. પ્રભાવતીબેન ભગવાનદાસ જોશીના દીકરી. અક્ષય, જતીનના માતુશ્રી. દીપ્તિ તથા સુગંધાના સાસુ. પરી, શ્લોક, સલોનીના દાદી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી માહેશ્ર્વરી વણિક
મૂળ ગામ નલિયા (કચ્છ), હાલ પુણે મણીબેન નારાયણદાસ માંડણ (ઉં.વ. ૯૧) શનિવાર, ૧૭-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે જયંતીલાલ, અશ્ર્વિન, સ્વ. મહેન્દ્ર, તરૂલત્તા, સ્વ. પ્રભા, રેખાના માતુશ્રી. સ્વ. કલ્યાણજી મનજી કરવા (કોઠારા)ના સુપુત્રી. આણંદજી કલ્યાણજી, લિલાવતી કાંતિલાલના બહેન. તે અશોક પુરુષોત્તમ, મહેન્દ્ર માધવજીના કાકી. તે ચેતન, જિજ્ઞા, જાગૃતિ, વિશાલ, દિપ્તી, ડો. પ્રાચી અને ઉર્વીના દાદી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૦/૧૨/૨૨ના મહાવીર પ્રતિષ્ઠાન, સેલિસબરી પાર્ક, મહર્ષિ નગર પોલીસ ચોકી સામે, પુણે ૩૭ સાંજે ૪ થી ૫. લૌકિક વ્યવહાર બંધ છે.
વેરાવળ વિશા ઓસવાલ
વેરાવળ નિવાસી હાલ માટુંગા, ગં. સ્વ. હિનાબેન (શોભાબેન) તે સ્વ. શ્રી જયેન્દ્રભાઈ શાહના ધર્મપત્ની. કલાવંતીબેન અમૃતલાલ શાહના પુત્રવધૂ. હિરાબેન હરીલાલ શાહના પુત્રી. ધર્મેશભાઈના માતુશ્રી. દિવ્યાબેનના સાસુ. પાર્શ્ર્વ અને દેવમના દાદી. હર્ષિદાબેન હસમુખભાઈ, દિવ્યતાબેન પ્રફુલભાઈ અને પ્રકાશભાઈના બહેન સોમવાર, તા. ૧૯-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૦-૧૨-૨૨ના મંગળવારે બપોરે ૩ થી ૫, રામજી અંદરજી વાડી, બીજે માળે, ચંદાવરકર લેન, માટુંગા (સે.રે.).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular