Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

ગામ નારી, ભોળાદ, ગુજરાત, હાલ નાશિક મહારાષ્ટ્ર સ્વ. ઉમાબેન ખીમજી મારું (ઉં. વ. ૯૫) તા. ૯-૧૨-૨૨, શુક્રવારના અવસાન પામ્યા છે. કારજ/બારમું તેમજ જળકાંઠાની વિધિ સોમવાર તા.૧૯-૧૨-૨૨ સાંજે ૪-૦૦ ગોદાવરી નદી કાંઠે, પંચવટી નાશિક:-૩. માં રાખવામાં આવેલ છે.
પરજીયા સોની
જમનાદાસ લાખાભાઈ સુરૂ (ઉં.વ. ૮૩) તે મૂળગામ લાઠી હાલ કાંદિવલી તા. ૧૫-૧૨-૨૨, ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. તે રમાબેનના પતિ. સ્વ. મનીષભાઈ, પ્રીતીબેન વિનોદકુમાર પરજીયા, પ્રશાંતના પિતા. સ્વ. ડાહ્યાલાલ, સ્વ. રતીલાલ, દિનકરભાઈ, સ્વ. વિદુબેન ડાહ્યાલાલ સતીકુંવર, વિમાળાબેન તુલસીદાસ ચોકસીના ભાઈ. જમનાદાસ ધનજીભાઈ ધાણક (પડધરીવાળા)ના જમાઈ. ડિમ્પલબેનના સસરા. નયન, નિયતિના નાના-દાદા. ટેલિફોનિક બેસણું તા. ૧૭-૧૨-૨૨, શનિવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છ કડવા પાટીદાર
સ્વ. ધનજી પુંજા લીંબાણી (ઉં.વ. ૯૩) ગામ દરશડી હાલે ઘાટકોપર તે સ્વ. હીરાબેનના પતિ. સ્વ. મેગબાઈ પુંજા લીંબાણીના પુત્ર. કલ્યાણજીભાઈ, રમેશભાઈ, હરિલાલ, શાંતાબેન, કસ્તુરબેનના પિતા. ભારતીબેન, નર્મદાબેન, ગીતાબેન, શાંતિલાલ જેઠા રામજીયાણી, કાંતિલાલ ધનજી રૂડાણીના સસરા. પ્રાર્થનાસભા તા. ૧૭-૧૨-૨૨, શનિવારે ૩.૩૦ થી ૫ રાખેલ છે. ઠે. શ્રી કચ્છ પાટીદાર વાડી, એલ. બી. એસ. માર્ગ, ઘાટકોપર વેસ્ટ.
હાલાઈ લોહાણા
ગં. સ્વ. શ્રીમતી કંચનબેન (ઉં.વ. ૮૯) તે સ્વ. દેવરામભાઈ વેલજી રૂઘાણી જામસલાયાવાળા હાલ મલાડના ધર્મપત્ની. સ્વ. રાઘવજી આનંદજી કાનાબાર (ડોળાસાવાળા)ની પુત્રી. રાજેન્દ્ર, સંગીતા, ભાવના, હિતેશના માતુશ્રી. શ્રીમતી અનાહિતા હિતેશ રૂઘાણીની સાસુ. દેવેશની દાદી તા. ૧૫-૧૨-૨૨, ગુરવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૯-૧૨-૨૨, સોમવારે સાંજે ૬ વાગે માતૃ સરાફ હોલ, પોદ્દાર રોડ, મલાડ પૂર્વ.
ખંભાત દશા મોઢ વણિક અડાલજા
ગં. સ્વ. સુલોચનાબેન (ઉં.વ. ૮૯) તે સ્વ. પ્રવિણ બાપુલાલ પરીખના ધર્મપત્ની. કેતન-પ્રજ્ઞા, કાર્તિક -પૂર્ણિમાના માતુશ્રી. ત્વિષા-અંકિત દલાલ, શ્રેયા પ્રણય પરીખ, રચયતા-મોનિલ ગાલા, રાહિલ-જાનવીના દાદી તા. ૧૫-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૮-૧૨-૨૨ના સવારે ૧૦ થી ૧૨ આય. એમ. એ. હોલ, પીવીઆર જુહુ, વિલેપાર્લા.
દશા સોરઠિયા વણિક
આકોલા હાલ મુંબઈ વિજય કાચલીયા (ઉં.વ. ૬૨) બુધવાર, તા. ૧૪-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પ્રવિણચંદ્ર તથા સ્વ. નિર્મળાબેનના પુત્ર. નયનાબેનના પતિ. વિક્રમ-વૈભવી, આદિત્ય-નિશાના પિતાશ્રી. સ્વ. અજય, રાજેશ, જાગૃતિ જયેશભાઈ પારેખના ભાઈ. જાશ્મીનના જેઠ. સ્વ. ચીમનભાઈ, સ્વ. કિશોરભાઈ, સ્વ. બિપીનભાઈના ભત્રીજા. હરકિશનભાઈ, સ્વ. કિર્તીભાઈ, અપૂર્વભાઈના ભાઈ. સ્વ. જયંતીભાઈ ગાંધીના જમાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
મૂળ કચ્છ કોઠારા હાલે મુલુન્ડ સ્વ. અ. સૌ. રશ્મીબેન (મક્કાબેન) જોષી નુખરત્નેશ્ર્વર (ઉં.વ. ૭૦) તે રમેશચંદ્ર રતનશીના ધર્મપત્ની. સ્વ. રતનશી કુંવરજી જોષીના પુત્રવધૂ. સ્વ. જયાલક્ષ્મી દેવશંકર પ્રાગજી જોષી સેથપાર ભુજવાળાના પુત્રી. સ્વ. અ. સૌ. મુલાબાઈ, સ્વ. અ. સૌ. મોતીબાઈ, ગં. સ્વ. મહાલક્ષ્મીબાઈ, સ્વ. પ્રતાપસિંહ, મધુસુદનના પુત્રવધૂ. ધર્મેશના ભાભી. હિના અશ્ર્વિન, આરતી દિપક, હર્ષા અભિજીતના માતુશ્રી તા. ૧૩-૧૨-૨૨, મંગળવારના કૈલાસવાસી પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ વાડાપધર હાલ થાણા તે ગં. સ્વ. કાન્તાબેન સુંદરજી ટોકરશી પૌઆના પુત્ર પ્રદીપ (ઉં. વ. ૬૫) બુધવાર તા. ૧૪-૧૨-૨૨ના રામશરણ પામેલ છે. તે સ્વ. પ્રીતીબેનના પતિ. જિનેશ, પ્રિયંકા (અદિતિ) નિખિલ વાડકરના પિતા. જાન્વીના સસરા. પ્રભુદાસ, સ્વ. મહિન તથા પ્રકાશ, ભરત, ચેતન, મનીષ, પ્રેમલતા દિલીપ ઠક્કર, હેમલતા કિશોર સોનેતા, હર્ષા હરિશ રાયમંગીયા, કોકિલા ગીરીશ રાજલના ભાઇ. મીરકા અને પહેલના દાદા. પ્રાર્થનાસભા શનિવાર તા. ૧૭-૧૨-૨૨ કચ્છી લોહાણા મહાજન વાડી, મુલુંડ (વેસ્ટ), સાંજના ૫.૩૦થી ૭, લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી લોહાણા
ડમરાળાવાળા ઠા. ભગવાનજી ત્રિભોવનદાસ મજીઠીયાના પુત્ર સ્વ. રતીલાલ ભગવાનજી મજીઠીયા (ઠક્કર સર)ના ધર્મપત્ની રક્ષાબેન હાલ મુલુંડ (ઉં. વ. ૭૭) તે દિવાળીબેન મોરારજી રાજદેવના દીકરી. તે રીતેશભાઇ, અ. સૌ. અમીષા કમલભાઇ ઠક્કર તથા અ. સૌ. હેમાલી જીજ્ઞેશભાઇ મહેતાના માતુશ્રી. તે શ્રુતી પ્રણવ નાયક તથા શૌનક તેમ જ માનવના નાની. તા. ૧૪-૧૨-૨૨ના બુધવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
ગોંડલ હાલ બેંગલોર ગં. સ્વ. સુશીલાબેન તનસુખલાલ મણિયાર (ઉં.વ.૯૨) તા.૬-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જમનાબેન તથા સ્વ.રતિલાલ મૂળજી મણિયારનાં પુત્રવધૂ. હરીશભાઇ, રાજુભાઇ, સ્વ. હાર્દિક તથા અરુણાબેન સનતકુમાર વીંછીના માતુશ્રી. ડો. ઉષા, ભાનુમતિ તથા ગં.સ્વ. સુજાતાના સાસુ. સ્વ. પ્રાણજીવનદાસ વલેરાના પુત્રી. તથા સ્વ. લાલચંદભાઇ વલેરા, સ્વ. નિર્મળાબેન શામજી નિર્મળ, સ્વ. મૃદુલાબેન ચીમનલાલ કાટબામણાંનાં બેન. સ્વ. ચંદ્રિકાબેન, બળવંતરાય દુબલનાં ભાભી. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
લેઉઆ પાટીદાર
વિરસદ ખેડા હાલ સાંતાક્રુઝ ભાનુપ્રસાદ હરિભાઈ અમીન (ઉં. વ. ૮૮) તે સ્વ. કુમુદબેનના પતિ. તેમજ સ્વ. પ્રકાશભાઈ, ભાવનાબેન, મહેશના પિતા. મુકુંદભાઈ,ચેતના, પિન્કીના સસરા. સ્વ. નરેન્દ્ર, વિક્રમ, રમેશના ભાઈ. સ્વ. છગનભાઇ પટેલના જમાઈ. ૧૫/૧૨/૨૨ ના રોજ અક્ષરધામ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
વેકરી નિવાસી હાલ બોરીવલી ગં. સ્વ. લાભુબેન નરોત્તમદાસ સેલરકાના પુત્રવધૂ અ.સૌ. કુસુમબેન કમલેશભાઈ સેલરકા (ઉં. વ. ૭૨) તે હેમલ (રાજા) – અ. સૌ. ખુશ્બુ તથા બીજલ કિશોર ભુપતાણીના માતુશ્રી. મુકુંદ, યોગેશ, અનિલ, દિપક, ગં. સ્વ. ભાવના કિરીટ, નીના બકુલના ભાભી. સ્વ. રમણીકભાઇ, સ્વ શશીકાંતભાઈ, કકુભાઇ, ભરતભાઈ મગનલાલ શેઠ, સ્વ. હસુબેન, સ્વ. ભાનુબેન, ઉષાબેનના બહેન. સ્વ. શારદાબેન ગોકળદાસ ભુપતાણી તથા ચેતના મહેન્દ્રભાઈ શાહના વેવાણ. ૧૫/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
કરદેજવાળા હાલ મલાડ સ્વ. રમાબેન તથા સ્વ. હરિલાલ દ્વારકાદાસ મોદીના સુપુત્ર રાજેશ (ઉં. વ. ૫૯) તે ૧૫/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે દિલીપ, કિશોરના નાનાભાઈ. દિપીકાના દિયર, કિંજલ ભાવિન સંઘવી તથા તેજસના કાકા. મોસાળપક્ષે ધોલેરાવાળા ધીરજલાલ તથા દિનકરભાઇ મણિલાલ મહેતાના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા સોરઠિયા વણિક
પશનાવડાવાળા હાલ કાંદિવલી સ્વ. જમનાબેન કાનજી શાહના પુત્ર ભગવાનદાસ (ઉં. વ. ૮૫) તે સ્વ. નીતાબેનના પતિ. સ્વ. જયદીપ, લ્યુનાબેન, મિતેશના પિતાશ્રી. તે નેહાબેન,અજયકુમાર કલ્યાણજી તેમજ સ્નેહાબેનના સસરા. તે સ્વ. કેશવલાલ, સ્વ. કેશરીચંદ્ર, સ્વ. રજનીકાંત, સ્વ. જશુબેન, ગં. સ્વ. મંજુલાબેન,તેમજ શાંતિબેનના ભાઈ. રહીજવાળા સ્વ. જમનાદાસ દેવચંદના જમાઈ. ૧૪/૧૨/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
શ્રીમાળી સોની
રાધનપુર નિવાસી હાલ મુંબઈ અ.સૌ. પ્રેમીલા જડીયા (ઉં. વ. ૭૯), ગુરુવાર તા. ૧૫-૧૨-૨૦૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. નાથાલાલ પોપટલાલ જડીયાના પુત્રવધૂ. તે સ્વ. રણજીતલાલ જડીયાના ધર્મપત્ની. તે પ્રિતી, રાજેશ, માનસીના માતુશ્રી. તે જીગ્ના, દિપકકુમાર, રોહનકુમારના સાસુ. તે પંક્તિ, દેવર્ષિ, પવિત્રા, મહેકના દાદી-નાની. પ્રાર્થનાસભા શનિવાર તા. ૧૭-૧૨-૨૦૨૨ના સાંજે ૫ થી ૭, સ્થળ-પાટીદાર સમાજ હોલ, ફ્રેંચ બ્રીજ, હ્યુજીસ રોડ, મુંબઈ.
કચ્છી લોહાણા
સ્વ. લક્ષ્મીદાસ ડુંગરશી સચદે, ગામ ઢોરી હાલે કાંદિવલી (ઉં. વ. ૮૬) તા. ૧૪-૧૨-૨૦૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. માધવજી ગોવિંદજી આથાના પુત્રી. તેમજ ભરત, સ્વ. રમેશ, મુકેશ તથા નરેશના માતા. તેમજ મંજુલા, ભારતી, પુર્ણિમા તથા હર્ષિદાના સાસુ. તથા મનોજ માધવજી આથા અને સ્વ. લક્ષ્મીબેન જમનાદાસ ઠક્કરના બેન. પ્રાર્થનાસભા તા. ૧૭-૧૨-૨૨ના રોજ ૪ થી ૬, પહેલે માળે, શ્રી પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ, એસ.વી.રોડ, મલાડ-વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદિચ્ય સહસ્ત્ર બસિયા બ્રાહ્મણ સમાજ
મેઢાસણ હાલ મુલુંડ મુંબઇ ગં. સ્વ. કૈલાસબેન રમણલાલ ભટ્ટ (ઉં.વ.૯૨) ગુરુવાર તા. ૧૫-૧૨-૨૨ના મુલુંડ મુકામે દેવલોક પામેલ છે. તે સ્વ. રમણલાલ શંકરલાલ ભટ્ટના પત્ની. પ્રફુલભાઇ, ડો. મહેશભાઇ, વિનયભાઇ, ભારતીબેન વિજય ભગત તથા આરતીબેન ભરત ઠાકરના માતુશ્રી. નિરૂબેન, પ્રફુલાબેન, જયોતિબેનના સાસુ. હિરેન, હાર્દિક, રૂષભ, ધ્વનિક, મેઘના, હેમાલી, અવની, હિરલના દાદી. વીરલ ભગત અને જય ઠાકરના નાની. ટીંટોઇ નિવાસી પરષોતમદાસ નરોતમદાસ ઠાકરના દીકરી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૭-૧૨-૨૨ના સાંજે ૪થી ૬. ઠે. પદમાવતી બેંકવેટ હોલ, બી-૫૦૧, પ્રણવ કોમર્શિયલ પ્લાઝા, શિવસેના શાખાની ઉપર, એમ. જી. રોડ, મુલુંડ (વેસ્ટ).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular