મરણ નોંધ

હિન્દુ મરણ

દશા પોરવાડ વણિક
હાલોલ હાલ બોરીવલીના સ્વ. કાંતિલાલ હિંમતલાલ શાહના ધર્મપત્ની ગં.સ્વ. રમીલાબેન શાહ (ઉં.વ. ૮૮) તે સુધીર, વિક્રમ તથા દીપકના માતુશ્રી. સ્વ. સ્મિતા, કલ્પના તથા હેતલના સાસુ. તે પિયરપક્ષે સ્વ. રૂક્ષ્મણીબેન હિંમતલાલ શેઠના દીકરી. ૨૫/૬/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૭/૬/૨૨ના ૫.૩૦ થી ૭.૦૦ કલાકે એમ. કે. સ્કૂલ, ડિબેટ હોલ, અંતરા જવેલર્સની બાજુનો ગેટ, ફેક્ટરી લેન, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે. ચક્ષુદાન કરેલ છે.
ગુર્જર ક્ષત્રિય કડિયા
મૂળગામ રાજકોટ હાલ જોગેશ્ર્વરીના અ.સૌ. મધુબેન નવીનચંદ્ર સોલંકી (ઉં.વ. ૬૮) તા. ૨૪-૬-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે નવીનભાઈ વસંતલાલ સોલંકીના ધર્મપત્ની. ચેતન અને પ્રફુલના માતુશ્રી. અલ્કાબેન અને અરૂણાબેનના સાસુ. રાજકોટ નિવાસી પંકજભાઈ, પરેશભાઈ અને નિલેશભાઈના કાકી. પિયર પક્ષે ભાવનગર નિવાસી દિલીપભાઈ હરખજીભાઈ મારૂ, પંકજભાઈ હરખજીભાઈ મારૂ અને પ્રમિલાબેન મનસુખભાઇ લાડવાના બેન. સદ્ગતની સાદડી તા. ૨૭/૬/૨૨ના સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે ત્રિમૂર્તિ શિવ મંદિર પાસે, ક્રાંતિનગર, બહેરામ બાગ રોડ, જોગેશ્ર્વરી (૫.).
પટેલ (વસોયા)
નીતાબહેન પટેલ (ઉં. વ. ૬૯) તે હરીશભાઇ પટેલ (સ્વ. ચુનીલાલ નંદલાલ પટેલ ભાવનગર)ના પત્ની. તે ફોરમભાઇ તથા હર્ષિલભાઇના માતુશ્રી. તેમ જ હીમા તથા હિનલના સાસુ અને હેત, શ્લોકા, કાવ્યા, તનિષના દાદી. તા. ૨૫-૬-૨૨ના ગૌલોકવાસી થયા છે. તે અનિલભાઇ, અવંતિબહેન (મુંબઇ) તથા રેખાબહેન રવિભાઇ (ભાવનગર)ના ભાભી. પિયર પક્ષે સ્વ. લલિતકુમાર રામચંદ શાહના સુપુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૭-૬-૨૨ના સોમવારે બપોરે ૩થી ૫. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ હોલ, સેકટર નં-૬, ગુરુદ્વારાની સામે, મિરા રોડ (ઇસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.
સારસ્વત બ્રાહ્મણ
સુમરી રોહા હાલ મુલુન્ડ સ્વ. શાંતાબેન ધારશી જોશીના સુપુત્ર પુરૂષોત્તમભાઇ (ઉં. વ. ૮૫) તે પ્રવિણાબેનના પતિ. તે રશ્મી યોગેશ જોશી, પ્રીતી કમલેશ જોશી, રીટા હિમાંશુ ભાગડીયા, વર્ષા જીજ્ઞેશ ભૂરા, કિરણ સમીર જોશી, સ્વ. હર્ષાબેન જોશીના પિતા. તે રાજેશ વિશ્ર્વનાથ જોશીના કાકા. તે સ્વ. જેષ્ઠાગૌરી દામોદર જોશીના જમાઇ તા. ૨૩-૬-૨૨ના ગુરુવારના હરિઓમ શરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૬-૨૨ના સોમવારે સાંજે ૫થી ૭. ઠે. સારસ્વતવાડી, ઝવેર રોડ, મુલુન્ડ (વેસ્ટ).
વણકર
ગામ થોરડી (ભાવનગર) હાલ મુંબઇના સ્વ. દેમાબેન તથા સ્વ. મનુભાઇ ભીમજીભાઇ બોરીચાના પુત્ર પ્રવીણચંદ્ર (ઉં. વ. ૬૨) તે ગં. સ્વ. લીલાબેનના પતિ. ગૌતમભાઇ તથા ભાવનાબેનના પિતા. નિર્મલાબેન અને નીતિન પડાયાના સસરા. જગજીવનભાઇ, અનિલભાઇ તથા મીનાબેન મકવાણાના ભાઇ. ગં. સ્વ. મોતીબેન તથા પ્રેમજીભાઇ લક્ષ્મણભાઇ સોલંકી પરિવારના જમાઇ. ગુરુવાર તા. ૨૩-૬-૨૨ના રામશરણ પામ્યા છે. બારમું-કારજની વિધિ સોમવાર, તા. ૨૭-૬-૨૨ના સાંજે ૫.૦૦ કલાકે, ઠે. સેન્ટ્રલ રેલવે ઇન્સ્ટિટયૂટ હોલ, બુરહાની કોલેજની પાછળ, મઝગાંવ ખાતે રાખેલ છે.
કંઠી ભાટીયા
કૃષ્ણકુમાર આશર (ઉં. વ. ૭૨) સ્વ. જયરામદાસ અને પુષ્પાબેનના સુપુત્ર. સ્વ. રણછોડદાસ અને દમયંતીબેનના જમાઇ. હંસાબેનના પતિ. અશોકભાઇ, પ્રકાશભાઇ અને જીજ્ઞાબેનના ભાઇ. જયસિંહભાઇના બનેવી. ચંદાબેન-આશાબેનના જેઠ. નયન-શ્રદ્ધા, જીમિત-વૈષ્ણવી, હેતલ-ઉમંગ અને રવિના પિતા તા. ૨૪-૬-૨૨ના શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૬-૨૨ના સોમવારે ૪થી ૬. ઠે. સ્વામિનારાયણ મંદિર, સરિતા પાર્ક, ૯૦ ફૂટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ) મધ્યે રાખેલ છે.
રાઠોડ
ગામ હબુકડ / ભાદ્રોડ (મહુવા) હાલ મહાલક્ષ્મી સ્વ. મણીબેન દુદા રાઠોડ (ઉં. વ. ૬૨) સ્વ. દુદાભાઇ ધુડાભાઇ રાઠોડના ધર્મપત્ની તેમ જ સ્વ. જીવરાજભાઇ પુનાભાઇ કોળીની દીકરી. અને વિજય જયશ્રી ગીતા નિર્મળાના માતુશ્રીનું અવસાન તા. ૧૬-૬-૨૨ના થયું હતું. તેમનું બારમું (કારજ) તા. ૨૭-૬-૨૨ સોમવારે સાંજે ૫.૦૦ કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે. ઠે. બી-૧, બિલ્િંડગ રૂમ નં. ૧૧૦૩, આંબેડકર નગર, મહાલક્ષ્મી, મુંબઇ.
નાઘેર દશા શ્રીમાળી વણિક
ગાંગડા હાલ વાશી નવી મુંબઇ ગં. સ્વ. વિજયાબેન સોભાગચંદ શાહ (ઉં. વ. ૮૨) જે સ્વ. સોભાગચંદ અમીચંદ શાહના ધર્મપત્ની. તે ઘાંટવડ નિવાસી સ્વ. દુર્લભદાસ નાગરદાસ ગાંધીના પુત્રી. તે કેતનભાઇ, કૌશિકભાઇ, ભાવનાબહેન દેવેશકુમાર, સાધનાબેન કમલેશકુમારના માતુશ્રી. તથા રૂપાબેન, રીટાબેનના સાસુ. તથા જેનીશ, સ્મિત, લવ, અક્ષિતા મિહિરકુમાર ચૌહાણના દાદી. તે શ્રેયાંશ, શ્રેણીક, સિદ્ધિબહેન આલોકકુમાર, પ્રતીકના નાની તા. ૨૪-૬-૨૨ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૬-૨૨ના સાંજે ૪.૩૦થી ૬. ઠે. બીએપીએસ સ્વામીનારાયણ, કલા કેન્દ્ર, પ્લોટ ૨૦૦, સેકટર-૧૦એ-૧૨, મીની સી શોર રોડ, વાશી, નવી મુંબઇ-૪૦૦૭૦૩.
ઘોઘારી લોહાણા
સાવરકુંડલા હાલ કલ્યાણ સ્વ. શાંતિલાલ હરીલાલ રવાણીના ધર્મપત્ની તારાબેન (ઉં. વ. ૯૫) તે સ્વ. મગનલાલ સુંદરજી ભુપતાણીનાં દીકરી. તે ગં. સ્વ. રશીલાબેન રમણીકલાલ ચિતલીયા, અજીતભાઇ, ભરતભાઇ, હેમલભાઇ, સ્વ. ગીતાબેન ધર્મેન્દ્ર છોટાઇના માતુશ્રી. તે સુલોચનાબેન. સ્મિતાબેન તથા ઇલાબેનના સાસુ. તે પુનીત, આલોક, કરણ, કેવલ, રિદ્ધિ, અર્પીતાના દાદી. તા. ૨૫-૬-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૭-૬-૨૨ના સાંજે ૪.૩૦થી ૬. ઠે. લોહાણા મહાજન વાડી, સરદાર પટેલ માર્ગ, કલ્યાણ (વેસ્ટ).
પરજીયા સોની
મેંદરડાવાળા હાલ મીરારોડ રાજીવભાઇ (અમન) ભાસ્કરભાઇ જગડા તા. ૨૫-૬-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે આરતીબેનના પતિ. હસુમતીબેન ભાસ્કરભાઇના પુત્ર. ગીરીશભાઇ, નીતાબેન, ભાવનાબેન, ઇલાબેન, ઉર્વશીબેનના ભાઇ. કનકભાઇ, રમેશભાઇ, હિતેશભાઇ, વિશાલભાઇના સાળા. ધીરુભાઇ દેવસીભાઇના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૭-૬-૨૨ના સાંજે ૪થી ૬. ઠે. સોનીવાડી, શિંપોલી સિગ્નલ, બોરીવલી (વેસ્ટ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.