હાલાઈ લોહાણા
ગં. સ્વ. દમયંતી પ્રભુદાસ જાદવજી દેવાણી (ઉં. વ. ૯૨) નગીચાણાંવાળા હાલ અંધેરી તે સ્વ. કલ્યાણજી કહાનજી માસ્તર (ઠકરાર)નાં દીકરી. તે સુધીર, જયેશ, હિમાંશુ તથા જયશ્રી ગિરીશ ઠક્કરનાં માતુશ્રી. તે ચારૂબેન, દક્ષા, હેમા તથા ગિરીશ વલ્લભદાસ ઠક્કરનાં સાસુ. તે હર્ષિત, ધર્મિત, વિધિ દેવાંગ જોશી તથા અંકિતના દાદીમા, તે પૂર્વી, ભક્તિ તથા દેવાંગ પ્રતાપ જોશીના દાદી સાસુ રવિવાર તા. ૧૧-૧૨-૨૦૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
સુરત દશા લાડ વણિક
મુંબઇ સ્થિત હાલ સાંતાક્રુઝ ગં. સ્વ. વિનોદીની અરવિંદકુમાર ખાંડવાલા (ઉં. વ. ૮૨) તે સ્વ. અરવિંદભાઇ રામલાલ ખાંડવાલાના ધર્મપત્ની. તે સ્વ. વિરમતી રામલાલ ખાંડવાલાના પુત્રવધૂ. તે જતીન, હેમલ અને જીગ્નાના માતુશ્રી. તે સ્મિતા, રવિન અને ગૌરાંગના સાસુ. તે જયાબેન, સુશીલાબેન અને મૂળરાજ પ્રાણલાલ ગાંધીના બહેન તા. ૧૧-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ સતાપર (અંજાર-કચ્છ) મુલુંડ સ્વ. પ્રભાબેન મોહનલાલ રાજલના મોટા પુત્ર અનિલના ધર્મપત્ની. સૌ. રેખાબેન (ઉં. વ. ૬૩) તા. ૯-૧૨-૨૨ના પરમધામવાસી થયેલ છે. જે સ્વ. કાશીબાઇ વિશનજી રાઘવજી માણેક વરસામેડી (અંજાર)વાળાની પુત્રી. તે વિનિ અને બંસીના માતુશ્રી. તે શીતલ અને જયશકુમારના સાસુ. ભરતભાઇ, સૌ. સરોજબેન ભરતભાઇ આડ ઠકકર, સૌ. દર્શનાબેન પંકજ મહીધરના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ-સ્વામિનારાયણ
ખાંભાવાળા હાલ વિલેપાર્લા સ્વ. જડાવબેન વ્રજલાલ ગાંધીના પુત્ર ભૂપેન્દ્રભાઈ ગાંધીના ધર્મપત્ની પૂર્ણિમાબેન (ઉં. વ. ૭૧) તે સેવીલભાઈ તથા કોશાબેનના માતુશ્રી. તે રાધીકા અને ગોપાલભાઈના સાસુ. તથા નયના જયંત ગાંધી અને હર્ષા કનૈયાલાલ ગાંધીના દેરાણી. તે ગં. સ્વ. લીલાબેન જગમોહનદાસ કાપડીયાની પુત્રી તા. ૮-૧૨-૨૨ના રોજ અક્ષરવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કપોળ
સ્વ. વસંતલાલ વ્રજલાલ શાહ (પટેલ) હાલ સુરત (અમરેલી) તેઓ ગં. સ્વ. જયાબેનના પતિ. અને નેહા પ્રિયેશકુમાર કાણકિયા, સોનલ સાત્વિકકુમાર કાણકિયાના પિતા. તથા સ્વ. હસમુખલાલ, સ્વ. ચંપકલાલ તથા સ્વ. ગમનલાલ તેમજ ગં. સ્વ. કુંદનબેન જમનાદાસ ભુવાના ભાઈ તથા ગં. સ્વ. મંજુલાબેન, ગં. સ્વ. જશવંતીબેન, સ્વ. મીનાબેનના દિયર. તે આંબારેલીવાલા નટવરલાલ બેચરદાસ ગાંધીના જમાઈ સુરત મુકામે તા. ૬-૧૨-૨૦૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક રિવાજ રાખેલ નથી.
કચ્છી લોહાણા
સ્વ. બચુબાઈ પુરુષોત્તમ ભાણજી આઈયા. કચ્છ મોથારા હાલે ઘાટકોપરના પુત્ર. અરુણકુમાર (ઉં. વ. ૭૬) ૧૧-૧૨-૨૨ના રોજ અક્ષરવાસી થયા છે. તે સ્વ. પ્રમિલાબેનના પતિ. હેમાંગ તથા હેમાલીના પપ્પા. તથા ભાવિકા અને મયંકના સસરા. તથા દમયંતીબેન લીલાધર કોટક, સરસ્વતીબેન, રૂક્ષ્મણીબેન પુરુષોત્તમ મજેઠીયા તથા વસંતભાઈના ભાઈ તથા સ્વ. છગનલાલ મોરારજી જોબનપુત્રા (હાજાપર તા. ભુજ)ના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થના સભા ગુરુવાર ૧૫ ડિસેમ્બર ૨૦૨૨ સાંજના ૪ થી ૬, સ્વામિનારાયણ મંદિર ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ). લૌકિક વ્યવહાર રાખેલ નથી.
મેઘવાળ વણકર
ગામ સાવરકુંડલા હાલ મુંબઇ સ્વ. દિનેશભાઇ રૂપાભાઇ વિંઝુડા (ઉં.વ.૬૫) રવિવાર, તા. ૪-૧૨-૨૨ના રામચરણ પામ્યા છે. ગં. સ્વ.મંજુલાબેનના પતિ. મીના, રેખા, સ્વ. ખોડિદાસ, જીતેન્દ્રના પિતા. મહેશ બારીયા, રમેશ ચૌહાણ, મમતા, દક્ષાના સસરા. ગં. સ્વ. જસુબેન તથા અર્જુનભાઇ ટાભજીભાઇ પારઘીના જમાઇ. ગુરુવાર, તા. ૧૫-૧૨-૨૨ના સવારે ૧૦.૦૦ કલાકે બારમું (કારજ) રાખેલ છે. ઠે. રૂમ. નં. ૪૦૬, એ-૧, સમ્રાટ અશોક હાઉ, કો. સોસાટીયા એસ. કે. રાઠોડ માર્ગ, ડો. બાબાસાહેબ આંબેડકર વસાહત, મહાલક્ષ્મી, મુંબઇ-૩૪.
શ્રી વીસા સોરઠીયા વણિક
હાથલાવાળા (હાલ કાંદિવલી) સ્વ. વસનજી રવજીના પુત્ર શાંતિલાલ (ઓધાભાઇ) (ઉં.વ.૭૪) શનિવાર, તા. ૧૦-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે ઇલાબેનના પતિ. તે સ્વ. કાંતિભાઇ, ગુલાબબેન, કાકુભાઇ, સ્વ. જયંતિભાઇ, સ્વ. મનસુખભાઇ, સ્વ. ભાનુબેન, મોહનલાલ, ચંદ્રકાંતભાઇ, કીરીટભાઇ, નયનાબેન, દિલીપભાઇના ભાઇ. તે નાના કરોડીયા (ખંભાત) સ્વ. બાબુભાઇ, હિરાભાઇ પટેલના જમાઇ. તે દામોદરભાઇ, જયંતભાઇના બનેવી. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
નાગર ગૃહસ્થ
ઉષાબેન પ્રકાશભાઈ મંકોડી (ઉં.વ. ૮૮) તે સ્વ. જનકપ્રસાદ બક્ષીના દીકરી. સ્વ. ધ્રુવ, સંદીપ તથા સોનલ મનોજ નાણાવટીના માતુશ્રી. અર્ચિતા તથા નેહાના સાસુ. કવત, ભાવિક, વિવેક, વૈભવીના દાદી. ૧૧/૧૨/૨૨ના સ્વર્ગસ્થ થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ખંભાત દશા શ્રીમાળી વૈ વણિક
સ્વ. સૂર્યકાન્ત શાનુંભાઈ શાહના ધર્મપત્ની ગં.સ્વ. વિનુબેન ૧૧/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. ઉમેશ તથા અલ્પાના માતા. હર્ષા તથા જતીનકુમારના સાસુ. સ્વ. વસુબેન, સ્વ. ઉર્મિલાબેન ઈન્દુભાઈ શાહ, સ્વ. જગદીશ, સ્વ. જનક, સ્વ. જયેશ, દક્ષા, જયશ્રી, વસુબેન, ગિરીશના મોટાભાભી. સ્વ. કમળાબેન મંગળદાસ શાહના દીકરી. પ્રાર્થનાસભા ૧૩/૧૨/૨૨ના ૪.૩૦ થી ૬.૩૦ ગોવિંદ દળવી હોલ, પહેલે માળે, અંબામાતા મંદિર, બાજુમાં આરે રોડ ગોરેગાંવ વેસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
અમરેલીવાળા હાલ અમદાવાદ ગં.સ્વ. કુંદનબેન જગમોહનદાસ સંઘવીના પુત્ર ચેતનકુમાર સંઘવીના ધર્મપત્ની મયુરીબેન સંઘવી (ઉં.વ. ૫૫) તે કરણના માતા. કલ્પના રશ્મિકાન્ત સંઘવી, અનસુયાબેન નલીનભાઇ સંઘવી, નીલાબેન દિપક સંઘવીના દેરાણી. ફોર્ટ સોનગઢ બાબુલાલ મણિલાલ મહેતાના દીકરી. ૯/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
સિદ્ધપુર વિશા દિશા વાળ
સિદ્ધપુર (હાલ તળેગામ) સુરેશભાઈ લાલચંદ શાહ (ઉં.વ. ૮૮) તે સ્વ. બીનાબેનના પતિ. યતીનભાઈ, અનીતાબેન, દીપકના પિતાશ્રી. નિલેશભાઈ, નીતાબેનના સસરા. શશીકાંતભાઈ, પ્રભાબેન, બકુબેન, સરલાબેન, દેવેન્દ્રભાઈ, સ્વ. વિજયભાઈ, લતાબેનના ભાઈ. સ્વ. મંજુલાબેન, સુશીલાબેન, ગં. સ્વ. વીણાબેનના જેઠ. તા. ૧૧-૧૨-૨૨ના તળેગામ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના સભા ૧૩-૧૨-૨૨ના યોગીરાજ સભાગૃહ, ભંડારી હોસ્પિટલ પાસે, તળેગામ મુકામે સાંજના ૪ થી ૫.
વિસા સોરઠીયા વણિક
મંદેરવાળા હાલ મીરા રોડ સ્વ. અમૃતબેન દામોદર મંગના પુત્ર અરવિંદભાઈ દામોદર મંગ (ઉં.વ. ૬૮) તે દેવયાનીના પતિ. ઉર્વી વિશાલ મિશ્રાના પિતાશ્રી. સ્વ. રમણીકલાલ લીલાધર શાહના જમાઈ. તે સ્વ. વજુભાઈ, સ્વ. ગોરધનભાઈ, સ્વ. વિનુભાઇ, સ્વ. જયંતિભાઈ, સ્વ. અમૃતભાઈ, સ્વ. તારાબહેન, સ્વ. પ્રભાબેન અને હંસાબેનના ભાઈ. તા. ૯/૧૨/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.