હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

બાલી નિવાસી હાલ ભાયંદરના પુષ્પાદેવી વકતાવરમલજી પુનમિયાનું નિધન ગુરુવાર ૪ ઑગસ્ટે થયેલ છે. તે સ્વ. રાજેશ, રાકેશ, રાજીવ, રીટાના માતા. તેમજ સવિતા,જ્યોત્સ્ના,રાજુલના સાસુ. રીપતિ, મોનાર્ક, સોનાલી, ક્રિશ, કેવિન, કુણાલ, મુમલ, કાજોલ, પ્રેક્ષાના દાદી. સુરભી રજતના નાની. બંને પક્ષોની ભાવયાત્રા શનિવાર,૬ ઓગસ્ટ, સવારે ૧૧ થી બપોરે ૧ વાગ્યા સુધી રાજસ્થાન હોલ, ૬૦ ફીટ રોડ, ભાયંદર (વે.)માં રાખેલ છે. પીયર પક્ષ ફાલના નિવાસી હાલ મુંબઈના વિક્રમચંદ, બહાદુરસા, મહેન્દ્રસા, સ્વ.વલ્લભચંદ કામચંદ.
હાલાઇ ભાટિયા
વસંત વિઠ્ઠલદાસ (ઉં. વ. ૮૬ ) તે સ્વ. કુમુદના પતિ. સ્વ. વિઠ્ઠલદાસ કાનજી અને સ્વ. કુસુમબાઈના પુત્ર. તે સ્વ. જચાબાઈ અને સ્વ. ગોકલદાસ મોરારજી ટોપણના જમાઈ. પ્રશાંત અને હિતેંદ્રના પિતા. નમિતા અને અનુરાધાના સસરા. સ્વ. જયસિંહભાઈ, સ્વ. રણજીતભાઈ, મહેશભાઈ અને અન્યના ભાઈ, ગુરુવાર તા. ૪-૮-૨૨ના દિવસે મુંબઈ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, ૮-૮-૨૨ના સાંજના ૫.૩૦ થી ૭. વાગ્યે હોલ ઓફ કલ્ચર, નહેરુ સેન્ટર, વરલી, મુંબઈ-૪૦૦૦૧૮ ખાતે રાખેલ છે. લૌકિક વહેવાર નહીં.
કચ્છી લોહાણા
કચ્છ ગામ નરા હાલે મુલુંડ સ્વ. પ્રાગજી વેલજી ઠક્કર (હિંદુસોતા)ના ધર્મપત્ની ગં. સ્વ. અનસુયાબેન (ઉં.વ. ૯૪) તા. ૩-૮-૨૦૨૨ના શ્રી રામશરણ પામેલ છે. સ્વ. વીરબાઈ વેલજી સુંદરજીના પુત્રવધૂ, સ્વ. મુલબાઈ લીલાધર ખેતસી ખિયા કચ્છ ગામ કૈયારી હાલે મુલુંડના પુત્રી, પ્રેમિલાબેન શંભુરામ ગણાત્રા (ભિવંડી), ગં. સ્વ. કલ્પનાબેન રાજુભાઈ કેસરીયા (જામનગર). પ્રમોદ, ભગવતી હેમંત ધિરાવાણીના માતુશ્રી, અ.સૌ. જ્યોત્સનાબેનના સાસુમા, ચંદ્રેશ, હિતેશ, હેતલબેન, હેમ ચંદેના દાદીમા. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર તા. ૬-૮-૨૨ના સાંજે ૫.૩૦ થી ૭ ગોપુરમ હોલ, ડો. આર. પી. રોડ, મુલુંડ વેસ્ટ મધ્યે રાખેલ છે. બહેનોએ તેજ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર
બંધ છે.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
જામનગર નિવાસ હાલ વિરાર સ્વ. પ્રભાબેન લક્ષ્મીદાસ કલ્યાણજી બોસમીયાના પુત્ર રજનીકાંત (અરવિંદ) (ઉં.વ. ૭૨) તે જ્યોત્સનાના પતિ, તૃપ્તિ આશીર્વાદ વર્માના પિતા. મનોજ, ઈન્દુબેન કૃષ્ણકાંત ભેડા, મધુ (મમતા) ભરતભાઈ સોનેજીના મોટાભાઈ. સ્વ. ઉજમબેન જગજીવનદાસ છાટબારના જમાઈ. તા. ૩ ઑગસ્ટ બુધવારના રોજ વિરાર મુકામે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટિયા
ઠા. પ્રીતેન હિમ્મતસિંહ ભાટિયા (પુરેચા) (ઉં. વ. ૫૨) તે સ્વ. બીના ચંદ્રા હિમ્મતસિંહના પુત્ર. પૂનમના પતિ. સ્વ. ઉર્મિલા અજીતસિંહ આશર (કોઇમ્બતુર)ના જમાઈ. રોહનના પિતા. સુજાતા ધર્મેન્દ્ર રાજા, ધીરેન, સંદીપ, ધરતી, પંકજ, સમીરના ભાઈ ૪/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળ ગામ પીસાવાડા હાલ વલસાડ બચુભાઈ કુબેરદાસ ઠક્કર (ઉં. વ. ૮૬) તે સ્વ.લક્ષ્મીબેનના પતિ. ગિરીશ, શિરીષ, દક્ષા મનીષકુમાર જસાણી, બીના પ્રજ્ઞેશકુમાર કારિયાના પિતા. વીણા તથા અવનીના સસરા. ભરતભાઈ, ભાનુબેન કાંતિલાલ સીમરીયા, ઉર્મિલા મહેન્દ્ર પોપટ, લીલા જગદીશચંદ્ર શાહ, રક્ષા કિરીટકુમાર ચોલેરાના ભાઈ. જમનાદાસ મોહનદાસ રાયઠઠ્ઠાના જમાઈ ૫/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૬/૮/૨૨ના ૩ થી ૫ કલાકે ઘાંચી સમાજ હોલ, પાવર હાઉસની બાજુમાં, બેચર રોડ, વલસાડ ખાતે રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ સલાયા હાલ કાંદિવલીના શાંતિલાલ કલ્યાણજી મશરૂ (ઉં. વ. ૭૪) તે ૪/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. શોભનાબેનના પતિ. ડિમ્પલ (હિમાની) તથા જ્યોતિના પિતા. સ્વ. કલ્યાણજી તથા રતનબેનના પુત્ર. સ્વ. કાંતાબેન મગનલાલના જમાઈ. સ્વ. નટુભાઈ, સ્વ. ધીરૂભાઇ, સ્વ. પ્રતાપભાઈ, સ્વ. ગોદાવરીબેન, ગં.સ્વ લીલાવતીબેન તથા સાવિત્રીબેનના ભાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
હિન્દુ મેઘવાળ
ગામ તણસા રાજપરા નં ૨ હાલ બોરીવલી સ્વ. શ્રી હરીશભાઈ ચારણીયા તા.૨૭/૦૭/૨૨ને બુધવારે શ્રીરામચરણ પામ્યા છે. તે સ્વ.પેથાભાઈ વિરજીભાઈ ચારણીયા તથા સ્વ.જીવીબેનના પુત્ર. ગં. સ્વ કેસરબેનના પતિ. સ્વ.પ્રવિણભાઈના પિતાશ્રી. હેમાગીબેનના સસરા. સ્વ. જેઠાલાલ બોરીચાના જમાઈ. સ્વ. મિઠાભાઈ, સ્વ.ધુડીબેન, સ્વ.પ્રેમબેન અને નથુબેનનાં ભાઈશ્રીનુ કારજ તા.૦૭ /૦૮/ ૨૦૨૨ ને રવિવારે ૪-૦૦ કલાકે વૈશ્ય સમાજ કલ્યાણ કેન્દ્ર ઈલેકટ્રીક ઈ્ન્ડસ્ટીઝ રોડ, એકતા ભુમિ ગાર્ડન ૩ પાસે, સુસ્વાગત હોટલ પાસે બોરીવલી (ઈ. )
અનાવિલ બ્રાહ્મણ
ગામ ટુકવાડા હાલ ગોરેગાંવ નિવાસી રતિલાલ દેસાઈ (ઉં. વ. ૮૯) તા.૧.૮.૨૨ના દેવલોક પામ્યા છે. તે સ્વ જમનાબેન તથા નારણજી તથા નારણજી શંકરજી દેસાઈના પુત્ર. સ્વ ધીરીબેનના પતિ. હેમાંગીના પિતા. તરુણ કુમારના સસરાજી. તે સ્વ. પ્રાનુભાઈ, સ્વ. બાબુભાઈ, સ્વ મગનભાઈ તથા ગં. સ્વ. ધીરીબેન રમેશચંદ્રના ભાઈ. તે પરિયા નિવાસી ગજરાબેન તથા પરાગજી રણછોડજી દેસાઈના જમાઈ. એમની બંને પક્ષની સાદડી (બેસણું) તા.૭.૮.૨૨ ને રવિવારે વર્ધમાન જૈન સમાજ હોલ, એલ. ટી.રોડ, ડાયમંડ ટોકીઝ ની સામે, બોરીવલી (પ.) ખાતે રાખવામાં આવી છે. સમય: સાંજે ૩ થી ૫.
મોઢ વણિક
થાણા અ. સૌ. ગીતા રવિકાંત થાનાવાલા (ઉં. વ. ૮૦) તા. ૪-૮-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે રવિકાંતના પત્ની. સુનીલના મમ્મી. પૌલોમીના સાસુ. પૂર્વાંગ અને મૌલીનના દાદી. રાશી અને અનન્યાના દાદી-સાસુ. સ્વ. જિતેન્દ્રની ભાભી. ગં. સ્વ. હંસાની દેરાની. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૭-૮-૨૨ના સાંજે ૫થી ૭. ઠે. રાહેજા ગાર્ડન્સ, ક્લબ હાઉસ હોલ, ઓફ એલ.બી.એસ.માર્ગ, તીન હાથ નાકા, થાણે પશ્ર્ચિમમાં રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દેવગઢબારીયા દશાનિમા વણિક
દેવગઢબારીયા હાલ મુંબઇ-બોરીવલી દિલીપભાઇ ગાંધીના પુત્રવધૂ અ.સૌ. એકતા ભાવેશ ગાંધી (ઉં. વ. ૩૬) તા. ૧-૮-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. સાસુ છાયાબેન દિલીપકુમાર ગાંધી, જેઠ વિટેશ ગાંધી, જેઠાણી હેમાલી ગાંધી, ભત્રીજી નિયતિ ગાંધી તે શિલ્પાબેન અમુલભાઇ દેસાઇની સુપુત્રી (ઝાલોદ). બેસણાનું સ્થળ: પાવન ધામ, મહાવીર નગર, કાંદિવલી (વેસ્ટ), તા. ૭-૮-૨૨ રવિવારના સાંજે ૪થી ૬.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.