હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
સિહોર નિવાસી (હાલ ઘાટકોપર) સ્વ. શાંતિલાલ વામનરાય પારેખનાં ધર્મપત્ની ગં. સ્વ. લલીતાગૌરી (ઉં. વ. ૮૭) તે કેવન, નિલેશ, અલ્કેશ, પૂર્ણિમા (મીના) મયુરકુમાર મહેતા, ખીશ પંકજકુમાર મહેતાના માતુશ્રી. છાયા, નિશા, કવિતાનાં સાસુ. રત્નેશ, જૈનેશ, ધ્રુવ તથા ઉર્જાના દાદી. સિહોરવાળા સ્વ. ભગવાનદાસ બકોરદાસ ભુતાનાં દીકરી શનિવાર, ૩૦-૭-૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, ૧-૮-૨૨ના સાંજના ૫ થી ૭. ઠે. લાયન્સ કોમ્યુનીટી હોલ, ગારોડીયા સ્કૂલની બાજુમાં, ગારોડીયાનગર, ઘાટકોપર (ઈસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)
વિસલનગરા નાગર બ્રાહ્મણ
વિસનગરના વતની હાલ સાંતાક્રુઝ, મુંબઈ નિવાસી હેમાબહેન ભરતકુમાર જાની (ઉં. વ. ૭૨) તે ભરતકુમારનાં પત્ની, અર્ણવ અને કિંજલનાં માતુશ્રી, પ્રીતિ અને હિમેશકુમારનાં સાસુ, જિયા, ટ્વિશાનાં દાદી-નાની, ઉદયનભાઈ અને સુજ્ઞાબહેનનાં ભાભી, રમાબહેન, પ્રફુલાબહેન, ગિરીશ, રીટા અને રોહિતનાં બહેન ગુરુવાર, તા. ૨૮/૭/૨૦૨૨ના રોજ હાટકેશશરણ પામ્યાં છે. બેસણું તથા લૌકિક ક્રિયા રાખેલ નથી.
ઇડર ઔદિચ્ય સત્તાવીસ જ્ઞાતિ
વસાઈ નિવાસી હાલ મુંબઈ સ્વ. શ્રી ચંદ્રકાંત દવે તથા પદ્માબેનના સુપુત્ર રસિક દવે (ઉં.વ. ૬૬) શુક્રવાર, તા. ૨૯ જુલાઈ, ૨૦૨૨ના દેવલોક પામ્યા છે. તે કેતકી દવેના પતિ. રિદ્ધિ અને અભિષેકના પિતા. તે ગૌરવના સસરા. મયુના, ધીરેનના ભાઈ અને સરિતા જોશીના જમાઈ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧લી ઓગસ્ટના સાંજે ૫ થી ૭ શાનખા હોલ, બીજે માળે, ગોવિંદા રેસ્ટોરન્ટની ઉપર, ઇસ્કોન ટેમ્પલ, જુહુ.
દશા સોરઠિયા વણિક
ચિંચણ તારાપુર હાલ કાંદિવલી શાંતાબેન રમણીકલાલ શાહના પુત્ર પ્રવીણભાઈ (ઉં.વ. ૮૯) તે ૨૮/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે ચંદ્રિકાબેનના પતિ. રમેશભાઈ, અરવિંદભાઈ, હર્ષદભાઈ, ભરતભાઈ, સ્વ. કુંજબાળાબેન જમનાદાસ આનંદપરા, ગં.સ્વ. પલ્લવી નલિનકાન્ત ચોવટીયાના ભાઈ. સ્વ. વ્રજકુંવરબેન વછરાજ સાંગાણીના જમાઈ. ગં.સ્વ. મંજુબેન અમૃતલાલ વેકરીયા, ગં.સ્વ. તારાબેન હસમુખરાય લોટીયા, કીર્તીકુમાર તથા સુરેશકુમારના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
મહુવાવાળા હાલ કાંદિવલી ગં.સ્વ. કપિલાબેન યશવંતરાય પારેખ (ઉં.વ. ૯૦) તે ૨૮/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે પંકજ, અમિત, કીર્તિ બિપીનકુમાર, નીતા ઉમેશકુમાર, આશા યોગેનકુમાર, ક્રિના તુષારકુમારના માતુશ્રી. નિમીષા તથા જાગૃતિના સાસુ. પિયર પક્ષે સ્વ. કાળીદાસ, સ્વ. વસંતભાઈ, રાજેશભાઈ દામોદરદાસ , મંજુબેન, પુષ્પાબેન, કીર્તિબેન, મીનાબેનના બહેન. સ્વ. મધુકાંતભાઈ લક્ષ્મીદાસ, સ્વ. ધનલક્ષ્મીબેન હરગોવિંદદાસ, સ્વ. રસીલાબેન દોલતરાયના ભાભી. ધનમ, ધ્રુવી, પૂજા, અમી, વિરલ, હેત, રાજ, પાર્થ, ઇન્દ્રના બા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
પાંચતલાવડાવાળા હાલ મુલુન્ડ સ્વ. વનમાળીભાઈ બેચરભાઈ મકવાણા (ઉં.વ. ૯૪) તે ૨૮/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. નિર્મલાબેનના પતિ. સ્વ. રમેશભાઈના પિતા. હંસાબેનના સસરા. ભરત, મનોજ, દીપાના દાદા. પ્રિયંકા, ચેતના તથા વિશાલ ભુપેન્દ્ર ઠક્કરના દાદાજીસસરા. પ્રાર્થનાસભા ૧/૮/૨૨ના રોજ લુહાર સુથાર વાડી, બોરીવલી ઈસ્ટ.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
બાંટવા હાલ મલાડ (મુંબઈ) સ્વ. ચંપકલાલ છગનલાલ મર્થકના ધર્મપત્ની ગં.સ્વ. શારદાબેન (ઉં.વ. ૭૮) શુકવાર, તા. ૨૯-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે અનિલ, સંદીપ તથા શીલ્પા પરેશકુમાર પડીયાના માતુશ્રી. શીલ્પા, દિપાલીના સાસુ. આકાશ, મિસરી, પુષ્ટિના દાદી. બગસરાવાળા સ્વ. વલ્લભદાસ હીરજી જોગીના દિકરી. પ્રાર્થના સભા રવિવાર, તા. ૩૧-૭-૨૨ના સાંજે ૪.૦૦ થી ૬.૦૦ હાલાઈ લોહાણા મહાજન વાડી, બીજા માળે, એસ.વી. રોડ, શંકરના મંદિરની પાસે, કાંદિવલી (વેસ્ટ).
કપોળ
કતપરવાળા હાલ કલકત્તા મંગળદાસ સંઘવી (ઉં.વ. ૯૨), તે વિજયાબેન અમૃતલાલ સંઘવીના પુત્ર. તે ભુપતભાઇ, પ્રતાપભાઇ, અરુણભાઇ, મંજુલાબેન ચિમનલાલ શેઠના ભાઈ. અપુર્વ, કેતન, અભિજિતના પિતાશ્રી. સોનલ, લીના, દિપ્તીના સસરા. મહુવાવાળા સ્વ. ભગવાનદાસ કરસનદાસ પારેખના જમાઇ તા. ૨૮/૭/૨૨ ગુરુવારના શ્રીજીની પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૩૧/૭/૨૨ રવિવારના સાંજે ૪-૬, કલકત્તા મધ્યે રાખેલ છે. (સર્વે લૌકિક ક્રિયા બંધ છે).
ગુંડિયાલી તાલુકા માંડવી કચ્છ
ખત્રી જેઠાલાલ અરજણ (ઉં. વ. ૮૨) તે સ્વ. મમિબાઈ અરજણના પુત્ર. ભાનુમતીબેનના પતિ. સ્વ. કાનજી જેઠાભાઈ પાતારના જમાઈ. રાજેન્દ્ર, પંકજ, મનોજના પિતાનું અવસાન ૨૮-૭-૨૨ના થયેલ છે. ઉઠમણું ૧-૮-૨૦૨૨ના રામેશ્ર્વર મંદિર ગુંદિયાલી મધ્યે રાખેલ છે.
કચ્છી
લખપતવાસી હાલ કલકત્તા દામોદરદાસ વાધવા (ઉં. વ. ૮૪) તા. ૨૯-૭-૨૨ના અવસાન પામ્યા છે. તે સ્વ. જેરામભાઈ ભૂલચંદભાઈના સુપુત્ર. સ્વ. ગોવર્ધનભાઈ, સ્વ. ડુંગરશીભાઈ, અનુબાઈ, સ્વ. કુસુમબેનના ભાઈ. સ્વ. રતનબેન, સ્વ. શકુંતલાબેનના દિયર. પ્રાર્થનાસભા કલકત્તામાં તા. ૧-૮-૨૨ સોમવારના સ્વામિનારાયણ મંદિર, ભવાનીપૂરમાં ૫ થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
મોડાસા એકડા વિશા ખડાયતા
નવનીતલાલ મણીલાલ શાહ (ઉં. વ. ૮૨) વતન રણાસણ હાલ બોરીવલી ૨૮-૭-૨૨ને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે વનલીલાબેનના પતિ. નૈનેશ, ભાવેશ, બેલાના પિતા. તે વૈશાલી, નરેન્દ્રકુમાર, રુચિના સસરા. સ્વ. ચંપાબેન, સ્વ. ભીખાલાલ, કાંતિલાલ, સ્વ. ઉષાબેન, હસમુખલાલ, નિરંજનબેનના ભાઈ. હેતા, પાર્થ, જીલ, મિતિ, જલકના દાદા. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧-૮-૨૨ને સોમવારના સાંજે ૪ થી ૬. ઠે: વર્ધમાન સ્થાનકવાસી જૈન હોલ, ડાયમંડ સિનેમાની સામે, એલ. ટી. રોડ, બોરીવલી વે.
દશા સોરઠિયા વણીક
બાબરાના હાલ મીરારોડ પંકજ રતીલાલ પારેખ (ઉં. વ. ૬૬) ઈન્દુબેનના પતિ. તે ગં. સ્વ. જશવંતીબેનના પુત્ર. બિપીન, પરેશ, રૂપા, મુકેશ વિભાકરના ભાઈ તથા કાર્તિક, નેહાના પપ્પા. સ્વ. છોટાલાલ હરીલાલ કઢીના જમાઈ. ધરા અને ચીરાગ સાંગાણીના સસરા. સ્વ. ચીમનલાલ તારાચંદ, સ્વ. ગુણવંતભાઈ, સ્વ. જયંત ટપુલાલ તથા નિતીન અમૃતલાલના પિતરાઈ ભાઈ ૨૭-૭-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. સાદડી પ્રથા બંધ છે.
હાલાઈ ભાટીયા
અ. સૌ. નીલા વિજય કાપડીયા તે સ્વ. ગોરધનદાસ વલ્લભદાસ ચત્રભુજ શીવજીના પુત્રવધૂ. સ્વ. ભાનુબેન અને સ્વ. નલીનભાઈ લીલાણીના પુત્રી. કુલીન- અલ્પા અને અદિતિ- ગૌરવના માતુશ્રી. ધ્રુવ, શનાયા તથા અનીકાના દાદી-નાની. હરીશ, અજીત અને શૈલેષના બહેન ૨૮-૭-૨૨ના શ્રીજીનાચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૩૧-૭-૨૨, રવિવારે એફ. પી. એચ. ગરવારે સભાગૃહ, લાલા લજપતરાય માર્ગ, હાજીઅલી, મુંબઈ-૩૪ સાંજના ૫ થી ૬.૩૦.
સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
બોરીવલી જગદીશભાઈ ભાનુશંકર પંડ્યા (ઉં. વ. ૭૬) તે સ્વ. બિપીનભાઈ, નરેન્દ્રભાઈ, રોહિણીબેન તથા દક્ષાબેનના ભાઈ. ચિરાગ તથા જલ્પા જતિન જાનીના પિતાશ્રી. કિંજલના સસરા. સ્વ. નટવરલાલ ગિરજાશંકર ત્રિવેદીના જમાઈ ૩૦-૭-૨૨, શનિવારના કૈલાસવાસી થયેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભાની પ્રથા બંધ રાખેલ છે.
ઈડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
ગામ બડોલી હાલ મુલુંડ ગં. સ્વ. કૈલાસબેન સુરેશચંદ્ર જપી (ઉં. વ. ૭૬) ૨૯-૭-૨૨ના સ્વર્ગલોક પામ્યા છે. તે અજય, અજીત તથા કુંતલના માતુશ્રી. દિપ્તી, સીમા તથા પાર્થના સાસુ. તે ખેડ ચાદરણી મુળીબેન તથા મોહનલાલ કુબેરદાસ વ્યાસના પુત્રી. સ્વ. દમયંતીબેન જવેરીલાલ રાવલના ભાભી. તે ચેતનાબેન ધિરેશ જપીના જેઠાણી. દિવ્ય, હેલી, રુદ્રના દાદી. હીના, ચાર્મી, પ્રીયાંક દોશીના મોટા કાકી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.