હિન્દુ મરણ

અશોક ભાટિયા (ઉં. વ. ૭૭) તે સ્વ. જયાબેન જયસિંહના પુત્ર. ધરમસિંહ આશરના જમાઈ. અનિતાબેનના પતિ. મનિષ-અર્ચના તથા લીના-મેહુલના પિતા. સ્વ. અનિલ, સ્વ. જયંત, સ્વ. અરૂણ, રાજેન, સ્વ. રેણુના ભાઈ. અર્ચન-જીત, વ્રજના દાદા-નાના ૯-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
નવ ગામ ભાટિયા
ધ્રોલ નિવાસી હાલ બોરીવલી અ. સૌ. ધીરજબેન વસંતલાલ વેદ (ઉં. વ. ૭૪) તે માધવજી મૂળજી વેદના પુત્રવધૂ તેમજ મલ્પેશ, ધવલના માતા તેમજ દ્રષ્ટિ, શિવાનીના સાસુ. ભૂમિના દાદી તેમજ પ્રેમકુવર પ્રાણજીવન ચાપસી ઉદેશીના પુત્રી તેમજ વિજયભાઈ, જયાબેન, ચંદ્રિકાબેન, શાંતાબેન અને પુષ્પાબેનના બેન ૯-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૩-૮-૨૨, શનિવારના ૪થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકિઝની સામે, રાધાકૃષ્ણ હોટલ પાસે, બોરીવલી (વે.).
ગુર્જર ક્ષત્રિય કડિયા
ગામ ધુળકોટ હાલ કલ્યાણ વેસ્ટ જયાબેન પોરીયા (ઉં. વ. ૯૩) ૬-૮-૨૨, શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પરષોતમભાઈ સવજી પોરીયાના ધર્મપત્ની. તે ચંપાબેન, પ્રભાબેન, સ્વ. કાંતાબેન દેવજીભાઈ (રાજુભાઈ) વલ્લભભાઈના માતુશ્રી. તે રીટાબેન, દિપ્તીબેન વ્રજલાલ, હેમરાજભાઈ, સ્વ. હસમુખભાઈના સાસુ. તે નયન, આશા તથા હેતલના દાદી. પ્રાર્થનાસભા શનિવાર, ૧૩-૮-૨૨ના સાંજે ૪થી ૬. ગીતા હોલ, શિવાજી ચૌક, કલ્યાણ (પશ્ર્ચિમ).
હાલાઈ લોહાણા
કલ્યાણ નિવાસી હાલ ઉમરગામ સ્વ. કુસુમબેન કારીયા (ઉં. વ. ૬૪) ૮-૮-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે હરગોવિંદદાસ કારિયાના ધર્મપત્ની. તે સ્વ. વલ્લભદાસ અમરશી કોટકની પુત્રી. તે વર્ષાબેન, ભાવનાબેન, કાજલબેન, સ્વ. દિપકના માતુશ્રી. તે દિપકકુમાર, કમલેશકુમાર, ગૌરાંગકુમાર તથા સંધ્યાબેનના સાસુ. પ્રાર્થનાસભા ૧૨-૮-૨૨ના બપોરે ૩થી ૫. જલારામ હોલ, માતુશ્રી શ્યામબાઈ લોહાણા મહાજનવાડી, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, કલ્યાણ (પ.)
બ્રહ્મક્ષત્રિય
હાલ મુંબઈ, રાજેનભાઈ બી. દેસાઈ (ઉં. વ. ૭૬) તે સ્મૃતિબેનના પતિ. શૈલના પિતાશ્રી તા. ૧૦-૮-૨૨ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તે હરીતભાઈ તથા સ્વ. સૌરભભાઈના મોટાભાઈ. કાનનના સસરા. માહીરના દાદા. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રીગોડ મેડતવાળ બ્રાહ્મણ
હરેશભાઈ પ્રેમશંકર દિક્ષીત (ભગાભાઈ) મું ઉગલા હાલ મુંબઈ (ઉં.વ. ૬૨) જેઓ સ્વ. સવિતાબેન પ્રેમશંકર દિક્ષીતના પુત્ર. સ્વ. પ્રિતીબેનના પતિ. સ્વ. કિરીટભાઈ અને શ્રીમતી રેખા જગદીશ ત્રિવેદીના ભાઈ. ગં. સ્વ. કમળાબેન નટવરલાલ જાનીના જમાઈ. અમૃતા, વિરલ, ગ્રીષ્માના પિતાશ્રી. રિધ્ધી, હેતવી, નિવ, દિવ્યાંશના દાદા તા. ૯-૮-૨૨ના મંગળવારે કૈલાશવાશ પામ્યા છે. લૌકીક ક્રિયા બંધ છે.
નવગામ વિસાનાગર વણિક
ચરાડા હાલ કાંદિવલી સ્વ. અમૃતલાલ વિ. શાહ અને મધુકાંતાબેનના પુત્ર સુમનભાઈ શાહ (ઉં.વ. ૭૪) તે શર્મિષ્ઠાબેનના પતિ. સ્વ. રેવાદાસ શાહ અને ગં. સ્વ. સુભદ્રાબેનના જમાઈ. નટવરલાલ વિ. શાહના ભત્રીજા, કેયુર અને નીક્કીના પિતાશ્રી. મહેશભાઈ, રમીલાબેન, ગીતાબેન, અલકાબેન અને હર્ષાબેનના ભાઈ. મંગળવાર, તા. ૯-૮-૨૦૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૮-૨૨ શનિવારના રોજ સાંજે ૪ થી ૬, પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટના રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
૨૫ ગામ ભાટીયા
મનસુખલાલ પાનચંદ વેદ (ઉં. વ. ૯૧) ભાયાવદર વાળા હાલ (ઘાટકોપર) મધુરીબેનના પતિ. તે સ્વ. લક્ષ્મીદાસ તથા ચંદ્રકાંતભાઈ અને ગં.સ્વ. રંજનબેન બાબલાના મોટા ભાઈ. તે મહીસ તથા યામીનીબેન કાપડીયાના પિતાશ્રી. તે લીના તથા સ્વ. યતિનભાઈ કાપડીયાના સસરા. તે નિલી અને જીલ દાદા સોમવાર ૮-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શ્રી સ્વામીનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ). તા. ૧૨-૮-૨૨ શુક્રવારના રોજ ૪.૩૦ થી ૬.૦૦ રાખેલ છે.
કચ્છી લોહાણા
ગામ (બરંદા) કચ્છ હાલ મદુરાઈ બિપિન ઠક્કર (ઉં.વ. ૬૪) તા. ૮-૮-૨૨ના શ્રી રામશરણ પામ્યા છે. તેમના ધર્મપત્ની વર્ષા ઠક્કર. સ્વ. રાધાબેન મુલજી ઠક્કરના સુપુત્ર. રશ્મિકાંતભાઈ, નયનભાઈ તથા નીમીબેન રવિકાંતભાઈ કોઠારી, ઉષાબેન રશ્મિકાંતભાઈ શાહના નાનાભાઈ. સ્વ. નર્મદાબેન હિરાલાલભાઈ અનમના નાના જમાઈ. પુત્ર ધાર્મિક. ભાઈ અશ્ર્વિનભાઈ, તુષારભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
ઉપલેટા નિવાસી, હાલ બેંગ્લોર શ્રી જયંતીલાલ કકૈયા (ઉં.વ. ૭૨) તા. ૯/૮/૨૨ (મંગળવાર)ના શ્રીજીચરણ પામેલા છે. તે શ્રી વિઠ્ઠલદાસ જીવનદાસ કકૈયાના સુપુત્ર. ગં.સ્વ. શોભનાબેનના પતિ. તે શ્રી રામભાઈ તથા કવીતાબેન પરાગભાઈ છાટબારના પિતાશ્રી. તે સ્વ. ત્રીકમદાસ કાનજી મર્થકના જમાઈ. તે સ્વ. નવીનચંદ્ર ત્રીકમદાસ મર્થક, શ્રી વિનયચંદ્ર ત્રીકમદાસ મર્થક, શ્રી ચંદ્રકાંત ત્રીકમદાસ મર્થકના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નવગામ ભાટિયા
મોરબી નિવાસી, હાલ માટુંગા નલીનીબેન નવીનચંદ્ર સંપટ (ઉં.વ. ૮૪) તા. ૯/૮/૨૨ (મંગળવાર)ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. લાઘીબેન છોટાલાલ સંપટના પુત્રવધૂ. સ્વ. વિજયાબેન કેશવલાલ આશરના પુત્રી. યોગેશ, રૂપાના માતૃશ્રી. કમલેશભાઈ અને અલકાના સાસુ. કિન્નરી વંદન આશરના દાદી.
પરજીયા સોની
મહુવાવાળા, હાલ મીરા રોડ સ્વ. જેન્તીભાઇ વસ્તાભાઈ ઝવેરી (ધકાણ)ના પુત્ર, અશોકભાઈ ઝવેરી (ધકાણ) (ઉં.વ. ૭૨) તા. ૭/૮/૨૨ (રવિવાર)ના શ્રીજીચરણ પામ્યા છે. તે અ.સૌ. રેખાબેનના પતિ. પુનમ, સુષમા, શ્યામ, ચેતનના પિતાશ્રી. સ્વ. ઉત્તમલાલ પોપટલાલ થડેશ્ર્વર જસદણવાળાના જમાઈ. કલ્પેશકુમાર, કાવેરી, રીનાના સસરા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટિયા
કચ્છ ગામ અંજાર, હાલ વિરાર શ્રી ધિરજકુમાર દુતિયા (ઉં.વ. ૮૨) તા. ૬/૮/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. લક્ષ્મીબાઈ ત્રિકમદાસ ખટાઉદાસ દુતિયાના પુત્ર, ગં.સ્વ. સરોજબેનના પતિ. ગં.સ્વ. મિલી દુર્ગેશ હીચકડ, હેતલ સમીર કંકાલ, મેહુલ, સ્વ. વિકીના પિતાશ્રી. ગીતાના સસરા. સ્વ. મોરારજી ખીમજી પાલેજાના જમાઈ. સર્વે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા સોની
જાળિયાવાળા, હાલ નાલાસોપારા સોની મનહરભાઈ આપાભાઈ ધાણક (ઉં.વ. ૬૩) તા. ૭/૮/૨૨ (રવિવાર) શ્રીજીચરણ પામેલ છે. તે મીનાબેનના પતિ. સંદીપભાઈના પિતા. લક્ષ્મીબેનના સસરા. અમરેલીવાળા સ્વ. અમૃતલાલ પિતાંબરભાઈ સતીકુવરના જમાઈ. સ્વ. અમુભાઈ, સુરેશભાઈ, દિલીપભાઈ, રમેશભાઈ, જગદીશભાઈ, નિર્મળાબેન હિંમતલાલ થડેશ્ર્વર જસદણવાળા તથા ઇન્દુબેન (ઈલાબેન) રમણીકલાલ વાયા જામખંભાળીયાવાળાના ભાઈ. ટેલિફોનિક બેસણું તા. ૧૧/૮/૨૨ (ગુરુવાર)ના સમય: ૪ થી ૬ રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
ધ્રાંગધ્રાના હાલ મુંબઈ ડાહ્યાલાલ પુરુષોત્તમદાસ ગાંધી (ઉં. વ. ૯૨) સોમવાર, ૮-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે કોકીલાબેનના પતિ. શૈલેષભાઈ, પરેશભાઈના પિતાશ્રી. આશાબેન, વિણાબેનના સસરા. તે ભાઈલાલભાઈ, અનંતભાઈ, ચંદ્રાબેન, જશીબેન અને નિર્મળાબેનના ભાઈ. પ્રાચી મનીષકુમાર મેર, માનસી નિશીથકુમાર પરીખના દાદા. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

Google search engine