હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

વિશા સોરઠિયા વણિક
બાલાગામવાળા (હાલ કાંદિવલી) સ્વ. નરેશભાઈ કાનજી દયાળ શાહના ધર્મપત્ની મધુરીબેન (ઉં.વ. ૬૯) તા. ૧-૮-૨૨ ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે નીખિલ, મીનાલી આશિષ મુકેશ મોદીના માતુશ્રી. જયશ્રીબેન, હંસાબેનના દેરાણી. શોભનાબેનના જેઠાણી. બાલવાવાળા મનસુખલાલ મોહનલાલ શાહના પુત્રી. નલીની, રીટા, હેમંત, પ્રીતી, અલકા, અતુલના બહેન. લૌકિક વ્યવહાર
બંધ છે.
કપોળ
ડેડાણવાળા હાલ માટુંગા તે સ્વ. ઈચ્છાબેન વિઠ્ઠલદાસ દયાળજી મહેતાના પુત્ર પ. ભ. વલ્લભદાસ (ઉં. વ. ૯૭) સોમવાર, ૧-૮-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે ગો. વા. મંગળાબેનના પતિ. અ. સૌ. દર્શના હરીશકુમાર આસરના પિતાશ્રી. પ્રિયેશ તથા ધ્વનિના દાદા. તે સ્વ. જશવંતરાય તથા ચંદુબેન પુરુષોત્તમદાસ ગાંધીના ભાઈ. રાજુલાવાળા સ્વ. ગોપાલજી વિઠ્ઠલદાસ સંઘવીના જમાઈ. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
કચ્છી લોહાણા
સ્વ. રૂક્ષ્મણીબેન મોહનલાલ ઠક્કરના પુત્ર દિનેશ મોહનલાલ ઠક્કર દરશડી હાલે બદલાપુર (ઉં. વ. ૬૪) ૨૯-૭-૨૨ના રામશરણ પામેલ છે. તે ચંદ્રિકાબેનના પતિ. તે મેહુલ, અ. સૌ. ભૂમિ રવિ જયસ્વાલના પિતા. તે સ્વ. નિલમબેન ગોટીરામના ભાઈ. તે સ્વ. શાંતાબેન ધનજીભાઈ પોપટ ગામ ભૂજવાળાના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
સુરતી દશા મોઢ વણિક
શિષીર મોહનલાલ પારેખ તે સુશીલા મોહનલાલ પારેખના પુત્ર. સંદીપ, ભારતી (પ્રેમલતા) સ્વ. કિર્તીદા નિતીનના ભાઈ સોમવાર, ૧-૮-૨૨ના શિવચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
અંજાર હાલે મુંબઈ શ્રી કેશવજી પોબારા (ઉં.વ. ૭૪) તે હંસરાજ બેચરદાસના નાના પુત્ર. હંસાબેનના પતિ. પુનિત, કપિલ અને અમિતના પિતાશ્રી. નીતા, કવિતા અને મીનલના સસરા. માધવજી વેલજી કતિરા (ખારીરોહર)ના જમાઈ મુંબઈ મધ્યે રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૩-૮-૨૨, બુધવાર સાંજે ૫:૦૦ થી ૬:૩૦ વાગ્યે ગ્રાઉન્ડ ફ્લોર તિરુમાલા હેબીટાટ્સ, કેળકર કંપની સામે, મુલુંડ (વે.) મધ્યે રાખેલ છે.
ઈડર ઔદિચ્ય સત્તાવીસ જ્ઞાતિ
ગામ ચિત્રોડા હાલ કાંદિવલી ગં.સ્વ. શર્મિષ્ઠાબેન ભટ્ટ (ઉં.વ. ૭૯), તે સ્વ. કિશોરચંદ્ર ભટ્ટનાં પત્ની. તે અ.સૌ. હીના અતુલકુમાર શાહ, સોહાગ કિશોરચંદ્ર ભટ્ટ અને વિપ્લવ કિશોરચંદ્ર ભટ્ટનાં માતુશ્રી. અતુલકુમાર, કુંજલ, કિન્નરીના સાસુ. રિદ્ધિ, વિતુર, મમતા, સિદ્ધિ, કુશલ, કશિષનાં નાની/દાદી. ગં.સ્વ. ભાનુમતીબેન ધારેક, સ્વ. હંસાબેન પંડ્યા, ડો. બિપિનભાઈ વ્યાસ, સ્વ. રમેશચંદ્ર વ્યાસના બહેન તા. ૩૧/૭/૨૨ના દેવલોક પામ્યા છે. બન્ને પક્ષની સાદડી તા. ૪/૮/૨૨, ગુરુવારે પાંચ વાગ્યાથી સાત, સ્થળ: શ્રી લોહાણા મહાજન વાડી, એસ.વી. રોડ, શંકરના મંદિર પાસે, કાંદિવલી (પશ્ર્ચિમ).
કપોળ
જાફરાબાદવાળા હાલ બોરીવલી સ્વ. વિનોદરાય બાલુભાઈ પ્રાગજી પારેખના ધર્મપત્ની ઉમાબેન (ઉં.વ. ૭૦) તે સ્વ. પ્રતાપરાય, સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. નવનીતભાઈ, સ્વ. પ્રવીણભાઈ, અશોકભાઈના ભાભી. કેયુર-અલકા તથા કાર્તિક-કૃપાલીના માતા. બારપટોડીવાળા નારણદાસ ધારશી મોદીના પુત્રી. જયંતભાઈ તથા પ્રતાપભાઈના બહેન. ૩૦/૭/૨૨ના રોજ શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
મેઘવાળ
ગામ ધરવાળા હાલ માટુંગા સ્વ. જગદીશભાઈ મકવાણા શનિવાર, ૩૦ જુલાઈએ શ્રીરામચરણ પામ્યા છે. તે સ્વ. દેવલબેન તથા સ્વ. ધુડાભાઈ ડાયાભાઈ મકવાણાનાં દીકરા. કેશીબેનનાં પતિ. વિભા, વનિતા અને ઉર્મિલાનાં પિતા. સ્વ. વાલજીભાઈ, સ્વ. દુદાભાઈ, જેસિંગભાઈ, મુળજીભાઈ, સ્વ. ભાણજીભાઈ મકવાણા તથા સ્વ. કમળાબેન પ્રકાશ ભોજનાં નાના ભાઈ. ગામ ગારિયાધારનાં શ્રી મંગાભાઈ જેઠાભાઈ અણજારાનાં ભાણેજ-જમાઈ. બારમા કારજની વિધી ૪-૮-૨૨ ગુરુવારે સાંજે ૫.૦૦ કલાકે તેમનાં નિવાસ સ્થાન વેંડન એવેન્યુ હોલ, મધ્ય રેલ્વે વર્કશોપ, ટી.એચ. કટારિયા માર્ગ, માટુંગા ખાતે રાખવામાં આવી છે.
હાલાઈ લોહાણા
મુળ ગામ જામખંભાળીયા, હાલ કાંદિવલી ગં.સ્વ. માલતીબેન (ઉં.વ. ૭૮) તે સ્વ. દ્વારકાદાસ પોપટલાલ ગંઠીયાના ધર્મપત્ની. તે મનીષા ભૌમિક તન્ના, ભાવના મંયક ઠક્કર, દિપાલી નિલેશ શાહ અને અમિતના માતુશ્રી. તે ઉજમબેન હેમરાજ રૂપારેલના દિકરી. તે ભાવિકાના સાસુમા. તે પ્રીશાના દાદીમા, તા. ૧/૮/૨૨, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૪/૮/૨૨, ગુરુવારના, સમય સાંજે ૫ થી ૭ હાલાઈ લોહાણા મહાજન વાડી, પહેેલા માળે, મેઇન હોલ, એસ.વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી વેસ્ટ.
ઈડર ચૌદશી તપોધન બ્રાહ્મણ
ગામ જીજવા હાલ ભાયંદર રાવલ જયંતીલાલ કેશવલાલ (ઉં. વ. ૮૩) ૩૦-૭-૨૨, શનિવારે દેવલોક પામ્યા છે. તે સ્વ. મંજુલાબેનના પતિ. આશીષ, હેમંત, નયના, નિરુપા, પૂર્ણિમાના પિતાશ્રી. સભાષકુમાર, અશોકકુમાર, અલ્કેશકુમાર, રોહિણી, કૃપાલીના સસરા. ચિત્રોડા નિવાસી સ્વ. શંકરલાલ મુરજીના જમાઈ. સ્વ. વસંતલાલ, સ્વ. જટાશંકર, સ્વ. મનપ્રસાદ, મહેન્દ્રભાઈ, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. સુશીલાબેન, ડાહીબેન, દેવકીબેન, ભાનુબેનના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૪-૮-૨૨, ગુરુવારે નીચેના સરનામે રાખેલ છે. સમય સાંજે ૪થી ૭. ૬, નિર્મલ પાર્ક, ગ્રાઉન્ડ ફલોર, નવઘર, એસ. વી. રોડ, ભાયંદર (ઈસ્ટ).
સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
જૂનાગઢ નિવાસી ગં. સ્વ. ઈન્દુબેન પંડ્યા (ઉં. વ. ૮૩) ૧-૮-૨૨ના જૂનાગઢ મુકામે કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. અનંતરાય મૂળશંકર પંડ્યાના પત્ની. સ્વ. સંજયભાઈ તથા ઈલાબેન વિનોદરાય ત્રિવેદી, રેખાબેન દિપકકુમાર વ્યાસ તથા હિનાબેન રાજેશકુમાર ત્રિવેદીના માતુશ્રી. તે ગં. સ્વ. વિભાબેન સંજય પંડ્યાના સાસુ. હિતેન-અદિતીના દાદી. તે સ્વ. પ્રતાપરાય, સ્વ. કાંતિભાઈ, ભૂપતભાઈ, સ્વ. વસંતભાઈ, સ્વ. અરવિંદભાઈ તથા ગં. સ્વ. કાંતાબેન પ્રતાપરાય વ્યાસના ભાભી.
૨૬ ગામ ચરોતર પાટીદાર સમાજ
ગામ સિસ્વા હાલ બોરીવલી જસુભાઈ પ્રભુદાસ પટેલ તા. ૩૦-૭-૨૨ના રોજ દેવલોક પામ્યા છે. તે મુકેશભાઈ નરેન્દ્રભાઈ, યોગેશભાઈના પિતાશ્રી. પ્રવિણાબેન, અલ્પાબેન, નિશાબેનના સસરા. જય, રિક્ષી, સિવાગ અને ભાર્ગવના દાદા. તેમનું બેસણું તા. ૭-૮-૨૨ સવારે ૯ થી ૧૨. ઠે: ગામ સિસ્વા, પટેલવાડી, તા. જિ. આણંદ-ગુજરાત.
કચ્છ વાગડ સાત ચોવીસી
ગામ લાકડીયાના હાલ ઘાટકોપર સ્વ. દલીચંદભાઈ ઉજમશીભાઈ કુબડીયાના ધર્મપત્ની શાંતાબેન (ઉં. વ. ૭૫) તા. ૧-૮-૨૨ સોમવારે સ્વર્ગવાસ પામેલ છે. પ્રાર્થનાસભા તારીખ ૩-૮-૨૨ બુધવારના રોજ સવારે ૧૧ થી ૧ ગુજરવાડી માટુંગા (સેન્ટ્રલ રેલવે) મધ્યે રાખેલ છે. તે કિશોર, સતીશ અને વર્ષાના માતુશ્રી. રીટા, જયશ્રી અને નિમેશકુમારના સાસુ. સ્વ. શાંતિલાલ, રમણીકલાલ, વનેચંદભાઈ, સેવંતીલાલ અને અમૃતલાલના ભાભી. પિયરપક્ષ સાંતલપુરના સંઘવી મણિલાલ રામચંદભાઈની સુપુત્રી. બંને પક્ષની પ્રાર્થના સભા સાથે રાખેલ છે. રે. ઠે.: ૨૦૩, જમનાદાસ ટાવર, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ).
દશા સોરઠિયા વણિક જ્ઞાતિ
સરસઇ હાલ બોરીવલી મનસુખભાઇ (ઉં. વ. ૮૨) તે સ્વ. શાંતાબેન ભાઈચંદ ગગલાણીના સુપુત્ર. તે મંજુલાબેનના પતિ. તે જાગૃતિ યોગેશ શાહ, દીપ્તિ કવિન સેલારકા તથા હિમાંશુના પિતાશ્રી. તે ગં.સ્વ. તારાબેન ધીરજલાલ વખારિયા, રજનીકાંતભાઈ, પ્રમોદભાઈ, સ્વ. રમાબેન ભૂપતરાય ગાદોયા, મધુબેન અશ્વિનકુમાર ધાબડીયા તથા અરવિંદભાઈના મોટાભાઈ. સ્વ. જમનાદાસ તુલસીદાસ લોટીયાના જમાઈ તા ૧-૮-૨૨ના સોમવારના શ્રીજીચરણ પામેલ છે તેમની પ્રાર્થનાસભા તા.૪-૮-૨૨ના ૪ થી ૬. ગુરુવાર વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, સર્વોદય હોલ, એલ.ટી.રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.