હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

પટેલ
ગામ ખરસાડ લુહાર ફળિયા (હાલ મલાડ)નાં ગં. સ્વ. રેવાબેન રતિલાલ પટેલ (ઉં. વ. ૮૯) ગુરુવાર, તા. ૪-૮-૨૨ના દેવલોક પામ્યા છે. તે સ્વ. વાસંતીબેન, ગં. સ્વ. સાવિત્રીબેન, શારદાબેન, ગં. સ્વ. નયનાબેન, મહેશભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, હેમંતભાઇના માતા. રતિલાલભાઇ, સ્વ. દિનેશભાઇ, અશોકભાઇ, સ્વ. પ્રકાશભાઇ, રમિલાબેન, ગં. સ્વ. અરુણાબેન, મીનાબેનના સાસુ. તૃપ્તિનાં દાદી સાસુ. સ્વ. મગનભાઇ, સ્વ. ગૌતમભાઇ, સ્વ. ભૂપેન્દ્રભાઇ, ગં. સ્વ. લલિતાબેન, ગં. સ્વ. નીરુબેન, ભાનુબેનનાં બેન. તેમનું બેસણું સોમવાર, તા. ૮-૮-૨૨ના બપોરે ૨થી ૫. તેમ જ પુષ્પપાણીની ક્રિયા સોમવાર, તા. ૧૫-૮-૨૨ના રોજ ૩થી ૫. ઠે. મહેશભાઇ રતિલાલ પટેલ, રૂમ. નં. ૯, રામાગોવિંદ ચાલ, પંડિત સોલિસિટર રોડ, મલાડ (પૂર્વ).
હાલાઇ બ્રહ્મક્ષત્રિય
જામનગર હાલ બોરીવલીના સ્વ. ત્રિવેણીબેન તથા સ્વ. ભોગીલાલ ખેતશી ધાંધાના પુત્ર બિપીનકુમાર (ઉં.વ. ૬૩) તે ૫/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે માયાબેનના પતિ. પુનિત તથા દિવ્યા કૌશલ શાહ, પ્રિયા પ્રકાશ ઠક્કરના પિતાશ્રી. દિપક, રાજેશ્રી, જયશ્રીના ભાઈ. સાસરા પક્ષે જામનગર નિવાસી સ્વ. જેઠાલાલ ઝવેરચંદ ભેડાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
ભાવનગર હાલ ભાયંદર સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ. અમૃતલાલ લવજી ગાંધીના પુત્ર નગીનદાસ (ઉં.વ. ૮૫) તે ૪/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ઉષાબેનના પતિ. સ્વ. બળવંતરાય, સ્વ. દેવકુંવરબેન ઈશ્ર્વરલાલ મહેતા, સ્વ. દ્વારકાદાસના ભાઈ. અ.સૌ. મીનાબેન મહેન્દ્રકુમાર સંઘવી, ગીરીશભાઈ, સ્વ. અશોકભાઈ, ઉમેશભાઈના કાકા. કરદેજવાળા સ્વ. મગનલાલ ગોપાલજી મોદીના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા લાડ વણિક
પેટલાદ હાલ કાંદિવલીના ગં.સ્વ. સુરેખાબેન તથા સ્વ. ધરમદાસ જયંતીલાલ સોનાવાલાના પુત્ર સંજયભાઈ (ઉં.વ. ૫૬) ૪/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે જ્યોતિબેનના પતિ. જીગરના પિતા. દક્ષા શિરીષ વાણી, કલ્પેશના ભાઈ. સ્વ. પુષ્પાબેન બળવંતરાય મલકાણનાં જમાઈ. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ બ્રહ્મક્ષત્રિય
વઢવાણ હાલ દહિસર નટવરલાલ નાગરદાસ વીંછીના ધર્મપત્ની નિર્મળાબેન (ઉં.વ. ૭૪) તે ૪/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે ગં.સ્વ. કંચનબેન શશીકાંત વીંછીના દેરાણી. આણંદ તથા પ્રીતિ વિપુલકુમાર પડિયાના માતુશ્રી. ધોરાજીવાળા સ્વ. રંભાબેન તારાચંદ મણિયારના દીકરી. સ્વ. દિનેશભાઇ, હરકિશનભાઈ, સ્વ. મનસુખભાઇ નટુભાઈ, સ્વ. જયસુખભાઇ, સ્વ. ભરતભાઈ, સ્વ. ચંચળબેન, સ્વ. કાંતાબેન તથા સ્વ. જશીબેનના બહેન. પ્રાર્થનાસભા ૭/૮/૨૨ના ૪ થી ૬ કલાકે ગંગા સહાય હોલ, ગોકુળ હોટેલ સામે, એસ.વી.પી. રોડ, બોરીવલી વેસ્ટ.
દશા સોરઠીયા વણિક
ગં.સ્વ. ઉષા કિશોરચંદ્ર માલવિયા (ઉં.વ. ૭૯), તે સ્વ. કિશોરચંદ્ર હરખચંદ માલવિયાના ધર્મપત્ની. શ્રેયસ, સાગર, દીપ્તિ જીજ્ઞેશ ચુડાસમાના માતુશ્રી. સ્વ. હીરાબેન, ગં.સ્વ. લિલમબેન, ગં.સ્વ. વસુબેન, દિલીપભાઈ હરખચંદ માલવિયાના ભાભી. ગં.સ્વ. કલાવતી, સ્વ. વ્રજનીકાંત, કિશોરચંદ્ર, સ્વ. મુકુંદ દેવીદાસ ગાદોયાના બહેન. જીજ્ઞેશ, નેહલ, ડોમોક્રસીના સાસુ. ૪/૮/૨૨ના શ્રીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદીચ્ય ટોળક બ્રાહ્મણ
રાજપીપળા હાલ બોરીવલી રજનીકાંત જોશી (ઉં.વ. ૮૭) તા. ૫-૮-૨૨ના દેવલોક પામ્યા છે. તે સ્વ. જડાવબેન અને સ્વ. હરિલાલ મણિશંકર જોશીના પુત્ર. સરલાબેનના પતિ. પારૂલબેન, સ્મિત અને નિલેશના પિતા. સ્વ. મુકેશ પીતાંબર દવેના સસરા. વડોદરાવાળા સ્વ. રામકૃષ્ણ પુરુષોત્તમ વેદના જમાઈ. સાદડી (બેસણું) તા. ૭-૮-૨૨ના ૫ થી ૭ના રાખવામાં આવેલ છે. ૬૦૩, આદિનાથ ટાવર, કાંતી પાર્ક રોડ, ચિકૂવાડી-ગોરાઈ રોડ, બોરીવલી (૫.).
ચતવેદી મોઢ બ્રાહ્મણ
સુરત હાલ મુંબઈ મહેન્દ્રભાઈ બાલુભાઈ ભટ્ટ, તે સ્વ. ઉષાબેનના પતિ. આશિષ તથા સમીરના પિતા. અચલાના સસરા. ધ્વનિ તથા ન્યોમીના દાદા. ૫/૮/૨૨ના કૈલાશવાસી થયેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠિયા વણિક
ગં. સ્વ. ઉષા માલવીયા (ઉં. વ. ૭૯) તે સ્વ. કિશોરચંદ્ર હરખચંદ માલવીયાના પત્ની. શ્રેયસ, સાગર અને અ. સૌ. દિપ્તી જિજ્ઞેશ ચુડાસમાના માતુશ્રી. સ્વ. હીરાબેન, ગં.સ્વ. લીલમબેન, ગં. સ્વ. વસુબેન તથા દિલીપ હરખચંદ માલવીયાના ભાભી. ગં. સ્વ. કલાવતી, સ્વ. રજનીકાન્ત, કિશોરચંદ્ર અને સ્વ. મુકુન્દ દેવીદાસ ગાદોયાના બહેન. તે જિજ્ઞેશ, નેહલ અને ડેમોક્રસીના સાસુ. તા. ૪-૮-૨૨ના શ્રીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
માંગરોળ દશા શ્રીમાળી વણિક
માંગરોળ હાલ ડોમ્બિવલી જયોત્સનાબેન પાંધી (ઉં.વ. ૭૬) તે નરેન્દ્ર ગુલાબચંદ પાંધીના ધર્મપત્ની. તે પ્રીતી તથા ઉમેશના માતુશ્રી. રાજેન્દ્ર શાહ તથા ચંદ્રિકાના સાસુ. જીનલ, આકાશના દાદી. કિશોરભાઇ, હેમેન્દ્રભાઇ, પ્રફુલભાઇ તથા સ્વ. ચંદ્રાબેન, રંજનબેન, પ્રમિલાબેન, વાસંતીબેન, ઉર્મિલાબેનના ભાભી. અને સામતેર નિવાસી સ્વ. મોહનલાલ મુલચંદ શાહના દીકરી તા. ૪-૮-૨૨ના ગુરુવારે ડોમ્બિવલી મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
જાફરાબાદ હાલ બોરીવલી સરલાબેન તથા શાંતિલાલ અંબાશંકર જોષીના પુત્ર ભાવેશ જોષી (ઉં. વ. ૩૯) તે તા. ૫-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે રાજેશકુમાર લક્ષ્મીશંકર ઉપાધ્યાયના ભાણેજ. પ્રાર્થનાસભા તા. ૭-૮-૨૨ના ૫થી ૭ કલાકે, ક્લબ સમર્પણ ૧લે માળે, કાણકિયા સમર્પણ, ‘સી’ અને ‘ડી’ વિંગ બિલ્ડિંગ ઓફ વેસ્ટર્ન એકસપ્રેસ હાઇવે ન્યુ મગાઠાણે રીવાલી પાર્ક બિલ્ડિંગની સામે, બોરીવલી (ઇસ્ટ).
દશા સોરઠિયા વણિક
મોટા દડવા હાલ કાંદિવલી મુંબઇ ગં. સ્વ. શાંતાબેન કપૂરચંદ વજારના સુપુત્ર (ઉં. વ. ૮૧) તા. ૫-૮-૨૨ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે જયોત્સનાબેનના પતિ. મહેશ, અમિત, નેહા, શીતળના સસરા. સ્વ રાખી દિપક પારેખના પિતા. સ્વ. અમૃતલાલભાઇ, સ્વ. કિશોરભાઇ, સ્વ. મુક્તાબેન હરિલાલ ઝવેરી, સ્વ. પ્રભાબેન હરિલાલના જમાઇ. બિપીનભાઇ, સવિતાબેન ચીમનલાલ શાહ, ભારતી દિલીપ શાહ, ચંદ્રિકા વિજય વખારિયાના ભાઇ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
રાજુલાવાળા સ્વ. ડૉ. ડી. ડી. વોરાના પુત્ર શૈલેશ ધરમદાસ વોરાના ધર્મપત્ની સ્વ. રાગીની (ઉં. વ. ૬૭) શનિવાર, ૬-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સલોની ગૌરાંગ ગોરડીયા તથા અક્ષયના માતુશ્રી. ક્રિશા તથા કરીનાની નાની. મોસાળ પક્ષે ડુંગરવાળા (હાલ મડગાંવ- ગોવા) સ્વ. છગનલાલ રાઘવજી દોશીની સુત્રી. સર્વે લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ગીરીનારાયણ બ્રાહ્મણ
મહુવાના (હાલ દહિસર) જયોતીબાળા (ભદ્રાબેન) (ઉં. વ. ૬૯) કિશોરચંદ ધીરજલાલ ભટ્ટના ધર્મપત્ની. દુષ્યંત, હેતલ, વૈશાલી, દક્ષકના માતુશ્રી. શ્ર્વેતા, યશેષ, પુનિત, મીતાના સાસુજી. સ્વ. જસુમતી હસમુખરાયના દેરાણી. અ. સૌ. પૂર્ણિમા દેવેન્દ્રના જેઠાણી ગુરુવાર, ૪-૮-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.