હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

ઘોઘારી લોહાણા
લાખણકાના હાલ કલ્યાણ ગં. સ્વ. લાભુબેન જમનાદાસ ઠક્કર (ઉં. વ. ૯૪) તે ૨-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સાવરકુંડલાવાળા સ્વ. કાશીબેન હેમરાજ ખીમાણીના દીકરી. તે અ. સૌ. અરુણાબેન દિલીપકુમાર ઠક્કર, ગં. સ્વ. જયોત્સનાબહેન કૌશિકકુમાર મસરાણી, ગં. સ્વ. ગીતાબેન કિશોરકુમાર તન્ના, ઘનશ્યામભાઈ તથા મનીષભાઈના માતુશ્રી. તે રાજુલબેન, હર્ષાબેનના સાસુ. તે ભક્તિ હિરેનકુમાર સૂચક, કૃપા મોનીષકુમાર પરમાર, રાજ, હેતવી, ટીશાના દાદી. તે નિશાનાં દાદી સાસુ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૫-૮-૨૨, શુક્રવારે ૪-૩૦ થી ૬. ઠે. માતુશ્રી શ્યામબાઈ લોહાણા, મહાજનવાડી, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, કલ્યાણ (પ.).
ઈડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ બ્રાહ્મણ
બ્રહ્મપુરી હાલ નાલાસોપારા દિલીપ જટાશંકર જાની (ઉં. વ. ૬૫) ૨-૮-૨૨ ને મંગળવારના અક્ષરનિવાસી થયા છે. તે મૃણાલીબેનના પતિ. ધારા અને મિતના પિતા. રોનક ત્રિવેદીના સસરા. સુભાષ, પ્રવિણા અને સ્વ. અજીતના ભાઈ. વાસુદેવ જાનીના જમાઈની પ્રાર્થનાસભા ૫-૮-૨૨, શુક્રવારે ગણેશ સભાગૃહ, આચોલે ગણેશ મંદિર, તલાટી ઓફીસની બાજુમાં, આચોલે રોડ, નાલાસોપારા (ઈ). ૫ થી ૭. બંને પક્ષની સાથે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
કપોળ
લાઠીવાળા હાલ માટુંગા પ્રભુદાસ ગીરધરલાલ મુળજી વળીયા (ઉં. વ. ૯૭) બુધવાર, ૩-૮-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હંસાબેનના પતિ. અરવિંદ, રાજેશના પિતાશ્રી. ડોલર અને ચેતનાના સસરા. સ્નેહા, શ્ર્વેતા ભરત કેસકાની અને આનંદના દાદા. મહુવાવાળા સ્વ. મોહનલાલ કરસનદાસ દોશી તથા હરકુંવરબેનના જમાઈ. તે સ્વ. જશુભાઈ, કનુભાઈ, સ્વ. રસિકભાઈ, સ્વ. મધુભાઈ, દિનેશભાઈ, સ્વ. ચંદાબેન, સ્વ. હીરાબેન અને કુુસુમબેનના ભાઈ. પ્રાર્થનાસભા શનિવાર, ૬-૮-૨૨ના ૫ થી ૭. સ્થળ: રવજી જીવરાજ ચાંગડાઈવાળા હોલ, એસ. એન. ડી. ટી. કોલેજ, રફી અહમદ કિડવાઈ રોડ, માટુંગા (ઈ.). લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ ઐડાવાળા સ્વ. રમાબેન રામજી પુરષોત્તમ ઠક્કરના (મંડલ વીજારા) નાના પુત્ર રાજેશના ધર્મપત્ની અ. સૌ. દિવ્યાબેન (ઉં. વ. ૬૪) હાલ મુલુંડ બુધવાર, ૩-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે હેતલ તથા કરણના માતુશ્રી. તે સ્વ. પદમાબેન દ્વારકાદાસ નેગાંધીના પુત્રી. તે મીરા નરેન્દ્ર, પ્રીતી પ્રકાશના નાના ભાઈના ધર્મપત્ની. ગીતા તુષાર, દક્ષા હેમંતના ભાભી. પ્રાર્થનાસભા શુક્રવાર, ૫-૮-૨૨ના ૫.૩૦ થી ૭. ઠે. પદમાવતી બેંકવેટ હોલ, એમ. જી. રોડ, મુલુંડ (પ.). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મેઘવાળ
હબુકવડ, ભાવનગર હાલ ઈગતપુરીના સ્વ. વિજયભાઈ રાઠોડ (ઉં. વ. ૫૨) ૨૫-૭-૨૨ના રામશરણ પામ્યા છે. તે ગં. સ્વ. પન્નાબેન તથા સ્વ. દેવજીભાઈ લાખાભાઈ રાઠોડના પુત્ર. ગં. સ્વ. ગીતાબેનના પતિ. મયંકના પિતા. વસંતભાઈ, દલપતભાઈના નાના ભાઈ. ગં. સ્વ. નાનુબેન અને વિશ્રામ પાલજીભાઈ મકવાણાના જમાઈ. બારમાની વિધિ ૬-૮-૨૨, શનિવારે સવારે ૧૧ કલાકે રાખવામાં આવી છે. સ્થળ: માહેશ્ર્વરી મંગલ કાર્યાલય, ગાંધી ચૌક, રામ મંદિર પાસે, ઈગતપુરી.
હાલાઇ બ્રહ્મક્ષત્રિય
જામખંભાળીયા હાલ મલાડ પંકજ પરસોત્તમ લિયા (ઉં.વ. ૫૬) તે ૧/૮/૨૨ના દેવલોક પામેલ છે. તે સ્વ. પરસોતમ મોરારજી લિયા તથા સ્વ. મંજુલાબેનના પુત્ર. મનોજના મોટાભાઈ. ખુશ્બુના પિતા. ભાવિક જતીન શાહના સસરા. લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠિયા બ્રહ્મત્રિય
મહુવાવાળા હાલ કાંદિવલી – જગદીશભાઇ દામોદરદાસ નિર્મળ (ઉં.વ. ૬૭) તા. ૨-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. તે સ્વ. કાનજીભાઇ વેલજીભાઇ પડિયાના જમાઈ. નવીનભાઈ, હિતેન્દ્રભાઈ, હસમુખભાઇ દમોદરદાસ નિર્મળ તથા રંજનબેન પ્રવીણભાઈ પડિયા, ભાવનાબેન મહેશ કુમાર દુબલના મોટાભાઇ. ભાવનગરવાળા સ્વ. વિઠલદાસ, અરવિંદભાઇ, મનસુખભાઇ દેવચંદ જગડના ભાણેજ. પ્રાર્થનાસભા તા. ૫-૮-૨૨ના શુક્રવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. હાલાઈ લોહાણા મહાજન વાડી, ૧ માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
દશા સોરઠિયા વણિક જ્ઞાતિ
જેતપુર હાલ ઘાટકોપર ગો. વા. સ્વ. ચંપાબેન વનમાલિદાસ મુલજી શેઠના સુપુત્ર વસંતભાઇ (ઉં. વ. ૭૨) તા. ૨-૮-૨૨ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે તરુબેનના પતિ. રૂપાલી, મિહિરના પિતા. કિશોરભાઇ, સ્વ. મુકુંદભાઇ, સ્વ. અશોકભાઇના ભાઇ. ગં. સ. સ્વ. રૂક્ષ્મણિબેન ગોવિંજી સંઘાણી (કઢી)ના જમાઇ. ગો. વા. સ્વ. જયોતીબેન, ગં. સ. હંસાબેન, ગં. સ. કૃષ્ણબેનના દેર-જેઠ. સાદડી તથા લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ સંઘડના ધરમશી હીરજી રૂપારેલ (ઉં. વ. ૮૭) તે મંગળવાર તા. ૨-૮-૨૨ના રામશરણ પામેલ છે. તે સ્વ. દમયંતિબેનના પતિ. તે કચ્છ વરસામેડીના સ્વ. ગોવિંદજી રતનશી માણેકના જમાઇ. તે અરવિંદ-દિવ્યા, પ્રશાંત-બીના અને નીતા દિપક પોપટના પિતા. તે તુલસીદાસ, સ્વ. લક્ષ્મીદાસ અને સાવિત્રીબેન રમેશભાઇ પોપટના મોટાભાઇ. તે રાજ-તન્વી, કેશલ અંકુશજી નાહર, વત્સલ, ઉષ્મા તથા મોસમ હર્ષિલ શાહના દાદા-નાના. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૫-૮-૨૨ના સાંજે ૫.૩૦થી ૭. ઠે. સારસ્વત વાડી, ૧લે માળે, કોઠારી સ્વીટની બાજુમાં, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ), લૌ. વ્ય. બંધ છે.
ઝાલાવાડ સત્તર તાલુકા ઔદીચ્ય બ્રાહ્મણ
હળવદ હાલ મુંબઇ સ્વ. બાલકૃષ્ણ દયાશંકર આચાર્યના પુત્રવધુ અને વિજયભાઇના ધર્મપત્ની નીતાબેન આચાર્ય (ઉં. વ. ૭૧)તા. ૩-૮-૨૨ના અવસાન થયેલ છે. તે પ્રિયેષ અને ખ્યાતિના માતોશ્રી. તથા અમિતાના સાસુ અને સિકંદરાબાદ રહેવાસી સ્વ. મનહરલાલ મકનજી દવેના પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૫-૮-૨૨ના રોજ સાંજે ૪.૩૦થી ૬.૩૦. ઠે. ભાંડુપેશ્ર્વર મહાદેવ મંદિર, ભાડુંપેશ્ર્વર મંદિર રોડ, ગીતા હોલ, સ્ટેશન રોડ, ભાંડુપ (વેસ્ટ).
કચ્છી લોહાણા
ગામ અંજાર હાલ કાંદિવલી અ. સૌ. દમયંતીબેન ઉર્ફે ભારતીબેન તે વેલજી વાઘજી ધુફીવાળાના પુત્રી. તે કનૈયાલાલ સુંદરદાસ ઠક્કરના પત્ની (ઉ. વ. ૮૨) બુધવાર, તા. ૩-૮-૨૨ના અક્ષરધામ નિવાસી થયા છે. પ્રાર્થનાસભા બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.