હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ સોનવાડી હાલ ખારદાંડા રમેશભાઈ ભગવાનદાસ પટેલ બુધવાર, તા. ૩-૮-૨૦૨૨ના રોજ દેવલોક પામેલ છે. તે સ્વ. દિવાળીબેન તથા ભગવાનદાસ દુલ્લભભાઈના સુપુત્ર. શારદાબેનના પતિ. પ્રફુલ્લ, નિરજ, સેજલનાં પિતા. સતીષભાઈ, ગોદીબેન, નીરુબેન, લક્ષ્મીબેન, શકુંતલાબેનના મોટાભાઈ. તેમનું બેસણું શુક્રવાર, તા. ૫-૮-૨૦૨૨ના રોજ સાંજે ૨ થી ૫ તેમજ પુચ્છપાણી રવિવાર, તા. ૧૪-૮-૨૦૨૨ના રોજ સાંજે ૩ થી ૫ તેમના નિવાસસ્થાને રાખેલ છે. ઠે. અમાન ગુલ પઠાણ ચાલ, મ્યુનિસિપલ સ્કૂલની બાજુમાં, ખારદાંડા, ખાર (વેસ્ટ).
કચ્છી લોહાણા
કચ્છ ગામ અટડો હાલે મુલુંડવાળા ગં. સ્વ. વિજ્યાલક્ષ્મી વીરજી જોબનપુત્રાના પુત્રવધૂ. મુકેશભાઈના ધર્મપત્ની. માલતીબેન (ઉં. વ. ૬૨) તે હીદાનના નાની. તે મિહિર અને રાજશ્રી મેહુલ ખાંટેડના માતુશ્રી. રાજેશ, શીલાબેન નરેશ સોતા, જયશ્રીબેન સંજય રાણાના ભાભી. ભગવાનજી મેઘજી રાણાની પુત્રી ૩૧-૭-૨૨ના રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૪-૮-૨૨, ગુરુવારના સાંજે ૫થી ૭. ગોપુરમ હોલ, રાજેન્દ્ર પ્રસાદ રોડ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ). લૌકિક પ્રથા સદંતર બંધ રાખેલ છે.
કચ્છ ગામ કોઠારા હાલે મુલુંડના સ્વ. શ્રીમતી મણીબેન ત્રિકમદાસ (શંભુભાઈ) માણેકના મોટા પુત્ર નવીનભાઈના ધર્મપત્ની અ. સૌ. વીણાબેન (ઉં. વ. ૬૯) ૨-૮-૨૨, મંગળવારના રામશરણ પામેલ છે. તે સ્વ. શાંતાબેન હંસરાજ ઠક્કર ગામ અંજારવાળાની વચેટ પુત્રી. તે કરિશ્મા ભાવિક ભટ્ટના માતુશ્રી તથા હર્ષા પ્રતાપ, પ્રીતિ દીપક, વર્ષા સંજય તેમજ વિમળાબેન, વીરુબેન, અંજનાબેનના ભાભી. તે સુનિલ, અનિલ, સ્વ. અશોક, સ્વ. ભારતી તથા રંજનાના બેન. પ્રાર્થનાસભા ૪-૮-૨૨, ગુરુવારના સાંજે ૫-૩૦થી ૭. ગોપુરમ હોલ, રાજેન્દ્ર પ્રસાદ રોડ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ). લૌકિક પ્રથા સદંતર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ- જામનગર બેડ, હાલ વિરાર સ્વ. ભારતીબેન રજનીકાંત લધાણીના પુત્ર પરાગ (ઉં. વ. ૪૫) તે પિન્કીબેનના પતિ. દેવેનભાઈ, પલ્લવીબેન જયેશકુમાર પાલેજાના ભાઈ. નીતાબેનના દિયર. કલ્પ, પ્રાચીના પપ્પા. આશાબેન પ્રકાશચંદ્ર પાબારીના જમાઈ મંગળવાર, ૨-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૪-૮-૨૨, ગુરુવારે સાંજે ૪થી ૬. સ્થળ: બાલાજી બેન્કવેટ, ગોકુલ ટાઉનશીપ, વિરાર (વેસ્ટ).
મેઘવાળ
ગામ કળમોદર, ભાવનગર હાલ મહાલક્ષ્મીના જગદીશભાઈ ધારીયા (ઉં. વ. ૫૧) ૨૫-૭-૨૨ના રામશરણ પામ્યા છે. તે મધુબેન અને માવજીભાઈ રતિલાલ ધારીયાના દીકરા. ગીતાબેનના પતિ. વિરેન, પ્રાચી અને રવિનાબેન વિરલ સોલંકીના પિતા. કિરણ, કેતન અને રંજનબેન રાજેશ બોરીચાના મોટા ભાઈ. કોળી પરિવારના જમાઈ. બારમાની વિધિ ૫-૮-૨૨, શુક્રવારે સાંજે ૫ કલાકે એ-૬/૧૦૦૪, આઓ સાઈ સોસાયટી, સંત વીર મેઘમાયા માર્ગ, તુલસીવાડી, મહાલક્ષ્મી.
કચ્છી રાજગોર
કચ્છ ગામ ગોધરા હાલે મુલુંડ સ્વ. મીઠાબાઈ કરશનદાસ ભટ્ટ (શેરડીવાળા)ની દીકરી. સ્વ. મોઘીબાઈ મોરારજી માકાણીના પુત્રવધૂ. ગં. સ્વ. જવેરબેન જવેરીલાલ માકાણી (ઉં. વ. ૮૨) ૧-૮-૨૨, સોમવારના રામશરણ પામેલ છે. તે પ્રકાશ, જયેશ, દિલીપ, સંજય, હેમંત, ઈલાના માતાશ્રી. મીનાક્ષી, જયા, પારુલ, ભાવના, તૃપ્તી નરેશભાઈના સાસુ. જમનાબેન ભટ્ટ, રમેશ મોરારજીના મોટા ભાભી. પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
જમરાળાવાળા હાલ કાંદિવલી સ્વ. જયંતીલાલ છોટાલાલ દેસાઈના ધર્મપત્ની ગં. સ્વ. નિરંજનાબેન (ઉં. વ. ૯૨) તે મધુબેન (મીના) કિરીટકુમાર મુનિ, યોગેશ, સંજય તથા સ્વ. છાયા ચેતનકુમાર ગાંધીના માતુશ્રી. અ. સૌ. જયશ્રીના સાસુ. ધવલ તથા વિરલના દાદી. અ. સૌ. અમી તથા અ. સૌ. રચનાના મોટી સાસુ. તે કાનજી ગીગાભાઈ સંઘવીની દીકરી. મોહનભાઈ, રણછોડભાઈ તથા વજુભાઈના બેન બુધવાર, ૩-૮-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. સર્વ લૌકિક ક્રિયા બંધ છે.
વૈષ્ણવ મોઢ વાણીયા
ગામ મોરબી હાલ બોરીવલીના ગં.સ્વ. હંસાબેન પારેખ (ઉં.વ. ૭૮) તે ૧/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. જશવંતભાઈ રતિલાલ પારેખના ધર્મપત્ની. ઉમેશ, પ્રીતિ તથા રૂપેશના માતુશ્રી. દિપકકુમાર પરીખ, દીપા તથા અમીષાના સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
જૂનાગઢ હાલ મુંબઈ જયંતીલાલ મોહનલાલ જીવણભાઈ વિઠલાણી (ઉં.વ. ૭૩) તે ૨/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે વિજયાબેનના પતિ. સંજય, મુકેશ તથા રૂપાના પિતા. જયશ્રી, સોનલના સસરા. સ્વ. દુર્લભજી જીવાભાઈ ભીમજીયાનીના જમાઈ. કાંતિભાઈ, સ્વ. મગનભાઈ, રસિકભાઈ, સ્વ. રમણીકભાઇ, સ્વ. પ્રભાબેન તથા ઇલાબેનના ભાઈ. પ્રાર્થનાસભા ૪/૮/૨૨ના ૪ થી ૬ કલાકે કાશી વિશ્ર્વનાથ મંદિર, ૬૬, દાદીશેઠ અગિયારી લેન, મુંબઈ ૨ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુથાર
મૂળગામ મહુવાવાળા હાલ સાવરકુંડલા ગં.સ્વ. કાશીબેન રાઠોડ (ઉં.વ. ૯૫) તે ૧/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ત્રિભોવનભાઇ દેવરાજભાઇ રાઠોડના ધર્મપત્ની. સ્વ. મંગુભાઇ કાનુબેન, ગીતાબેન, ઇન્દુબેનના માતુશ્રી. સ્વ. શંભુલાલ, અરવિંદકુમાર, લાભુભાઈ, રાજેશભાઈના સાસુ. સ્વ. જયંતીભાઈ બાલુભાઈ રાઠોડના કાકી. જગદીશ વનમાળીભાઈ રાઠોડના મોટાબા. પ્રાર્થનાસભા ૪/૮/૨૨ના ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
શ્રી દશા સોરઠિયા વણિક
સુલતાનપુર હાલ ડોમ્બિવલી નીલમબેન (પારૂલબેન) (ઉં.વ. ૬૫) તે હસમુખરાય નાનાલાલ ધોળકીયાના ધર્મપત્ની. તે સ્વ. જયાબેન નાનાલાલ ધોળકિયાના પુત્રવધૂ. તે જેમીની નિલેશભાઈ શહાણે, શ્રુતિ સુનિલભાઈ પિલ્લાઈના માતુશ્રી. તે ઉષાબેન પ્રવીણભાઈ લોટીયા, કીરણબેન જીતેન્દ્રભાઈ દાવડાના ભાભી. તે સ્વ. ચંપાબેન ડાયાલાલ શ્રીમાંકર (જેતપુર)ના પુત્રી, તા. ૩૧/૭/૨૨ ને રવિવારના ડોમ્બિવલી મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા: ગુરૂવાર તા. ૪/૮/૨૨ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. એવરેસ્ટ હોલ, રેલવે સ્ટેશનની સામે, ડોમ્બિવલી (વેસ્ટ).
મોઢ વણિક
વિરમગામ નિવાસી સ્વ. જયંતીલાલ કલ્યાણજી પરીખના પુત્ર હાલ ઘાટકોપર ભરતકુમાર જયંતીલાલ પરીખ જેઓ નંદરબારના સ્વ. અમૃતલાલ નાનચંદ મહેતાના જમાઈ તથા અમિત તેમજ સ્વ. નિખિલના પિતાશ્રી. ફલોરિડામાં રવિવાર, ૩૦-૫-૨૨ના શ્રીજીચરણ પામેલા છે. ઘરનું સરનામું: તિવારી સદન, (૬૦ ફૂટ) આર. બી. મહેતા રોડ, ઘાટકોપર (ઈસ્ટ). લૌકિક ક્રિયા બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.