હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

મહુવાવાળા હાલ (ઘાટકોપર) ગં.સ્વ. વિણાબેન નટવરલાલ જોષી તા. ૫-૮-૨૨ના રોજ કૈલાશધામ પામેલ છે. તે પ્રકાશ, હર્ષા બાળકૃષ્ણ ભટ્ટ, નિલેશ તથા આષિતના માતુશ્રી. જિજ્ઞાશા તથા કલ્પનાના સાસુ. વિધી, જિનેશકુમાર, હેરિન તથા ભવ્યના દાદી. સેજલ તથા દીપાના નાની. પિયરપક્ષે તળાજાવાળા રમાબેન ક્રિપાશંકર કાળીદાસ પંડયાના દિકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા સોરઠિયા વણિક
લોઢવાવાળા હાલ વસઈ, સ્વ. ગોરધનદાસ પરસોતમ શાહના ધર્મપત્ની. લાભુબેન (ઉં.વ.૭૨) તા. ૬-૮-૨૦૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે કિરીટ, દીપક, ગિરિશ અને પરેશના માતુશ્રી. પન્ના, સ્મિતા, આશાના સાસુ. હેતલ, સંકેત, દિયેનના દાદી. (લૌકિક પ્રથા બંધ છે)
નાગર બ્રાહ્મણ
શ્રીમતી પ્રતીમા જયકાંત વોરાનું શનિવાર તા. ૬-૮-૨૨ના રોજ નિધન થયેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર તા. ૯-૮-૨૨ના રોજ સાંજે ૪.૩૦ થી ૬ દરમ્યાન દુર્ગાદેવી સરાફ હોલ, દુર્ગાદેવી સરાફ કૉલેજ, એસ.વી. રોડ, મલાડ (પ.), મુંબઈ ખાતે રાખેલ છે. વૈશાલી અને હરીન શેઠ. શૈશવ, પ્રણાલિ અને અનેરી વોરા. સ્નેહા, શાયોક અને સોફીયા. પૂર્વીશ, કીંજલ અને દીયા.
કચ્છી લોહાણા
ગામ (પધ્ધર) હાલ ઘાટકોપર ચંદ્રકાંત કેશવજી અનમ (ગુંદરવાળા) (ઉં.વ. ૮૨) તા. ૭-૮-૨૨ના શ્રીરામશરણ પામ્યા છે. સ્વ. મહાલક્ષ્મીના પતિ. નીતા, કેતનના પિતાશ્રી. નિતિન શાહ, સીમાના સસરાજી. નિધી, સ્મીતના દાદાજી. સ્વ. સુશીલા વિઠ્ઠલદાસ ગણાત્રા, સ્વ. હરીશચંદ્ર, ગં. સ્વ. ગીતા શાંતિલાલ ચોથાણી, અરવિંદના ભાઈ. તે સ્વ. વલ્લભજી રામજી આડ ઠક્કરના મોટા જમાઈ. પૂજાના નાનાજી. બંને પક્ષની પ્રાર્થના સભા ૯-૮-૨૨ના બાલ્કનજી બારી, રાજાવાડી, ઘાટકોપર (ઈ.)માં સમય સાંજે ૫થી ૬.૩૦. લૌકિક વ્યવહાર બંધ છે.
સ્વ. ગંગાબેન લવજી લીલાધર પંડિતપૌત્રા ગામ મેઘપર હાલે ઘાટકોપરના પુત્ર રાજેન્દ્રભાઈ (ઉં.વ. ૬૫) તા. ૭-૮-૨૨ના રોજ પરમધામ પામેલ છે. તે ગં.સ્વ. અરૂણાબેનના પતિ. સ્વ. સ્મિતા અને ચિ. જયના પિતાશ્રી. અ.સૌ. પૂજાના સસરા. સ્વ. પ્રતાપ, સ્વ. વિઠ્ઠલ, સ્વ. નરોત્તમ, ધરમશી, સ્વ. ભરત, દેવઆનંદ, ગં.સ્વ. હીરાલક્ષ્મી મનસુખલાલ ચોથાણી. ગં.સ્વ. પૂર્ણિમાબેન જયેશ કામાણીના ભાઈ. સ્વ. ગોદાવરીબેન સુંદરજી સોમૈયાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૯-૮-૨૨ મંગળવારના સાંજના ૪થી ૫.૩૦ શ્રી સ્વામિનારાયણ મંદીર, ૯૦ ફીટ રોડ, સરિતા પાર્ક, ગરોડિયા નગર, ઘાટકોપર (ઈસ્ટ). લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
સારસ્વત બ્રાહ્મણ
મૂળ નામ નેત્રા હાલે મુલુંડ જોશી ભાનુમતી ચઠ્ઠમંદરા (ઉં.વ.૮૩) રવિવાર, તા. ૭-૮-૨૨ના કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. બચુ મહારાજના પત્ની. તે સ્વ. સાવિત્રીબેન શંકરલાલ નરશીના દેરાણી. તે અ.સૌ. નીના નરેશ રાડિયા, હરેશ, પ્રતિક્ષા અને સ્વ. અશ્ર્વિન, સ્વ. હીનાબેનના માતા. તે નરેશ રાડિયા અને હેતલબેનના સાસુ. તે ભીમેશના દાદીમા. તે બિજલ હિરેન લાપસીયાના દાદી-સાસુ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
બાલાસિનોર દશાનીમા વાણિક
મુકેશભાઈ શાહ (ચકવા) સ્વ. શાંતાબેન તથા મોહનલાલ ચંદુલાલ શાહના સુપુત્ર. (ઉં.વ.૬૫) તે રૂપલબેના પતિ. દેવાંગ તથા ખ્યાતિના પિતા. તે હેમાલી અને સાહિલના સસરા. તે ચારૂબેન, જીતુભાઈ, નયનાબેન તથા પારૂલબેનના ભાઈ. રવિવાર, તા. ૭-૮-૨૦૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા આજે મંગળવાર, ૯-૮-૨૦૨૨ના સાંજે ૫.૦૦થી ૭.૦૦ દરમિયાન ભારતીય વિદ્યાભવન ચૌપાટી, મુંબઈ ખાતે રાખેલ છે. (લૌકિક પ્રથા બંધ છે.)
હાલાઈ લોહાણા
મૂળગામ પોરબંદર હાલ કલવા (થાણા) નિવાસી પ્રવિણચંદ્ર સામાણી (ઉં.વ.૭૦) તા. ૭-૮-૨૦૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પ્રેમિલાબેન તથા સ્વ. પરસોત્તમ મુળજી સામાણીના પુત્ર. તે ચેતનાબેનના પતિ. તે આશિષ, પ્રીતિ ભાવેશકુમાર તન્નાના પિતા. તે સ્વ. કુસુમબેન રૂગનાથ, ઈન્દુબેન અમૃતલાલ, સ્વ. દમયંતીબેન, ગં.સ્વ. હેમાબેન બિપિનભાઈ, નિરૂબેન હરીશભાઈનાં ભાઈ. તે સ્વ. ગીરધરલાલ જીવીભાઈ મજીઠિયાનાં જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૯-૮-૨૦૨૨, મંગળવારના રોજ સાંજે ૪.૦૦થી ૫.૩૦ના સમયે શ્રી થાણા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, જૈનાચાર્ય અજરામરજી ચોક, નૌકા વિહારની સામે, થાણા (પશ્ર્ચિમ)માં રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
હાલાઈ લોહાણા
ડોમ્બિવલી નિવાસી શ્રી મહેશભાઈ વિનોદકુમાર મજીઠિયા (ઉં.વ.૫૨) તા. ૭-૮-૨૦૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. વિનોદકુમાર મોહનલાલ તેમજ સ્વ. વીણા અને સ્વ. પુષ્પાના સુપુત્ર. તેમજ પારુલ નિલેશ કારિયા, કિરણ સંજય બાવિસ્કર, સ્વ. નૂતન વિપુલ સેલાણીના મોટાભાઈ તથા મનોહર રણછોડદાસ બુદ્ધદેવના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પુષ્કર્ણા બ્રાહ્મણ
પરમાનંદ કિશનલાલ વ્યાસ (ઉં.વ. ૯૧) તે ૬/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે ચંદ્રાબેનના પતિ. વિમળા, અશોક તથા દીપકભાઈના પિતા. શિવકુમાર શર્મા, માલતીબેન, સુનીતાબેનના સસરા. મમતા, ભરત, શૌનકના દાદા. તેમનું ઉઠમણું ૯/૮/૨૨ના રોજ ૫ થી ૫.૩૦ કલાકે જોગેશ્ર્વરી પુષ્ટિકર કલ્યાણ કેન્દ્ર, અંબોલી પોલીસ સ્ટેશન સામે, જોગેશ્ર્વરી વેસ્ટ.
ઘોઘારી મોઢ વણિક
ધ્રાંગધ્રા હાલ ભાયંદર પ્રદીપ પરીખ (ઉં.વ. ૬૩) તે સ્વ. હીરાબેન તથા સ્વ. પુરૂષોતમદાસ ચત્રભુજ પરીખના પુત્ર. સ્વ. રૂપાબેનના પતિ. યશ તથા સ્વ. આકાશના પિતા. દીપકભાઈ, સ્વ. અશોકભાઈ, અજીતભાઈ, સ્વ. પદમાબેન, સ્વ. રંજનબેન, ગીતાબેન, દક્ષાબેન તથા રીટાબેનના ભાઈ. સાસરાપક્ષે સ્વ. પુષ્પાબેન લલિતભાઈ મહેતાના જમાઈ ૭/૮/૨૨ના અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ગુર્જર ક્ષત્રિય કડિયા
અ.સૌ. ઇન્દુબેન ટાંક (ઉં.વ. ૬૪), મૂળગામ શેળાવદર હાલ ગોરાઈ-બોરીવલી તા. ૭/૮/૨૨ ને રવિવારના રામશરણ પામેલ છે. તે ઇશ્ર્વરલાલ શામજીભાઈ ટાંકના ધર્મપત્ની. યોગેશ, રાહુલ તથા નેહાના માતુશ્રી. મયુરી, શ્ર્વેતા તથા ભાવેશકુમાર કવાના સાસુ. સ્વ. સવિતાબેન મનજીભાઈ પરમારના દીકરી. સ્વ. અમૃતલાલ, સ્વ. બાબુભાઇ, ભાનુમતીબેન તથા નટવરભાઈના બહેન. પ્રાર્થનાસભા તા. ૯/૮/૨૨ ને મંગળવાર સાંજે ૫ થી ૭ રાખેલ છે. સ્થળ: શ્રી શ્યામ સત્સંગ ભવન, એકતા નગર, લિંક રોડ, કાંદિવલી (વેસ્ટ).
સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
બિલખા હાલ વિલેપાર્લે ગં. સ્વ. કૈલાસબેન બાલાશંકર દેસાઇ (ઉં. વ. ૯૬) તે ધીમંત, અરુણ, માર્કન્ડ, સ્વ. સુધા અશોક રાવળ, ઉષા દિલીપ જાનીના માતુશ્રી. અરુણા, શર્મિષ્ઠા, રક્ષાના સાસુ. નીતા, સંદિપ, સાગર, મોનાલી હેમેશ પુરાણી, દિપન, ગૌરાંગના દાદી. નેહા સચિન ઘોટે, બિજલ પાર્થ વ્યાસ, સત્યમના નાની. રીના, ધનશ્રી, મુગ્ધાના દાદી સાસુ. રવિવાર, તા. ૭-૮-૨૨ના કૈલાસવાસી થયા છે. નિવાસ સ્થાન: ૧૪-૧૫, શ્રીનાથ કૃપા, મહાત્મા ગાંધી રોડ, વિલેપાર્લે (પૂર્વ), સાદડી પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
કરાચીવાળા હાલ મુંબઇ દિનેશભાઇ (ઉં. વ. ૭૧) તે સ્વ. કમળાબેન દામોદરદાસના સુપુત્ર. તે રેખાબેનના પતિ. અંકિત અને અનુજના પિતા. તે હરકિસનભાઇ, સ્વ. મુકુંદભાઇ, નવીનભાઇ, સ્વ. રાજુભાઇ, સ્વ. ચંદીબેન નરોત્તમદાસ તન્ના, સ્વ. જયાબેન જયંતિલાલ ગોકાણી, સ્વ. ચંચળબેન, પુષ્પાબેન વસંતલાલ મશરૂ, રેખાબેન શિરિષકુમાર ચૌધરી અને મીનાબેન ભરતકુમાર કારિયાના ભાઇ. તે સ્વ. ચત્રભુજ કાનજી રાડિયા (ભાણવડવાળા)ના જમાઇ. તા. ૭-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.