હિન્દુ મરણ
હાલાઈ લોહાણા
જૂનાગઢ નિવાસી હાલે ભાંડુપ સ્વ. મુકુંદલાલ દયાળજી પોપટના ધર્મપત્ની ગં.સ્વ. શારદાબેન (ઉં.વ. ૭૪) તે તા. ૧૭.૧૨.૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જમનાબેન જીવણલાલ કારીયાની દિકરી. તે રક્ષા રાજેશ, કોમલ જીતેન્દ્ર, સેજલ વરૂણના માતુશ્રી. સ્વ. પરશોત્તમ, પ્રફુલ્લભાઈ, નરેન્દ્રના બેન. અક્ષરા, સ્વરા, હર્ષિત, ધૃતિના દાદીમાં તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૯.૧૨.૨૦૨૨ને સોમવારના સાંજે ૪.૩૦ થી ૬.૦૦ સુધી સ્થળ : ગીતા હોલ, સ્ટેશન રોડ, ભાંડુપ (વે.). નોંધ: લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટિયા
ગં.સ્વ. નયનાબેન પ્રદિપભાઈ ટોપરાણી (ઉં. વ. ૬૬) તે સ્વ. રત્નબેન રતનશીના પુત્રવધૂ કચ્છ (માંડવીવાળા) સ્વ. પ્રદિપભાઈના પત્ની. સ્વ. નિપુનના માતાશ્રી. ચિ મોનીકાના સાસુ. સ્વ. ગંગાબાઈ ઘેલાભાઈની પુત્રી તા. ૧૮.૧૨.૨૨ રવિવારના શ્રીજીશરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ૨૦.૧૨.૨૨ના (ટાઈમ) ૪.૩૦ થી ૬ ભાટિયા ભગીરથીમાં રાખેલ છે. (ચીરાબજાર) સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગામ ડેડાણ નિવાસી હાલ મીરારોડ નટુભાઈ વાઘેલા (ઉં.વ.૬૫) તે સ્વ. કંચનબેન તથા સ્વ. કાનજીભાઈ ચકુભાઇ વાઘેલાના પુત્ર. સ્વ. હંસાબેનના પતિ. નંદલાલભાઈ, ચંદ્રિકાબેન વિનોદભાઈ કારેલીયાના મોટાભાઈ. પૂજાબેન, વિપુલભાઈ, દિપેશભાઈના પિતા. મમતા, નીલમ, કલ્પેશ લક્ષ્મીદાસ મકવાણાના સસરા. સ્વ. વિઠ્ઠલભાઈ જેરામભાઈ મકાવાનાના જમાઈ. ૧૫/૧૨/૨૨ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧૯/૧૨/૨૨ના રોજ ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ. મુકામે રાખેલ છે.
લુહાર-સુથાર
(ચુડા) – રાણપુર નિવાસી હાલ કાંદિવલી સ્વ. દયાળજીભાઈ નરશીભાઈ દાવડા તથા સ્વ. સમજુબેનના પુત્ર વિનોદભાઈ દયાળજીભાઈ દાવડા (ઉં.વ. ૬૪) તા ૧૫.૧૨.૨૦૨૨ ને ગુરૂવારના રોજ સાંઈ શરણ પામ્યા છે. તે જાનકી સાધનાબેનના પતિ. ઉર્વી, મેહુલના પિતાશ્રી. જાનકીના- સસરા. સ્વ. શાંતિભાઈ, ધનજીભાઈ, સ્વ. ગોપાલભાઈ, ગં. સ્વ. શારદાબેન રતિલાલ રાઠોડ, મંજુલાબેન કનૈયાલાલ મિસ્ત્રી, સ્વ. ભારતીબેન ઉમેશભાઈ પરમારના ભાઈ, ગં. સ્વ. લાભુબેન સવજીભાઈ મકવાણા ગામ:- (ઉના દેલવાડા)ના જમાઈ તેમની સાદડી તા. ૧૯.૧૨.૨૦૨૨ના સોમવારે સાંજે ૫ થી ૭ રાખેલ છે. ઠે:- લુહાર સુથાર વેલ્ફેર સેંટર, દત્તપાડા રોડ, કાર્ટર રોડ નં – ૩, બોરીવલી (ઈ ), મુંબઈ – ૪૦૦૦૬૬.
મચ્છુ કઠિયા સઇ-સુથાર
ગામ સરદારગઢ હાલ કલકત્તા સ્વ. જમનાદાસ મોરારજીભાઇ પરમારના ધર્મપત્ની રમાબેન (ઉં. વ. ૯૮) મંગળવાર, તા. ૧૩-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે કલકતા નિવાસી સ્વ. જેન્તીભાઇ, સ્વ. મનસુખભાઇ, વિનોદભાઇ, સ્વ. સુરેશભાઇ, હસમુખભાઇ, દિલીપભાઇ, બિપીનભાઇ, સ્વ. શોભનાબેન રજનીભાઇ ગોહિલનાં માતુશ્રી. તે ડોંબિવલી નિવાસી મુકેશભાઇ, ગીરીશભાઇ, કિશોરભાઇનાં ભાભુ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૯-૧૨-૨૨ના સાંજે ૪.૩૦થી ૬. ઠે. જાસ્મીન હોલ, ૩જે માળે, હોટેલ ટીપ ટોપ પ્લાઝા, લાલ બહાદુર શાસ્ત્રી રોડ, મુલુંડ થાણા ચેકનાકા, કશિષ પાર્ક, થાણા (વેસ્ટ).
કચ્છી ભાટીયા
ગં.સ્વ. વિરમતી નાનાલાલ અંજારીયા (ઉ.વ. ૯૨) તે સ્વ. દેવકાબાઈ દામોદર ઉદેશીના પુત્રી. તે સ્વ. અજીત, સ્વ. કરસનદાસ, માધવદાસ, સ્વ. મુળરાજ, સ્વ. અનિલા અને સ્વ. ભાનુમતીના બહેન. તે અ.સૌ. ભારતી ચંદસિંહ વેદ, ભુપેન્દ્ર, અ.સૌ. હિના ધિરેન ભાટીયા, હરેશ તથા અ.સૌ. પારુ મયુર ભાટીયાના માતા, તે અ.સૌ. તરલા અને અ.સૌ. પારુલના સાસુ. તે મિલીન, ધ્વની ગૌરવ મરચંટ તથા પંક્તિ, પાયલના દાદી. તે અ.સૌ. માધવી મયંક સંપટ, પલ્લવ, પ્રિયંકા પરિન જાવા, સૌમિલ અને જીતના નાની. તા. ૧૮-૧૨-૨૦૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૦-૧૨-૨૦૨૨ મંગળવાર સાંજે ૫.૦૦ થી ૬.૩૦ વાગ્યે સિતા સિંધુ ભવન, ગોલીબાર રોડ નં-૮, ગીતાંજલી સોસાયટીની પાછળ, સાંતાક્રુઝ-ઈસ્ટ, મુંબઈ-૫૫, લોકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ ખંભાળીયા, હાલ વસઈ સ્વ. જમનાદાસ જીણાભાઈ પોપટના પુત્ર ભરતભાઈ જમનાદાસ પોપટ, તે ગં.સ્વ. સુધાબેનના પતિ. તે ગં.સ્વ. જસવંતીબેન, સ્વ. જયાબેન, સ્વ. હિરાબેન, સ્વ. જ્યોતિબેન તેમ જ ચંદ્રકાન્તભાઈ પોપટના ભાઈ. તે નલિની મોદી, નિર્ભય પોપટ તેમજ હર્ષા ચાવડાના પિતા. મીતલ નિર્ભય પોપટના સસરા. શનિવાર તા. ૧૭-૧૨-૨૦૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.